Savni Pahela

Latest news

More +
નખત્રાણા અનુસૂચિત જાતિ છાત્રાલય ખૂટતી સગવડ પૂરી પાડતા વહીવટી તંત્રનો આભાર

(કચ્છ) અહેવાલ : સૈયદ રજાકશા ટોડીયા કચ્છ જિલ્લા યુનિટ બહુજન સમાજ પાર્ટી જ્યારે નખત્રાણા gmdc કુમાર છાત્રાલય ની મુલાકાત લીધી ત્યાં સુવિધાઓનો અભાવ હતો જેમકે સંડાશ બાથરૂમ નો દરવાજો તૂટી ગયા હતા હોલમાં પંખા નતા સફાઈ માટે ત્રણ મહિનાથી કામદાર આવતાં હતા અને અંદાજ જીક નખત્રાણા તાલુકાના ગામો ગામથી 25 વિદ્યાર્થીઓ ત્રણ મહિનાથી રાતદિવસ મચ્છર માં આખી રાત જાગી અને સવારે અભ્યાસ માટે સ્કુલ જવાથી કોઈ પણ સામાજિક કાર્યકર્તાઓ હાથ સુધી નખત્રાણા જીએમડીસી કુમાર છાત્રાલયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની હાલ-હવાલ પૂછી ના હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીએ કાશીરામ સાહેબ મહા પરિનિર્વાણ દિવસે સમાજના આગેવાનો દ્વારાજાહેર સભામાં રજૂઆત કરવામાં આવી તત્કાલ બહુજન સમાજ પાર્ટીના કચ્છ જિલ્લા યુનિટી જેમાં પ્રમુખશ્રીલક્ષ્મણભાઈ કાનજીભાઈ વાઘેલા મહામંત્રી કાનજીભાઈ જયંતભાઈ વાઘેલા કચ્છ જિલ્લા યુનિટ કન્વીનર તત્કાલ જીએમડીસી કુમાર છાત્રાલયની મુલાકાત લીધી ત્યારબાદ ગણપતિ નો ભાવ હતો તેમને ફોનમાંથી વાત કરતા પંખા ની સુવિધાઓ ઈન્ટરનેટની ગ્રાન્ટ ની સુવિધાઓ તત્કાલ પહોંચી આવી અને બે પંખા નવા આવતા હોલમાં લાગતા જીએમડીસી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ માં ખુશીની લાગણી જોવા મળી ત્યારબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચંદનસિંહ રાઠોડ દવાનો છટકાવ કરયો ફોગિ ગ મશીન દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને અનુસૂચિત જાતિના હા જીએમડીસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક માટે અને ની હેલ્થ માટે નખત્રાણામાં બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો લક્ષણોને કાનજીભાઈ વાઘેલા મહામંત્રી રામજીભાઈ દાફડા કચ્છ જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયંત વાઘેલાએ બ્લોક હેલ્થ ઓફિસ માં વાત કરી ડોક્ટર એકે પ્રસાદને ત્યારબાદ ચંદનસિંહ રાઠોડને સરપંચ શ્રી ને ત્યારબાદ જિલ્લામાં અનુસૂચિત જાતિના હોદ્દેદારોની વાત કરતાં તત્કાલ નખત્રાણામાં આ સેવા ઉપલબ્ધ થઈ ખરેખર એક શરમજનક વાત છે કે સત્તાપક્ષ દ્વારા અનુસૂચિત જાતિ માટે કોઈ ધ્યાન આપતા નથી અને બીજું કે પોતાના તાયફાઓ માં સમાજને અને સમાજના શિક્ષણને અને વિદ્યાર્થીઓને ક્યારે પણ કોઈપણ જાતનો આશ્વાસન આપતા નથી ત્યારે આ કામ કચ્છ જિલ્લા યુનિટ બહુજન સમાજ પાર્ટીએ સક્ષમ થઈને બહુજન ભાઈઓ માટે એક અનોખી પહેલ અને પ્રેરણા સ્વરૂપ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ માન્યવર કાશીરામ સાહેબ અને બાબાસાહેબના ને બાબા સાહેબ આંબેડકરના વિચારધારાઓને શિક્ષિત બનો સંગઠિત બનો નેક બનો અને નેક બનો એ સાથે જય ભીમ

Read More
માજોઠી સોસીયલ ટીમ દ્વારા જીલ્લા મધ્યસ્થ જેલ ગળપાદર ખાતે કૈદીઓ માટે સૈયદ સલીમશા બાપુ ની તકરીર ( ધાર્મિક પ્રવચન ) નુ આયોજન કરેલ

(કચ્છ) અહેવાલ : સૈયદ રજાકશા ટોડીયા માજોઠી સોસીયલ ટીમ દ્વારા જીલ્લા મધ્યસ્થ જેલ ગળપાદર ખાતે કૈદીઓ માટે સૈયદ સલીમશા બાપુ ની તકરીર ( ધાર્મિક પ્રવચન ) નુ આયોજન કરેલ પ્રોગ્રામ મા જેલ અધીક્ષક જાડેજા સાહેબ, હાજી જુમા રાયમા, સકુર માજોઠી, હુશેન આગરીયા, શાહનવાઝ શેખ, ગની માજોઠી, હસન માજોઠી, ફકીરમામદ રાયમા વગેરે હાજર રહેલ

Read More
ગિર ગઢડા ગ્રામ પંચાયતના તલાટીનો નવો ફતવો ! અરજદારે અરજી આપવા સાથે આધારકાર્ડ લાવવું

(ઉના) અહેવાલ : રસિક ચાવડા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ગિર ગઢડા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે.કોઇ પણ અરજદાર અરજી કરવા કે આરટીઆઇ લઈને જાય ત્યારે અરજદારે આધાર કાર્ડ ફરજિયાત સાથે રાખવાનું જો અરજદાર પાસે આધારકાર્ડ સાથે ના હોય તો અરજી સ્વીકારવામાં આવશે નહીં. આવો ફતવો બહાર પાડ્યો છે .જાણે ગીરગઢડા એ ગુજરાત રાજ્યની બહાર હોય તેમ નવા નવા નિયમો તલાટી દ્વારા બહાર પાડવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે.તલાટીને કાયદાની વાત કરતાં તેમનો બાટલો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગામડાના અભણ લોકો ને તલાટી મંત્રી પાસેથી કામ કરાવવામાં આખો દિવસ ધક્કા ખાવા પડે ત્યારે દિવો લઇને ગોતવા જાય ત્યારે માંડમાંડ લોકોનું કામ થતું હોય છે ત્યારે આ મહાશય પોતે જ સરકાર હોય તેમ પોતાના નિયમો બનાવી ગ્રામીણ પ્રજા પર ઠોકી બેસાડ્યાં જ્યારે કોઈ અરજદાર તેની સામે બોલવાની હિંમત કરે ત્યારે અરજદારને જેમ તેમ બોલવા માંડ્યા અને કોઇની બીક જ ના હોય તેમ તમારાથી થાય તે કરી લેવાનું તેમ‌ કહ્યું હતું આ બાબતે અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવા આવી હતી હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આવાં તલાટી કમ મંત્રીને પાઠ ભણાવવામાં આવે છે કે તે પણ આવાં ઉડાવ જવાબ આપનારાં તલાટી મંત્રીને પ્રોત્સાહન આપે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે

Read More

Popular News

More +
ધ્રોલમાં ભૂચરમોરીના મેદાનમાં ત્રિ-દિવસીય લોકમેળાનો પ્રારંભ, ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી

ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં નગરપાલિકા દ્વારા તા.28થી 30 ત્રિ-દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમંત્રી, ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. ધ્રોલ નજીક આવેલા ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા ત્રણ દિવસનો લોકમેળો યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે શ્રાવણ વદ તેરસ, ચૌદસ અને અમાસ તા.28, 29, 30 એમ ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલાર વિસ્તારના આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલાર વિસ્તારના આ લોકમેળામાં ધ્રોલ-જોડિયા, જામનગર સહિત સમગ્ર હાલારમાંથી માનવમહેરામણ ઉમટી પડે છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મોજ માણે છે. આ લોકમેળાનું ઉદ્ઘાટન તા.29ના રોજ સાંજે 4 કલાકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવશે. જેની સાથે સાંસદ પૂનમબેન માડમ, માજી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી સહિતના ઉપસ્થિત રહેશે. આ લોકમેળામાં આવવા જવાના રસ્તાઓને તાત્કાલીક માર્ગ મકાન વિભાગ તરફથી રીપેર કરવા જરૂરી છે. તેમજ ટ્રાફિક માટે ધ્રોલ શહેર તથા લોકમેળાના સ્થળે યોગ્ય રીતે કરવામાં આવી છે. એસટી દ્વારા ગ્રામ વિસ્તારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

Read More
સગીર વાહન ચલાવતાં ઝડપાયા તો જાણી લો આ નવો નિયમ નહી તો મર્યા સમજજો

સગીર વયના યુવક-યુવતી વાહન ચલાવતાં અને અકસ્માત કરતાં પકડાય તો હવે પછી એના માબાપને આકરી સજા થશે જેમાં મોટી રકમના દંડ અને જેલનો સમાવેશ થાય છે.મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં બહાલી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે. આડેધડ વાહન ચલાવવા ઉપરાંત ગમે ત્યાં વાહન પાર્ક કરવું એ તેમની આદત બની ગઇ છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સૂચવેલા સુધારા મુજબ હવે આવું ચાલશે નહીં. જો કે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. જે રાજ્ય આ સુધારો સ્વીકારવા તૈયાર ન હોય તો તેમ પરંતુ અમે આ સુધારો લાદવાના નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે. સાથોસાથ હાલના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ સીટબેલ્ટ નહીં બાંધનારને 100 રૂપિયા દંડ થતો હતો. કાયદામાં કરાયેલા સુધારા મુજબ હવે 1000 રૂપિયા દંડ થશે. શરાબ પીને વાહન ચલાવતાં પકડાયા તો અગાઉ 2000 રૂપિયા દંડ થતો હતો, હવે 10 હજાર રૂપિયા દંડ થશે. બેફામ વાહન હંકારનારને અગાઉ 500 રૂપિયા દંડ થતો હતો, હવે 5000 રૂપિયા દંડ થશે. આવા બીજા ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા છે.

Read More
શહીદ આરીફ પઠાણના અંતિમ દર્શનમાં હજારો લોકો પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયેલ વડોદરાના યુવાન રાઈફલ મેન આરીફ પઠાણના નશ્વર દેહને ગઈકાલે રાત્રે તેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. આજે નવાયાર્ડ સ્થિત રોશન નગરના તેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળવાની છે. નવાયાર્ડ વિસ્તારમાં શહીદની અંતિમયાત્રા દોઢ કિલોમીટર ફરશે. આ પહેલા આરીફના નિવાસ સ્થાને હજારોની સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન માટે પહોંચી ગયા છે આરીફ પઠાણનના પાર્થિવ દેહને ગઈકાલે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી હવાઈમાર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આર્મીની ટ્રક વચ્ચે તિરંગા વચ્ચે શહીદ જવાનને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે એરપોર્ટ સંકુલ પર ‘હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. તિરંગામાં લપેટાયેલા પુત્રને જોઈને પિતા એક તરફ ભાંગી પડ્યા હતા, તો બીજી તરફ તેમણે કહ્યું હતું કે, દેશ માટે જાન આપનાર આરીફ પર તેમને ગર્વ છે. વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ સમગ્ર પઠાણ પરિવાર ભાંગી પડ્યો હતો. નવાયાર્ડ સ્થિત રોશન નગરમાં આવેલ તેના ઘરે આરીફનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના અધિકારીઓ સાથે હજારોની સંખ્યામાં લોકો આરીફને વિદાય આપવા સવારથી જ પહોંચી ગયા છે. અહી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. હાલ તેનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, અને બપોર બાદ તેની અંતિમયાત્રા નીકળશે. બપોરે દોઢ વાગ્યે નવાયાર્ડ મસ્જિદમાં નમાઝ અદા કરાયા બાદ બે વાગ્યે તેની અંતિમયાત્રા ગોરવા કબ્રસ્તાન પહોચશે. દોઢ કિલોમીટર સુધી શહીદ જવાનની અંતિમયાત્રા ફરશે. શહીદ જવાન આરીફ પઠાણને ઈન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણે શ્રધ્ધાંજલિ અર્પી હતી. ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને તેમના પિતા મહેબુબ ખાન પઠાણે નવાયાર્ડ સ્થિત આરીફના નિવાસસ્થાને પહોચી શ્રધ્ધાંજલિ આપી હતી. હાલ આરીફનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આવામાં ભીડને કારણે આરીફ પઠાણનો ભાઈ બેભાન ભારે આક્રંદ કરતા બેભાન થયો હતો. આસીફ પઠાણ ગરમી વધુ હોવાના કારણે ગભરામણથી બેભાન થયો હતો.

Read More

Gujarat News

More +
નખત્રાણા અનુસૂચિત જાતિ છાત્રાલય ખૂટતી સગવડ પૂરી પાડતા વહીવટી તંત્રનો આભાર

(કચ્છ) અહેવાલ : સૈયદ રજાકશા ટોડીયા કચ્છ જિલ્લા યુનિટ બહુજન સમાજ પાર્ટી જ્યારે નખત્રાણા gmdc કુમાર છાત્રાલય ની મુલાકાત લીધી ત્યાં સુવિધાઓનો અભાવ હતો જેમકે સંડાશ બાથરૂમ નો દરવાજો તૂટી ગયા હતા હોલમાં પંખા નતા સફાઈ માટે ત્રણ મહિનાથી કામદાર આવતાં હતા અને અંદાજ જીક નખત્રાણા તાલુકાના ગામો ગામથી 25 વિદ્યાર્થીઓ ત્રણ મહિનાથી રાતદિવસ મચ્છર માં આખી રાત જાગી અને સવારે અભ્યાસ માટે સ્કુલ જવાથી કોઈ પણ સામાજિક કાર્યકર્તાઓ હાથ સુધી નખત્રાણા જીએમડીસી કુમાર છાત્રાલયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની હાલ-હવાલ પૂછી ના હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીએ કાશીરામ સાહેબ મહા પરિનિર્વાણ દિવસે સમાજના આગેવાનો દ્વારાજાહેર સભામાં રજૂઆત કરવામાં આવી તત્કાલ બહુજન સમાજ પાર્ટીના કચ્છ જિલ્લા યુનિટી જેમાં પ્રમુખશ્રીલક્ષ્મણભાઈ કાનજીભાઈ વાઘેલા મહામંત્રી કાનજીભાઈ જયંતભાઈ વાઘેલા કચ્છ જિલ્લા યુનિટ કન્વીનર તત્કાલ જીએમડીસી કુમાર છાત્રાલયની મુલાકાત લીધી ત્યારબાદ ગણપતિ નો ભાવ હતો તેમને ફોનમાંથી વાત કરતા પંખા ની સુવિધાઓ ઈન્ટરનેટની ગ્રાન્ટ ની સુવિધાઓ તત્કાલ પહોંચી આવી અને બે પંખા નવા આવતા હોલમાં લાગતા જીએમડીસી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ માં ખુશીની લાગણી જોવા મળી ત્યારબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ચંદનસિંહ રાઠોડ દવાનો છટકાવ કરયો ફોગિ ગ મશીન દવાનો છંટકાવ કરવામાં આવ્યો અને અનુસૂચિત જાતિના હા જીએમડીસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક માટે અને ની હેલ્થ માટે નખત્રાણામાં બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો લક્ષણોને કાનજીભાઈ વાઘેલા મહામંત્રી રામજીભાઈ દાફડા કચ્છ જિલ્લા મીડિયા સેલ કન્વીનર જયંત વાઘેલાએ બ્લોક હેલ્થ ઓફિસ માં વાત કરી ડોક્ટર એકે પ્રસાદને ત્યારબાદ ચંદનસિંહ રાઠોડને સરપંચ શ્રી ને ત્યારબાદ જિલ્લામાં અનુસૂચિત જાતિના હોદ્દેદારોની વાત કરતાં તત્કાલ નખત્રાણામાં આ સેવા ઉપલબ્ધ થઈ ખરેખર એક શરમજનક વાત છે કે સત્તાપક્ષ દ્વારા અનુસૂચિત જાતિ માટે કોઈ ધ્યાન આપતા નથી અને બીજું કે પોતાના તાયફાઓ માં સમાજને અને સમાજના શિક્ષણને અને વિદ્યાર્થીઓને ક્યારે પણ કોઈપણ જાતનો આશ્વાસન આપતા નથી ત્યારે આ કામ કચ્છ જિલ્લા યુનિટ બહુજન સમાજ પાર્ટીએ સક્ષમ થઈને બહુજન ભાઈઓ માટે એક અનોખી પહેલ અને પ્રેરણા સ્વરૂપ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ માન્યવર કાશીરામ સાહેબ અને બાબાસાહેબના ને બાબા સાહેબ આંબેડકરના વિચારધારાઓને શિક્ષિત બનો સંગઠિત બનો નેક બનો અને નેક બનો એ સાથે જય ભીમ

Read More
માજોઠી સોસીયલ ટીમ દ્વારા જીલ્લા મધ્યસ્થ જેલ ગળપાદર ખાતે કૈદીઓ માટે સૈયદ સલીમશા બાપુ ની તકરીર ( ધાર્મિક પ્રવચન ) નુ આયોજન કરેલ

(કચ્છ) અહેવાલ : સૈયદ રજાકશા ટોડીયા માજોઠી સોસીયલ ટીમ દ્વારા જીલ્લા મધ્યસ્થ જેલ ગળપાદર ખાતે કૈદીઓ માટે સૈયદ સલીમશા બાપુ ની તકરીર ( ધાર્મિક પ્રવચન ) નુ આયોજન કરેલ પ્રોગ્રામ મા જેલ અધીક્ષક જાડેજા સાહેબ, હાજી જુમા રાયમા, સકુર માજોઠી, હુશેન આગરીયા, શાહનવાઝ શેખ, ગની માજોઠી, હસન માજોઠી, ફકીરમામદ રાયમા વગેરે હાજર રહેલ

Read More
ગિર ગઢડા ગ્રામ પંચાયતના તલાટીનો નવો ફતવો ! અરજદારે અરજી આપવા સાથે આધારકાર્ડ લાવવું

(ઉના) અહેવાલ : રસિક ચાવડા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ગિર ગઢડા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે.કોઇ પણ અરજદાર અરજી કરવા કે આરટીઆઇ લઈને જાય ત્યારે અરજદારે આધાર કાર્ડ ફરજિયાત સાથે રાખવાનું જો અરજદાર પાસે આધારકાર્ડ સાથે ના હોય તો અરજી સ્વીકારવામાં આવશે નહીં. આવો ફતવો બહાર પાડ્યો છે .જાણે ગીરગઢડા એ ગુજરાત રાજ્યની બહાર હોય તેમ નવા નવા નિયમો તલાટી દ્વારા બહાર પાડવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે.તલાટીને કાયદાની વાત કરતાં તેમનો બાટલો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ગામડાના અભણ લોકો ને તલાટી મંત્રી પાસેથી કામ કરાવવામાં આખો દિવસ ધક્કા ખાવા પડે ત્યારે દિવો લઇને ગોતવા જાય ત્યારે માંડમાંડ લોકોનું કામ થતું હોય છે ત્યારે આ મહાશય પોતે જ સરકાર હોય તેમ પોતાના નિયમો બનાવી ગ્રામીણ પ્રજા પર ઠોકી બેસાડ્યાં જ્યારે કોઈ અરજદાર તેની સામે બોલવાની હિંમત કરે ત્યારે અરજદારને જેમ તેમ બોલવા માંડ્યા અને કોઇની બીક જ ના હોય તેમ તમારાથી થાય તે કરી લેવાનું તેમ‌ કહ્યું હતું આ બાબતે અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવા આવી હતી હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આવાં તલાટી કમ મંત્રીને પાઠ ભણાવવામાં આવે છે કે તે પણ આવાં ઉડાવ જવાબ આપનારાં તલાટી મંત્રીને પ્રોત્સાહન આપે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે

Read More

business

More +
RBIની ભેટ! વ્યાજદરોમાં 0.35%નો ઘટાડો, ઝડપથી ઘટી જશે તમારો EMI

દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી ભેટ આપતા વ્યાજદરોમાં ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદમાં રેપો રેટ 5.40 ટકા થયો છે. સતત ચોથી વખત એવું બન્યું છે કે વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગત ત્રણ બેઠકમાં MPC રેપો રેટમાં 0.25- 0.25 ટકાનો ઘટાડો કરી ચુકી છે. આરબીઆઈએ 2019ના વર્ષમાં જીડીપી ગ્રોથ રેટનાં લક્ષ્યમાં પણ ઘટાડો કર્યો છે. વ્યાજદર (રેપો પેટ)માં ઘટાડાનો સીધો મતલબ એવો થાય કે હવે બેંકો જ્યારે પણ આરબીઆઈ પાસેથી ફંડ લેશે, તેમને નવા દરે ફંડ મળશે. સસ્તા દરે ફંડ મળવાનો લાભ બેંકો પોતાના ગ્રાહકોને આપે છે. આના પરિણામ સ્વરૂપે તમારા ઈએમઆઈમાં ઘટાડો થશે. આ જ કારણે જ્યારે જ્યારે રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે તમારો ઈએમઆઈ ઘટી જાય છે. ફ્લોટિંગ દરે લેવામાં આવેલી લોનના ઇએમઆઈમાં ઘટાડો થશે. જોકે, આ માટે બેંકો વ્યાજદરોમાં ઘટાડો કરે તે જરૂરી છે. આ કારણે વ્યાજદરમાં ઘટાડો થયો આરબીઆઈએ મોંઘવારીના દરો કાબૂમાં રહેતા રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદમાં રેપો રેટ 5.40 ટકા થઈ ગયો છે. આવું થતાં સામાન્ય લોકો સસ્તા દરે બેંકોમાંથી લોન લઈ શકે છે, તેમજ જે લોકો હપ્તા ભરી રહ્યા છે તેમનો હપ્તો ઓછો થશે. જીડીપી ગ્રોથનું અનુમાન નાણાકીય વર્ષ 2020 માટે જીડીપી ગ્રોથ રેટ 7.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પહેલા રિઝર્વ બેંકે ઓક્ટોબરમાં જીડીપી રેટ 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. એપ્રિલથી સપ્ટેમ્બર સુધી જીડીપી ગ્રોથ રેટ 7.2થી 7.4 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

Read More
સોનું 300 રૂપિયા ઉછળી રૂ. 36,000ના રેકોર્ડ સ્તરે

સેફ હેવન સોનું સૌપ્રથમવાર રૂ. 36000ની સપાટીએ આંબ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ.300 સુધરેલું સોનું વધુ એક નવી ઊંચાઇએ સ્પર્શવા સાથે ચાંદી પણ કિલોદીઠ રૂ. 800 વધી રૂ. 40500 મુકાતી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે 15 પૈસાના ઘટાડા સાથે 68.97 બંધ રહ્યો હતો.સરકારે બજેટમાં સોનાની આયાત ડ્યૂટી 2.5 ટકા વધારી 12.5 ટકા અને જીએસટી 3 ટકા સાથે 15.5 ટકા જેટલું ઊંચું ડ્યુટી ભારણ લાદ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1420 અને ચાંદી 16 ડોલરની સપાટી કુદાવી જિઓ પોલિટિકલ ઇસ્યુ, સેફહેવન સોનામાં સેન્ટ્રલ બેન્ક્સ ઉપરાંત રોકાણકારોની વધતી ડિમાન્ડથી તેજીને વેગ મળ્યો છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વની મહિનાના અંતમાં મળનારી બેઠકમાં 0.50 બેસિસ પોઇન્ટનો રેટ કટ આપશે તેવા અહેવાલે હેજફંડોની પણ ખરીદી સતત વધી રહી છે. એસપીડીઆર ગોલ્ડ ઇટીએફનું હોલ્ડિંગ જૂન માસમાં 1.5 અબજ ડોલરનું રોકાણ રોકાણકારોએ કર્યું હતું જેનો પણ સપોર્ટ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1420 અને ચાંદી 16 ડોલરની સપાટી કુદાવી 16.10 ડોલર ક્વોટ થઇ રહી છે. સોનું 37000, ચાંદી 43500 થઇ શકે બી.ડી.જ્વેલર્સના અશોક ચોક્સીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1500 ડોલર થવા સાથે સ્થાનિકમાં ભાવ ઉંચકાઇ 37000ની સપાટી કુદાવી શકે છે. સોનાની તુલનાએ ચાંદીમાં ઝડપી તેજીના સંકેતો છે. ચાંદી ઉપરમાં 43500 પહોંચી શકે.

Read More
21 મિનિટ, 12 મિરાજ, 100 કિલો બોમ્બ અને ભારતે જૈશના 300 આતંકીઓને ઠાર કરી દીધા

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ એર સ્ટ્રાઈક 21 મિનિટ ચાલી હતી અને તેમાં 200થી 300 આતંકીઓને ઠાર કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે 3.30 વાગે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદનો કંટ્રોલ રૂમ અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતે જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો: વિદેશ મંત્રાલય - વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સાંજે 5.30 વાગે સર્વદળની બેઠક બોલાવી છે. - ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, જૈશ-એ-મોહમ્મદે પુલાવમામાં હુમલો કર્યો હતો. તેમાં આપણાં 40 જવાન શહીદ થયા હતા. છેલ્લાં બે દશકાથી જૈશ પાકિસ્તાનમાં સક્રિય છે. તેનો મુખિયા મસૂજ અઝહર પાકિસ્તાનના બહાવલપુરમાં રહે છે. ભારતીય સંસદ પર 2001માં અને 2016માં પટાણકોટ એરબેઝ હુમલામાં પણ આ આતંકી સંગઠનનો હાથ છે. -અમે સંયાંતરે પાકિસ્તાનને આ વિશે માહિતી આપી હતી. પરંતુ પાકિસ્તાને દર વખતે કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે પાકિસ્તાનની જાણ બહાર કે મંજૂરી વગર ત્યાં જેહાદી ટ્રેનિંગ કેમ્પ ના ચાલી શકે. પાકિસ્તાને અત્યાર સુધી આતંકીઓને ઠેકાણે પાડવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી. - અમને ઈન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી કે, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અન્ય પણ ઘણાં આત્મઘાતી હુમલા કરવાના છે. આજે વહેલી સવારે ભારતે કાર્યવાહી કરીને જૈશના બાલાકોટમાં આવેલા સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરીને તેને બરબાદ કરી દીધો છે. તેમાં જૈશના ઘણાં મુખ્ય કમાન્ડર્સ અને આતંકીઓને મારી દેવામાં આવ્યા છે. આ હુમલામાં મસૂદના ઘણાં સંબંધીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે. - આર્મીની મદદ વગર આ કાર્યવાહી માત્ર જૈશને ટાર્ગેટ કરવા માટે હતી. આ આતંકી કેમ્પ રહેણાંક વિસ્તારોથી દૂર જંગલમાં ચાલી રહ્યા હતા. - પાકિસ્તાની સરકારે 2004માં કહ્યું હતું કે, તેઓ તેમની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓ માટે નહીં થવા દે. અમને વિશ્વાસ છે કે, પાકિસ્તાન તેમનું વચન પાળશે અને જૈશ તથા અન્ય સંગઠનોના અન્ય ઠેકાણા પર કાર્યવાહી કરશે. સવારથી અત્યાર સુધીનો ઘટનાક્રમ - ભારત સરકારે આ હુમલાની માહિતી અમેરિકા, ચીન અને રશિયાને પણ આપી છે. - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સેના પ્રમુખ બિપિન રાવત અને વાયુસેના પ્રમુખ બીએશ ઘનોઆ સાથે મહત્વની બેઠક કરી. આ બેઠકમાં બોર્ડરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. - એર સ્ટ્રાઈક પછી પાટનગર દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. લુટિયંસ વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય એરપોર્ટ ઉપર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂને વાયુસેનાના ઓપરેશન વિશે માહિતી આપી. - દિલ્હીમાં આવતી કાલે વિપક્ષી પાર્ટીની બેઠક રાખવામાં આવશે. તેમાં પુલવામા હુમલો અને ભારતની જવાબી કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવશે. - પ્રકાશ જાવડેકરે કહ્યું, નરેન્દ્ર મોદીએ સેનાને સંપૂર્ણ છૂટ આપી હતી. વાયુસેનાએ જબરજસ્ત પરાક્રમ કરી બતાવ્યું છે. તે માટે તેમને ખૂબ અભિનંદન. ભારતે હુમલાના 100 કલાકની અંદર જ તેમના આતંકીઓ પર કાર્યવાહી કરી. પછી પાકિસ્તાનનું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો. 200 ટકા ડ્યૂટી લગાવી. ભારતથી પાકિસ્તાન જતા પાણીનો પ્રવાહ રોકી લીધો. મોદીજી પર લોકોને વિશ્વાસ છે. - પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ કટોકટીના સમયે બેઠક બોલાવી છે. - ગૃહમંત્રી રાજનાથ સિંહ નોર્થ બ્લોક પહોંચી ગયા છે. ગૃહ મંત્રાલયમાં IB સહિત અન્ય અગ્રણી અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ ઓપરેશન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાહ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. - સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્ખામાં એક ટાર્ગેટ બનાવ્યો હતો. તેના ગ્રાઉન્ડ લોકેશનથી ખાનગી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છ સીમા પર પાકિસ્તાનના એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. આ સિવાય NSA અજીત ડોભાલ આ સમગ્ર એર સ્ટ્રાઈકનું ઓપરેશન મોનિટર કરી રહ્યાં છે. - હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં બજારો બંધ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ગાડીને રસ્તામાં ઉભા રહેવાની છૂટ આપવામાં આવી નથી. જે બાળકો સ્કૂલે ગયા છે ત્યાં પણ સેના તહેનાત કરી દેવામાં આવી છે. - આ સ્ટ્રાઈક પછી બીએસએફ બોર્ડર પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફને ભારત-પાકિસ્તાન સીમા પર એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ બીએસએફ તહેનાત કરી દેવામાં આવી છે. - વડાપ્રધાન મોદીના ઘરે એર સ્ટ્રાઈક વિશે કેબિનેટ બેઠક - બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અજીત ડોભાલ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા પ્રધાન અરુણ જેટલી હાજર - પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક બોલાવી. આ બેઠકમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે ચર્ચા વિચારણાં કરવામાં આવશે. ભારતના એક્શનના ડરથી પહેલા જ ઠેકાણું બદલી ચૂક્યો છે મસૂદ અઝહર આ હુમલાની આશંકા જૈશના મુખિયાને પહેલેથી જ હતી તેથી જ તેમના ઘણાં પ્રમુખ આતંકીઓ પહેલેથી જ સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયા છે. જૈશ-એ-મોહમ્મદના મુખિયા મૌલાના મસૂદ અઝહરનો ભાઈ પંજાબની કોઈ સુરક્ષીત જગ્યાએ પહોંચી ગયો હોવાની માહિતી મળી છે. જ્યારે મસૂદ અઝહર પણ બહાવલપુરના જૈશ કેમ્પથી ક્યાંક અલગ જગ્યાએ પહોંચી ગયો છે.

Read More

Sport World

More +
વધુ મેડલ જીતવા વધુ મહેનત કરીશ’: વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પ્યિન સિંધુ

વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પિયનનો ખિતાબ જીતીને પીવી સિંઘુ સોમવારે સ્વદેશ પાછી ફરી ત્યારે પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અગાઉ બે વખત સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપની સ્પર્ધા હારી ચૂકી હતી. પરંતુ હિંમત ન હારતાં એણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને સતત પુરુષાર્થ કરીને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ પર મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું કે ભવિષ્યમાં હું દેશ માટે વધુ મેડલ્સ જીતી લાવું એવી મારી પોતાની આશા છે.

Read More
મેચમાં ફરી વરસાદ પડે તો ભારતને કેટલો મળશે ટાર્ગેટ? જાણો ગણતરી

વર્લ્ડ કપમાં જો આજે (બુધવાર) વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ મેચ અધુરી રહે તો ભારતને કેટલો ટાર્ગેટ આપવામાં આવશે? આ પ્રકારના સવાલ બધા વિચારી રહ્યાં છે. મંગળવારે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી 46.1 ઓવરમાં 211/5 રન બનાવ્યા હતા. આ સંદર્ભમાં ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, જો ભારતને 46 ઓવર રમાડવામાં આવે તો તેમને 237 રનનો ટાર્ગેટ મળી શકે છે. એવી જ રીતે 40 ઓવરમાં 223 રનનો ટાર્ગેટ આપવામાં આવશે. જો કે, આ રીતે 35, 30, 25 અને 20 ઓવર રમવા મળે તો ભારતને ક્રમશ: 209, 190, 172 અને 148 રનના ટ્રાગેટનો પીછો કરવો પડી શકે છે. જો આજે મેચ ના રમાઇ તો... તેનો સીધો જવાબ છે કે, આ પરિસ્થિતિમાં ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે અને પોઇન્ટ ટેબલમાં પોઇન્ટ આધારે ભારતને ફાઇનલમાં જગ્યા મળી જશે. તેને લઇ ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, બંને ટીમોનું પ્રદર્શન તે સમયે લીગ રાઉન્ડમાં જોવા મળશે. અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમા ભારત જેટલી મેચ રમ્યું છે, તેના આધારે પાઇન્ટ્સ ટેબલમાં ભારતે 15 પોઇન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો બીજી તરફ ન્યુઝીલેન્ડના 11 જ પાઇન્ટ્સ છે. આ કારણથી કહેવામાં આવી રહ્યું છે કે, વરસાદને લઇ જો મેચ રદ થાય તો આ પરિસ્થિતિમાં ભારતને કોઇ નુકસાન નથી. માત્ર ન્યુઝીલેન્ડને નુકસાન ભોગવવું પડશે. જો વરસાદના કારણે બંને દિવસ મેચ રમાઇ શકે નહીં તો પોઇન્ટ્સના આધાર પર ભારત સરળતાથી ફાઈનલ ટિકિટ મેળવશે. ખરાબ હવામાનની આગાહી આજની મેચને લઇને જો weather.comનું માનીએ તો મેન્ચેસ્ટરના સમય અનુસાર સવારે 5 વાગ્યાથી વાદળો ઘેરાયા છે. જો કે, સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં વાદળો વિખેરાઇ જશે. પરંતુ સાજે 8 વાગે છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. હવે આ મેન્ચેસ્ટરના હવામાન પર આધાર કરશે કે, શું બુધવારે પણ આ મેચ પૂર્ણ થઇ શકેશે કે નહીં. હવામાન વિભાગની આગાહી એટલિ અપેક્ષિત નથી. મેચ પર શું થશે અસર હવામાન વિભાગે મંગળવારને લઇ જે આગાહી કરી હતી, તે સાચી સાબિત થઇ છે. એવામાં જો બુધવારે પણ વરસાદ પડે છે તો ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પરિણામ વગર (No Results) જ સમાપ્ત થઇ શકે છે. રિઝર્વ ડેનો ફંડો આઇસીસી વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં રિઝર્વ ડેની જોગવાઈ છે. આ નિયમ અનુસાર, જે તારીખે મેચ રમાવવાની છે તે દિવેસ જો મેચ પૂર્ણ થઇ શકે નહીં તો બીજા દિવસે મેચ શરૂ કરવામાં આવે. જ્યાંથી પહેલા દિવસે મેચ રોકાઇ હતી ત્યાંથી શરૂ કરવામાં આવે છે. 1999માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડમાં આ પરિસ્થિતિ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં થઇ ચુકી છે.

Read More
ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલઃ માન્ચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ, ટોસના સમયે વરસાદ પડે તેવી શક્યતા નહીંવત

22 જૂન 2019ના રોજ માન્ચેસ્ટર ખાતે કાર્લોસ બ્રેથવેટ 101 રને આઉટ થતાં ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે 5 રને જીત્યું હતું. તે પછી તેઓ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા નથી. તેમ છતાં તેઓ ટીમ ઇન્ડિયાની જેમ ચેમ્પિયન બનવાથી માત્ર 2 કદમ દૂર છે. વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ-1 એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે ઉત્સાહનો માહોલ દરેક પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે. ટાઇટલ ફેવરિટ ભારત સારી લયમાં છે અને તેમના માટે વિરાટ કોહલીના કહ્યા અનુસાર આ અન્ય એક મુકાબલો જ છે. બીજી તરફ પોતાની છેલ્લી ત્રણેય મેચ હારનાર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે વરસાદી વાતાવરણ, તેનો ફાયદો ઉઠાવવા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલર્સ અને કેન વિલિયમ્સન જેવો લીડર છે. વર્લ્ડ કપમાં સાતમાંથી 6 સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર કિવિઝને હળવાશથી લેવાની ભૂલ વિરાટ કોહલી કરે એમ નથી. જયારે 6 સેમિફાઇનલ રમીને 3 વાર ફાઇનલમાં પહોંચનાર ટીમ ઇન્ડિયાને ચોથી વાર ફાઇનલમાં જતા કેમ રોકવી તે પ્રશ્ન કેન અને કંપનીને સતાવતો હશે. હેડ ટૂ હેડ: વર્લ્ડકપમાં ભારત કિવિઝ સામેની 8માંથી 3 મેચ જીત્યું અને 4 મેચ હાર્યું છે. જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું,.તેમજ ઇંગ્લેન્ડ ખાતે કિવિઝ સામેની ત્રણેય મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો. પરંતુ કહેવાય છે ને મેચ દરમિયાન ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન પ્રદર્શન કામ આવે છે. કોહલીની ટીમનો તાજેતરમાં કિવિઝ સામે દેખાવ સારો રહ્યો છે. ન્યૂઝીલેન્ડને તેમના ઘરઆંગણે 4-1થી હરાવ્યા પછી આ મેચમાં કોહલી અને કંપની એજ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે. વેધર અને પિચ રિપોર્ટ: માન્ચેસ્ટરમાં વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહિયાં ટૂર્નામેન્ટની 5 મેચ રમાઈ છે અને બધી મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 323 છે. ભારત અહિયાં 2 મેચ રમ્યું છે. પાકિસ્તાન સામે ભારતે 336 રન કર્યા હતા, જયારે વેસ્ટ ઇન્ડિઝ સામે 267 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ બંને મેચ સરળતાથી જીતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે આ ગ્રાઉન્ડ ઉપર એક માત્ર મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 291 રન કર્યા હતા અને 5 રનના નજીવા માર્જિનથી જીત્યું હતું. શું ભારતે કેદારને રમાડવો જોઈએ?: જાધવે કિવિઝ વિરુદ્ધ 29ની એવરેજથી 9 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 5 કરતા ઓછાની ઈકોનોમીએ રન આપ્યા છે. કેન વિલિયમ્સન અને ટોમ લેથમ 2-2 વાર તેના શિકાર થયા છે. કિવિઝ સામે તેનો દેખાવ જોતા ટીમ મેનેજમેન્ટ તેને દિનેશ કાર્તિકની જગ્યાએ રમાડવાનું ચોક્કસ વિચારશે. ટીમ ન્યુઝ ભારતીય ટીમની બોલિંગ લાઈન-અપ તેમની પ્લેઈંગ 11 નક્કી કરશે. ટીમ કેદાર જાધવને રમાડવા ઉત્સુક હશે તેમ જણાય છે. તેના આગમનથી ટીમને છઠો બોલિંગ વિકલ્પ મળે છે. તે ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમાર બંને પોતાનું સ્થાન જાળવી રાખે છે કે કેમ? તે જોવાનું રહેશે. ભારતની સંભવિત પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ બીજી તરફ કિવિઝ માટે નિર્ણય લેવો પ્રમાણમાં સરળ રહેશે. તેમની પ્લેઈંગ 11માં લોકી ફર્ગ્યુસનની ટિમ સાઉથીની જગ્યાએ વાપસી થશે. તે સિવાય અન્ય કોઈ ફેરફાર થાય તેમ જણાતું નથી. ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

Read More