Gujarat News

JIO ગીગા ફાઈબરનું કનેક્શન લેવા જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને પ્લાન

રિલાયન્સની બ્રોડબેન્ડ સર્વિસ જિયો ગીગા ફાઈબર 5 સપ્ટેમ્બરે લોન્ચ થશે પણ કંપનીએ તેના પ્લાનની જાહેરાત કરી દીધી છે. સાથે જ એ પણ જણાવી દીધુ છે કે તેના માટે કેવી રીતે એપ્લાઈ કરવાનું રહેશે. જિયો ગીગા ફાઈબર પ્લાન 700 રૂપિયાથી શરૂ થઈને 10 હજાર રૂપિયા સુધીનો રહેશે. તે સિવાય જિયોએ એક વેલકમ ઓફર પણ લોન્ચ કરી છે. જેમાં જો કોઈ તે ઓફરને ખરીદશે તો તેને HD કે 4K LED TV અને 4K સેટ-અપ બોક્સ મળશે. લેન્ડલાઈન કનેક્શન પણ ફ્રી થશે. અત્યારે ખરીદવા પર ઈન્સ્ટોલેશન ચાર્જ પણ ચૂક્વવો પડશે નહીં. કેવી રીતે કરશો એપ્લાઈ જિયો ફાઈબર માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તમે તેની વેબસાઈટ પર ત્રણ સ્ટેપ્સમાં રજિસ્ટ્રેશન કરી શકો છો. પહેલા પેજ પર તમારે તમારૂ સરૂનામું આપવુ પડશે. જ્યાં તમારે જિયો ફાઈબર કનેક્શન જોઈએ છે. ત્યારબાદ તમારૂ નામ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID મેન્શન કરવું પડશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે. જેને મેન્શન કર્યા પછી તમારુ રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. તે નંબર પર જિયોના સેલ્સ રિપ્રેઝન્ટેટિવનો ફોન આવશે. કનેક્શન મેળવવા માટે તમારે આધાર કાર્ડ, વોટર આઈ-ડી, પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ પણ એક પ્રૂફ આપવુ પડશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થયા પછી જો તમારા એરિયામાં જિયો બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ હશે તો ઝડપી જ એન્જિનિયર તમારા એરિયામાં આવીને બ્રોડબેન્ડ સિસ્ટમને ઈન્સ્ટોલ કરી દેશે. 2 કલાકમાં આ શરૂ થઈ જશે. રિલાયન્સ જિયોએ કહ્યું કે શરૂઆતમાં ઈન્સ્ટોલેશન ચાર્જ પણ ફ્રી રહેશે. રિફન્ડેબલ સિક્યુરિટી ડિપોઝીટ સિવાય કોઈ પણ એડિશનલ ચાર્જ લાગશે નહી. જિયો ફાઈબર સિવાય એક લેન્ડલાઈન ફોન પણ મળશે, જેનાથી ફ્રીમાં વોઈસ કોલ કરી શકાશે.

Read More
દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી માટે વાઘોડિયા પાસે 31 હેક્ટર જમીનની ફાળવણી કરાઇઃ નીતિન પટેલ

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત સરકારે રેલવેને બજાર કિંમતના ૫૦ ટકા ભાવે ૩૧ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. આ સાથે જ ગુજરાતમાં દેશની પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. આજે ગુજરાત સરકારની કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં વાઘોડિયા નજીક આવેલા પીપળીયા ગામ પાસે આ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ યુનિવર્સિટી રેલવેના તમામ વિભાગોને લગતી તાલીમ આપવાના વર્ગો ચલાવશે અન ેતેને લગતા અભ્યાસક્રમો પણ બનાવશે. ભારતમાં જુદાં જુદાં વિસ્તારોમાં ચાલી રહેલી રેલવેની ફેક્ટરીઓ માટે જોઈતા મેનપાવરને આ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવશે. પરિણામે ગુજરાતના સ્થાનિકોને પણ તાલીમ મળશે અને તેમને માટે રોજગારીની નવી તક નિર્માણ થશે. રેલવેમાં દર વર્ષે કર્મચારીઓની અને અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. તેને માટેનો મેનપાવર અહીંથી મળી રહેવાની સંભાવના છે. દેશની આ પહેલી રેલવે યુનિવર્સિટી હોવાનું જણાવતા તેમણે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના નિર્ધારને પૂર્ણ કરવામાં ગુજરાત સરકારે તેની ભૂમિકા ભજવી છે. આ રેલવે યુનિવર્સિટીમાં હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. રેલવેને લગતી તમામ બાબતોની તાલીમ અને શિક્ષણ આપવાનું કામ આ યુનિવર્સિટી કરશે.

Read More
દેશી દારૂનાં હાટડા પર દરોડા પાડી 2500 લિટર દારૂ બનાવવાનાં આથાનો નાશ કર્યો

શહેરના કુબલિયાપરા વિસ્તારમાં પોલીસે દેશી દારૂના હાટડા પર દરોડા પાડ્યાં હતા. જે દરમિયાન 2500 લિટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જેથી પોલીસે આથાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. ઝોન-1 હેઠળ આવતા પોલીસ સ્ટેશનનાં 50 કર્મચારીઓએ જન્માષ્ટીનાં તહેવારને લઈને અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન 2500 લીટર આથાનો નાશ કર્યો હતો. તેમજ 36 લિટર દારૂ કબ્જે કરી ત્રણ મહિલા સહિત ચારને પકડી લીધા હતાં અને પ્રોહીબિશનના કુલ 4 કેસ નોંધવામાં આવ્યાં છે.

Read More
સાંજે 5 વાગ્યે લોકમેળાને CM રૂપાણી ખુલ્લો મુકશે

ગુજરાતના અન્ય શહેરો કરતાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું મહત્વ ઘણુ વધારે છે. ત્યારે શહેરનાં રેસકોર્સ મેદાનમાં આજે સાંજે 5 વાગ્યે સીએમ વિજય રૂપાણી લોકમેળાને ખુલ્લો મુકાશે. આ લોકમેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. 5 દિવસનાં આ લોકમેળામાં 15 લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે. લોકમેળો ખુલ્લો મુકાયા બાદ એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ આ પ્રથમ વખત મેળાનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. લોકમેળાનાં ઓપનિંગ પહેલા પોલીસે લોકમેળામાં ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા લોકમેળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મેળામાં આવી હશે સુરક્ષા વ્યવસ્થા મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે. પ્રથમવાર લોકમેળામાં વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર 4જી વોકી ટોકીનો ઉપયોગ થશે. વોકી ટોકીમાં વીડિયો કોલિંગ સાથે વાતચિત થશે. મહત્વનું છે કે ગત વર્ષે ઇઝરાયલ સિક્યુરિટીનો ઉપયોગ મેળામાં કરવામાં આવ્યો હતો.

Read More
લોકમેળાને આખરી ઓપ, 22 ઓગસ્ટે CM લોકમેળો ખુલ્લો મુકશે, આવી હશે સુરક્ષા વ્યવસ્થા

ગુજરાતના અન્ય શહેરો કરતાં સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું મહત્વ ઘણુ વધારે છે. ત્યારે શહેરનાં રેસકોર્સ મેદાનમાં આગામી 22મીએ સાંજે 5 વાગ્યે સીએમ વિજય રૂપાણી લોકમેળાને ખુલ્લો મુકાશે. આ લોકમેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકમેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 5 દિવસનાં આ લોકમેળમાં 15 લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે. ગુરુવાર અને શુક્રવારે 2 રાંધણ છઠ્ઠ છે. જ્યારે શુક્રવારે સાતમ અને શનિવારે આઠમની ઉજવણી કરવામા આવશે. CM બન્યા બાદ રૂપાણી પહેલી વખત મેળાનું ઉદ્ઘાટન કરશે ગુરૂવારે બપોરે 5 વાગ્યે લોકમેળો ખુલ્લો મુકાયા બાદ એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ આ પ્રથમ વખત મેળાનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. 8થી 10 એકસ્ટ્રા બસ મુકવામાં આવશે સાતમ-આઠમના તહેવારને લઈને એસ.ટી ડિવિઝન દ્વારા રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન સહિત દરેક ડેપોમાં 8થી 10 એક્સ્ટ્રા બસ મુકવામાં આવી છે. જેથી મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે. આવી હશે સુરક્ષા મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની 78 અધિકારી તથા 1373 કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા 24 કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. 14 માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે.

Read More
મહિલા ASI ખુશ્બુનાં ફ્લેટ પર સર્વિસ રિવોલ્વર ભુલી જનાર વિવેક કુછડિયા સસ્પેન્ડ

શહેરનાં યુનિવસિર્ટી પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈએ કોન્સ્ટેબલને ભડાકે દઈ આપઘાત કરવાના ચકચારી પ્રકરણમાં વધુ એક રિવોલ્વર મળી આવી હતી. જે ખુશ્બુ સાથે ફરજ બજાવતો એએસઆઈ વિવેક કુછડીયાની હોવાનું બહાર આવતા પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં ફરજમાં બેદરકાર હોવાનું બહાર આવતા કુછડીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. પોલીસ કમિશનરે વિવેક કુછડિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ યુનિવસિર્ટી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી ખુશ્બુ કાનાબારે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેવાના બનાવમાં પોલીસની તપાસમાં ખુશ્બુના ફલેટમાંથી વધુ એક સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. જે તેની સાથે ફરજ બજાવતો વિવેક કુછડીયાની હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે તપાસના આદેશ થયો હતો. પોલીસની તપાસમાં બનાવની રાત્રીના વિવેક કુછડીયા ખુશ્બુનાં ઘરે ગયો હતો. ત્યાં તેની સર્વિસ રિવોલ્વર ભુલી ગયાનું બહાર આવ્યું હતું. તે ઉપરાંત યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ દરમિયાન પણ વિવેક કુછડીયાની કામગીરી પણ નબળી હોવાનું બહાર આવતા તેને સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશનરે કર્યો છે. પોલીસે પંચનામું કરી ASI કુછડીયાની પિસ્ટલ જપ્ત કરી હતી બનાવના બીજા દિવસે સ્થળ પર પહોંચેલા એફએસએલ અધિકારીને કુછડીયાની રિવોલ્વર નજરે પડી નહોતી, આ અંગે તપાસનીશ અધિકારી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણજારાએ જણાવ્યું હતું કે, જે તે સમયે જ પોલીસે પંચનામું કરી એએસઆઇ કુછડીયાની પિસ્ટલ જપ્ત કરી હતી, સામાન્ય કેસમાં એફએસએલ પહોંચે ત્યારબાદ જ પોલીસ મૃતદેહને હટાવવા કે અન્ય હથિયારને હાથ અડાવવાની કામગીરી કરતી હોય છે. પરંતુ આ કેસમાં બંનેના મૃતદેહ દૂર કરવા તેમજ કુછડીયાની પિસ્ટલ અગાઉથી કબ્જે કરી લેવાનો મામલો કંઇક અંશે ગાફેલીયત કે શંકાસ્પદ લાગી રહ્યો હતો. ASI કુછડીયા પત્ની સાથે મોડી રાત સુધી કાનાબારના ઘરે હતા પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ બનાવની રાતે રવિરાજસિંહ, ખુશ્બુ, વિવેક અને તેની પત્ની આવાસ ક્વાર્ટરની બાજુમાં આવેલી આઇડીબી રેસ્ટોરામાં જમવા ગયા હતા અને પાછા ફર્યા પછી રાતે 11.30 આસપાસ સુધી ચારેય વચ્ચે હસી મજાક ચાલી હતી. એએસઆઇ કુછડીયા ગયા પછી રવિરાજસિંહ કાલાવડ રોડ આશાપુરા હોટલે પાનની કેબિનેથી ચીજવસ્તુ લઇને ફરી ફ્લેટ પર પહોંચ્યા હતા. જે બાદ સમગ્ર ઘટના બની હતી.

Read More
પ્રકૃતિની ગોદમાં બિરાજતા રાજકોટના "ઇશ્વરીયા મહાદેવ"

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે કહેવાય છે કે, આ સ્થળ પર વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગાયો ચરાવવા આવતો હતો. એક ગાય પથ્થર પર દૂધ ચડાવતી હતી. આ જોઈને ભરવાડે દૂધનો વેડફાટ થઈ હોવાની વાત પર ભાર મુકી પથ્થર પર કુહાડો માર્યો. કુહાડો મારતા જ પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી, ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી. પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ નાનું તળાવ હોવાથી અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સાથે આજી ડેમની પણ મજા માણે છે. આમ, ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

Read More
આપાગીગાની જગ્યાના મહંત જીવરાજબાપુના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

સત્તાધારમાં મહંત જીવરાજબાપુના નિધનનના સમાચાર મળતા સેંકડો ભક્તો સત્તાધાર આવી પહોંચ્યા.ત્યારે જીવરાજબાપુનો પરિવાર પણ સત્તાધાર ધામ પહોંચ્યો હતો અને તેઓ બાપુના નિધનથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જીવરાજ બાપુને શામજીબાપુ અને જગદીશબાપુની સમાધીની વચ્ચે સમાધી આપવામાં આવવાની છે. ત્યારે જીવરાજ બાપુ નો પરીવાર પણ બાપુના અંતિમ દર્શનાર્થે આવ્યો છે. જેમાં બાપુના સગા નાનાં બેન જીવતીબેન ચોધાર આંસુડે રડી પડ્યા હતા.તેમજ અંતિમ ઘડીએ ન મળી શક્યા તેનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે અને રડતાં રડતાં કહીં રહ્યા છે કે હું મારા ભાઈ ને અંતીમ ઘડી ન મળી શકી તેનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે.જ્યારે તેમના ભત્રીજાએ બાપુએ કરેલી આજ્ઞાને યાદ કરી હતી. જીવરાજ બાપુનાં સગ્ગા ભાઈ પણ રામજીભાઈ પણ બાપુના અંતિમ દર્શનાર્થે આવ્યા છે અને જુની યાદો તાજી કરી જણાવ્યું હતું કે બાપુ તેમને ખુબજ ઠપકો આપતાં અને કહેતાં કે મોટાને આદર આપવો પગે લાગવું જેનાં કારણે તેમના જીવનમાં ખુબજ મોટા સુધારા કર્યા.

Read More
સુરત પાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા પર મેમો ફટકાર્યા, દંડ ન ભરે તો ઘરે જઈને વસૂલાત કરાશે

અમદાવાદ, વડોદરા અને રાજકોટ બાદ સુરતમાં પણ જાહેરમાં થૂંકવા પર પાલિકા દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવી છે. 15 ઓગસ્ટથી મેમો ફટકારવાની શરૂઆત કરવામાં આવી છે. અને દંડ ન ભરે તો વસૂલાત પાલિકા દ્વારા ઘરે જઈને કરવામાં આવશે. સીસીટીવીમાં ઝડપાતા મેમો ફટકારાશે મળતી માહિતી પ્રમાણે, 15 ઓગસ્ટથી પાલિકા દ્વારા જાહેર નોટીસ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં જાહેરમાં થૂંકવા પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરમાં થૂંકવા પર 250 રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જાહેર નોટીસમાં જણાવ્યું હતું કે, ચાલુ બાઈક કે કોઈપણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા પર થૂંકનાર કે પાન-માવાની પિચકારી કે ગુટકાનો મસાલો કે અન્ય કોઈ પણ પ્રકારનો કચરો ફેંકનાર કોઈ પણ સીસીટીવીમાં ઝડપાશે તો તેના પરથી વાહનના ચાલકને નોટીસના ભંગ બદલ વહીચાર્જ વસૂલવા પાત્ર થાય છે. દંડ ન ભરે તો 1000 રૂપિયા દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવેલો દંડ સાત દિવસમાં પાલિકા નાગરીક સુવિધા કેન્દ્ર અથવા પાલિકાની વેબસાઈટ પર ભરપાઈ કરવાનો રહેશે. અને જો નિયત સમય મર્યાદામાં દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો 1000 રૂપિયા દંડ પાલિકા ઘરે જઈને વસૂલાત કરશે. જાહેર નોટીસ બાદ મેમો ફટકારાયાઃ ડેટ્યુટી કમિશનર પાલિકાના ડેપ્યુટી કમિશનર આશીષ નાયકે જણાવ્યું હતું કે, જાહેર નોટીસ દ્વારા 15 ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા પર દંડ વસૂલાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 17 જેટલાને મેમો ફટકારવામાં આવ્યો છે.

Read More
નાનામવા સર્કલ નજીક સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનનું કાર્યાલય ખુલ્લુ મુકાયું

રવિવારે રાજકોટના નાનામોવા સર્કલ પાસે ટ્રીનિટી હોસ્પિટલ પાસે આવેલા સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી શિવલાલભાઈ વેકરીયા, ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને સરદારધામ કાર્યાલય માટે નિ:શુલ્ક અતિઆધુનિક સંકુલની વ્યવસ્થા પુરી પાડનાર મહેન્દ્રભાઈ ગજેરા, ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી રિટાયર્ડ આઈ.એ.એસ. બાબુભાઈ ઘોડાસરા, રિટાયર્ડ આઈ.એ.એસ. એચ.એસ.પટેલ,એલ.જી.પટેલ ગ્રુપ અને પટેલ સેવા સમાજના ટ્રસ્ટી નંદલાલભાઈ માંડવીયા, મુંબઈના પટેલ એન્જીનીયરીંગ વાળા પ્રીતિબેન પટેલ, વી.આર.વન મહિલા ગ્રુપના શર્મિલાબેન બાંભણિયા, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા સહિતના મહાનુભાવોના હસ્તે નૂતન કાર્યાલયનું લોકાર્પણ કરાયા બાદ દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો સાથે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવાની નેમ સાથે કાર્યરત સરદારધામના બિપીનભાઈ ઉસદડીયા, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, પરેશભાઈ ગજેરા, રમેશભાઇ ટીલાળા, ભીખુભાઇ પી. વિરાણી, ભરતભાઈ બોધરા, ભવાનભાઈ રંગાણી, ભુપેન્દ્રભાઈ પાંચાણી, વિઠલભાઈ ધડુક, ચંદુભાઇ વઘાસિયા, ધનજીભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજની એકતાનું ધામ “સરદારધામ” કાર્યરત છે. પાટીદાર સમાજના યુવાઓને એક તાંતણે જોડી વિવિધ ક્ષેત્રોમાં સમાજના નાનામાં નાના જ્ઞાતિજનથી લઈને સમાજના શ્રેષ્ઠીઓના તાલમેલથી સમાજના દરેક લોકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે. સરદારધામની સેવાઓ સમગ્ર ગુજરાતભરની સાથે ૧૮ ઓગસ્ટ,૨૦૧૯થી રાજકોટમાં પણ શરૂ કરવામાં આવી છે. મિશન ૨૦૨૬ અંતર્ગત સરદારધામ દ્વારા ૨૦૨૦ દરમ્યાન હોસ્ટેલ પ્રોજેક્ટ, ૠઙજઈ અને ઞઙજઈ સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ(GPBS), ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO), યુવાતેજ-તેજસ્વીની સંગઠન માટે હાલ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. યુવા શક્તિ ના સર્વાંગી વિકાસ માટે સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ પગલુ માંડવા માટે સરદારધામ દ્વારા GPBS / GPBO / યુવાતેજ-તેજસ્વીનીના આયામો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજના દરેક જ્ઞાતિજનો સુધી સરદારધામના વિચારો અને અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીના ઉત્થાન સાથે ઉત્કૃષ્ટ રાષ્ટ્ર નિર્માણની હરણફાળ ભરી રહ્યું છે. જુદા જુદા લક્ષ્યબિંદુઓ સાથે સરદારધામ એક અનોખી અને આગવી વિચારધારાથી સમસ્ત પાટીદાર સમાજ માટે ગુજરાતમાં કામ કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટ શહેરમાં તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ ના રવિવારે સવારે ૧૧ કલાકે નાના મવા સર્કલ પાસે, મારવાડી એક્સચેન્જ સામે, ટ્રીનીટી હોસ્પિટલની બાજુમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, સમસ્ત પાટીદાર સમાજના સ્વપ્નદ્રષ્ટા શિવલાલભાઈ વેકરીયા, ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાસજાળિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજના જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા.અને સરદારધામની વિવિધ સમિતિઓમાં જોડાઈને સમાજના ઉત્થાનથી રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધવાની નેમને સાર્થક કરવા સુર પુરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાટીદાર સમાજના મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા કરવામાં આવ્યુ હતું. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા ટીમ GPBO રાજકોટના યુવા ઉદ્યોગસહાસિકો અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે ગગજી સુતરિયા (પ્રમુખ સેવક – સરદારધામ)એ SP NEWS ની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સરદારધામ ના કાર્યાલય નું લોકાર્પણ કરાયું છે તેમજ GPBSનું પ્રમોશનલ કાર્યક્રમ નું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર ના હાર્દ સમાન રાજકોટ માં વ્યાપાર ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાઈ શકે તેમજ નાના ઉદ્યઇ સાહસિકો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના ધંધાનો વ્યાપ વધારી શકે તે ઉદેશ્ય સાથે આજનો આ કાર્યક્રમ યોજાયો છે. તેમણે જણાવ્યું હતું કે આ બિઝનેશ સમિટ ની ત્રણ ખાસિયતો છે જે પૈકી ગત વર્ષે યોજાયેલ સમિટ ની સરખામણીએ વર્ષ ૨૦૨૦ માં આ સમિટ સાત ગણી મોટી થવાની છે, સામાજિક સમરસતા ના ભાગરૂપે સર્વ સમાજ ના ૨૦% વેપારીઓ સમીટ માં જોડાય શકે તેવું આયોજન કરાયું છે, આ સમિટ માં ૨ ડોમ ને નારી શશક્તિકરણ ના ભાગરૂપે ફક્ત મહિલાઓ માટે આરક્ષિત કરાયો છે. ઉપરાંત ડેરી ઉદ્યોગ જેવા ઉદ્યોગો માટે ૫૦ % જેટલી ઓછી રકમ લઈને તેમણે સમિટ માં જોડાવાનો તક અપાયો છે.

Read More
રાજકોટમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું રવિવારે લોકાર્પણ

મિશન ૨૦૨૬ અંતર્ગત સરદારધામ દ્વારા ૨૦૨૦ દરમ્યાન હોસ્ટેલ પ્રોજેકટ, GPSC અને UPSC સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS), ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO), યુવાતેજ-તેજસ્વીની સંગઠન માટે હાલ પ્રવૃત્ત્િ।ઓ કરી રહ્યું છે. યુવા શકિત ના સર્વાંગી વિકાસ માટે સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ પગલુ માંડવા માટે સરદારધામ દ્વારા GPBS / GPBO / યુવાતેજ-તેજસ્વીનીના આયામો ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વસતા સમસ્ત પાટીદાર સમાજના દરેક જ્ઞાતિજનો સુધી સરદારધામના વિચારો અને અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો થકી જ્ઞાતિની આવનારી પેઢીના ઉત્થાન સાથે ઉત્કૃષ્ટ રાષ્ટ્ર નિર્માણની હરણફાળ ભરી રહ્યું છે. સરદારધામ દ્વારા નવી પેઢીના સ્વપ્નો સાકાર કરવા જુદા-જુદા રચનાત્મક કામો કરવામાં આવી રહ્યા છે.જેમાં મુખ્યત્વે ગ્રામ્ય કક્ષાએ થી વિશ્વ કક્ષાએ જોડાણ વધારવા માટેનું આયોજન કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. સમાજમાં જરૂરિયાતમંદ પાટીદાર સમાજના લોકોને સન્માનભેર સામાજિક અને આર્થિક સભર બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ત્રી સશકિતકરણ, શેક્ષણિક, સ્વરોજગારી અને ઉદ્યોગ સાહસિકતા માટે ખાસ ભાગીદારી વધારવા માટે પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સરદારધામ દ્વારા પાટીદાર સમાજના યુવાધનમાં વધતી જતી વ્યસનની લતમાંથી તમાકુ, ગુટકા, દારૂ અને નશાકારક પદાર્થોના સેવનથી યુવાનોને આર્થિક અને શારીરિક પાયમલ અટકાવી વ્યસનમુકિત થકી નિર્વ્યસની બનાવવાનું પણ આયોજન હાથ ધરાશે. યુવાનોને સાચી દિશા બતાવવા માટે સરકારમાં સેવાઓ આપતા તેમજ સેવાનિવૃત્ત્। અધિકારીઓ અને કોર્પોરેટ જગતના એકિઝકયુટિવ લેવલના અગ્રણીઓ દ્વારા પાટીદાર સમાજના નવયુવાનોને સમયાંતરે માર્ગદર્શન આપવા માટે વિશિષ્ટ આયોજન પણ હાથ ધરાનાર છે. યુવાનોને સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ના સહયોગથી દરેક ક્ષેત્રમાં મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે. જેમાં વિવિધ સમસ્યાઓને લઈને તે વિષયના તજજ્ઞ, મહેસુલ વિભાગ માટે પણ પ્રશ્ન હોય તો તે વિભાગના તજજ્ઞ, કાનૂની માર્ગદર્શન અને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવા માંગતી યુવાપેઢીને ખાસ માર્ગદર્શન ફોરમની રચના કરી માહિતગાર કરી દિશા સુચવવાનું આયોજન કરવામાં આવનાર છે. પાટીદાર સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની લોન અને સહાય આપવા માટે ખાસ નાણાકીય ભંડોળ પણ સમાજના પ્રતિષ્ઠિત અને સક્ષમ જ્ઞાતિજનોના સહયોગથી સહાય આપવા માટેનું પણ આયોજન કરાઈ રહ્યું છે. યુવાધનને અભ્યાસ દરમિયાન કયા ક્ષેત્રે આગળ વધવું તેના માટે પડતી મુશ્કેલીઓ અને મૂંઝવણને લઈને પણ સરદારધામ દ્વારા માર્ગદર્શન અને સહાય કેન્દ્ર થકી કારકિર્દી દ્યડતર માટે પણ યુવાનોને યોગ્ય દિશા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજના યુગમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે યુવાનો માટે ખાસ સરકારી, જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોમાં રોજગારી આપવા માટે સરદાર ધામ દ્વારા વિવિધ ઔદ્યોગિક ગૃહો અને સંસ્થાઓ સાથે સમાજના બેરોજગારોને જોડવા માટે મહત્વની કડીરૂપ ભૂમિકા પણ અદા કરવાનું આયોજન કરતું રહે છે. સરદારધામના પ્રથમ તબક્કામાં ૨૦૦૦ જેટલા દીકરા દીકરીઓ માટે સગવડતા યુકત સમયને અનુરૂપ છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. છાત્રાલયમાં આવતા પાટીદાર સમાજના યુવાધનને મોંઘવારીમાં પરવડે તે પ્રકારે શિક્ષણ લેવા આવનાર વિદ્યાર્થીને અગવડતા ન પડે તે માટે પ્રાથમિકતાથી છાત્રાલય માટેનું આયોજન હાથ ધરવામાં આવશે. સમગ્ર દેશ અને દુનિયામાં થી ગુજરાત રાજયમાં આવતા પાટીદાર સમાજના અતિથિઓ માટે સુવિધાયુકત અદ્યતન અતિથિ ભવન નિર્માણ કરવા માટે પણ સરદારધામ દ્વારા આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરાનાર છે. જુદા જુદા લક્ષ્યબિંદુઓ સાથે સરદારધામ એક અનોખી અને આગવી વિચારધારાથી સમસ્ત પાટીદાર સમાજ માટે ગુજરાતમાં કામ કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના હાર્દ સમા રાજકોટ ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ ના રવિવારે સવારે ૧૧ કલાકે નાના મવા સર્કલ પાસે, મારવાડી એકસચેન્જ સામે, ટ્રીનીટી હોસ્પિટલની બાજુમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સિદસરના પ્રમુખ ડાહ્યાભાઈ ઉકાણી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. તો સમસ્ત પાટીદાર સમાજના જ્ઞાતિજનોને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવા સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનની વિવિધ સમિતિઓ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું આયોજન ટીમ GPBO રાજકોટના યુવા ઉદ્યોગસહાસિકોના અથાગ પ્રયત્નો દ્વારા સંપન્ન થઈ રહ્યું છે

Read More
સુરેન્દ્રનગર-મૂળી રોડ પર ટ્રેલર, ડમ્પર વચ્ચે અકસ્માત, 2નાં મોત, 2 ઘાયલ

સુરેન્દ્રનગર શહેરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરનાં મુળી બાયપાસ રોડ પર મેક્સન સર્કલ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મૌત નિપજ્યા હતા. પોલીસ દ્વારા બંને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read More
મનપામાં વિપક્ષનો હંગામો, પોલીસે ટીંગા ટોળી કરી બહાર કાઢ્યા, કોર્પોરેટરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા વરસાદી પાણી ભરાવા મુદ્દે હોબાળા મચાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણઈ ભરાવવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. પાણી કુદરતે આપ્યું પણ વરસાદી પાણીનો નિકાલ કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું હતું. પોપટપરાના નાળાના અને રોગચાળાના પોસ્ટર દેખાડી વિરોધ કર્યો હતો. વિરોધ કરતા પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આથી કોંગ્રેસના કોર્પોરેટરોએ રામધૂન બોલાવતા પોલીસે પકડી પકડીને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા. કોંગ્રેસે વોકઆઉટ કરતા મામલો ગરમાયો હતો. રાજકોટમાં વરસાદ પડ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ શહેરમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાઇ છે તેમજ ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે. આથી રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. જનરલ બોર્ડમાં ભાજપ કોર્પોરેટર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબ આપતા કમિશનરને વિપક્ષ નેતા વશરામ સાગઠીયાએ અટકાવ્યા હતા. પાણી મુદ્દે વખાણ નહીં પાણીએ સર્જેલી તારાજીની વાતો કરો તેનું જણાવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. વિપક્ષે પ્રિમોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવા માંગ કરી હતી પરંતુ શાસકોએ આ માંગને ઠુકરાવી હતી. જેના કારણે જનરલ બોર્ડમાં બઘડાટી બોલી હતી અને મેયરના ઓર્ડર પર વિપક્ષના કોર્પોરેટરોને ટીંગા ટોળી કરીને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. પ્રિમોન્સૂન કામગીરીની ચર્ચા કરવાની માંગ સાથે શાસક પક્ષે ચર્ચા કરવાની ના પાડતા વિપક્ષના નેતાઓ મેયર સામે નીચે વેલ પાસે બેસી ગયા હતા. જ્યારે મેયરે તમામને જનરલ બોર્ડમાંથી બહાર કાઢી મુકવા ઓર્ડર કર્યો હતો. ત્યારે ભાજપે પ્રજાલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય ન આપીને બળ પ્રયોગ દ્વારા વિપક્ષને બહાર કાઢીને એકલા હાથે જનરલ બોર્ડ ચલાવ્યું હતું. પોલીસની દાદાગીરીનો આક્ષેપ જનરલ બોર્ડમાં હોબાળો થતા પોલીસે કોંગ્રેસના તમામ કોર્પોરેટરને બહાર કાઢતા વિપક્ષે પોલીસની દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો. બોર્ડમાં પપોટપરાનું નગરનાળુ મુદ્દો બન્યો હતો. અમુક રસ્તાઓ પર હજુ પાણી ઓસર્યા નથી. વોર્ડ નં. 11ના કોર્પોરેટર પારૂલબેને ઉપવાસ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમજ આક્ષેપ કર્યો હતો કે, શહેરના અમુક રસ્તાઓ પર એકથી બે ફૂટ સુધીના ખાડા પડી ગયા છે. ત્રણ દિવસ બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. 7 હજાર ફરિયાદનો નિકાલ ન થયાનો આક્ષેપ કર્યો છે. બાળકો શાળાએ જઇ શકતા નથી. જનરલ બોર્ડને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વીજીલન્સ, એસઆરપી અને સ્થાનિક પોલીસ ગોઠવવામાં આવી હતી.

Read More
અડધી રાત્રે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો નર્મદા ડેમ

ગુજરાત માટે પ્રાણ સમાન સરદાર સરોવર-નર્મદા ડેમના દરવાજા પ્રથમ વખત ખોલવા પડયા છે ત્યારે નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, ચીફ સેક્રેટરી જે.એન. સીંઘ નર્મદા નિગમના ઇન્ચાર્જ ચેરમેન કે. કૈલાસનાથન સહિતના અગ્રણીઓ નર્મદા ડેમ પહોંચ્યા હતા. ગુજરાતની જીવાદોરી તરીકે જાણીતા સરદાર સરોવર આધારીત નર્મદા ડેમની સપાટીએ આજે નવો વિક્રમ સર્જી દીધો છે. બે વર્ષ પહેલા ૧૩૧ મીટર સુધી જળસપાટી થયેલ. આજે સવારે ૯ વાગ્યાની સ્થિતિએ ડેમની જળસપાટી ૧૩૧. ૪૦ મીટર થઇ ગઇ છે. ડેમના ર૩ દરવાજા રાતના બે વાગ્યે ખોલવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, મુખ્ય સચિવ જે.એન.સિઘ, નર્મદા નિગમના કાર્યકારી અધ્યક્ષ કે.કૈલાસનાથન વગેરેએ ડેમ પર જઇ શ્રીફળ વધેરી પુજન કરી નર્મદાના નીરને આવકાર્યા હતા. નર્મદા ડેમમાં આજે સવારથી પાણીની આવક ધીમી પડી છે. ઉપરવાસના વરસાદથી આવક ચાલુ છે પરંતુ આવક અને જાવકનું પ્રમાણ સરખું છે. ૩ વર્ષ પહેલા ડેમના દરવાજા ચડાવવામાં આવેલ ત્યાર પછી પ્રથમ વખત દરવાજા ખોલવાની જરૂર પડી છે. જો પાણીની વધુ પ્રચંડ આવક થાય તો બાકીના ૭ દરવાજા પણ ખોલવાની જરૂર પડશે. નર્મદાની જળસપાટી અભુતપુર્વ થઇ જતા તેના આધારીત ગુજરાતના વિસ્તારોને પીવા માટે આવતા એકથી બે વર્ષની નિરાંત થઇ ગઇ છે. નર્મદામાં પાણીની ભારે આવકના કારણે નિચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.

Read More
ચાર દિવસથી ફરાર જેતપુર DYSP જે.એમ. ભરવાડની બિનવારસી હાલતમાં કાર મળી, યુનિફોર્મ પણ મળ્યો

રાજકોટમાં રૂપિયા 8 લાખની લાંચ માગવાના કેસમાં જેતપુરના ડીવાયએસપી જે.એમ ભરવાડ હાલમાં ફરાર છે ત્યારે એસ.જી હાઈવે પર કારગિલ પેટ્રોલપંપ પાસેથી બિનવારસી હાલતમાં એક કાર મળી આવી છે. કારમાંથી પોલીસને જે.એમ.ભરવાડના નામનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જેથી પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે આ યુનિફોર્મ ડીવાયએસપી જે.એમ. ભરવાડનો હોઈ શકે છે. બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા: એ ડિવિઝન એસીપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસને ગઈકાલે રાત્રે કારગિલ પેટ્રોલપંપ પાસેથી એક કાર મળી આવી હતી. જેમાં બે મોબાઈલ ફોન અને જે.એમ ભરવાડનો યુનિફોર્મ મળ્યો છે. જેથી કાર તેમની હોવાનું લાગી રહ્યું છે. સોલા પોલીસે આ મામલે જાણવાજોગ નોંધ કરી છે. ઉલ્લેખનીય છે કે, જે.એમ. ભરવાડે આર્મ્સ એક્ટના ગુનામાં નામ નહીં ખોલવા ફરિયાદી પાસે રૂપિયા 8 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હજી સુધી ACB જે.એમ. ભરવાડને ઝડપી શકી નથી.

Read More
કાશ્મીરમાંથી કલમ 370 હટાવા પર ભડક્યું પાકિસ્તાન, ભારત માટે ફરીથી બંધ કર્યો હવાઇ માર્ગ

કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ કરવાથી ભડકી ઉઠેલા પાકિસ્તાને ભારતનો હવાઇ માર્ગ પણ બંધ કરી દીધો છે. પાકિસ્તાને ગુરુવારે રાતે પોતાના એર સ્પેસના એક કોરિડોરને બંધ કરી દીધો, જેથી વિદેશી ઉડાનોને હવે 12 મિનિટનો વધુ સમય લાગશે. પાકિસ્તાને અગાઉ બુધવારે ભારત સાથે રાજકીય સંબંધો ઘટાડી દીધા હતા અને વેપારી સંબંધો કાપી નાંખ્યા હતા. બદલાયા ફ્લાઇટ્સના રૂટ એર ઇન્ડિયાના એક અધિકારી અનુસારે કોરિડોર બંધ થવાથી ફ્લાઇટ્સનો રૂટ બદલી નાંખ્યો છે. એક ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું કે, એક કૉરિડોર (પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં)ને બંધ કરી દેવામાં આવ્યો છે. તેનાથી વધુમાં વધુ 12 મિનિટનો બદલાવ થશે. તેનાથી અમને કંઇ વધુ ફેર નહી પડે. પાકિસ્તાની એર સ્પેસથી એર ઇન્ડિયાની દરરોજ આશરે 50 ફ્લાઇટ્સ પસાર થાય છે. પાકિસ્તાને આ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા આર્ટિકલ 370ની જોગવાઇને હટાવાના વિરોધમાં લીધો છે. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જારી નોટિસ ટુ એરમેન (એનઓટીએએમએસ) અનુસાર એરસ્પેસ 6 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. આ ઉપરાંત સીસીએએ પાકિસ્તાનની એરલાઇન્સના હવાઇ માર્ગોમાં પણ બદલાવ કરવામાં આવ્યાં છે. તેમાં ખાસ કરીને લાહોર ક્ષેત્રની એરલાઇન્સ સામેલ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, વિમાનોની ઉડાનની લઘુત્તમ ઉંચાઇ વધારવામાં આવી છે. અપાયા આ આદેશ એનઓટીએએમ અનુસાર, લાહોર રીઝનમાં વિદેશી વિમાનોને 46 હજાર ફૂટથી નીચે ઉડવાની પરવાનગી નહી હોય, જ્યારે અફઘાનિસ્તાનથી ઉડાન ભરનાર પ્લેનને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. જણાવી દઇએ કે પાકિસ્તાને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પણ પોતાના એરસ્પેસને બંધ કર્યો હતો, જેને 16 જુલાઇએ તમામ વિમાનો માટે ખોલવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ભારત સરકારે સંસદના બંને સદનોમાં જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન અને આર્ટિકલ 370ની જોગવાઇને હટાવા માટે સંકલ્પ રજૂ કર્યો હતો, જેને બંને સદનો ઉપરાંત રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઇ છે. તે બાદ પાકિસ્તાન ભડકી ઉઠ્યું છે. પ્રતિક્રિયા સ્વરૂપે બુધવારે તેણે ભારત સાથે દ્વિપક્ષીય વેપારી સંબંધો તોડી નાંખ્યા છે.

Read More
આજે સાંજે 4 વાગે PM મોદી દેશને કરશે સંબંધોન, કરી શકે છે મોટુ એલાન

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. 370ની કલમને રદ્દ કર્યા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો પરથી 4 વાગ્યે દેશને સંબોધન કરશે.તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાના સમાપ્ત કરવાના અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પરિવર્તિત કરવાના નિર્ણય અંગે વાત કરશે. આ પહેલા પીએમ મોદીએ અંતિમ વખત લોકસભા ચૂંટણી પહેલા 27 માર્ચે સેટેલાઇટ વિરોધી મિસાઇલના પરીક્ષણનું એલાન કરતા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન એવા સમયે થઇ રહ્યું છે કે જ્યારે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેમના સંબોધન આડે માત્ર અમુક જ દિવસો બચ્યા છે.

Read More
સુરતમાંથી 1 કરોડ રૂપિયાની જૂની રદ્દ થયેલી નોટોનો જથ્થો મળી આવ્યો

નોટબંધી લાગુ કરવાના લગભગ હવે પોણાત્રણ વર્ષનો સમય વીતી ગયો છે પરંતુ આને લઇને સરકારની ચિંતાઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. મંગળવારે સુરત પોલીસે પૂણામાંથી રદ થયેલી ચલણી નોટોનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ પૂણા ગામ પોલીસને માહિતી મળી હતી કે, મુંબઇથી એક શખ્સ જૂની રદ થઇ ગયેલી નોટો લઇને સુરત આવી રહ્યો છે. સુરત પોલીસને આ ગુપ્ત માહિતી મળી હતી કે એક કરોડની કિંમતની જૂની રદ થઇ ગયેલી નોટો લઇને એક શખ્સ મુંબઇથી સુરત બસમાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પૂણા પાસે પહેલેથી જ તૈયાર હતી અને બસની ઝડતી લેતા આ નોટોનો જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કતરવામાં આવી હતી. આ તમામ નોટો રદ થયેલી 500 અને 1000ના બંડલની હતી. ઉલ્લેખનીય છે કે સરકારે આ નોટો પર 8 નવેમ્બર 2016ના દિવસે પ્રતિબંધ મૂક્યો હતો. આને લીધે દેશમાં 500 અને 1000ની નોટોના ઉપયોગ પર રોક લગાડવામાં આવી હતી. આરબીઆઇનો દાવો છે કે દેશમાં ફરતી તમામ 500 અને 1000ની નોટો પરત આવી ગઇ છે પરંતુ આ પોણાત્રણ વર્ષ દરમિયાન જૂની નોટો મળવાનો સિલસિલો યથાવત છે. હાલમાં જ અમદાવાદમાં સાબરમતી નદીમાંથી મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટો મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. હાલ સુરત પોલીસ એ તપાસમાં લાગી ગઇ છે કે આ રદ થયેલી ચલણી નોટો કોણ અને કોના માટે મોકલી રહ્યું છે અને આ નોટોનું શું કરવામાં આવશે.

Read More
રાજમાર્ગો પર એકી બેકી તારીખ મુજબ પાર્કિંગની વિચારણા

રાજકોટ શહેરના રાજમાર્ગો પર હવે ઓડ ઈવન (એકી-બેકી) તારીખ મુજબ વાહન પાર્કિંગની નવી વ્યવસ્થા નિમાર્ણ કરવા માટે વિચારણા શરૂ કરાઇ છે. આ સંદર્ભેનું આયોજન ઘડવા આજે સાંજે મહાપાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળનાર હોવાનો નિર્દેશ મેયર બીનાબેન આચાર્યએ આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં જે 12 રાજમાર્ગો પર મ્યુનિ.કમિશનરના જાહેરનામાંથી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તે તમામ 12 રાજમાર્ગો પર એકી અને બેકી તારીખ મુજબ ડાબી અને જમણી બાજુએ વાહન પાર્કિંગની છૂટ આપવાનું વિચારાધીન છે. લાખાજીરાજ રોડ પર વાહન પાર્કિંગની આ પદ્ધતિ સફળ રહેતાં અન્ય માર્ગો પર પણ આ પદ્ધતિની અમલવારી કરવા મુદ્દે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રીનલેન્ડ ચોકડીથી હોસ્પિટલ ચોક, હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી, હોસ્પિટલ ચોકથી ત્રિકોણબાગ, ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી-બીઆરટીએસ, 150 ફૂટ રિંગરોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રોડ, રૈયા રોડ અને યુનિવિર્સટી રોડ સહિતના રાજમાર્ગો પર હાલમાં નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ 12 રાજમાર્ગોનો પ્રાયોગિક ધોરણે પ્રથમ તબક્કામાં સમાવેશ કરીને આ 12 રાજમાર્ગો પર એકી-બેકી તારીખ મુજબ વાહન પાર્કિંગની મંજૂરી આપવા અંગે આજે સાંજે મળનારી બેઠકમાં ચર્ચા-વિચારણા થશે. આ વ્યવસ્થા હજુ આયોજનના તબક્કે છે પરંતુ સાંજે મળનારી બેઠકમાં નિર્ણય લેવાયા બાદ એક્શન પ્લાન તૈયાર કરાશે અને ત્યારબાદ મહાપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે તેની અમલવારી કરવામાં આવશે.

Read More
વિસનગર નગરપાલિકાના પ્રમુખથી માંડી સભ્યો એ કેસરિયો ધારણ કર્યો

આજે ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલની હાજરીમાં કોબા સર્કલ સ્થિત કમલમ્ ખાતે મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકાના પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેનઓ તથા સભ્યોઓ ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપાની અખબારી યાદી જણાવે છે કે, સંગઠન પર્વ-2019 અંતર્ગત હાલ ભાજપાનું સદસ્યતા વૃધ્ધિ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને સૌ સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ભાજપમાં જોડાનારાઓએ વિકાસ મંચથી અપક્ષ જીત મેળવી હતી મહેસાણા જીલ્લાની વિસનગર નગરપાલિકામાં વિકાસ મંચના નામથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી વિજેતા બનેલા વિસનગર નગરપાલિકાના પ્રમુખ ગાવિંદભાઇ પટેલ, સ્ટાફ સિલેક્શન સમિતિના ચેરમેન કામીનીબેન પટેલ, સ્વચ્છતા કમિટિના ચેરમેન દમયંતીબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મીબેન બારોટ, વિસનગર નગરપાલિકાના સભ્યો ભરત પટેલ, જગદીશ ચૌહાણ અને આશાબેન પ્રજાપતીએ ભાજપાનો કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત્ રીતે ભાજપામાં જોડાયા હતા. ગુજરાતની જનતાનો ભાજપા તરફી પ્રેમ ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ જણાવ્યું હતું કે, ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ લઈ જવા માટે ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાઓ સતત કાર્યરત છે. સંગઠન પર્વ - સદસ્યતા વૃધ્ધિ અભિયાન એ જનજન સાથે સંપર્ક થકી સૌને ભાજપા સાથે જોડી ભાજપાના રાષ્ટ્રવાદી-વિકાસવાદી વિચાર વધુ સુદ્રઢ બનાવવા માટેનું પર્વ છે. સતત 1995થી અવિરતપણે ભાજપા પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ તમામ 26 બેઠકો પર 2014 કરતા પણ વધારે માર્જીનથી વિજય અપાવ્યો છે, ત્યારે ગુજરાતની જનતાનો ભાજપા તરફી અપાર પ્રેમ પ્રદર્શિત થાય છે.

Read More
લાયસન્સ વગર અને ઇથીલીન ગેસથી કેળા પકવતા ભંડારને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મોરબી રોડ પર સ્થિત જનતા કેળા ભંડારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ધંધાર્થી દ્વારા ફૂડ લાયસન્સ વગર ધંધો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળતા તેને નોટિસ આપવામાં આવી છે. જનતા કેળા ભંડારમાં ઇથીલીન ગેસથી કેળા પકવવામાં આવતા હતા. જો કે તે એફ.એસ.એસ.એ.આઈ.ની માન્યતા ધરાવે છે. આ સ્થળે 1 હજાર કિલો કેળાનો જથ્થો હતો. આ તમામ જથ્થામાંથી પાંચ સેમ્પલ લઈને તેને એનાલિસિસ માટે મોકલવામાં આવ્યો છે. તેમ ફૂડ વિભાગ દ્વારા જણાવાયું છે.

Read More
કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને પૂરેપૂરો હક છે. કોંગ્રેસના રાજમાં કલમ 370માં બેવાર સંશોધન થયું હતું. આ બધા વચ્ચે કોંગ્રેસ તરફથી જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે જમ્મુ અને કાશ્મીરની વાત કરો છો ત્યારે તેમાં પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) પણ સામેલ છે તો તેમણે કહ્યું કે તેઓ જ્યારે જ્યારે જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે ત્યારે તેમાં આપોઆપ પીઓકે અને અક્સાઈ ચીન પણ તેમા સામેલ હોય છે. અમિત શાહે પલટવાર કરતા કોંગ્રેસને પૂછ્યું કે શું તેઓ પીઓકે ને ભારતનો ભાગ નથી માનતી? અમે તો તેના માટે જીવ પણ આપી દઈશું. હકીકતમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે શું તમે પીઓકે અંગે પણ વિચારી રહ્યાં છો ત્યારે અમિત શાહે આ જવાબ આપ્યો હતો. અધીર રંજન ચૌધરીએ એમ પણ કહ્યું કે તમે રાતોરાત એક રાજ્યના બે ભાગ કરી દીધા. તમે કાશ્મીરને આંતરિક બાબત ગણો છો. પરંતુ એક વડાપ્રધાને પાકિસ્તાન સાથે આ મામલે શિમલા કરાર કર્યો જ્યારે બીજા વડાપ્રધાને લાહોર કરાર કર્યો. તમે કેવી રીતે કહો કે તે ભારતનો આંતરિક મામલો છે? તમે જમ્મુ અને કાશ્મીરને કેદખાનુ બનાવી દીધુ. પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ કર્યાં.

Read More
જમ્મુ-કાશ્મીરમાં આટલી સસ્તી છે પ્રોપર્ટી, પરંતુ હવે આવી શકે છે મોટો ઉછાળો

જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા આર્ટિકલ 370ના તમામ ખંડ લાગૂ ના કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જેને રાષ્ટ્રપતિ કોવિંદએ પણ મંજૂરી આપી દીધી છે. મોદી સરકારનાં આ નિર્ણયથી ભલે કોંગ્રેસ અને પીડીપી જેવી પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરની જનતા સાથે દગો બતાવી રહી હોય પરંતુ આ નિર્ણય સાથે જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટીના ભાવમાં 50 ટકાનો ઉછાળો થવાની સંભાવના છે. ખરેખર મોદી સરકારના આ નિર્ણય બાદ હવે ભારતમાં રહેનાર કોઇ પણ ભારતીય નાગરિક જો ઇચ્છે તો તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘર, પ્લોટ, ખેતીની જમીન, દુકાન વગેરે ખરીદી શકે છે. આ પહેલા રાજ્ચનો નિવાસી જ માત્ર સંપત્તિ ખરીદી શક્તો હતો અને ભારતીયનાં સંપત્તિ ખરીદવા પર રોક હતી. મોદી સરકારનાં આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીરનાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં જબરજસ્ત ઉછાળાની આશા સેવાઇ રહી છે. જાણકારો જણાવી રહ્યા છે. અચાનક 50 ટકાનો સુધીનો પ્રોપર્ટની કિંમતમાં ઉછાળો આવી શકે છે. આમ પણ જમ્મુ-કાશ્મીરમાં દેશભરની તુલનાએ પ્રોપર્ટીની કિંમત્ત ખુબ જ ઓછી છે. શ્રીનગરનાં પંથા ચોક વિસ્તારમાં હાલમાં 2300 રૂપિયા સ્ક્વેયર ફુટના હિસાબે ઘર મળી જાય છે. જ્યારે આ વિસ્તાર લોકેશનનાં હિસાબે ખુબ જ સારો છે. પંથા ચોક વિસ્તરમાં સ્ટેડિયમ અને કેન્દ્રીય વિદ્યાલય પણ છે. પરંતુ અહિંયા પ્રોપર્ટીના ભાવ દેશનાં બીજા શહેરો કરતા ખુબ જ ઓછા છે. ત્યાં જ જમ્મુનાં પક્કી-ઢક્કી વિસ્તારમાં પણ પ્રોપર્ટીના ભાવમાં ભારે ઉછાળાની સંભાવના છે. પક્કી-ઢક્કીની બાજુમાં જ મુબારક મંડી પ્લેસ છે. જ્યાં 40 લાખ રૂપિયામાં 1634 સ્ક્વેયર ફુટનું 6 માળનું ઘર સરળતાથી મળી જાય છે. કમ્મુ-કાશ્મીરની તુલનામાં દેશના અન્ય શહેરોમાં પ્રોપર્ટીની કિંમત્ત ખુબ જ વધારે છે. ઉત્તર પ્રદેશનાં મેરઠ શહેરમાં પણ જમ્મુ-કાશ્મીરમાં વધારે પ્રોપર્ટીનો ભાવ છે. જમ્મુમાં પ્રોપર્ટીનાં ભાવ ખરેખર જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં બહારનાં લોકો ઘર ખરીદી શક્તા ન હતાં. જેના કારણે ત્યાં પ્રોપર્ટીનો ભાવ એત નોન-મેટ્રો સિટી કરતા પણ ઓછો હતો. આજની તારીખમાં દેશનાં બીજા ભાગમાં એક નોન-મેટ્રો શહેરમાં ઘરની કિંમત્ત 60 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે દિલ્હી-મુંબઇ જેવા મેટ્રો સિટીમાં તો ઘરની કિંમત્ત 10 કરોડ રૂપિયા સુધી છે. એક રિયલ એસ્ટેટના નિષ્ણાંતો અનુસાર પ્રતિબંધનાં કારણે જમ્મુ-કાશ્મીરમાં રિયલ એસ્ટેટનો બિઝનેસ આગળ વધી રહ્યો ન હતો. પરંતુ જ્યારે હવે તમામ લોકો માટે દરવાજા ખોલી દેવામા આવ્યા છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી પ્રોપર્ટીના ભાવ વધશે. દેશનાં બીજા ભાગથી લોકો રોકાણ માટે જમ્મુ-કાશ્મીર તરફ વળશે. નોંધનિય છે કે, કેન્દ્રની મોદી સરકારએ સોમવારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતા અનુચ્છેદ 370ને સમાપ્ત કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ સંસદમાં આ પ્રસ્તાવ મૂક્યો. હવે અનુચ્છેદ 379(3) અંતર્ગત રાષ્ટ્રપતિ જ અનુચ્છેદ 370ને સમાપ્ત કરી શકે છે. આ માટે જમ્મુ-કાશ્મીર સંવિધાનની ભલામણ કરવાની જરૂર છે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર સંવિધાનનાં અનુચ્છેદ 370ને હટાવવા માટે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, રાજ્ય હવે બે કેન્દ્રશાસિત પ્રદેશો- લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં વિભાજન થઇ જશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પંરતુ લદ્દાખમાં વિધાનસભા નહી હોય.

Read More
હવે રાજકોટમાં જ્યાં-ત્યાં રિનોવેશનનો કાટમાળ નહીં ફેંકી શકો, નવી સૂચના જાહેર

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડીને બાંધકામ અને ડિમોલિશનમાંથી જે કાટમાળ કે ભરતી નીકળે છે તેનો જ્યાં ત્યાં નિકાલ કરવા પર પ્રતિબંધ બહાર પાડ્યો હતો. હવે મનપાએ આ કામ માટે નવા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ નામનો નવો સેલ શરૂ કર્યો છે. આ અંતર્ગત 7 સાઈટ નક્કી કરાઈ છે અને ત્યાં સિવાય કચરાનો નિકાલ કરાશે તો 7500થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. જોકે મહાનગરપાલિકાએ માત્ર દંડની જ જોગવાઈ નથી રાખી પણ સમાધાન આપ્યું છે જે મુજબ જે કોઇએ કાટમાળનો નિકાલ કરવાનો હોય તે મનપાને જાણ કરે તો 300થી 1000 રૂપિયા સુધીના ચાર્જમાં ભરતી ઉપાડી જશે. આ ઉપરાંત જે કોઇને ભરતીની જરૂર હોય તે સાઈટ પર જઇને ભરતી ભરી શકશે તેનો કોઇ ચાર્જ રાખવામાં આવ્યો નથી. દંડની સામે ઉપાય પણ આપીને મ્યુનિસિપલ કમિશનરે કચરાનો પ્રશ્ન હલ કર્યાની સાથે બિલ્ડર લોબીને પણ રાજી રાખી છે. કચરો લઈ જવા આ રીતે જાણ કરી શકાશે શહેરીજનો પોતાના મકાન કે બિલ્ડિંગનો કાટમાળનો નિકાલ કરવો હોય તો મનપા કરી આપશે. તેમણે કચરો લઈ જવા માટે મહાનગરપાલિકાના કોલ સેન્ટર 2450077 પર ફોન કરવાનો રહેશે. મનપાને ચાર્જ ચૂકવતા કાટમાળ સ્થળ પરથી લઇ સાઈટ પર નિકાલ કરી આપશે. આ માટે રિક્ષા કે અડધા ટ્રેક્ટર માટે 300 રૂપિયા, પૂરા ટ્રેક્ટર માટે 500 રૂપિયા જ્યારે એક ડમ્પર માટે 1000 રૂપિયાનો ચાર્જ રાખવામાં આવ્યો છે. આ પ્રમાણે દંડ વસૂલ કરવામાં આવશે પ્રથમ વખત પકડાય તો - છકડો-ટ્રેક્ટરઃ 7,500, ડમ્પરઃ 15,000 રૂ. બીજી વખત પકડાય તો - છકડો-ટ્રેક્ટરઃ 15,000, ડમ્પરઃ 30,000 રૂ. ત્રીજી વખત પકડાય તો - છકડો-ટ્રેક્ટરઃ 50,000, ડમ્પરઃ 1,00,000 રૂ. દંડ કરવાને બદલે ઉપાય પણ બતાવ્યો જાહેરનામું અગાઉ બહાર પાડ્યું હતું અને હવે નિયમો પણ તે મુજબ આવ્યા છે. મનપાએ માત્ર દંડ જ જાહેર નથી કર્યા પણ આ વખતે સોલ્યુશન પણ આપ્યું છે કે ફોન કરો એટલે તેઓ જ કચરો ઉપાડી જશે. આ માટે જે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે તે પણ માર્કેટ ભાવ મુજબ છે વધારે લેવાયા નથી. આ કારણે હવે કચરાના નિકાલ માટે શહેરીજનો અને બિલ્ડરને સમસ્યા નહીં રહે.’ - હિતેષ બગડાઈ, રાજકોટ બિલ્ડર એસોસિએશન બાંધકામના કચરાના નિકાલ માટેના સ્થળ 1. કોઠારિયા પોલીસ ચોકીની બાજુમાં, પથ્થરની ખાણ પાસે. 2. રૈયા સ્માર્ટ સિટીના તમામ ખાણ વિસ્તાર. 3. ઢેબર રોડ સાઉથ અટિકા વિસ્તાર, પી.જી.વી.સી.એલ. ઓફિસ પાસે. 4. મોરબી રોડ, પોપટપરા આઇ.ઓ.સી. ગોડાઉન પાસે. 5. સમ્રાટ ઇન્ડ.એરિયા, એસ.ટી. વર્કશોપ પાછળ, અનામત પ્લોટ. 6. રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પાસે તેમજ પ્રદ્યુમ્ન ગ્રીન પાછળ.

Read More
શૈલેષ સગપરિયાની કલમે બંધારણની કલમ ૩૭૦ની, શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા હોય તો પોતે અલગ દેશ તરીકે એનું અસ્તિત્વ ચાલુ રાખી શકે. આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ અસ્તિત્વ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. સામનો કરવા માટે ગયેલી મહારાજા હરિસિંહની ફોઝનાં કેટલાય સૈનિકો સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી શ્રીનગર તરફ આગળ વધી રહી હતી. મહારાજા હરિસિંહને જ્યારે એવું લાગ્યું કે હવે એ કોઈપણ સંજોગોમાં ટકી શકે તેમ નથી એટલે એમણે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યો. ભારત સરકારે મદદ માટે મનાઈ કરી દીધી કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. ગુહખાતુ સંભાળતા સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારીને મહારાજા હરિસિંહએ ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે તુરંત જ ભારતના સૈન્યને કાશ્મીરમાં ઉતારવામાં આવ્યું અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. કાશ્મીરમાં બહુમત પ્રજા મુસ્લિમ હતી અને ભારતની બહુમત પ્રજા હિંદુ હતી. કાશ્મીરના લોકોને ભય હતો કે ભારત એની સાથે કેવું વર્તન કરશે. કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સારા મિત્ર હતા આથી શેખ અબ્દુલ્લા પોતાની રજુઆત લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને વિશેષ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી. નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણનો મુસદો તૈયાર કરવાની જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ચોખ્ખા શબ્દોમાં નાં પાડતા જણાવેલું કે દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ? શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા. નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો. નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા ( હું અંગત રીતે માનું છું કે ભારતના ઘડતરમાં નહેરુજીનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે પણ માનવસહજ ભૂલો પણ કરી છે.) આથી કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ (જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. કાશ્મીર રાજ્યને નીચે મુજબના કેટલાક વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નથી. ૧. ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય) ૨. જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે. (૧૭-૧૧-૧૯૫૬નાં રોજ કાશ્મીરે પોતાનું બંધારણ અપનાવ્યું છે.) ૩. ભારતની સુપ્રીમકોર્ટના કોઈ નિર્ણયને માનવા માટે કાશ્મીર બંધાયેલું નથી. ૪. કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળે છે. ૫. કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી. ૬. કાશ્મીરની કોઈ છોકરી કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઈ રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો છોકરીનું કાયમી નાગરિકત્વ ખતમ થઈ જાય છે પરંતુ જો એ છોકરી પાકિસ્તાનના કોઈ છોકરા સાથે લગ્ન કરે તો નાગરિકત્વ ખતમ થતું નથી. ( છે ને સાવ વિચિત્ર જોગવાઈ ) 7 કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી. 8. ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ ૫ વર્ષ છે જ્યારે કાશ્મીરની વિધાનસભાના ધારાસભ્યનો કાર્યકાળ ૬ વર્ષ છે. 9. કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર ના કરી શકે. આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલમના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળી શકે નહિ અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકે નહિ. બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ ભારતના રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીર બંધારણસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રામનાથ કોવિંદ તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને બંધારણની કલમ ૩૭૦મા ફેરફાર કરી દીધો.

Read More
વાયરલ થઇ રહી છે PM મોદીની તસવીર

મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદો આખરે પુરો કર્યો છે. આ મામલે તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીરની અતિ વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવીને આજે મોદી સરકારે તમામ અટકળો, અફવાઓ અને અનેક પ્રકારનાં કોયડા પર પુર્ણવિરામ લગાવી દીધું છએ. આજનાં ઐતિહાસિક નિર્ણયમાં કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરની સાથે હવે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સંગઠનમાં કામ કરતા હતા ત્યારની દાયકાઓ પુરાણી જુની તસવીરો સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહી છે. જે તસવીરમાં પીએમ મોદી અનુચ્છેદ 370 હટાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તસવીરમાં પીએમ મોદી જ્યાં બેઠા છે, તેની પાછળ જે બેનર દેખાય છે. તેમાં સાફ સાફ લખ્યું છે કે 370 હટાવો, આતંકવાદ મિટાઓ અને દેશ બચાવો. હવે મોદી સરકારે તેને હટાવવાનો નિર્ણય કર્યો છે. જે તેમની કાશ્મીર રાજ્યને દેશની સાથે જોડવાની દાયકાઓ જુની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

Read More
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં જામી ભક્તોની ભીડ, હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો સોમવારે છે. જેને લઇને ભક્તો અનેરા ઉત્સાહ સાથે શિવ ભક્તિમાં લીન બન્યા છે અને રાજ્યના અલગ અલગ શિવાલયોમાં ભક્તોની ભીડ સાથે મંદિર પરિસર હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે બાર જ્યોતિર્લીંગમાંથી એક જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ દર્શનાથે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે. સોમનાથ મહાદેવના દર્શનાથે શ્રાવણના પહેલા જ સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને હર હર મહાદેવના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ત્યારે આજના દિવસે યાત્રીકોના ઘોડાપૂરને ધ્યાનમાં લઇને મંદિર સવારે 4 વાગ્યાથી જ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરેક યાત્રીક ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ અને પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સવારે 7 વાગ્યાની ભોળાનાથની મહા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ મેળવ્યો હતો. કહેવામાં આવે છે કે, સમગ્ર શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી અભિષેક કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનાના સોમવારનું પણ અનેરુ મહત્વ છે. ચંદ્રને સોમ કહેવાય છે અને ચંદ્રમાના ઈશ્વર ભગવાન શિવ છે. જેથી સોમવાર બહુ જ ફળદાયી હોય છે. આ કારણથી શિવને સોમેશ્વર પણ કહેવાય છે. ગ્રંથોમાં લખ્યું છે કે, ગંગાનું પૃથ્વી પર આગમન પણ શ્રાવણ મહિનાના સોમવારે જ થયું હતું. આ કારણે જ સોમવારને ઉત્તમ દિવસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન થયું હતું. શાસ્ત્રોમાં લખાયું છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જ્યોતિલિંગના જળાભિષેક કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ કારણે જ સોમનાથ મંદિરમાં સમગ્ર શ્રાવણ મહિનામાં ભીડ જામતી હોય છે.

Read More
35,000 બાદ વધારે 8,000 સૈનિકો જમ્મુ કાશ્મીરની ઘાટીમાં મોકલવામાં આવ્યા, સેના હાઈ એલર્ટ પર

કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. જો કે બસપાએ સરકારને સમર્થન આપ્યું હતું તો જેડીએસે તેનો વિરોધ કર્યો હતો. વિધેયકના આધારે હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અલગ થઈ ચૂક્યા છે. બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. જો કે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય તેની સામે જમ્મુ કાશ્મીરમાં દિલ્હીની માફક વિધાનસભા હશે. આ સાથે જ કલમ 370 અને 35Aને નાબુદ કરી દેવામાં આવી છે. આ બંન્ને કલમોને નાબુદ કરતા કાશ્મીરની હાલની સ્થિતિ કંઈક આવી થઈ છે જમ્મુ-કાશ્મીરમાં તિરંગો લહેરાવી શકાશે જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો નહીં હોય રાજ્યના નાગરિકોને બેવડું નાગરિકત્વ નહીં મળે રાજ્યના નાગરિકો ભારતના રાષ્ટ્રીય પ્રતિકો કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો ગુનો બનશે સુપ્રીમ કોર્ટના આદેશ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે જમ્મુ-કાશ્મીરની યુવતી અન્ય રાજ્યના પુરૂષ સાથે લગ્ન કરે તો તેનું કાશ્મીરી નાગરિકત્વ ખત્મ નહીં થાય બહારથી આવેલા કોઇ પણ નાગરિકો કાશ્મીરમાં જમીન ખરીદી શકશે રાઇટ ટુ ઇન્ફોમેર્શન, રાઇટ ટુ એજ્યુકેશન સહિત અનેક કાયદાઓ લાગુ પડશે આ સાથે જ હવે જમ્મુ કાશ્મીરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં 8 હજાર વધારે સૈનિકો ઘાટીમાં મોકલવામાં આવ્યા છે. કાશ્મીરમાં આ પહેલા 35,000 સૈનિકો હતા જે પછી વધારે 8000 સૈનિકો સુરક્ષા માટે મોકલવામાં આવ્યા છે.

Read More
જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, કલમ 35A ખતમ, બનશે કેન્દ્રશાસિત પ્રદેશ...

ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો. આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે. આ સાથે જ આર્ટિકલ 35એ પણ હટાવી દેવાઈ છે. જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવાયું છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. લદ્દાખ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે અમે જે બિલ અને સંકલ્પ લઈને આવ્યાં છીએ તેના પર તમારા મત રજુ કરી શકો છો. કલમ 370(3) હેઠળના કાયદાના ખતમ કરતા જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન 2019 બિલ રજુ કર્યું. આ બિલ મુજબ જમ્મુ અને કાશ્મીરને હવે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળશે. લદ્દાખ વગર વિધાનસભાનું કેન્દ્રશાસિત પ્રદેશ હશે. મહત્વની જાહેરાતો... જમ્મુ અને કાશ્મીરના બે ભાગલા પડ્યા. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ. જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. લદ્દાખને વિધાનસભા વગરનો અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. રાષ્ટ્રપતિએ કલમ 35એ હટાવવાની મંજૂરી આપી દેતા આ સાથે જ હવે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 35એ હટી ગઈ છે. અમિત શાહ તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહેવાયું છે કે લદ્દાખના લોકો લાંબા સમયથી માગણી કરી રહ્યાં હતાં કે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી કરીને અહીં રહેતા લોકો પોતાના લક્ષ્યાંકો હાસલ કરી શકે. રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર રાજ્યમાં વિધાનસભા રહેશે. જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. સૂત્રો મુજબ એવા પણ અહેવાલો છે કે આ મુદ્દે પીએમ મોદી સાત ઓગસ્ટે દેશને સંબોધિત કરી શકે છે. આ અગાઉ પીએમ મોદીના આવાસ પર કેબિનેટની મહત્વની બેઠક થઈ. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે તણાવ જોવા મળી રહ્યો છે તે જોતા પ્રશાસને આજે જમ્મુમાં સવાર 6 વાગ્યાથી કલમ 144 લાગુ કરી છે. આ સાથે જ જમ્મુના 8 જિલ્લાઓમાં સીઆરપીએફની 40 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં સુરક્ષાદળોની 100 કંપનીઓ તહેનાત છે. આ ઉપરાંત શ્રીનગરમાં પણ કલમ 144 લાગુ છે. આજે સવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ થઈ. આ ઉપરાંત આ બેઠક અગાઉ કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટીની પણ બેઠક થઈ. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં. 1. કલમ 35A રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 14 મે 1954ને લાગુ કરી. 2. તત્કાલિન સરકારે કલમ 370ની તાકાતનો ઉપયોગ કર્યો હતો. 3. જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કલમ 35એ, કલમ 370નો ભાગ છે. 4. રાષ્ટ્રપતિ દ્વારા પાસ થયા બાદ બંધારણમાં તે જોડાઈ હતી. 5. જમ્મુ અને કાશ્મીરમાં બહારના રાજ્યોના લોકો સંપત્તિ ખરીદી શકતા નથી. 6. 14 મે 1954ના રોજ રાજ્યમાં રહેતા લોકો જ ત્યાંના નાગરિકો ગણવામાં આવ્યાં. 1954થી 10 વર્ષ અગાઉ રહેતા નાગરિકો પણ રાજ્યના નાગરિકો ગણવામાં આવ્યાં. 7. જમ્મુ અને કાશ્મીરની છોકરી રાજ્ય બહાર લગ્ન કરે તો રાજ્ય દ્વારા મળતા નાગરિકતા હક ખતમ થઈ જાય છે. લગ્ન કરે તો છોકરીના છોકરાઓને રાજ્યમાં અધિકાર મળતા નથી.

Read More
મોદી કેબિનેટની બેઠક શરૂ, જમ્મુ -કાશ્મીર પર લેવાઈ શકે છે મોટો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે આ બેઠક બુધવારે કરવામાં આવતી હોય છે. પરંતુ કાશ્મીર મુદ્દાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન દ્વારા આજે જ કેબિનેટ બેઠક કરવામાં આવી છે. આજે કેબિનેટ બેઠક પહેલાં વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોભાલ સાથે પણ બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીર મુદ્દે સરકાર આજે કોઈ મહત્વનો નિર્ણય લે તેવી શક્યતા છે. આજે અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કર્યા પછી વડાપ્રધાને સુરક્ષા સમિતિ (CCS) અને સંસદીય સમિતિ (CCPA) સાથે પણ બેઠક કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં થયેલી હચલલ દરમિયાન કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને એલર્ટ કર્યા છે. જ્યારે અમુક રાજ્યોને હાઈ એલર્ટ ઉપર પણ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં એન્ટી રાઈટ ડ્રિલ વિશે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે રવિવારે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચીવ રાજીવ ગૌબા અને અન્ય સીનિયર અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા અને હાલની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી. બીજી બાજુ શ્રીનગરમાં ફારુક અબ્દુલાના ઘરે મહેબૂબા મુફ્ચી અને સ્થાનિક દળના નેતાઓએ પણ એક બેઠક કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. ગૃહમંત્રી શાહ 3 દિવસ (8થી 10 ઓગસ્ટ) માટે કાશ્મીર જાય તેવી પણ શક્યતા છે. આ સિવાય વડાપ્રધાન આવાસ પર થનારી કેબિનેટ બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા વધારવા વિશે પણ ચર્ચા થવાની શક્યતા છે. સુધારણા પછી સરકાર આ બિલને હાલના સત્રમાં જ લોકસભામાં રજૂ કરશે. જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયેલા તણાવાના કારણે રવિવારે રાત્રે 12 વાગ્યાથી શ્રીનગરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઘણાં સંવેદનશીલ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પ્રશાસને રાજ્યમાં રેલીઓ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તે સાથે જ મોબાઈલ-ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સોમવારે રાજ્યની દરેક સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

Read More
કાશ્મીરમાં મોટી સંખ્યામાં અર્ધ સૈનિક દળની તૈનાતી વચ્ચે મોદી સરકારની અચાનક કેબિનેટની બેઠક :અટકળનો દોર

કાશ્મીરમાં મોટાપાયે અર્ધ સૈનિક દળની તૈનાતી બાદ સરકાર કેવો નિર્ણંય કરશે તેના પર સૌ કૌની મીટ મંડાઈ છે ત્યારે મોદી સરકારે અચાનક કેન્દ્રીય કેબિનેટની મીટિંગ બોલાવી છે મળતી વિગત મુજબ મોદી સરકારે સોમવારે સંસદમાં સત્ર પહેલાં મીટિંગ કરશે. સવારે 9.30 વાગ્યે બોલાવામાં આવેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં શું નિર્ણય થશે, તેની રાહ જોવાય રહી છે.આ પહેલા ભાજપના મહાસચિવોની બેઠક બોલાવામાં આવી છે. શું તેની પણ આવતીકાલની કેબિનેટ મીટિંગ કે પછી કાશ્મીરને લઇ લગાવામાં આવી રહેલાં અંદાજોથી કોઇ લેવા-દેવા છે? તેનો કોઇ સ્પષ્ટ જવાબ અત્યારે શોધવો મુશ્કેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં અર્ધ-સૈનિક બળોની તૈનાતી મોટાપાયે કરી દીધી છે અને એક પછી એક કેટલીય એડવાઇઝરી જાહેર કરવાથી અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. તેના પરિપ્રેક્ષ્યમાં કાશ્મીરનો વિશેષ અધિકાર આપનાર સંવિધાનના અનુચ્છેદ 370 અને કલમ 35એને લઇ કેટલાંય પ્રકારની અટકળો લગાવામાં આવી રહી છે. સાથો સાથ જમ્મુ-કાશ્મીર રાજ્યને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ, કુલ ત્રણ ભાગોમાં વિભક્ત કરવાની પણ અનૌપચારિક ચર્ચાઓ ફિજાઓમાં ગૂંજી રહી છે. સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. બીજીબાજુ ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની મુલાકાત પણ જવાના સમાચાર સામે આવ્યા છે. સંસદનું સત્ર 7મી ઑગસ્ટ સુધી ચાલવાનું છે. એટલે કે ગૃહમંત્રી 7મી ઑગસ્ટ સુધી ચાલનાર સંસદ સુધી અહીં રહેશે. ત્યારબાદ તેઓ 8 થી 10મી ઑગસ્ટ સુધી જઇ શકે છે.

Read More
ભારતીય પુરાણકથામાં 5 આઇકોનિક મિત્રતા

હિરેન પરમાર / રાજકોટ : આજે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે ટીનેજર્સ દ્વારા અવનવી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બધાં એક બીજને મોંઘા મોંઘા ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે બહાર ફરવા જાય છે અને અનેક રીતે આ દિવસની ઉજવણી કરે છે. પણ સાચી મિત્રતા કોને કહેવાય તે માટે આપણો ઇતિહાસ ગવાહ છે. જેમાં સાચી મિત્રતાના સંબંધોનું ઋણ કંઇ રીતે ચૂકવવું સાચા મિત્ર તરીકે એકબીજાનાં સારા ખરાબ સમયે કાંઇ પણ વિચાર્યા વગર મિત્રતા કઈ રીતે નિભાવી તે આપણાં જ મહાન ગ્રંથ મહાભારત અને રામાયણમાં છે કૃષ્ણ-સુદામાં કૃષ્ણ અને સુદામાની જાતિ, સંપ્રદાય અથવા સામાજિક દરજ્જાની કોઈ સીમા ન જાણતા મિત્રતાનો શાશ્વત બંધન એ એક વિકસતું ફેલાયેલું ટાઇ દર્શાવે છે. એવું કહેવામાં આવે છે કે તે સમયે સમાજને વિભાજીત કરનારી વિશાળ સામાજિક-આર્થિક કળશ હોવા છતાં, બંને શ્રેષ્ઠ મિત્રો હતા. એવું માનવામાં આવે છે કે એકવાર સુદામાએ ગંભીર રીતે ગરીબી સામે લડ્યા પછી, પત્નીની દલીલનો સામનો કરવાના આગ્રહ પર, શ્રીકૃષ્ણ માટે નમ્ર હાજર વહન કરીને દ્વારકાની બધી જ યાત્રા કરી. આ હાવભાવ એ અમર બંધનને માન આપવા માટે વધુ એક સ્મૃતિચિહ્ન હતું, જેને બંનેએ વહેંચ્યું હતું. સુદામાની પત્નીએ પોતાના બાળકોને ખવડાવવા માટે પૂરતો ખોરાક ન હોવા છતાં પણ તેના પ્રિય મિત્ર માટે થોડો જ ચોખા પેક કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ તેમના બાળપણના મિત્રને મળીને આનંદિત થયા. તેણે ચોખા પીરસતાં બરછટ કર્યા, જ્યારે તેને અત્યાર સુધીનો સૌથી મીઠો ભોજન કહેતા. કર્ણ-દુર્યોધન દંતકથાઓ છે કે દુર્યોધન કર્ણને તેના પોતાના કાર્યો માટે મિત્ર બનાવવાની ઇચ્છા રાખતો હોવા છતાં, તેમની વચ્ચેના સંઘને પ્રેમભાવનાનું એક યાદગાર ચિત્રણ બન્યું. તે સમયે, હસ્તિનાપુર નીતિ અને ભેદભાવની વાસ્તવિકતાઓ સાથે ભંગ થયો હતો, ત્યારે અર્જુન અને કર્ણ વચ્ચેની લડાઇ વચ્ચે દુર્યોધન કર્ણને અંગના રાજા તરીકે નિયુક્ત કરીને સંમેલનો અને ધારાધોરણોને પડકારતો હતો. કર્ણ કુશળ હોવા છતાં, યોગ્ય વંશનો અભાવ હતો જેણે કૃપાની નજરમાં તેમનું ઉમેદવારી નિરર્થક ગણાવી હતી, જેમણે કર્નની જાતિ જાણીને તેની મજાક ઉડાવી હતી. આની અનુભૂતિ થતાં, દુર્યોધને તેમને અંગના રાજા તરીકે નિયુક્ત કર્યા, તેથી તે શક્તિની લડાઇમાં તેમને અર્જુનની સમાન ગણવામાં આવ્યા. કૃષ્ણ-અર્જુન મુખ્યત્વે ‘શિક્ષક-શિષ્ય’ સંબંધ તરીકે સ્પર્શીને, તેમનું બંધન તેના મિત્ર-દાર્શનિક-માર્ગદર્શક સિદ્ધાંત અને શાશ્વત ભક્તિ માટે પ્રખ્યાત છે જે અર્જુને તેમના દૈવી સંગમાં પ્રદર્શિત કર્યું. દંતકથાઓ તેમની વાર્તાઓ સાથે પૂર્ણ થાય છે. યુદ્ધના ક્ષેત્રે તેમની વચ્ચેનો શ્લોક શ્રીમદ્ ભગવદ ગીતાનો શક્તિશાળી કથા છે. તેમના સંબંધો આપણને શીખવે છે કે માર્ગદર્શકતા અને મિત્રતા પણ સાથે રહે છે. ત્રિજાતા-સીતા રામાયણમાં, ત્રિજાતાને રાવણના એજન્ટ તરીકે વાવવામાં આવ્યા હોવા છતાં, ત્રિજાતાએ ભગવાન રામની જીત માટે પાઈન્સ લગાવી છે. તે સીતાને તેની બધી મુશ્કેલીઓમાં મદદ કરે છે અને તેને બહારની દુનિયાના સમાચારોથી માહિતગાર રાખીને આરામ આપે છે. લોકવાયકા અનુસાર, રાવણના મૃત્યુ પછી, ત્રિજાતાને સીતા અને રામે તેના સાચા સાથી હોવાના કારણે બદલો આપ્યો છે. તેણીને સ્થાનિક દેવી તરીકે બદલીને, ઉજ્જૈન અને વારાણસીમાં ત્રિજાતાની પૂજા કરવામાં આવે છે દ્રૌપદી-કૃષ્ણ દંતકથાઓ જણાવે છે કે દ્રૌપદી અને કૃષ્ણની મિત્રતા તેના સાર પર ‘સાખા’ અને ‘સખી’ નો શાશ્વત બંધન ધરાવે છે. ઘણા દંતકથાઓ મિત્રતા અને આદરની આ કથામાં રક્ષાબંધનની ઉત્પત્તિ જુએ છે. માન્યતાઓ અનુસાર કૃષ્ણએ આંગળીમાં ઇજા પહોંચાડી, જ્યારે તેણે શિશુપાલ પાસે સુદર્શન ચક્ર ફેંકી દીધું. આ જોઈને દ્રૌપદીએ તેની સાડીમાંથી એક ટુકડો લીધો અને તેને લોહી વહેતા અટકાવવા માટે તેને કૃષ્ણની આંગળીમાં બાંધી દીધી. આવી અને પછી કૃષ્ણ એ દ્રૌપદીને વસ્ત્રહરણ સમયે તેમનું રક્ષણ કર્યું હતું. અનેક વાર્તાઓ સમગ્ર વિશ્વમાં અસ્તિત્વમાં છે જેની પૌરાણિક કથાઓ અને લોકપ્રિય સંસ્કૃતિનાં મૂળમા છે. ડેમન અને ફાયથિયાઝની ગ્રીક વાર્તા; પંચતંત્રની અસંખ્ય વાર્તાઓ; માલગુડી દિવસો જેવા ટીવી શો (ખાસ કરીને એપિસોડ સ્વામી અને તેના મિત્રો); અકબર અને બીરબલની વાર્તાઓ એ ઉત્કૃષ્ટ ઉદાહરણો છે જે આપણને લોકો વચ્ચેના સનાતન બંધનને જીવંત રાખવા વિનંતી કરે છે.

Read More
ભારે વરસાદથી વરાછા ઓવરબ્રિજ પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે વરાછા ગરનાળા સહિતના ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેની સીધી અસર ટ્રાફિક પર થઈ હતી. શહેરના સૌથી લાંબા વરાછા ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. સવારમાં હીરા ઘસવા જતા રત્નકલાકારો વરાછા બ્રિજ પર ફસાઈ ગયાં હતાં. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા આખરે રત્નકલાકારોએ બાઈકને ડિવાઈડર કુદાવીને ઘરે પરત ફરવાની ફરજ પડી હતી.જો કે કાર અને અન્ય મોટાવાહનોને કલાકો સુધી બ્રિજ પર જ થંભી રહેવું પડ્યું હતું.

Read More
ગુજરાત સરકારે ટ્રાફિક જામ અને ભ્રષ્ટાચારની ફરિયાદોને લઈને લીધા મહત્વના નિર્ણય

હિરેન પરમાર/ રાજકોટ : રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદો દિવસે ને દિવસે વધી રહી છે. તેના પર કાબુ લાવવા માટે રાજ્ય સરકાર રાજયની સરહદે આવેલી 17 રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસને બંધ કરીને ત્યાં અતિ આધુનિક સેટઅપ ગોઠવી તેને માનવરહિત ચેકપોસ્ટ બનાવવામાં આવશે. આ ચેકપોસ્ટને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા પણ દુર થશે. અધતન સિસ્ટમને કારણે નિયમોનો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં લેવાશે અને નિયમોનું પાલન કરનારનો સમય બચશે. ભ્રષ્ટ કર્મચારીઓ પર લગામ RTO ચેકપોસ્ટને કારણે રજ્યની તિજોરીમાં મોટી આવક થતી હોવાની સાથે સાથે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ સામે અવાર નવાર ફરિયાદો પણ આવે છે. એટલા માટે ભ્રષ્ટ કર્મચારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવે છે. સરહદી ચેકપોસ્ટ પર ટુક સમયમાં અધતન સિસ્ટમને કારણે નીયમોનો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં લેવાશે અને નિયમોનું પાલન કરનારનો સમય બચશે. તેમજ હાઇવે પર શંકાસ્પદ હિલચાલ કરતા વાહનો પર બાજ નજર રાખવા માટે મોબાઈલ સ્ક્વોડનો ઉપયોગ કરવામાં આવશે

Read More
વિઠ્ઠલભાઇ રાદડિયાના બેસણામાં બન્ને પક્ષના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સૌરાષ્ટ્રના કદાવર નેતા અને પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું 30 જુલાઇએ લાંબી બીમારી બાદ અમદાવાદ ખાતે અવસાન થયું હતું. બાદમાં 30 જુલાઇએ તેમના પાર્થિવ દેહને કુમાર છાત્રાલય ખાતે સવારના 7થી બપોરના 1 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રખાયો હતો. બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાદમાં જામકંડોરણાના સ્મશાનમાં વિઠ્ઠલભાઇનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આજે 1 ઓગસ્ટના રોજ જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા.

Read More
કેળા ખાતા પહેલા ચેતજો, 500 કિલો કેળા કેમિકલથી પકવાતા હતા, આરોગ્ય વિભાગે નાશ કર્યો

શહેરમાં શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે આરોગ્યના દરોડામાં 500 કિલો કેળા કેમિકલથી પકાવાતા હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોગ્યની ટીમે આ કેળા અખાધ હોવાનું જણાવી નાશ કર્યો હતો. શ્રાવણ માસમાં ફરાળમાં લોકો કેળા વધુ ખાતા હોય છે. પરંતુ તેમાં કેમિકલ નાખી પકવતા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાને લઇ પાણીજન્ય રોગ અટકાવવા આજે દરોડાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જેમાં રૈયા રોડ પર આવેલા ન્યુ ભારત કોલ્ડ સ્ટોરેજમાં ચકાસણી કરતા કેમિકલથી કેળા પકવતા હોવાનું સામે આવતા આરોગ્યની ટીમ પણ ચોંકી ઉઠી હતી. આરોગ્ય વિભાગની ટીમે કેળા પકવવામાં વપરાતી કેમિકલની 10 બોટલ કબ્જે કરી નાશ કર્યો હતો.

Read More
પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક જોખમ, પાણીની સાથે મગરો પણ ઘૂસ્યા

24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા વડોદરામાં પૂરની સ્થિતી સર્જાઈ છે તેવામાં વિશ્વામિત્રી નદીના મગરો સોસાયટીમાં દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીમાં મગર જોવા મળ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મગર પાણીમાં તરતો તરતો એક કુતરાની નજીક આવે છે અને તેના પર તરાપ મારે છે, જોકે, સદનસીબે કુતરું બચી જાય છે. વીડિયોમાં જોવા મળે છે કે મગરને પકડવા માટે બે વ્યક્તિ દરોડા લઈને ઊભા છે. જોકે, આ વીડિયો ક્યાં વિસ્તારનો છે, તેની પુષ્ટી નથી થઈ પરંતુ મગરના જોખમે લોકો બહાર નીકળતા ડરી રહ્યાં છે. લોકો રસ્તા પર લાકડીઓ લઈને જીવન જરૂરિયાતની ચીજો લેવા નીકળી રહ્યાં છે. આ વીડિયોમાં જે મગર જોવા મળી રહ્યો છે.વડોદરામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું છે. શહેરનાં સુભાષનગર અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું સ્થળાંતર ચાલું કરવામાં આવ્યું છે. 1500થી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. વડોદરામાં ગઇકાલે 17 ઈંચ વરસાદને કારણે શહેર જળબંબાકાર થઇ ગયું છે. આજે વરસાદ તો પડી નથી રહ્યો પરંતુ શહેરમાં અનેક જગ્યાએ ભરાયેલા પાણી ઓસર્યા નથી. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે નોકરી ધંધે જતા લોકો પણ પોતાના કામનાં સ્થળે પહોંચી શકે તેવી કોઇ જ શક્યતાઓ લાગતી નથી.

Read More
મેલેરિયા વિભાગનાં કર્મચારીઓની હડતાળ, કમિશનરે કહ્યું 12 કલાકમાં હાજર નહીં થાય તો સસ્પેન્ડ

એક તરફ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. તેવામાં મનપાના અર્બન મેલેરિયા વિભાગનાં 200 કર્મચારીઓ પગાર વધારવા મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે 12 કલાકમાં જે કર્મચારીઓ નોકરી પર હાજર નહીં થાય તેને સસ્પેન્ડ કરાશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં મલેરિયા શાખા ઘરે ઘરે જઇને પોરાનાશક કામગીરી કરતા 200 કર્મચારીઓ મહેનતાણામાં વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારી તેમના નિર્ણય પર મક્કમ છે તેવી જ રીતે મ્યુનિ. કમિશનરે પણ તેમના મહેનતાણા ન ચૂકવી બ્લેકલિસ્ટ કરવા પર પણ મક્કમ છે. આ સાથે જ 12 કલાકમાં હાજર નહીં થાય તો સસ્પેન્ડ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. કર્મચારીઓના અગ્રણી કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી દૈનિક રૂ.100ના મહેનતાણા પર કામ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર કરી વેતન 200 રૂપિયા કરવા કહ્યું છે, પણ રાજકોટ મહાનગરપાલિકા માનતી નથી. કર્મચારીઓ વધુ નહીં પણ સરકારે જે નક્કી કર્યું તે જ માંગી રહ્યા છે. કમિશનર મહેનતાણા નહીં ચૂકવે તો તે કિસ્સામાં કાનૂની લડાઈ લડાશે પણ હડતાળથી પીછેહઠ નહીં કરાય. કર્મચારીઓએ હડતાળના નિર્ણય પર મક્કમતા દર્શાવી છે તો સામે કમિશનર પણ પોતાના નિર્ણય પર અડીખમ રહ્યા છે.

Read More
શ્રાવણ માસના પહેલા દિવસે જ કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય, દોઢ માસના બાળકને પિતા ટોપલામાં લઈને નીકળ્યા

વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યાં છે. NDRFની ટીમો દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. તે દરમિયાન વડોદરામાં NDRFના એક જવાને દોઢ માસના બાળકને ટબમાં માથે મુકી ધસમસતા જળ પ્રવાહમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. એક યુગમાં ભગવાન કૃષ્ણના જન્મ બાદ વાસુદેવે તેમને ટોપલામાં માથે મુકી યમુના નદી પાર કરી હતી. તેવા જ દ્રશ્યો આજે વડોદરામાં જોવા મળ્યા હતા. વડોદરામાં જળબંબાકારના પગલે આખું શહેર મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી ઉપર આવતા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પાર કરતા કાલાધોડાનો બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે NDRFની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહી છે. તે દરમિયાન NDRFના એક જવાને દોઢ માસના બાળકને બચાવ્યું હતું અને સાથે સાથે એક સગર્ભા મહિલાને પણ બચાવી હતી. તો બીજી તરફ વડસર ગામમાં રહેતા કુલ 65 પરિવાર જેના ઘરમાં પાણી ઘૂસી જતા NDRF અને માંજલપુર પોલીસે રેસ્ક્યુ કરી લોકોને સહી સલામત સુરક્ષિત જગ્યા પોચડ્યા હતા.

Read More
નેત્રાવતી નદીના કાંઠેથી CCDના માલિક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો

ગુમ થયાના એક દિવસ બાદ દેશની સૌથી મોટી કોફી ચેઇન કાફૅ કાફી ડૅના માલિક વી.જી. સિદ્ધાર્થ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થ કોફી ડૅ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. વી.જી. સિદ્ધાર્થ પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી અને વર્તમાન બીજેપી નેતા એસ.એમ. કિષ્નાના જમાઈ છે. મળતી માહિતી પ્રમાણે સ્થાનિક માછીમારોએ નદીમાંથી વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસને મેગલુરુના હોઇગ બજાર પાસે આવેલી નેત્રાવતી નદીના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ સોમવારે સાંજે રહસ્યમય પરિસ્થિતિમાં લાપતા થયા હતા. પોલીસકર્મીઓ, તરવૈયાઓ અને માછીમારો સહિત લગભગ 200 લોકો તેની શોધખોળમાં લાગ્યા હતા. છેલ્લે નેત્રાવદી નદી કિનારે જોવા મળ્યા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ સોમવારે બપોરે બેંગલુરુથી હાસન જિલ્લામાં સક્લેશપુર માટે રવાના થયા હતા. જોકે, અડધે રસ્તે તેણે પોતાના ડ્રાઇવરને મેંગલુરુ તરફ જવાનું કહ્યું હતું. તેઓ અંતે સોમવારે રાત્રે દક્ષિણ કન્નડ જિલ્લાની નેત્રાવતી નદીના પુલ પર જોવા મળ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે તેમણે પોતાના ડ્રાઇવરને કહ્યુ હતુ કે તેઓ પુલ નજીક ટહેલવા માટે જઈ રહ્યા હતા. તેઓ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી. સિદ્ધાર્થના ડ્રાઇવર બસવરાજ પાટિલના કહેવા પ્રમાણે, "સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર એવું કહીને કાર નીચે ઉતર્યા હતા કે તેઓ થોડા સમય માટે અહીં ફરવા માંગે છે. તેમણે મને પુલના બીજા છેડે ઉભા રહેવાનું કહ્યું હતું. એક કલાક સુધી તેઓ પરત ન ફરતા મેં પોલીસને જાણ કરી હતી." માલિક લાપતા બનતા CCDનો શેર 20% તૂટ્યો કાફે કૉફી ડૅ(CCD) બ્રાન્ડ નામથી કૉફીની રેસ્ટોરન્ટ ચલાવતી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝના સંસ્થાપક તેમજ ચેરમેન વી.જી. સિદ્ધાર્થ સોમવાર સાંજથી ગુમ થઈ ગયા હતા. કંપનીએ શેર બજારને મંગળવારે આપેલી જાણકારીમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. જે બાદમાં BSE પર સીસીડીના શેરમાં 20 ટકાનો કડાકો બોલી ગયો હતો. સીસીડીના શેર 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી એટલે કે રૂ. 154.05 સુધી પહોંચી ગયો હતો. શેરની કિંમતમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારોના રૂ. 813.32 કરોડ ડૂબી ગયા છે

Read More
નોન આલ્કોહોલિક નામે બિયરનો ધંધો, વેનપુર બ્રાન્ડમાં નીકળ્યું આલ્કોહોલ

મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાએ થોડા દિવસ અગાઉ બાતમીના આધારે શહેરમાં વેચાતા જુદી જુદી બ્રાન્ડના કુલ 4 નોન આલ્કોહોલિક બિયરના 5 લીટરના ટીન પેકના નમૂના લઈ સરકારી લેબોરેટરીમાં મોકલ્યા હતા. બિયરના 4 નમૂના પૈકી વેનપુર બ્રાન્ડ બિયરમાં આલ્કોહોલની હાજરી મળતા નમૂનો નાપાસ થયો છે. અન્ય 3 બ્રાન્ડના બિયર મિસબ્રાન્ડેડ હોય તેના નમૂના પણ નાપાસ થયા છે. આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે ખાદ્યપદાર્થના નમૂના લેવાની ઝુંબેશ શરૂ કરાવી અને તેના રિપોર્ટ ઝડપી મળે તે માટે કાર્યવાહી કરતા આરોગ્યની ટીમને સફળતા મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા રેંકડીધારકોનું ચેકિંગ ચોમાસાની ઋતુ દરમિયાન ખોરાકજન્ય તેમજ પાણીજન્ય અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કાલાવાડ રોડ, સદર બજાર મેઇન રોડ, નિર્મલા રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ તેમજ ભાવનગર રોડ વિસ્તારમાં આવેલ રેંકડીઓમાં રાઉન્ડ દરમિયાન 36 રેંકડીમાં ચકસણી હાથ ધરી છે. સંભારો, ગાંઠિયા, રબડી, લાડુ, મીઠી ચટણી, પૌવા સહિતના ખાદ્ય પદાર્થના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે.

Read More
સદભાવના વૃઘ્ધાશ્રમના પીપળીયા ભવનનું શુક્રવારે લોકાર્પણ

વૃઘ્ધાને ઘરનું ઘર મળી રહે તે માટે સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પીપળીયા ભુવનનો લોકાર્પણ સમારોહ યોજાઇ રહ્યો છે. શુક્રવારે યોજાનાર આ સમારોહમાં મુખ્ય મહેમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છે અઅને તેમના હસ્તે નવા ભવનનું લોકાપણ કરવામાં આવશે. મહત્વનું છે કે વૃઘ્ધોના અશ્રાય માટેની આ ભૂમિનું મોહનભાઇ અંબાભાઇ પીપળીયા ઓતમબેન પીપળીયા તથા સવજીભાઇ ભગવાનનજીભાઇ પરસાણા અને મંજુલાબેન પરસાણા દ્વારા દાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી સદભાવના વૃઘ્ધાશ્રમ (પીપળીયા ભવન) ભાડાના મકાનમાં સ્થિત હતું પરંતુ હવે પીપળીયા પરિવારના ભૂમિદાન ના સહયોગથી વૃઘ્ધોને ખરા અર્થમાં ઘરનું ઘર મળી રહ્યું છે. આ વૃઘ્ધાશ્રમમાં વકીલોને સુખ, સુવિધા પુરતી મળી રહે તે માટે એક સુવિધા યુકત બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવેલ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા સદભાવના વૃઘ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા, ઉપપ્રમુખ રાજેશભાઇ રુપાપરા, ટ્રસ્ટી પ્રતાપભાઇ પટેલ, ધીરેન્દ્ર કાનાબાર, સુધીર શાહ, તેમજ સ્નેહ ફાઉન્ડેશન જહેમત ઉઠાવી રહ્યું છે.

Read More
શુક્રવારથી સોમનાથ મંદિરમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ

પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ માં આગામી તા. 2થી શ્રાવણ મહિનાનીશરૂઆત થાય છે ત્યારે ગુંજી ઊઠશે હરહર મહાદેવનો નાદ અને ભક્તોનું ઘોડાપુર ઉમટશે. સોમનાથ ટ્રસ્ટ તેમજ જીલ્લા પોલીસ દ્રારા સુરક્ષા વ્યવસ્થા બાબતે આપી માહિતી . યાત્રીકો દર્શન શાંતિથી કરી શકે તેવું આયોજન કરાયું છે. સાથે વિવિધ સુવિધા પણ ખુલ્લી મુકાશે. જિલ્લા પોલીસ દ્રારા પોલીસ એસઆરપી સિક્યુરિટી સ્ટાફ દ્રારા ફરજ બજાવશે ખાસ એક ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ જવાનો, 80 જીઆરડીના જવાનો સાથે એક કંપની એસઆરપીના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે ત્રણ જગ્યાએ પોલીસ યાત્રીકોની મદદ માટે તૈનાત રહેશે. મંદીરમાં મોબાઈલ કેમેરા, રિમોટ કિચન વગેરે યાત્રીકો લઈ જઈ શકશે નહી. ઉપરાંત સીસીટીવીથી સુરક્ષા બાબતે નજર રખાશે. તો અહી તૈયાર થયેલા 45 લાખના ખર્ચથી બનેલા અધ્યતન સુલભ સૌચાલયનુ લોકાર્પણ કરાશે સાથે 2 હજાર ફોરવ્હીલ પાર્ક થઈ શકે. તેમજ 200 બસો પાર્ક થઈ શકે તેવું અધ્યતન પાર્કિગ પણ શ્રાવણના પ્રારંભ સાથે જ ખુલ્લુ મુકાશે સાથે અહી વિવિધ પ્રસાદ ભંડારા તેમજ ભક્તી સંગીત સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જે માહિતી ટ્રસ્ટી સેક્રેટરી પી.કે .લહેરીએ આપી હતી.

Read More
રાઇડ્સ સંચાલકો અને કલેક્ટર તંત્ર આમને-સામને, હરાજી અટકી

રેસકોર્સના મેદાનમાં આગામી 22 થી 26 ઓગસ્ટ દરમિયાન યોજાનારા મલ્હાર લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ મૂકવા માટે મંગળવારે જૂની કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં હરાજી યોજવામાં આવી હતી જેમાં કાંકરિયાની દુર્ઘટના બાદ ગૃહ વિભાગે યાંત્રિક રાઇડ્સ બાબતે જારી કરેલા નવા નિયમોનું ચેકલિસ્ટ ભરવાના મુદ્દે યાંત્રિક રાઇડ્સના સંચાલકો અને કલેક્ટર તંત્ર આમને-સામને આવી ગયું હતું અને યાંત્રિક રાઇડ્સના સંચાલકોએ ‘આ ચેકલિસ્ટ અમે ભરી શકીએ તેમ નથી’ તેમ કહી વિરોધ નોંધાવી હરાજીમાં ભાગ લીધા વગર ચાલતી પકડી હતી. જેના પગલે કલેક્ટર તંત્ર પણ વિમાસણમાં મુકાયું છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનના સભ્ય ઝાકીર બ્લોચે જણાવ્યું હતું કે, અમે દર વર્ષે રાજકોટમાં લોકમેળો કરવા આવીએ છીએ, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના ગૃહ વિભાગે લોકમેળામાં રાઇડ્સ માટે ઉત્પાદક કંપનીનું નામ, મોડેલ, રાઇડ્સની આયુષ્ય મર્યાદા, સહિત 11 મુદ્દાઓની જે માહિતીનું ચેકલિસ્ટ માગ્યું છે તે અમે ભરી શકીએ તેમ નથી. હાલમાં અમારી પાસે જે રાઇડ્સ છે તેના ડબ્બા એક કંપની પાસેથી લીધા હોય તો બેરિંગ બીજી કંપની પાસેથી, મોટર ત્રીજી કંપની પાસેથી અને એન્જિન ચોથી કંપની પાસેથી, આ રીતે વિવિધ પાર્ટસ ભેગા કરી અમે રાઇડ્સ બનાવી છે ત્યારે ઉત્પાદક કંપનીનું બિલ ક્યાંથી લાવવું? જે શક્ય જ નથી. તેમજ ગૃહ વિભાગના નવા ચેકલિસ્ટ મુજબની માહિતી ન આપીએ તો ફિટનેસ સર્ટિફિકેટ મળે તેમ ન હોવાથી અમે હરાજીમાં ભાગ લીધો ન હતો. ગૃહ વિભાગના આ નિયમોમાં ફેરફાર માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના લોકોને રજૂઆત કરી છે. તેમના તરફથી આ નિયમોમાં ફેરફાર નહીં કરાય તો આખા રાજ્યમાં એકપણ લોકમેળામાં રાઇડ્સ ફેરવવી શક્ય નહીં બને. યાંત્રિક રાઇડ્સ સંચાલકોએ હરાજીના કરેલા વિરોધ અંગે કલેક્ટરને રિપોર્ટ કર્યો છે અને કલેક્ટર આ બાબતે ગૃહ વિભાગને જાણ કરશે અને આ પ્રકરણમાં હવે શું કરવું તે અંગેનો નિર્ણય સરકાર કરી માર્ગદર્શન આપશે તે મુજબની કાર્યવાહી કરાશે. - ડી.પી.ચૌહાણ, પ્રાંત અધિકારી

Read More
રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRF સહિત તંત્ર એલર્ટ

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી અને ડાગ સહિત સુરત, તાપી અને ભરૂચમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને કારણે NDRF સહિત તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સવારે 8થી 10 વાગ્યા દરમિયાન કુલ 88 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇ અને આહવામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ જુનાગઢના મેંદરડા અને કેશોદમાં પણ 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે જ્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જો કે, આજે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક યોજાવવાની છે. જેમાં રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની સ્થિતિ, કૃષિ વાવેતરની સ્થિતિ અને વરસાદી પાણીનો સંગ્રહ માટે જળ સંચય યોજના સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે.

Read More
પિતાને મુખાગ્નિ આપતા જ પુત્ર જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડ્યા, હાજર લોકોએ સધિયારો આપ્યો

સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાએ વિદાય લીધી છે. જામકંડોરણાના સ્મશાનમાં પુત્ર જયેશ રાદડિયા પિતાને મુખાગ્નિ આપતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ત્યાર બાદ તેમને હાજર લોકોએ તેને પકડીને સધિયારો આપ્યો હતો. તેમજ વિઠ્ઠલભાઈના બીજા પુત્ર લલિત રાદડિયા પણ રડી પડ્યા હતા.

Read More
રાજકોટમાં તંત્રની ખુલી પોલ, વરસાદના કારણે રસ્તાઓ પર ભુવા પડતા ફસાયા વાહનો

રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો ક્યાંક જમીન પોચી થઈ ગઈ છે જેના કારણે રાજકોટના નવા ગામમાં 20થી વધુ ભુવા પડ્યા હતા. જેમાં કેટલાક વાહનો ફસાયા હતા. નવાગામ વિસ્તારમાં જમીન બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ટ્રકનુ પાછલુ વ્હીલ જમીનમાં ફસાઈ ગયુ હતુ. જેને કારણે અન્ય વાહનચાલકો પણ અટવાયા હતા અને પાછળ મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. લોકોએ ભારે હેરાનગતીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ પોતાનો ગુસ્સો તંત્ર પર ઠાલવ્યો હતો.

Read More
ડિસ્કવરીના પ્રખ્યાત એડ્વેન્ચર એપિસોડમાં PM મોદી સાહસી અંદાજમાં જોવા મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તમને ખતરનાક જંગલોમાં જોવા મળશે. આ જંગલોમાં તમે પીએમ મોદીને એક એવો સમય પસાર કરતા જોસો, જે તમે પહેલા ક્યારેય જોયો નહીં હોય. હકિકતમાં, મોદી 12 ઓગસ્ટના ડિસ્કવરી ચેનલના જાણીતા શો ‘Man Vs Wild’માં જોવા મળશે. તેમાં તેઓ જાણાતા જંગલ પ્રેમી બેયર ગ્રિલ્સની સાથે જોવા મળશે. હાલ આ શોનો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો છે. આ શોની સંપૂર્ણ શૂટિંગ જિમ કાર્બેટ નેશનલ પાર્કના જંગલોમાં થયું છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી વન તેમજ જીવ સંરક્ષણને લઇને બેયર ગ્રિલ્સની સાથે ચર્ચા કરતા જોવા મળશે. આ પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ જંગલોમાં બેયર ગ્રિલ્સની સાથે જોવા મળ્યા હતા. આ ચેનલો પર પ્રસારણ થશે કાર્યક્રમ ‘Man Vs Wild’ આ કાર્યક્રમ 12 ઓગસ્ટના 9 વાગ્યે આવશે. આ એક સાથે ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી HD વર્લ્ડ, એનીમલ પ્લેનેટ, ડિસ્કવરી સાયન્સ, એનીમલ પ્લેનેટ HD વર્લ્ડ, TLC, TLC HD વર્લ્ડ, ઝીત પ્રાઇમ, જીત પ્રાઇમ HD, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ડી તામિલ પર આવશે. આ 180 દેશોમાં જોઇ શકાશે. બેયર ગ્રિલ્સે તેમના Man Vs Wild શોને ઘણી હસ્તીઓ સાથે પણ હોસ્ટ કર્યો છે. તેમની સાથે જંગલોમાં ટેનિસ પ્લેયર રોઝર ફેડરર, હોલિવુડ સ્ટાર કેટ વિન્સ્લેટ પણ સામેલ છે. બેયર ગ્રિલ્સ એક પૂર્વ સ્પેશિયલ ફોર્સ કમાન્ડો રહી ચૂક્યા છે. કર્નલ બેયર ગ્રિલ્સ રોયલ મરિન કમાન્ડો રહી ચુક્યા છે અને તેઓ વર્લ્ડ સ્કાઉટ મૂવમેન્ટના પહેલા ચીફ એમ્બેસડર છે. બેયર ગ્રિલ્સએ 85 પુસ્તકો પણ લખી છે, જેમાંથી ‘સ્વેટ એન્ડ ટિયર્સ’ બેસ્ટસેલર રહી છે.

Read More
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરોમાં પાણી ઘૂસ્યા

રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. હડમતિયાના ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલના લતીપુરમાં 7 ઇંચ અને ધ્રોલમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઘરમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી ગઈ સતત વરસાદ વરસતા ઘરોમાં પાણી ભરાયા હતા. પાણીનો ઘરમાં ભરાવો થતા ઘરવખરી પલળી ગઈ હતી. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના લક્ષ્મીનગર અને મોદી સ્કૂલ પાસે આવેલા ગરનાળા બંધ કરાયા હતા. કેટલાક વિસ્તારમાં તો એટલો ધોધમાર વરસાદ પડ્યો હતો કે લોકોના ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. સામાકાંઠે 6 ઈંચ, મધ્ય રાજકોટમાં પોણા 6 ઈંચ, કાલાવડ રોડ વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. રેલનગર અંડરબ્રીજમાં કાર ફસાઈ ભારે વરસાદનાં કારણે રાજકોટનાં રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ અંડરબ્રીજમાં એક કાર પણ ફસાઈ હતી. કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા રેલનગર અંડરબ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેને લઈને સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે.તમામ જળાશયોમાં નવા નીરની આવક રાજકોટમાં ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. ધોધમાર વરસાદને પગલે આજી-1 પોણો ફૂટ, આજી-2માં 9.35 ફૂટ, ન્યારી-1માં અડધો ફૂટ, ભાદર ડેમમાં 0.3 ફૂટ નવા નિરની આવક થઈ છે. આજી-2 ડેમના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. આજી-2 ડેમમાં 9 ફૂટ નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો મોહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોરબીના મચ્છુ -2 ડેમમાં અઢી ફૂટ પાણી આવ્યું છે અને મચ્છુ- ડેમમાં 5 ફૂટ નવા નિરની આવક થઈ છે.

Read More
ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇના અંતિમ દર્શન, નરેશ પટેલે દર્શન કર્યા, રૂપાણી હાજર રહેશે

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે લાંબી બિમારી બાદ સોમવારે નિધન થયું છે. તેમના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે લવાશે અને મંગળવારે સવારે 7થી 12 જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. અંતિમ દર્શન કરવા માટે લોકોની લાંબી લાઇન લાગી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરીને વિઠ્ઠલભાઇના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.ત્યારબાદ બપોરે એક ક્લાકે અંતિમયાત્રા નીકળશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના કેબિનેટમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિતના રાજકીય અગ્રણીઓ અને પાટીદાર સમાજના ટોચના આગેવાનો જોડાશે. વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા કુંવરજી બાવળિયા, લલિત વસોયા, આર.સી. ફળદુ, અર્જુન મોઢવાડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજીભાઇ પટેલ, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ સહિતના નેતાઓએ પાર્થિવ દેહના દર્શન કરી રાદડિયા પરિવારને સાંત્વના પાઠવી હતી. અંતિમયાત્રા માટેની તૈયારી થઇ રહી છે. અંતિમયાત્રા માટે શબવાહિનીને ફૂલોથી શણગારવામાં છે. તેમજ શણગારેલી શહવાહિનીની બંને બાજુ વિઠ્ઠલભાઇના મોટા બે પોસ્ટર રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ સૌરાષ્ટ્રભરમાંથી અને સુરતમાંથી લોકો ઉમટી પડ્યા છે.

Read More
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, રાજકોટમાં 3 ઇંચ, ઠેર-ઠેર પાણી ભરાયા

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજકોટ જિલ્લાના કાગદળી અને છતર સહિત રાજકોટ-મોરબી હાઈવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાઈવે પર ભારે પવન સાથે વરસાદના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ જિલ્લામા અડધાથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ ચાલુ સિઝનમાં માત્ર 8થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટ શહેરમાં ત્રણ ઇંચ, રાજકોટ તાલુકામાં અઢી ઇંચ, પડધરીમાં એક ઇંચ, વીંછિયા અડધો ઇંચ, જસદણમાં 3 એમએમ, કોટડાસાંગાણીમાં 4 એમએમ અને જામકંડોરણામાં 3 એમએમ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, રૈયા રોડ, જામનગર રોડ, યાજ્ઞીક રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જ્યારે ભેંસાણ, વંથલી, માણાવદર, વિસાવદર, પડધરી, ચોટીલા, જામનગર, તાલાલા અને ખંભાળીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં બપોર સુધીમાં જીઈબીમાં 150 જેટલી ફરિયાદ નોંધાઇ હતી. જેમાં 90 ટકા ફરિયાદો ક્લિયર કરવામાં આવી છે. વિરામ બાદ સાંજે પાંચ વાગ્યે ફરી રાજકોટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Read More
રાજકોટમાં ધોળા દિવસે આંગડિયાના કર્મીને તારા થેલામાં ચપ્પુ છે તેમ કહી બે લૂંટારૂ 17 લાખ લઇ ફરાર

શહેરમાં ઢેબર રોડ પર જૂના બસ સ્ટેન્ડ પાસે ધોળા દિવસે રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પંકજ રામાભાઇ પટેલને બાઇક પર આવેલા બે શખ્સોએ પોતે પોલીસ છે તેમ કહી રોક્યો હતો. બાદમાં તારા થેલામાં ચપ્પુ અને ગેરકાયદેસર ચીજવસ્તુઓ છે, ચેક કરવો પડેશે તેમ કહી લાફો મારી ચેકિંગ કર્યું હતું. બાદમાં બંને શખ્સો 17 લાખ ભરેલો થેલો લઇ ફરાર થઇ ગયા હતા. કર્મચારી આજે ઉત્તર ગુજરાતથી રાજકોટ આવ્યો હતો ઉત્તર ગુજરાતથી આજે રાજકોટ આવેલો કર્મચારી પંકજ ઢેબર રોડ પર જૂના બસ સ્ટેશન પાસે બસમાંથી ઉતરીને સોની બજાર તરફ ચાલીને જતો હતો. ત્યારે પલ્સર બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને તેણે રેઇનકોટ તથા ટોપી પહેરેલા હતાં. આંગડિયા કર્મચારીને તારા થેલામાં ચપ્પુ અને બીજી ગેરકાયદેસર ચીજવસ્તુઓ છે તેમ કહી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને આઇકાર્ડ પણ બતાવ્યું હતું. એ પછી થેલો ચેક કરવાનું નાટક કર્યું હતું. આંગડિયા કર્મચારીએ જો તમે પોલીસ હોવ તો મને પોલીસ સ્ટેશને લઇ જઇને ચેક કરો તેમ કહેતાં તેને લાફો મારી દીધો હતો અને તેનો થેલો આંચકી તેમાંથી 17 લાખની રોકડના બંડલો લૂંટારાઓએ પોતાની પાસેના થેલામાં લઇ લીધા હતા અને આંગડિયા કર્મચારીને તું રિક્ષામાં બેસ, પોલીસ સ્ટેશને લઇ જવો પડશે તેમ કહી રિક્ષામાં બેસાડ્યો હતો અને બંને ભાગી ગયા હતાં. મામલો એ-ડિવીઝન પોલીસ સુધી પહોંચતા પોલીસ ટીમ તથા ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની અને નાકાબંધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંકજ અન્ય કર્મચારી સાથે ગોંડલ ઉઘરાણીએ ગયો હતો કર્મચારીનું નામ પંકજ રામાભાઇ પટેલ (રહે. મુળ મહેસાણા હાલ રાજકોટ કોઠારીયા નાકા જ્વેલર્સ પોઇન્ટ) રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. પંકજ અને અન્ય કર્મચારી વિપુલ ગોંડલ ઉઘરાણીએ ગયા હતાં. ત્યાંથી પૈસા લઇ રાજકોટ પહોંચ્યા હતાં અને ઢેબર રોડ પર લૂંટની ઘટના બની હતી. બંને રિક્ષામાં બેઠા એ પછી સામે ઉભેલા એક શખ્સે પોલીસ તરીકે ઓળખ આપી થેલા ચેક કરવાની વાત કરી હતી.

Read More
શિવરાજ સિંહ ચૌહાણે પણ વિઠ્ઠલ રાદડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા. અને વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પી હતી. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સુરતના લોકોએ ભાજપ પર સ્નેહનો વરસાદ વરસાવ્યો છે. વધુમાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિધાનસભા 2019માં પણ 26 સીટો ગુજરાતે અપાવી છે અને બીજી પાર્ટીનો સફાયો થયો છે. કોંગ્રેસ આખા દેશમાં સમાપ્ત થવા જઇ રહી છે. બુઆ બબુઆનું પણ કંઈ ન ઉપજ્યું. તાજેતરમાં પશ્ચિમ બંગાળનું પરિણામ પણ આશ્ચર્યજનક આવ્યું છે. જેથી લોકો ભાજપ અને મોદી સાથે છે. પ્રધાનમંત્રીએ જીત્યા પછી એક દિવસનો આરામ લીધો નથી. અમે સંગઠન પર્વ મનાવી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેપ્ટને સૌથી પહેલાં જહાજમાંથી છલાંગ લગાવી છે. જ્યાં સુધી કોંગ્રેસમાંથી પરિવારવાદ પૂર્ણ નહીં થશે ત્યાં સુધી કંઈ નહીં થાય. ભાજપ હજી એનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવશે. કમજોર બુથને પણ મજબૂત બનાવવા માટે 17550 કાર્યકર્તા કામમાં લાગ્યા છે. બીજી પાર્ટી સત્તા માટે લડે છે પણ અમે દેશ બનાવવા માટે લડીએ છીએ. નરેન્દ્ર મોદી દેશ માટે ભગવાનનું વરદાન છે. ચંદ્રયાન મોકલ્યું છે, આતંકવાદને જવાબ આપ્યો છે. 130 કરોડ ભારતીયો આગળ આવશે તો ભારત પણ 130 કદમ આગળ વધશે. સુરતની મુલાકાતે આવેલા શિવરાજસિંહ ચૌહાણને પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદિયાના નિધન અંગે જાણ થતા દુઃખ વ્યક્ત કર્યું હતું. અને શ્રદ્ધાંજલી પાઠવી હતી. અને તેમની સાથે હાજર રહેલા જીતુ વાઘાણી, ભરતસિંહ પરમાર, ભાર્ગવ ભટ્ટ, ભરત પંડ્યાએ પણ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પી દુઃખ વ્યક્ત કર્યું હતું.

Read More
સુરતના 15 લાખ સૌરાષ્ટ્રના પાટીદારોનો સંકલ્પ, સાદાઈથી લગ્ન, વરઘોડો-ડીજે બંધ, નોકરી-ધંધો ના બગડે એટલે બેસણું રાત્રે

પરિવર્તનનો પવન વર્ષોથી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોમાં પણ ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં 27 કરોડ પાટીદારો પર પણ જોવા મળશે. નવા નિયમોમાં લગ્નો સાદાઈથી કરવા, દીકરીઓને અભ્યાસ સહિતની બાબતોમાં પ્રોત્સાહિત કરવા તથા સ્વજનના દેહાવસાન બાદ બેસણું દિવસે નહીં પણ રાત્રે રાખવા જેવા સુધારાઓ સામેલ છે. પાટીદારોની સંસ્થા અખિલ ભારતીય કુરમી ક્ષત્રિય મહાસભાના ઉપ-પ્રમુખ રામજી ઇટાલિયાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે રિવાજોમાં ઘણા પરિવર્તન કર્યા છે. સાદાઈથી લગ્ન કરવાથી નાણા અને સમયની બચત થાય છે. લગ્ન યોજાય ત્યારે પહેલા જ બંને પક્ષો પાસેથી વરઘોડો કે ડીજે નહીં વગાડવામાં આવશે એવું સંમતિપત્ર લખાવી લેવામાં આવે છે. પાટીદાર સમાજના આગેવાન રામજી ઇટાલિયા પોતે ધામધૂમથી પૌત્રીના લગ્ન કરાવી શકે એમ હોવા છતાં તેમણે ગત 5 જુલાઇએ કોર્ટમાં સાદાઈથી લગ્ન કરાવ્યા હતા. પાટીદાર સમાજના આગેવાનોએ છેલ્લા વીસ વર્ષમાં રિવાજોમા પરિવર્તન કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે. હવે ઘણી બાબતોમાં તેમને સફળતા મળી ગઈ છે. ખાસ કરીને લગ્નમાં વરઘોડો નહીં કાઢવાનો તેમજ ડીજે નહીં વગાડવા પર દસેક વર્ષ પહેલા ભાર આપવામાં આવ્યો હતો. હવે તેમાં ઘણી સળફતા મળી ગઈ છે. વરઘોડો અને ડીજે નહીં વગાડવાથી અવાજ અને વાયુનું પ્રદૂષણ નહીં થાય, રસ્તા પર ટ્રાફિક જામ થતો નથી.તેનાથી રૂપિયા અને સમયની બચત થાય છે. તે રૂપિયા વર-‌વધૂને આપી દેવાય છે. સૌથી મોટું પરિવર્તન બેસણા બાબતે આવ્યું છે. પહેલા દિવસે બેસણું રાખવામાં આવતું હતું. દસેક વર્ષ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું કે રાત્રે 8 વાગ્યા બાદ બેસણું રાખવામાં આવે. જેથી દિવસે કોઈ નોકરી પર હોય તો તેને રજા ન પાડવી પડે, કોઈનો ધંધો-વેપાર હોય તો વેપાર બંધ ન રાખવો પડે. રાત્રે 8 વાગ્યા બાદ બેસણું હોય તો કોઈને રજા ન પાડવી પડે કે વેપાર બંધ ન રાખ‌વો પડે. જેના ઘરે બેસણું હોય તેનો પણ આખો દિવસ બેસણામાં નહીં વપરાય. કન્યાઓની સંખ્યા વધે તે માટે બેટી બચાવો પર ભાર આપવામાં આવી રહ્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવ માટે યાત્રા કાઢવામાં આવી હતી. સુરતમાં પાટીદાર સમાજ દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં લોકો દીકરીને જન્મ આપે તો તેમને બોન્ડ આપીને પ્રોત્સાહન આપવામાં ‌આવે છે.કિરણ હોસ્પિટલમાં એક પણ દીકરો ન હોય અને પહેલી દીકરીને જન્મ આપવામાં આવે ત્યારે તેનો ખર્ચ લેવામાં આવતો નથી. બીજી પણ દીકરીનો જન્મ થાય અને મહિલા ઓપરેશન કરાવી લે તો બંને દીકરીઓને અઢી-અઢી લાખ રૂપિયા એમ કુલ પાંચ લાખ રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે. ડાયમન્ડ હોસ્પિટલમાં ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છે. જો દીકરીને જન્મ આપવામાં આવે તો તે 1800 રૂપિયા માફ કરવામાં આવે છે. તેમજ બીજી પણ દીકરીનો જન્મ થાય તો દીકરી પુખ્ત થાય ત્યારે તેને એક લાખ રૂપિયા આપવામાં આવે છે.

Read More
વિધવા વહુના બીજા લગ્ન કરાવીને વિઠ્ઠલ રાદડિયાએ સમાજને નવી દિશા બતાવી હતી

સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતાની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. તેના પુત્ર કલ્પેશનું આકસ્મિક મોત થતા પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીને જોઇ હંમેશા ગમગીન રહેતા હતા. આથી તેણે પુત્રવધૂના પુર્નલગ્ન કરાવી સમાજને પ્રેરણા આપતું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં પિતા બની 100 કરોડની સંપત્તિ કન્યાદાનમાં આપી હતી. સપ્ટેમ્બર 2014માં જામકંડોરણામાં સાદગીથી લગ્નવિધિ કરવામાં આવી હતી પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર કલ્પેશનું જાન્યુઆરી 2014માં આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું. આથી તેની પત્ની મનિષા, પુત્ર અને પુત્રી નોધારા બન્યા હતા. વિઠ્ઠલભાઇ તેમને જોતા હતા ત્યારે એક જ ચિંતા કોરી ખાતી હતી કે, આ ત્રણેયના ભવિષ્યનું શું? અંતે સમાજના આગેવાનો અને નજીકના મિત્રોની સલાહ લીધા બાદ તેમણે પુત્રવધૂને પરણાવવાનો નિર્ણય લીધો હતો. જામકંડોરણાની બાજુમાં આવેલા નાનકડાં એવા જસાપર ગામમાં રહેતા અને શાકભાજી વેચતા ચોવટિયા પરિવારમાં પુત્રવધૂને પરણાવવાનો નિર્ણય કરાયો. જેમની સાથે પુત્રવધૂને પરણાવવાનો વિઠ્ઠલભાઇએ નિર્ણય લીધો છે તે હાર્દિક સુરતમાં વિઠ્ઠલભાઇના પુત્ર લલિતભાઇના કર્મચારી છે. સપ્ટેમ્બર 2014માં જામકંડોરણામાં સાદગીથી લગ્નની વિધિ કરી હતી. રાદડિયા દંપતીએ કન્યાદાન કર્યું પુત્રવધૂને દીકરીને જેમ સાસરે વળાવવા માટે રાદડિયા પરિવારે કોઇ કચાશ બાકી રાખી નહોતી અને મનીષાબેનનું કન્યાદાન પણ વિઠ્ઠલભાઇ રાદડિયા અને તેમના પત્ની ચેતનાબેને ર્ક્યું હતું. તો મનીષાબેનના જેઠ અને રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાએ મનીષાબેનને નાનીબેન બનાવી આશિષ પાઠવ્યા હતા. દીકરાના આત્માને શાંતિ મળશે: રાદડિયા પુત્રવધૂ મનીષાના લગ્ન યોજાયા બાદ રાદડિયાએ કહ્યું હતું કે, આજે મારા દીકરા કલ્પેશના આત્માને શાંતિ મળશે. પુત્રવધૂ મનીષાને દીકરી બનાવી સાસરે વિદાય આપી છે. તેના હિસ્સાની તમામ મિલકતો કરિયાવરરૂપે આપી પિતાની ફરજ બજાવ્યાનો પણ સંતોષ અનુભવું છું. કરિયાવરમાં શું આપ્યું હતું સાંસદ રાદડિયાએ પુત્રવધૂ મનીષાબેનને કરિયાવરમાં રાજકોટનો બંગલો, સુરતના વરાછા રોડ પરનો બંગલો, જામકંડોરણાના વિમલનગર અને વૈભવ નગરમાં આવેલી ખેતીની જમીન ઉપરાંત કાર પણ આપી હતી.

Read More
પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન, આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

પૂર્વમંત્રી અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. વિઠ્ઠલભાઈની રાજકીય સફર વિઠ્ઠલ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ જામકંડોરણામાં થયો હતો. ત્યાર બાદ તેમણે જામકંડોરણા તાલુકા પંચાયતનું પ્રમુખપદ સંભાળી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987) ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009) ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998) સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998) રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003) RDC બેંકના ચેરમેન(1995થી 2018 સુધી) ઇફકો, ન્યૂ દિલ્હી ડિરેક્ટર (2004થી 2019) સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2019)

Read More
1 ઓગસ્ટથી શ્રદ્ધા- ભકિતનો માહોલ જામશે, મહાદેવને રિઝવવાનો મહિનો

આગામી તારીખ 1 ઓગસ્ટથી હરિયાલી અમાસ સાથે પવિત્ર શ્રાવણ માસ એકમના ક્ષય સાથે વિધિવત ચાલુ થશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર આ માસમાં પાંચ શુક્રવાર આવે છે. દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય સોમવાર પણ ચાર આવે છે. ગોચર પરિભ્રમણમાં બુધ મિથુન રાશિમાં માર્ગી થશે અને વિશિષ્ટ ગુરુપુષ્યામૃત યોગ, લક્ષ્મી યોગ, મોહક વૈભવ લક્ષ્મી યોગ આવે છે. આવા દિવસે સમગ્ર ધાતુની ખરીદી સાથે પીળા કલરની તમામ ચીજવસ્તુઓ અને પુસ્તકોની ખરીદી કરવાનું ઉત્તમ ગણવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભે ઉદિત લગ્ન સિંહ છે. જેનો લગ્નનેશ સૂર્ય છે, જે બારમે જાય છે. તેને કારણે પ્રજાની તબિયત તંદુરસ્તથી મધ્યમ બની રહે તેમજ તબિયત પ્રત્યે વધુ જાગૃતતા લાવવી વધુ આવશ્યક છે. આ માસમાં ગુરુ, શનિ બે ગ્રહો વક્રી ચાલતા હોવાથી તેમજ શુક્ર અસ્તનો હોવાથી આર્થિક ક્ષેત્રે તેમજ ધંધાકીય બાબત મધ્યમ બની રહે. પાણીજન્ય રોગો ફેલાય. ધાર્મિક કાર્યો ખૂબ જ સારા થાય તેમજ લોકો તેમાં ખૂબ જ સમય શક્તિ નાણાં ખર્ચે. વાતાવરણમાં પલટો હોવાથી કુદરતી હોનારત આવી શકે. આ માસમાં સુદ-૧ નો ક્ષય,વદ 6 ની વૃદ્ધિ,વદ 11 નો ક્ષય આવે છે જે અશુભ એંધાણ ગણાવી શકાય. પવિત્ર શ્રાવણ માસમાં વિશિષ્ટ શ્રદ્ધા, ભકિત પૂજન દિવસ 2 ઓગસ્ટ, શુક્રવાર જીવંતિકા પૂજન 5 ઓગસ્ટ, સોમવાર નાગ પાંચમ 6 ઓગસ્ટ, મંગળવાર રાધણ છઠ્ઠ 7 ઓગસ્ટ, બુધવાર શીતળા સાતમ, ગોસ્વામી તુલસીદાસ જયંતી 11 ઓગસ્ટ, રવિવાર પવિત્રા-પૂત્રદા એકાદશી (શિગોળા) 14 ઓગસ્ટ, બુધવાર નાળિયેરી વ્રતની પૂનમ 15 ઓગસ્ટ, ગુરૂવાર બળેવ, રક્ષાબંધન, સ્વાતંત્ર દિન 17 ઓગસ્ટ, શનિવાર હિંડોળા સમાપ્ત 19 ઓગસ્ટ, સોમવાર બાળ ચોથ, બહુલા ચોથ, ગૌ પુજન 20 ઓગસ્ટ, મંગળવાર નાગપંચમી 21 ઓગસ્ટ, બુધવાર રાંધણછઠ્, હળ ષષ્ઠી, બુધ પૂજન 22 ઓગસ્ટ, ગુરુવાર શીતળાસાતમ 24 ઓગસ્ટ, શનિવાર જન્માષ્ટમી 25 ઓગસ્ટ, રવિવાર નંદ મહોત્સવ, ગોગા નોમ, શ્રીરામનું જયંતિ 26 ઓગસ્ટ, સોમવાર અજા એકાદશી(ખારેક) 30 ઓગસ્ટ, શુક્રવાર દર્શ અમાવસ્યા, પિતૃતર્પણ દામોદર, જુનાગઢ મેળો, (ભવનાથ)રફાળેશ્વર મેળો નકલંગ મેળો (ભાવનગર)

Read More
ગાર્ડનમાં રોમિયોગીરી કરતા અને અભ્યાસનાં નામે રખડતાં યુવાનો પાસે પોલીસે ઉઠક-બેઠક કરાવી

શહેરમાં રોમિયો બની ફરતા યુવાનો પર પોલીસે આજે તવાઇ બોલાવી હતી. અવાર નવાર શાળા કોલેજ છુટવાના સમયે કોલેજ બહાર, સામે કે આજુબાજુમાં અડીંગો જમાવી બેસતા રોમિયોની ફરિયાદો ઉઠી હતી. અગાઉ પણ શાળા કોલેજ બંક કરી આઇસ્ક્રીમ પાલર અને ગાર્ડનમાં ફરતા રોમિયોની પોલીસનાં નજરે ચડ્યા હતાં. ત્યારે આજે પોલીસે કાલાવડ રોડ, રેસકોર્સ અને વિવિધ ગાર્ડન બહાર રોમિયો સ્ટાઇલમાં બાઇક પર બેઠેલા યુવાનો અને વિધાર્થીઓને ટપાર્યા હતા અને જાહેરમાં ઉઠક-બેઠક કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને અભ્યાસ પૂરો થાય તો આ રીતે રસ્તા પર બેસી રોમિયોગીરી કરવી નહીં તેવી તાકીદ કરી ઘરે જવા સુચના આપી હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં પણ કોલેજની બહાર, ગાર્ડન કે રસ્તા પર રોમિયોગીરી કરતાં યુવાનો પર તવાઈ બોલાવવામાં આવશે. પોલીસે કહ્યું કે આ પ્રકારની રોમિયોગીરી આગામી દિવસોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

Read More
ડાયાબીટિસના દર્દીઓ માટે ખુશખબર, હવે એન્ટિ ડાયાબીટિક દવા 50 ટકા સસ્તી થઈ જશે

ભારતમાં હાલના સમયમાં અંદાજે 7.20 કરોડ લોકો ડાયાબીટિસના દર્દી હોવાનું માનવામાં આવે છે. ભારતમાં અત્યંત ઝડપે ફેલાતા જતા આ લાઈફસ્ટાઈલ ડિસીઝના દર્દીઓ માટે હવે એક સારા સમાચાર છે. માર્કેટમાં હવે ટૂંક સમયમાં જ ઓછી કિંમતની એક દવા આવી રહી છે, જેનાથી દર્દીઓને રાહત મળશે. હકીકતમાં વિલ્ડાગ્લિપ્ટીન (Vildagliptin) નામની એન્ટિ ડાયબીટિસ દવાનું ઉત્પાદન નોવાર્ટિસ કંપનીએ કર્યું હતું જેની પેટન્ટ ડિસેમ્બર 2019માં પૂરી થઈ રહી છે. આ કાયદાકીય નિયંત્રણ હટી ગયા પછી માર્કેટમાં અન્ય ફાર્મા. કંપનીઓપણ આ દવાનું જેનેરિક વર્ઝન ઉત્પાદન કરી શકશે. ડાયાબીટિસ થેરપીનો ખર્ચ 50 ટકા ઘટી જશે દવાનું જેનેરિક વર્ઝન લોન્ચ થયા બાદ ડાયાબીટિસ થેરપીનો ખર્ચ લગભગ 50 ટકા ઓછો થઈ જશે. ત્યારબાદ લાખો દર્દીઓ ઓછી કિંમતમાં આ દવા સરળતાથી ખરીદી શકશે. ગ્લિપ્ટિન્સ (Gliptins) ડાયાબીટિસની દુનિયામાં એક નવી ઓરલ (મોંએથી લઈ શકાય તેવી) દવા છે જે અસરકારક થેરપી તરીકે બહુ પોપ્યુલર થઈ છે. માર્કેટમાં અત્યારે ત્રણ પ્રકારની ગ્લિપ્ટિન્સ દવા ઉપલબ્ધ છે, સિટાગ્લિપ્ટિન, વિલ્ડાગ્લિપ્ટિન, સૅક્સાગ્લિપ્ટિન. આ દવાઓના એક દિવસના ડોઝની કિંમત 45 રૂપિયા છે જેથી એક વર્ષમાં આ દવાનો ખર્ચ 16,500 રૂપિયા સુધી પહોંચી જાય છે. દવાનું જેનેરિક વર્ઝન લાવવામાં સ્પર્ધા આ દવાનું જેનેરિક વર્ઝન લાવવા માટે ઝાઈડસ કેડિલા, ગ્લેનમાર્ક, મેનકાઈન્ડ ફાર્મા, યુએસ વિટામિન્સ, સિપ્લા અને એબટ જેવી ઘણી કંપનીઓ ડાયાબીટિસની આ દવાનું જેનેરિક વર્ઝન લોન્ચ કરવાના મૂડમાં છે. નોવાર્ટિસે ગત વર્ષે લગભગ 18 દવાઓની પેટન્ટ એક્સપાયર થાય તે પહેલાં જ નવી દવાનાં ઉત્પાદન પર બ્રેક લગાવી દીધી હતી. નોવાર્ટિસના પ્રવક્તાએ મીડિયા સાથે થયેલી વાતમાં કન્ફર્મ કર્યું છે કે ડિસેમ્બરમાં વિલ્ડાગ્લિપ્ટિન દવાની પેટન્ટ એક્સપાયર થઈ રહી છે. દવાનું ઉત્પાદન કરવા 20થી 25 કંપનીઓ તૈયાર ડાયાબીટિસથી પીડાતા દર્દીઓને અપાતી ગ્લિપ્ટિન્સ દવાનું માર્કેટ 3500 કરોડ રૂપિયાનું છે, જેમાં વિલ્ડાગ્લિપ્ટિનનો હિસ્સો 25 ટકા છે, જ્યારે ડોક્ટરો પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં ઓછી કિંમતવાળી ટેનેલીગ્લિપ્ટીન દવા લખી આપે છે. હવે વિલ્ડાગ્લિપ્ટિનની પેટન્ટ એક્સપાયર થતાં 20થી 25 કંપનીઓ આ દવા બનાવશે તો સ્વાભાવિક રીતે જ દવાની કિંમતમાં ઘટાડો આવશે. અત્યારે આ દવાની એક દિવસની કિંમત 45 રૂપિયા છે, જે ઘટીને 10 રૂપિયા થઈ જશે. ખર્ચ ઘટી જતાં ડાયાબીટિસનાં દર્દીઓ ગ્લિપ્ટિન દવા સરળતાથી ખરીદી શકશે.

Read More
45 વર્ષના આધેડે પૌત્રીની 8 વર્ષની સહેલીને રૂમમાં પૂરી મુખમૈથુન કરાવી દુષ્કર્મ આચર્યું

રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે. મર્ડર અને રેપ જેવી ઘટનામાં નોંધપાત્ર વધારો સામે આવ્યો છે. શહેરમાં 8 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. શામજી કોળી નામના શખ્સે તેના નાનાભાઇની પુત્રીની સહેલીને લાલચ આપીને ફોસલાવીને તેના પર દુષ્કૃત્ય ગુજાર્યુ હતું. જે બાદ આરોપીને પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. તો આ નરાધમના કૃત્યથી તેના પર ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે.

Read More
સાડાત્રણ મહિનામાં 750 ગ્રામના સફેદ વાઘના બચ્ચાં 16 કિલોના થયા, ચારેય મુલાકાતીઓ માટે પ્રદર્શિત

સાડા ત્રણ માસ પહેલા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સફેદ માદા વાઘ ગાયત્રીએ સફેદ નર વાઘ દિવાકર સાથેના સંવનનથી ચાર સફેદ વાઘબાળને જન્મ આપ્યો હતો. સાડા ત્રણ માસમાં 750 ગ્રામના વાઘના બચ્ચાનો વજન 16 કિલો આસપાસ પહોચી ગયો છે. ચોથા બચ્ચાનો જન્મ સમયે ખુબજ અશક્ત હોવાથી ઝૂ સંચાલકોએ ખાસ તકેદારી રાખી હતી અને અમુલ દુધથી બોટલ ફીડીંગ કરી ઉછેર કર્યો હતો. જેના કારણે આજે ચારેય બચ્ચાઓને ઝૂમાં આવતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવા મુક્યા છે. રાજકોટ ઝૂમાં 2015માં સફેદ વાઘ દિવાકર, સફેદ વાઘણ યશોધરા અને ગાયત્રીને ભીલાઇ ઝૂ છતીસગઢથી વન્યપ્રાણી વિનિમય હેઠળ સિંહની એક જોડીના બદલામાં મેળવવામાં આવ્યા હતા. રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેનુ કુદરતી જંગલ જેવુ નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ અને એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતા પૂર્વક સંવર્ધન થઇ રહ્યા છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘની સંખ્યા 10 થઇ છે જેમાં પુખ્ત નર એક અને 5 માદા તેમજ 4 બચ્ચાનો સમાવેશ થાય છે.

Read More
આત્મવિલોપન કરનાર જ નીકળ્યો ગુનેગાર, થઇ ધરપકડ

રાજકોટ : પડઘરી તાલુકામાં બે દિવસ પહેલા જિલ્લા પોલીસ વડા કચેરીએ આત્મવિલોપનનાં પ્રયાસનાં મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલામાં પોલીસે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરનાર મહેશ હાપલીયાને જ ગુનેગાર ગણાવ્યો છે. પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ આખુ નાટક જમીન પચાવવા માટે કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે પડધરી તાલુકાનાં ન્યારા ગામે નાનાની વારસાઈ જમીનમાં મામા, માતા સહિત આઠ વારસદારોની ખેતીની જમીન પડાવી લેવા અને પોલીસ મદદ ન કરતી હોવાના આક્ષેપ સાથે એસ.પી.કચેરીએ દવા પીવાનું નાટક કર્યું હતું. જાલીનોટના આરોપી મહેશ શંભુભાઈ હાપલીયા રહે. માધવપાર્ક યુનિવર્સિટી રોડ તથા મહેશના સાગરીતો બોગસ દસ્તાવેજ બનાવવાના આરોપી બીજલ ભરવાડ સામે પડધરી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે

Read More
ગણેશ જેનેશિસ બિલ્ડિંગમાં ભીષણ આગ : 35 લોકોને રેસ્ક્યુ કરાયા, એકનું મોત

અમદાવાદના ગોતાના જગતપુરના ગણેશ જેનેશિસના રહેણાંક બિલ્ડીંગમાં આગ લાગી છે. જેને પગલે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરેકલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ગોદરેજ ગાર્ડન સીટી પાસે આ રહેણાંક બિલ્ડિંગ આવેલી છે. જ્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ્ થતા આગ લાગી હોવાનું મનાય છે. ભીષણ આગના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેના કારણે લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ચોથા માળે લાગેલી ભીષણ આગના પરિણામે ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા નીકળી રહ્યાં છે. ગણેશ જિનેશિસમાં આગને કારણે સમગ્ર બિલ્ડીંગને ખાલી કરી દેવાયું છે. પોલીસનો મોટો કાફલો બિલ્ડીંગમાંથી સ્થાનિકોને બહાર કાઢી રહ્યો છે. બિલ્ડીંગની ફાયર સેફ્ટી કામ ન કરતી હોવાનું ખૂલ્યું છે. હાઈડ્રોલિક સિસ્ટમ પણ કામ ન કરતાં સ્થાનિકો ગુસ્સામાં છે. અહીં મારામારી થઈ હોવાના પણ અહેવાલ છે. 35 લોકોને રેસ્ક્યું કરાયા છે. અમદાવાદના ગોતાના જગતપુરના ગણેશ જેનેસિસ રહેણાંકમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. જોકે તેમાં અંજના બહેન નામની મહિલાનું મોત થયુ છે. આ અંજના બહેનના ઘરમાં જ સૌ પ્રથમ આગ લાગી હતી. જે બાદ આગ પ્રસરી હતી અને પાંચમા તેમજ છઠ્ઠા માળે પહોંચી હતી હાલ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કોઈ વ્યક્તિને જાનહાની ન થાય અને ફસાયેલા લોકોને સમયસર રેસક્યુ કરવાની કામગીરીમાં લાગી ચૂક્યા છે. ત્યારે સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો જેના કારણે આગે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ? 10 ફાયર ફાઈટરો હોવા છતાં શા માટે આગને કાબૂમાં લાવવા માટે સમય લાગી રહ્યો છે ? સુરતમાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્રએ કોઈ બોધપાઠ લીધો ન હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે. ગોતામાં હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. ઘણી બિલ્ડીંગો ફાયર સેફ્ટિ વિના ધમધમી રહી છે. સરકારી તંત્ર આ બાબતે મૌન સેવીને બેસી રહ્યું છે. ગોતામાં હાલમાં નવા હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની જરૂર છે. ગોતામાં ફાયર સેફ્ટીનો મામલો અભરાઈએ ચડેલો છે. તંત્રની ચૂપકીદીને પગલે બિલ્ડરોને પણ ખુલ્લી છૂટ મળી રહી છે. અધૂરી બિલ્ડીંગોમાં લોકો વિના સેફ્ટીએ છઠ્ઠાથી સાતમાં માળ સુધી રહી રહ્યાં છે. આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે.ચોથા માળે આગ લાગતાં 40 લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયરની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. ઇમારતમાં ફસાયેલા 15 લોકોને બચાવાયા છે. કેટલાક લોકોને સારવાર માટે ખસેડાયા છે. સમગ્ર બિલ્ડીંગને ખાલી કરી દેવાયું છે. ફાયર ઓફિસરને આગને કાબૂમાં લેવામાં ભારે જહેમત આવી રહી છે. આગને પગલે આ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ફાયરની ટીમ દ્વારા ફસાયેલાઓ લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. બચાવ કામગીરી દરમિયાન એક ફાયર અધિકારી બેભાન થયા છે. ગેસનો બાટલો ફાટતાં લાગેલી આગને કારણે હાલમાં સમગ્ર બિલ્ડીંગને ખાલી કરી દેવાઈ છે. પોલીસ તંત્ર હાજર સ્થાનિક લોકોને બિલ્ડીંગમાંથી બહાર ખસેડી રહ્યું છે. પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હોવાની પણ ચર્ચા છે. બે બ્લોક ભેગા કરીને મોટો ફ્લેટ બનાવ્યો હતો. રસોડામાંથી આગ ડ્રોઈંગ રૂમ અને બીજા રૂમમાં ફેલાતા ફર્નિચર બળવા લાગ્યું હતું. જેને પગલે આગ વધુ વિકરાળ બની હતી.

Read More
રાજકોટમાં ટીકટોકમાં વીડિયો બનાવવા માટે પોલીસની જીપનો ઉપયોગ

ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે. તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે. પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ વીડિયોને લઇને તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે. તેમજ જવાબદાર કર્મચારી સામે પગલા લેવામાં આવે તેવું જણવા મળી રહ્યું છે.

Read More
મહિલા પોલીસકર્મીનો પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ

ટીકટોક યંગસ્ટર્સમાં બહુ જ પોપ્યુલર છે. લોકો પોતાના વીડિયો બનાવીને શેર કરતા હોય છે. પોલીસ જેવી કાયદો અને વ્યવસ્થા જાળવતી નોકરી પર પોલીસ સ્ટેશનમાં બેસીને ટીકટોક વીડિયો બનાવવાની બાબત સામે આવી છે. મહેસાણાના એક પોલીસ સ્ટેશનમા બનાવેલો tiktokનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોલીસ વિભાગની ધજ્જિયા ઉડી છે. એક મહિલા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવીને અપલોડ કર્યો છે. મહિલા પોલીસકર્મીનો વીડિયો વાઈરલ થયો છે. પોલીસ સ્ટેશનના લોકઅપ પાસે વીડિઓ બનાવી તેને ટિકટોકમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, તે ક્યાંનો છે અને કોનો છે તે વિશે હજી પુષ્ટિ થઈ નથી. મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ નિવેદન આપ્યું હતું કે, વીડિયો ક્યાંનો છે તપાસ કરી યોગ્ય તજવીજ કરવામાં આવશે. વીડિયો મહેસાણાનો છે કે બહારનો તેની તપાસ કરીશું. વીડિયો ગમે ત્યાંનો હોય પોલીસ ખાતામાં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે.

Read More
સગીર વાહન ચલાવતાં ઝડપાયા તો જાણી લો આ નવો નિયમ નહી તો મર્યા સમજજો

સગીર વયના યુવક-યુવતી વાહન ચલાવતાં અને અકસ્માત કરતાં પકડાય તો હવે પછી એના માબાપને આકરી સજા થશે જેમાં મોટી રકમના દંડ અને જેલનો સમાવેશ થાય છે.મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં બહાલી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે. આડેધડ વાહન ચલાવવા ઉપરાંત ગમે ત્યાં વાહન પાર્ક કરવું એ તેમની આદત બની ગઇ છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સૂચવેલા સુધારા મુજબ હવે આવું ચાલશે નહીં. જો કે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. જે રાજ્ય આ સુધારો સ્વીકારવા તૈયાર ન હોય તો તેમ પરંતુ અમે આ સુધારો લાદવાના નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે. સાથોસાથ હાલના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ સીટબેલ્ટ નહીં બાંધનારને 100 રૂપિયા દંડ થતો હતો. કાયદામાં કરાયેલા સુધારા મુજબ હવે 1000 રૂપિયા દંડ થશે. શરાબ પીને વાહન ચલાવતાં પકડાયા તો અગાઉ 2000 રૂપિયા દંડ થતો હતો, હવે 10 હજાર રૂપિયા દંડ થશે. બેફામ વાહન હંકારનારને અગાઉ 500 રૂપિયા દંડ થતો હતો, હવે 5000 રૂપિયા દંડ થશે. આવા બીજા ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા છે.

Read More
શહીદ આરીફ પઠાણના અંતિમ દર્શનમાં હજારો લોકો પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયેલ વડોદરાના યુવાન રાઈફલ મેન આરીફ પઠાણના નશ્વર દેહને ગઈકાલે રાત્રે તેના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. આજે નવાયાર્ડ સ્થિત રોશન નગરના તેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળવાની છે. નવાયાર્ડ વિસ્તારમાં શહીદની અંતિમયાત્રા દોઢ કિલોમીટર ફરશે. આ પહેલા આરીફના નિવાસ સ્થાને હજારોની સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન માટે પહોંચી ગયા છે આરીફ પઠાણનના પાર્થિવ દેહને ગઈકાલે રાત્રે 9 વાગ્યે દિલ્હીથી હવાઈમાર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આર્મીની ટ્રક વચ્ચે તિરંગા વચ્ચે શહીદ જવાનને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે એરપોર્ટ સંકુલ પર ‘હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા ગુંજી ઉઠ્યા હતા. તિરંગામાં લપેટાયેલા પુત્રને જોઈને પિતા એક તરફ ભાંગી પડ્યા હતા, તો બીજી તરફ તેમણે કહ્યું હતું કે, દેશ માટે જાન આપનાર આરીફ પર તેમને ગર્વ છે. વ્હાલસોયા દીકરાનો મૃતદેહ જોઈ સમગ્ર પઠાણ પરિવાર ભાંગી પડ્યો હતો. નવાયાર્ડ સ્થિત રોશન નગરમાં આવેલ તેના ઘરે આરીફનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. જ્યાં આર્મીના અધિકારીઓ સાથે હજારોની સંખ્યામાં લોકો આરીફને વિદાય આપવા સવારથી જ પહોંચી ગયા છે. અહી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. હાલ તેનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, અને બપોર બાદ તેની અંતિમયાત્રા નીકળશે. બપોરે દોઢ વાગ્યે નવાયાર્ડ મસ્જિદમાં નમાઝ અદા કરાયા બાદ બે વાગ્યે તેની અંતિમયાત્રા ગોરવા કબ્રસ્તાન પહોચશે. દોઢ કિલોમીટર સુધી શહીદ જવાનની અંતિમયાત્રા ફરશે. શહીદ જવાન આરીફ પઠાણને ઈન્ડિયાના ક્રિકેટર યુસુફ પઠાણે શ્રધ્ધાંજલિ અર્પી હતી. ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને તેમના પિતા મહેબુબ ખાન પઠાણે નવાયાર્ડ સ્થિત આરીફના નિવાસસ્થાને પહોચી શ્રધ્ધાંજલિ આપી હતી. હાલ આરીફનો દેહ અંતિમ દર્શન માટે મૂકાયો છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આવામાં ભીડને કારણે આરીફ પઠાણનો ભાઈ બેભાન ભારે આક્રંદ કરતા બેભાન થયો હતો. આસીફ પઠાણ ગરમી વધુ હોવાના કારણે ગભરામણથી બેભાન થયો હતો.

Read More
આ દિવસોમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદના આગાહી કરવામા આવી છે. રાજ્ય વરસાદી માહોલ છવાયેલો છે. તેમ છતાં વાતાવરણમાં અસહ્ય બફારો છે. વરસાદ વરસી રહ્યો નથી, જેને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની આશા હવામાન વિભાગે જગાવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સક્રિય થવાનું છે. ત્યારે 28 થી 29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીનો આ સીઝનનો સરેરાશ 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં વરસાદની સાથે તેજ તોફાનની પણ ચેતવણી આપવામાં આવી છે.

Read More
કિંજલ દવે બાદ હવે ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, ગાયક અરવિંદ વેગડા સહિતના કલાકારો પણ ભાજપમાં જોડાશે

ગઈકાલે લોકગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ છે. ત્યારે ગુજરાતના લોક સંગીત સાથે સંકળાયેલા ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે તેમનું આજે સન્માન કરશે. સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે, ભાઈ ભાઈ માટે જાણીતા અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિતના કલાકારોનું રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે સન્માન કરાશે.

Read More
ભિક્ષા માગી બે ટંકનો રોટલો ખાનારા માટે મદદરૂપ બનશે આ ‘માનવતાની દીવાલ’

પાટણ શહેરમાં ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકોને કદાચ બે ટાઈમનું ભોજન તો મળી રહેતું હશે. પરંતુ અન્ય પાયાની જરૂરિયાત માટે તેમને દર દર ભટકવું એ તેમની મજબૂરી છે. અને આ મજબૂરીમાં તે કદાચ ખચકાટ પણ અનુભવતા હશે. ત્યારે આવા ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન કરતા લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખચકાટ વગર મેળવી શકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ થકી શહેરમાં એક માનવતાની દીવાલ બનાવવામાં આવી છે. જે લોકોનો સહારો બનવા પામી છે. પાટણ શહેરના રેલવે ગરનાળાના માર્ગ પર એક ખૂણામાં ‘માનવતાની દિવાલ’ ઉભી કરવામાં આવી છે. આ દિવાલ પર લટકેલુ એક પહેરણ પણ ઘર વિહોણા અને નિરાધાર લોકો માટે મહામુલ્ય બની રેહવા પામ્યું છે. આ દિવાલ પર રહેલ જરૂરી વસ્તુ લેવામાં લોકોને કોઈ ખચકાટ કે નીચાપણું મહેશુસ કરવું પડતું નથી. માટેજ આ દીવાલ સાચા અર્થમાં ‘માનવતા દીવાલ’ બની રહેવા પામી છે. જો તમારી પાસે વધારે હોય તો અહીં મુકી જાઓ અને જો તમારે જરૂરીયાત છે તો અહીંથી લઈ જાઓ. માનવતાની દિવાલ પર લખેલા આ સુત્રને પાટણની જનતાએ સુપેરે સાર્થક પણ કર્યું. ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો ઘરમાં રહેલા બિનજરૂરી કપડા અને પગરખાં સહિતની વસ્તુઓ અહીં મુકી જાય છે. શિયાળામાં ધાબળા અને ઉનાળામાં પગરખા વગર દુષ્કર લાગતા દિવસોમાં અહીં મુકવામાં આવેલો સામાન જરૂરિયાતમંદ લોકોનો સહારો બનવા પામ્યો છે શહેરના રસ્તાઓ પર ફરી ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકો કે જેમનો કોઈ ઘર-પરિવાર નથી, ભિક્ષા માંગી બે ટંકનો રોટલો તો કદાચ મળી રહેતો હશે પણ તે સિવાયની પ્રાથમિક જરૂરીયાતોનું શું...? શહેરના સુખી-સંપન્ન લોકો જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ શકે તેવા પ્રયાસના ભાગરૂપે વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર હસ્તે આ દિવાલ ખુલ્લી મુકવામાં આવી છે. દાન આપ્યાનો અહંકાર ન જન્મે અને દાન મેળવનારને પણ ઓશીયાળાપણું ન અનુભવાય તે માટેનો આ પ્રયાસ ખરેખર આવકારદાયક બનવા પામ્યો છે.

Read More
રાજકોટમાં ચોરી કરતો અને મુંબઇમાં બારગર્લને મોજ કરાવતો આરોપી ઝડપાયો

રાજકોટ સહિત ત્રણ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 34 ચોરી કરનાર કુખ્યાત તસ્કરને રાજકોટ પોલીસે મુંબઇથી દબોચી લીધો હતો. ચોરી કરી લાખોની મતા સાથે મુંબઇ જતો અને ત્યાં તેની ગર્લફ્રેન્ડ બારગર્લ પાછળ પૈસા ઉડાવતો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી રૂ.2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ પોલીસે આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો શહરેમાં છેલ્લા એક વર્ષમાં થયેલી અનેક ચોરીમાં મૂળ જામનગરના અને મુંબઇ પડ્યા રહેતા કુખ્યાત તસ્કર એઝાઝ ઉર્ફે એજલો ઉર્ફે ચકી કાદર ઉર્ફે ચાલબાજ શેખની સંડોવણી હોવાની પોલીસને હકીકત મળતાં છેલ્લા ત્રણેક મહિનાથી પોલીસે તેના પર વોચ શરૂ કરી હતી. પરંતુ તે સ્થળ બદલાવતો રહેતો હતો. તસ્કર એઝાઝ મુંબઇ સેન્ટ્રલના નાગપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચે એક ટીમ મુંબઈ રવાના કરી હતી અને ત્યાંથી એઝાઝને દબોચી લઇ રાજકોટ લઇ આવ્યા હતા. એઝાઝની પૂછપરછમાં ચોરીની સિલસિલાબદ્ધ વિગતો બહાર આવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું કે, એઝાઝ શેખે છેલ્લા એક વર્ષમાં રાજકોટ, જામનગર અને અમદાવાદમાં 34 ચોરી કરી હતી. એઝાઝ વ્હોરા પરિવારના મકાનને જ ટાર્ગેટ બનાવતો હતો. તે એવું માનતો કે, વ્હોરા પરિવાર મોટીમતાની ચોરી થાય નહીં તો ફરિયાદ કરવાનું ટાળે છે, ચોરીની રકમ તેમને તેમના સમાજ તરફથી મળી રહે છે જે કારણે જે વ્હોરા પરિવારનું મકાન ખુલ્લું દેખાય ત્યાં ખાબકતો હતો, જે મકાનમાં ચોરી કરતો તેના આસપાસના વિસ્તારમાંથી બાઇક ઉઠાવતો અને ચોરી કરી બાઇકમાં નાસી જતો હતો. પાંચ છ ચોરીને અંજામ આપ્યા બાદ ચોરાઉ રોકડ અને દાગીના સાથે મુંબઇ જતો હતો અને મુંબઇના એક બારની ગર્લ ખુશી ઉર્ફે અનિશા તેની મિત્ર હોય તેની પાસે રહેતો અને તેની સાથે મોજમજામાં રકમ ઉડાવી દેતો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના મોબાઇલ, રોકડ, પાંચ બાઇક સહિત કુલ રૂ.2.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બે મહિના પૂર્વે અમદાવાદના કાલુપુર પોલીસે એઝાઝને ઝડપી બે ચોરીના ભેદ ખોલ્યા હતા, જોકે પોલીસને ચકમો આપી તે નાસી ગયો હતો. વધુ ચોરીના ભેદ ઉકેલવાની આશાએ પોલીસે એઝાઝને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

Read More
જૂનાગઢ મનપાને કોંગ્રેસમુક્ત કરવા એક સીટ નડી

ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 60 બેઠકમાં 59 સીટ પર યોજાયેલી ચૂંટણીમાં 54 સીટ પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 અને કોંગ્રેસનું માંડ એક બેઠક મળી છે. આમ મનપાને કોંગ્રેસમુક્ત કરવામાં એક સીટ નડી ગઈ છે. જ્યારે કોંગ્રેસ કરતા એનસીપીને ચાર ગણી વધુ બેઠક મળી છે. વોર્ડ નં.4માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મંજુલાબેનનો વિજય થતા કોંગ્રેસને એક બેઠક મેળવવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, એક બેઠકની ચૂંટણી મુલતવી રહી છે. તેમજ વિપક્ષ નેતા સતિષચંદ્ર વીરડાની પેનલની હાર થતા તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રજા વિકાસ ઇચ્છતી નથી. ગત ચૂંટણીમાં જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપને 44 બેઠક મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં 10 બેઠકોનો વધારો થયો અને 54 પર પહોંચી છે. જ્યારે કોંગ્રેસ પાસે 15 બેઠક હતી, જે ઘટીને માત્ર એક રહી ગઈ છે. જ્યારે એનસીપી પાસે એકપણ બેઠક નહોતી, જે 4 થઈ ગઈ છે. આ સિવાય જિલ્લા પંચાયતની પાંચ બેઠકોની પેટાચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપ પાસે એક બેઠક હતી જે વધીને પાંચ થઈ છે અને કોંગ્રેસ 4 બેઠકથી ઘટીને ઝીરો પર આવી ગઈ છે. તેમજ તાલુકા પંચાયતની 54 બેઠકમાંથી 46 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 36 બેઠક પર વિજય મેળવ્યો છે. આ પહેલા ભાજપ પાસે 28 બેઠક હતી. જ્યારે કોંગ્રેસને 7 બેઠક મળી છે, આ પહેલા કોંગ્રેસ પાસે 18 બેઠક હતી. જ્યારે એનસીપીને 3 બેઠક મળી છે. તેમજ 8 બેઠક પર ચૂંટણી મુલતવી રહી છે. આમ કોર્પોરેશનની સાથે સાથે જિલ્લા અને તાલુકામાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. વોર્ડ નં. 1, 2, 5, 6, 7 9, 10,11,12, 13, 14, 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં.4માં ભાજપનો 3 અને કોંગ્રેસનો એક અને એનસીપીનો 4 બેઠક પર વિજય થયો છે. ભાજપને બહુમતી મળતા જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.

Read More
ઇશ્વરિયાના મેળામાં રાઇડ્સના પ્લોટ માટે આજ થી ફોર્મ વિતરણ

તા.22 આેગસ્ટથી 26 આેગસ્ટ સુધી ઈશ્વરિયા ખાતે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પ્રથમ વખત હાથથી ચાલતી નાની સાઈઝની ચકરડીના 24 પ્લોટ રાખવામાં આવેલ છે અને તે ડ્રાે પધ્ધતિથી ફાળવવામાં આવશે. લોકમેળા સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી ડી.પી. ચૌહાણના જણાવ્યા મુજબ તા.22ને સોમવારથી ફોર્મનું વિતરણ કરાશે અને તા.31 સુધી સ્વીકારવામાં આવશે. સવારે 11થી સાંજના 4 વાગ્યા સુધી ફોર્મ આપવાનું અને સ્વીકારવાનું ચાલુ રહેશે. જૂની કલેકટર કચેરીએથી ફોર્મ વિતરણની વ્યવસ્થા રાખવામાં આવી છે. નિયત સમય મર્યાદામાં આવેલા ફોર્મ બાદ ડ્રાે પધ્ધતિથી પ્લોટની ફાળવણી કરાશે.

Read More
રાજકોટમાં વીજળી પડતા 6 બહેનોનાં એકના એક ભાઇ અને એક યુવતીનું મોત

રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદની સાથે વીજળી પડવાથી બે વ્યક્તિનાં મોત થયા છે. રાજકોટમાં આજીડેમ પાસે મામા-ભાણેજ પર આજે વીજળી પડી હતી. જેમાં મામા હરેશ રાઠોડ નરસિંગનું મોત થયું હતું. રાઠોડ હરેશ નરસિંગ કોલેજનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો તથા બહેન-બનેવી અને ભાણેજ સાથે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો. રાઠોડ હરેશ 6 બહેનોનો એકનો એક ભાઈ હતો. જ્યારે જિલ્લાના પડધરી તાલુકાના અલબારકા ગામમાં જોરદાર વરસાદને કારણે વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં વીજળી પડવાથી એક યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતી ખેતરમાં હતી ત્યારે જ અચાનક ખેતરમાં વીજળી પડી જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પડઘરી તાલુકાના નવા નારણકા ગામમાં વીજળી પડવાની ઘટના બની છે. વીજળી પડતાં જ એક ભેંસનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત રાજકોટના ઠેબચડા ગામે પણ વરસાદ સાથે વીજળી પડી છે. જેમાં એક ગાયનું મોત થયું છે.

Read More
સચિન તેંડુલકરની ફેરારી કારમાં 17 વર્ષીય સ્તુતિ દીક્ષાનું મુહૂર્ત લેવા નીકળી

વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં રહેતી 17 વર્ષીય સ્તુતિ સચિન તેંડુલકરની ફેરારી કારમાં દીક્ષાનું મુહૂર્ત લેવા વરઘોડા સાથે નીકળી હતી. સ્તુતિ કૈલાસનગરના મહેતા પાર્કથી નીકળી સ્નેહમિલન ગાર્ડનના વિસ્તારોમાં ફરીને કૈલાસનગર જૈન સંઘના ઉપાશ્રયમાં પહોંચી હતી.. ત્યારબાદ સંયમજીવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દરેક ગુરૂ ભગવંતોનું પૂજન કરી મુહુર્તના વધામણાં કરવામાં આવ્યા હતા. વેસુ જૈન સંઘના ટ્રસ્ટી અને ગોપીપુરા જૈન સંઘમાં નિવાસ કરતા સુરેશભાઈ શાહની 17 વર્ષીય દીકરી સ્તુતિ સંયમના માર્ગે જઈ રહી છે. પિતા સુરેશભાઈ 100 જેટલાં દીક્ષા સમારોહમાં સંચાલન કરી ચૂક્યા છે. સ્તુતિએ કહ્યું હતું કે, નાનપણથી જ શાળા કે સંઘના કાર્યક્રમોમાં સ્પીચ આપવાનો શોખ હતો. આ માટે મોટેરાઓનું માર્ગદર્શન જરૂર પડે તો લેતી હતી. ધોરણ 8માં ભણતી હતી, ત્યારે એક દીક્ષા સમારોહમાં સ્પીચ આપવા માટે સાધ્વી શ્રીયશાશ્રી મહારાજ પાસે જીવવિચાર અને વૈરાગ્યશતકના અર્થ સમજવા ગઈ હતી. તેમને વૈરાગ્યશતક અને જીવવિચારના પ્રશ્નો પુછતાં જ મનમાં મારી જીવનશૈલી સાથે સરખાવવા લાગી હતી. તેમની સાથે સંવાદ વધાર્યો તેમાં મને પણ સંયમના વિચાર આવવા લાગ્યા હતા. સ્તુતિના પિતા સુરેશ શાહે જણાવ્યું હતું કે, હું પોતે દીક્ષા સમારોહનું સંચાલન કરતો હતો અને મારી જ દીકરીએ દીક્ષા લેવા માટે પુછ્યું હતું. ઘડીક વિચારમાં પડ્યો અને પછી હા પાડી દીધી હતી. મારી પત્ની અવનીને થોડો ખચકાટ હતો, પરંતુ તેણે પણ હા પાડી અને 12માં ધોરણમાં ભણતાં તેના ભાઈ સ્તવને પણ હા પાડતાં દીક્ષાનો નિર્ણય જાહેર કર્યો હતો. નાની હતી ત્યારે તેની સ્પીચ સાંભળી લાગતું હતું કે મોટીવેટર બની પૈસા કમાશે, પણ તેણે સંયમનો માર્ગ પસંદ કર્યો છે. સંયમના માર્ગે જઈ રહેલી સ્તુતિ ડાન્સમાં માહેર હતી. ત્રણ વર્ષ પહેલા ગુજરાત રીજન દ્વારા યોજાયેલા ડાન્સ સ્પર્ધામાં તે પ્રથમ ક્રમે આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતના રિયલ એસ્ટેટ ગ્રુપ રાજહંસનાં જયેશ દેસાઈએ સચીન તેંડુલકરની ફેરારી કાર ખરીદી હતી. 2002માં આ ફેરારી સચિન તેંડુલકરને ડોન બ્રેડમેનની 29 સદીની બરાબર કરવા પર ફોર્મ્યુલા નંબર-1ના ડ્રાઈવર માઇકલ સુમારકરના હસ્તે અપાઈ હતી. સ્તુતિની ઈચ્છા માટે પિતા સુરેશભાઈએ પોતાની ઈચ્છા જયેશભાઈની સામે વ્યક્ત કરતા તેમણે પોતાની ફેરારી દીક્ષા સમારોહ માટે આપી હતી.

Read More
ગુજરાતના 25મા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લીધા

ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમાયેલા આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષામાં આજે શપથ ગ્રહણ કર્યા છે.રાજભવન ખાતે ગુજરાત હાઈકોર્ટના જજે આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથગ્રહણ કરાવ્યા હતા.આ સમયે વિધાનસભા સ્પીકર, સીએમ વિજય રૂપાણી સહિત પ્રધાનમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. મહત્વનું છે કે પૂર્વ રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમના સ્થાને આચાર્ય દેવવ્રતની વરણી કરવામાં આવી છે.ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્યા દેવવ્રત પોતાના પદના શપથ ગ્રહણ કર્યા બાદ સૌ પ્રથમ ગાંધી આશ્રમ મુલાકાત લીધી હતી..તેઓએ ગાંધીઆશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના તૈલી ચિત્રને સુતરની આંટી અર્પણ કરીને આશિર્વાદ લીધા હતા..આ સાથે જ તેમને બાપુના નિવાસ સ્થાન હૃદયકુંજની પણ મુલાકાત લીધી..

Read More
સમસ્ત પાટીદાર સમાજના યુપીએસસી/ જીપીએસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ એવમ્ UPSC Delhi batch/gpsc batch શુભારંભ

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ 21-7-2019ને રવિવારના રોજ ઉમિયા હોલ, ઉમિયા કેમ્પસ-સોલા ખાતે સમસ્ત પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2000થી સમસ્ત પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના બધા સોપાનો પાસ કરાવવા માટેના માર્ગદર્શક વર્ગો તેમજ ભવિષ્ય ઘડતર માટેના કેરિયર કાઉન્સેલીંગના વર્ગો અહિં ચાલે છે. સમસ્ત પાટીદાર સમાજની આ સંસ્થા તેમજ તેમના પેટા કેન્દ્રો - હિંમતનગર, વિજાપુર, પાલનપુર, વિસનગર, સુરેન્દ્રનગર તથા સુરત દ્વારા UPSCમાં પાંચથી વધુ વિદ્યાર્થીઓ, GPSC Class 1&2 માં 250 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વર્ગ-૩માં ત્રણ હજારથી વધુ દિકરા-દિકરીઓ આ સંસ્થાએ રાષ્ટ્રને વિવિધ સરકારી વિભાગ માટે સમર્પિત કર્યા છે. આ ઉતીર્ણ અધિકારીઓને સન્માનિત કરવા અને આવનાર નવી બેચના શુભારંભનો ઉમિયા કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ચેરમેન મણિભાઈ પટેલ, સરદારધામ- અમદાવાદના ચેરમેન ગગજી સુતરિયા, અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ કે લાંઘા, એમ. એસ પટેલ કમિશનર મ્યુનિસિપાલિટી ગુજરાત, લેબર કમિશનર સી જે પટેલ સહિત 500થી વધુ લોકો હાજર રહ્યા હતા. UCDC દ્વારા વર્ષ 2017- 18 તેમજ 2018 - 19 માં UPSC, GPSC Class 1& 2, PI, CTO/AO માં 105થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તથા પાટીદાર સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે. ત્યારે તેમની સિદ્ધિઓને બિરદાવવા તેમજ તેમની આ સફળતામાં મદદરૂપ યોગદાન આપનાર અધિકારીશ્રીઓ, સામાજિક અગ્રણીઓ, ફેકલ્ટીશ્રી સર્વેનું અભિવાદન કરાયું તથા UPSC Delhi Batch/ GPSC Batch શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. સમાજના યુવાનો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામે લાગી જાવઃ આર પી પટેલ ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના ચેરમેન આર પી પટેલ પ્રસંગોચિત ઉદબોધન આપતાં કહ્યું કે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે પરિણામની આશા રાખ્યા વગર ખૂબ જ પરિશ્રમ કરો. એક જ આશા છે કે એક્ઝામ પાસ કરી અધિકારી બની દેશની સેવા કરો. અન્યાય સહન ન કરતાં ને દેશની પ્રગતિમાં ભાગીદાર થજોને સમાજ હંમેશા સાથે રહેશે.આ પ્રસંગે ગગજી સુતરિયા, વિક્રાંત પાંડે, એસ કે લાંઘા અને મણિભાઈ પટેલે ઉદબોધન આપ્યું હતું.

Read More
રાજકોટમાં બે કલાકમાં બે ઈંચ, ક્યાંક ઝાડ પડ્યાં તો ક્યાંક કાર તણાઈ

રાજકોટમાં રવિવારે ભારે ગાજવીજ સાથે બે કલાકમાં જ બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. સવારથી જ ગરમી અને બફારો રહ્યો હતો. ત્યારબાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જે 7.15 કલાક સુધી ચાલુ રહ્યો હતો. રાત્રે 8 વાગ્યા બાદ પણ ઝાપટાં પડ્યા હતા. બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાંજે વરસાદ આવતા લોકો નહાવા માટે નીકળી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ જગ્યાએથી હટાવ્યાં ઝાડ વરસાદ આવતા મૂરઝાતી મોલાતને જીવતદાન મળી ગયું હતું. રાજકોટમાં સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં નોંધાયો હતો. ફાયરબ્રિગેડમાં નોંધાયેલા આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 43 મીમી, વેસ્ટ ઝોનમાં 50 મીમી અને ઇસ્ટ ઝોનમાં 41.5 મીમી વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી રાજકોટમાં સેન્ટ્રલ ઝોનમાં 186 મીમી,વેસ્ટ ઝોનમાં 196 મીમી, અને ઈસ્ટ ઝોનમાં 170 મીમી સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે. પવનને કારણે 3 જગ્યાએ ઝાડ ધરાશાયી થયાનું ફાયરબ્રિગેડમાં નોંધાયું હતું. કે.કે.વી. હોલ પાસે, ગિરિરાજ હોસ્પિટલ તથા હસનવાડી મેઇન રોડ પાસે પીપળિયા હોલની નજીકનું ઝાડ પડી જતા ફાયરબ્રિગેડે ત્રણેય સ્થળેથી ઝાડ હટાવવાની કામગીરી કરી હતી. મવડી ચોકડી પાસે કાવેરી પાર્કમાં કાર તણાઇ, ચાલકને બચાવાયો શહેરમાં રવિવારે સાંજે કડાકા ભડાકા સાથે વરસી પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વાહનો ડૂબી જાય તેટલા પાણી ભરાઇ ગયા હતા. ત્યારે મવડી ચોકડીથી થોડે આગળ આવેલા કાવેરી પાર્ક પાસેના વોંકળા નજીક વરસાદના પાણી ફરી વળ્યાં હતા. આ સમયે વોંકળા પરથી જીજે.01.જેએ.3435 નંબરની કાર પાણીના વહેણમાંથી પસાર થતી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ચાલક કારના સ્ટિયરિંગ પર કાબૂ રાખી શક્યા ન હતા. જેને કારણે કાર પાણીના પ્રવાહમાં તણાઇ વોંકળામાં ખાબકી હતી. સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો કાર તણાયાની વાત ફેલાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પાણીના પ્રવાહમાં કારને તણાતી જોઇ અહીં હાજર લોકોએ સતર્કતા બતાવી તુરંત ચેતન માલવિયા નામના કારચાલકને કારમાંથી બહાર કાઢી લીધા હતા. બાદમાં ફાયરબ્રિગેડને જાણ કરતા ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સહિતની રેસ્ક્યૂ ટીમ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ કારને વોંકળાના પાણીમાંથી બહાર કાઢી હતી. બનાવની જાણ થતાં મેયર બિનાબેન આચાર્ય પણ મવડી ચોકડી દોડી આવ્યા હતા.

Read More
સૌ.યુનિ.માં RSSના પાઠ ભણાવવા ભાજપના સિન્ડીકેટનો પત્ર, વિવાદ થતા પરત ખેંચ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાન નામનું એક ચેપ્ટર ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિ સમક્ષ પત્ર લખી માંગ કરતા રાજકારણ ગરમાયું છે. જો કે વિવાદ સર્જાતા આજ રોજ નેહલ શુક્લએ પોતાનો પત્ર પાછો ખેંચી પોતાનો આ નિર્ણય પરત ખેચી આવું કોઈ ચેપ્ટર ન ઉમેરવા કુલપતિ અને ઉપકુલપતિને ભલામણ કરી છે. નિર્ણય પરત ખેંચી આ ચેપ્ટર ઈતિહાસ વિષયમાં ન મુકવા ભલામણ કરી અવાર નવાર વિવાદોના ઘેરામાં રહેતી સૌરાષ્ટ્ર યુનીવર્સિટીનું શાસન છેલ્લા થોડા સમયથી કુલપતિ અને ઉપકુલપતિની નિમણુક બાદ સારી રીતે ચાલી રહ્યું છે. તેમાં સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના ભાજપી સિન્ડીકેટ સભ્ય ડોક્ટર નેહલ શુક્લના પરિપત્રથી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. ડોક્ટર નેહલ શુક્લએ સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિને પત્ર લખી ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાન ચેપ્ટરનો ઉમેરો કરવા માંગ કરી હતી. સાથે જ આ માંગ કરતા પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આઝાદી પછી સતત કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું શાસન કેન્દ્રમાં હોવાથી ઈરાદાપૂર્વક માત્ર ગાંધી પરિવારને રાખી મહાનાયકોના યોગદાનને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે સિન્ડીકેટ સભ્યે લખેલા આ પત્રથી વિવાદ સર્જાતા તેમને પોતાનો આ નિર્ણય પરત ખેંચી આ ચેપ્ટર ઈતિહાસ વિષયમાં ન મુકવા ભલામણ કરી છે. ભાજપી સિન્ડીકેટ સભ્યના આ પત્ર બાદ વિવાદ ભાજપી સિન્ડીકેટ સભ્યના આ પત્ર બાદ વિવાદ સર્જાતા કોંગ્રસી સિન્ડીકેટ સભ્યોનું માનવું છે કે, ભારતનો ઈતિહાસ એ જ કોંગ્રેસનો ઈતિહાસ છે. મહાત્મા ગાંધીથી લઈને ગાંધી પરિવારના શાસનને લોકોએ જાણ્યું અને માણ્યું છે. ભારતમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ઈતિહાસને વિકૃતરૂપે રજૂ કરવો તેની સ્પર્ધા ચાલી રહી છે. જ્યાં ભાજપનું શાસન છે ત્યાં અનેક વખત આવા પ્રયાસો થઈ ચૂક્યા છે અને તેના ભાગરૂપે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈતિહાસ વિષયમાં RSSનું ભારતના વિકાસમાં યોગદાનનું ચેપ્ટર ઉમેરવા માટેની માંગ થઈ છે. આક્ષેપ કરતા વધુમાં એ પણ જણાવ્યું કે, આજના સમયમાં યુનિવર્સિટીની અંદર કુલપતિની નિમણુક એ RSS દ્વારા થાય છે અને પરિસ્થિતિ ભગવાકરણ તરફ લઇ જવવામાં આવી રહી છે.

Read More
ડાંસ કરીને ડ્રાઈવર અને કંડક્ટરની નોકરી ખાઈ ગઈ આ યુવતી

એક યુવતી સોશિયલ મીડિયા પર હિટ થવાના બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. સપના ચૌધરીને કોપી કરીને પોતાના વીડિયો બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોના સામે આવવાની સાથે જ દિલ્હી સરકારના સિસ્ટમ પર સવાલ ઉઠી રહ્યા છે. ટિક-ટોક વીડિયો બનાવવાના ચક્કમાં એક યુવતીએ DTCની બસને ડાંસનો મંચ બનાવી દીધો. દિલ્હીની આ યુવતી સપના ચૌધરીના ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ’ પર ડાંસ કરી રહી છે. વીડિયોમાં ડાંસ સમયે બસ ખાલી હતી. આટલું જ નહીં વીડિયોમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ જોવા મળી રહ્યા છે. યુવતી બસની બહાર પણ ડાંસ કરી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ બસ ડ્રાઈવર પર કાર્યવાહી થઈ છે અને તેને સ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. બસના માર્શલને ટ્રાંસફર કરી દેવામાં આવ્યો છે અને કંડક્ટર પાસે જવાબ માંગવામાં આવી રહ્યા છે. યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ મેટ્રોની અંદર ડાંસ કરતી એક યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ મેટ્રોએ જોરદાર પ્રતિક્રિયા આપી છે. ડીએમઆરસીએ મેટ્રોમાં ડાંસ કરવાનો ઈનકાર તો કર્યો પરંતુ ખૂબ અનોખા અંદાજમાં.

Read More
વડોદરાની સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડર ઝોયા ખાનને ધમકી, પ્રેમ કર નહીં તો મારી નાખીશ

નવાપુરામાં રહેતી સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડરને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા સુરતના શખ્સે મને પ્રેમ કર નહીતર મારી નાખીશ તેવી ધમકી આપતા ટ્રાન્સજેન્ડરે નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ હાલ સુરતની લાજપોર જેલમાં છે અને જેલમાંથી વારંવાર ફોન કરીને ટ્રાન્સજેન્ડરને પ્રેમ કરવા દબાણ કરી રહ્યો છે. મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલ ટ્રાન્સજેન્ડરનો ફોટો મેગેઝિનમાં જોયા બાદ સુરતનો આ શખ્સ તેના પ્રેમમાં પડી ગયો હતો. ટ્રાન્સજેન્ડર ઝોયાખાને નવાપુરા પોલીસમાં સાકીર ઉર્ફે દાનીશ વશી અહેમદ શેખ (રહે, લાજપોર જેલ, સુરત) સામે ફરિયાદ નોંધાવી હતી કે તે મોડેલિંગનો વ્યવસાય કરે છે. 2018ના વર્ષમાં મોડેલિંગ કરતી વખતે તેનો ફોટો કોઇ મેગેઝીનમાં છપાયો હતો. આ ફોટો જોઇને સુરતમાં રહેતા સાકીર ઉર્ફે દાનીશે તેનો કોન્ટેકટ કર્યો હતો અને બંને વચ્ચે મિત્ર તરીકે સંબંધ બંધાયો હતો. ત્યારબાદ સાકીરે ઝોયા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો હતો પણ પોતે ટ્રાન્સજેન્ડર હોવાથી તેણે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, આમ છતાં સાકીરે અવારનવાર ઝોયાને ફોન કરીને ધમકી આપી હતી. છેલ્લે 16 જુલાઇએ પણ રાત્રીના સમયે સાકીરે તેને ફોન કર્યો હતો અને હું પેરોલ પર છૂટવાનો છું, તને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. પ્રેમનો ઇન્કાર કરતાં દોઢ મહિનો સતત કોલ કર્યા સ્વરુપવાન ટ્રાન્સજેન્ડરનો ફોટો કોઇ મેગેઝીનમાં જોયા બાદ સાકીર જાણે કે પાગલ થઇ ગયો હતો. તેણે સામે ચાલીને ઝોયાનો સંપર્ક કર્યો હતો અને મિત્રો બન્યા હતા. તેણે પ્રેમની દરખાસ્ત મુકતા ઝોયાએ ઇન્કાર કર્યો હતો, જેથી સાકીરે ગત 1લી જુનથી 16 જુલાઇ સુધી સતત દોઢ મહિના સુધી ઝોયાને જેલમાંથી ફોન કર્યા હતા અને પ્રેમ નહી કરે તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. નવાપુરા પોલીસે મોબાઇલ રેકોર્ડીંગના આધારે ગુનાની તપાસ શરુ કરી હતી.

Read More
તક્ષશિલા આર્કેટમાં ફરીવાર લાગી આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

22 નિર્દોષોનો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડની ઘટનાને દોઢ મહિનાનો સમય થયો છે અને હાલમાં ત્યાં ગેરકાયદેસર બાંધકામને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાના આજે સાંજે ત્રીજા માળે અચાનક આગ લાગી હતી, જેને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિક લોકોને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે ફાયરની પાંચ ગાડી અને હાઇડ્રોલીક પ્લેટ ફોર્મ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી તક્ષશિલા આર્કેડમાં ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોથા અને ત્રીજા માળે થઇ રહેલી કામગીરીમાં ચોથા માળનો દોમ તોડી નંખાયો હતો. જોકે ત્રીજા માળને તોડવાની કામગીરી ચાલી રહી હતી, જોકે આજે સાંજે કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીઓ નીકળી ગયા હતા, ત્યારે કાટમાળમાં આગ લાગી હતી, જોકે તુરંત ફાયરની ટીમને જાન કરવામાં આવી હતી, અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કેમ લાગી હતી તેની તપાસ ફાયર વિભાગે શરુ કરી છે.

Read More
ભાજપના જે.પી. નડ્ડા આજથી ગુજરાતના પ્રવાસે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા, લોકસભા ચૂંટણી 2019માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય સરાકારના મંત્રીઆે, પ્રદેશ અગ્રણીઆે સહિત વિજયભાઈ રૂપાણી અને કાર્યકતાર્આે આવતીકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે જે.પી. નડ્ડાનું ભવ્ય સ્વાગત-અભિવાદન કરશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે 4 વાગ્યાથી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ્ ખાતે વિવિધ પ્રકારની બેઠકો યોજાશે જેમાં ભાજપ પ્રદેશ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક તથા સહસંયોજક, પ્રદેશ અગ્રણીઆે, ભાજપના વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષો, જિલ્લા-મહાનગરના પ્રદેશ પ્રભારી તથા પ્રમુખો, તમામ ઝોન ઈન્ચાર્જ-સહઈન્ચાર્જ તથા વિવિધ બોર્ડ-નિગમના ચેરમેન-ડે.ચેરમેનો ઉપસ્થિત રહેશે. વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા તા.20 જુલાઈ-2019ના રોજ નર્મદા ડેમ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ આેફ યુનિટીની મુલાકાત લેશે ત્યાં મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણીઆે તથા કાર્યકતાર્આે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાનું સ્વાગત તથા અભિવાદન કરશે.

Read More
નાણાવટી ચોકમાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ

જાગરણની રાતે 150 ફુટ રિંગરોડ પર આવેલા નાણાવટી ચોક પાસે શિવપરામાં રહેતા યુવાનની 4 શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા થતાં ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે જાગરણની રાત્રે દોઢ વાગ્યાના અરસામાં નાણાવટી ચોક પાસે આકાશ ભગવાનજી રાઠોડ નામનો યુવાન ઉભો હતો. ત્યારે રૈયા ગામનો નવાબ નામનો શખ્સ આકાશ પાસે આવ્યો હતો. કોઈ મુદ્દે આકાશ અને નવાબે ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા ઉશ્કેરાયેલા નવાબે તેના 4 ચાર મિત્રને બોલાવ્યા હતા અને બાદમાં નવાબે નેફામાંથી છરી કાઢી આકાશને છરીના ઘા ઝીંકી દઈ નાસી ગયો હતો. એકઠા થયેલા લોકોએ આકાશને રીક્ષામાં બેસાડી લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે આકાશને સારવાર મળે તે પહેલા જ ફરજના પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ આકાશને છાતીમાં છરીના બે ઘા લાગ્યા હતા. જેમાં છાતીના ભાગે થયેલી ગંભીર ઈજા જીવલેણ નીવડી હતી.બનાવની જાણ થતાં પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગ્રાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ ઓડેદરા સહિતનો સ્ટાફ નાણાવટી ચોક દોડી ગયો હતો. પીઆઈ ઓડદરાના જણાવ્યા મુજબ મોતને ભેટેલો આકાશ અગાઉ લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. મૃતક આકાશની અગાઉ લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું પોલીસ તપાસમાં ખુલ્યું છે કે જેની હત્યા થઇ એ શિવપરાનો આકાશ રાઠોડ પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયો હતો. ત્રણ-ચાર વર્ષ પહેલા કેટલાક શખ્સોએ સાધુ વાસવાણી રોડ પર હત્યા કરી હતી. જેમાં તે સહઆરોપી હતી અને દસેક મહિના જેલમાં રહ્યાં બાદ છુટકારો થયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં એક શખ્સ સાથે લૂંટના ગુનામાં પણ તે સામેલ હતો. બે ત્રણ દિવસ પહેલા જ આકાશે પોતે જ્યાં રહે છે ત્યાં પડોશમાં કોઇ સાથે માથાકુટ કરતાં પોલીસમાં અરજી થતાં આકાશ સામે પોલીસે 151 હેઠળ અટકાયતી પગલા લીધા હતાં. હાલ પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read More
સરકારની વાડાની જમીન કબજેદારને કાયદેસર કરી સોંપાશે

રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રો-એક્ટિવલી રેવન્યુ કાયદામાં ધરખમ ફેરફાર કર્યા છે. જેનો ફાયદો વર્ષોથી સરકારી માલિકીની જમીન વાપરતા લોકોને થયો છે. હવે સરકારી માલિકીની પરંતુ વર્ષોથી તેમાં ઘર, વાડો બનાવી રહેતા લોકોને કાયદેસર કરી સોંપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિધાનગૃહના નેતા તરીકે વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ, કોર્પોરેશન હસ્તકની જમીનો તથા ગ્રામીણ ક્ષેત્રોમાં વર્ષ-૧૯૭૧ પહેલાંનો કબજો ધરાવતા જમીન ધારકોને તે જમીન-જગ્યા કબજા ધારકને નામે કરી આપવાના પ્રશ્નના જવાબની ચર્ચામાં દરમ્યાન થયા હતા. મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે. આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું તેમણે આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે. અમારી સરકારે લાગણીસભર સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે. સીએમએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર સમક્ષ ગામડાંના લોકોની પણ લાગણી આવી કે, વાડાની જમીનો વર્ષોથી બાપ દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જ આવી જમીન હોય તેમાં ઢોર-ઢાંખર, નીરણ તેઓ રાખતા હોય છે. આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે. એવા સંજોગોમાં વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય પણ સરકારે પ્રો-એકટીવ થઇને લીધો છે એમ તેમણે ગૃહને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બધા રેવન્યુના પ્રશ્નો, તકરારો, વાંધા-વિવાદોને કારણે લોકોને તકલીફ પડે છે. અનિશ્ચિતતાને કારણે ભયમાં જીવવું પડે છે. એમને ભયમુકત કરી આવાસ છત આપવા સરકારે આ બધા સુધારાઓ કર્યા છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે એ જ રીતે જે ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે. તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવીને ગરીબ-મધ્યમવર્ગીય લોકોને, વધુને વધુ લોકોને મકાનો મળે તથા ર૦રર સુધીમાં પ્રત્યેક વ્યકિત પાકા મકાનમાં રહે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે

Read More
અલ્પેશ ઠાકોર આજે વાજતે-ગાજતે ભાજપનો કેસરીયો ધારણ કરશે

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશ મેળવવા ભારે રાજકીય ધક્કામુક્કી ચાલી રહી છે. ગઈકાલે જૂનાગઢ શહેર કાેંગ્રેસના પ્રમુખ વિનુ અમીપરા અને બોટાદ ના કાેંગ્રેસના અગ્રણીઆે ભાજપમાં જોડાયા બાદ આજે ફરી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે ‘ ભલે પધાર્યા ‘ નું સ્મિત ફરકી રહ્યું છે.નગુજરાતના રાજકારણમાં ભારે ઉછળકૂદ કર્યા બાદ છેવટે અલ્પેશ ઠાકોરનું ભાજપમાં ઠેકાણું પડયુ છે અને આજે સાંજે ચાર વાગે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ઠાકોર સેના લાવ લશ્કર સાથે ભારે વાજતે-ગાજતે ભાજપમાં પ્રવેશ મેળવશે.નભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તમને વિધિવતરીતે ભાજપમાં પ્રવેશ આપશે અને ત્યારબાદ એક સંયુક્ત પત્રકાર પરિષદ પરિષદ પણ યોજાશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી અગાઉ ઠાકોર સેના ના નામે એક પ્રચંડ રાજકીય તાકાત ઊભી કરી રાહુલ ગાંધીની હાજરીમાં કાેંગ્રેસમાં વટભેર પ્રવેશ મેળવનાર અલ્પેશ ઠાકોરનો છેવટે કાેંગ્રેસથી મોહભંગ થયો છે. છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર કાેંગ્રેસ થી નારાજ હતા અને તેમને સાેંપાયેલી બિહારના સહપ્રભારી ની જવાબદારી તે પણ તેઆે દૂર રહ્યા હતા. કાેંગ્રેસ સાથે તેમની વધતી જતી તિરાડ ત્યારે વધુ પહોળી બની કે જ્યારે તેમણે કાેંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી કાેંગ્રેસના આંચકો આવ્યો હતો આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા એ ભાજપની તરફેણમાં ક્રાેસ વોટિંગ કરી ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દેતા કાેંગ્રેસ સાથે કાયમ માટે છેડો ફાડી નાખ્યો હતો. આ ઘટનાક્રમને પગલે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ કેબિનેટ રેન્કનું મંત્રીપદ મેળવશે તેવી રાજકીય અટકળો તેજ બની હતી. અને ભાજપમાં જોડાતા અગાઉ પોતાની મનમાની કરવા માટે ટેવાયેલા અલ્પેશ ઠાકોર ને ભાજપે શિસ્તના પાઠ ભણાવવા તેમના ભાજપ પ્રવેશ ઉપર કામચલાઉ બ્રેક મારી દીધી હતી. એટલું જ નહી પરંતુ રાજ્યસભાની બેઠક પર જુગલ જી ઠાકોરને ચૂંટણી લડાવી તમને વિજયી બનાવી અલ્પેશની પાંખો કાપી લીધી હતી અને અલ્પેશ ને માપ પ્રમાણે વર્તવા ના સીધા સંકેત આપી દીધા હતા.નજોકે આ રાજકીય ઘટનાક્રમ બાદ અલ્પેશ ઠાકોર ક્યારે ભાજપમાં જોડાશે તે અંગે કોઈ પણ ખાેંખારીને કહેવા તૈયાર ન હતું અને મામલો લટકતો રાખી અલ્પેશ ઠાકોરના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.નછેવટે જૂનાગઢ મહાનગરપાલિકા અને તા 21 મી જુલાઈના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ ભાજપની તરફેણમાં જબરદસ્ત રાજકીય વાતાવરણ ઊભું કરવા તથા કાેંગ્રેસ સહિત અન્ય રાજકીય આગેવાનોએ ભાજપ ભણી દોટ મૂકી છે તેવું કેસરિયા ચિત્ર ઊભું કરવા રહી રહી ને અલ્પેશ ઠાકોર મેં પણ આજે ભાજપમાં પ્રવેશ આપી દેવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર આજે સાંજે ચાર વાગે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ઠાકોર સેનાના આગેવાનો તથા કાર્યકરો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આવી પહાેંચશે ત્યાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અન્ય પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલા વગેરેને ભાજપનો ખેસ પહેરાવી તમને વિધિવત ભાજપમાં પ્રવેશ આપશે અને ત્યારબાદ અલ્પેશ ઠાકોરની પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજાશે તેમ જાણવા મળે છે. અલ્પેશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં આજે સાંજે તેઆે ભાજપમાં પ્રવેશ કરશે તેમ જણાવ્યું હતું. તેઆે ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિકાસ એજન્ડાને આગળ ધપાવવા તથા પોતાના સમાજના ઉત્થાન માટે જોડાઈ રહ્યા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે હું એક કાર્યકરની રુહે ભાજપમાં જોડાઇ રહ્યાે છું અને પક્ષ જે પણ મને કામગીરી સાેંપશે તે કામગીરી સ્વીકારી અને આગળ વધીશ.નસૂત્ર દ્વારા એમ પણ જાણવા મળે છે કે વિજય રુપાણી પ્રધાનમંડળના આગામી વિસ્તરણમાં અલ્પેશ ઠાકોર ને કેબિનેટ રેન્કનું મંત્રીપદ ફાળવવામાં આવશે જ્યારે ધવલસિંહ ઝાલા ને બોર્ડ નિગમમાં સ્થાન અપાશે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Read More
કેન્દ્રની 3 સભ્યની ટીમે એઈમ્સ માટે ફાળવવામાં આવેલી જમીનની સ્થળ તપાસ કરી

શહેરના જામનગર રોડ પર ખંઢેરી ખાતે જ્યાં એઇમ્સ બનવાની છે. તે 197 એકર જમીનના દસ્તાવેજો આજે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયમાંથી આવેલા 3 અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યા છે. એઈમ્સના 3 સભ્યોની સાથે જિલ્લા કલેક્ટર અને મહેસુલ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી હતી. એઇમ્સ માટે ફાળવાયેલી 197 એકર જમીનનો કબજો લેવા માટે જોધપુર એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર એન.આર.બિશ્નોઇ અને બે અન્ય અધિકારીઓ કેન્દ્રમાંથી આવ્યા છે. આ અધિકારીઓ અમદાવાદ સુધી હવાઇ માર્ગે આવ્યા બાદ બાય રોડ રાજકોટ પહોંચ્યા હતાં. ઓગસ્ટથી બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી શરૂ કરાશે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા દબાણમુક્ત 197 એકર જગ્યાનું રોજકામ કરી માપણી સીટ સાથેના દસ્તાવેજો આપી એઇમ્સ માટેની જમીનનો કબજો ડેપ્યુટી ડાયરેક્ટર બિશ્નોઇની ટીમને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ એઇમ્સ માટે ફાળવાયેલી જગ્યામાં ઓગસ્ટ માસમાં બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી શરૂ કરાશે. હાલમાં 197 એકર જગ્યામાં પ્રોજેક્ટ તૈયાર કરવા કાર્યવાહી ચાલી રહી છે. આથી હોસ્પિટલના બિલ્ડિંગનું બાંધકામ કયાં થશે, રેસિડેન્સ ક્વાર્ટર ક્યાં બનશે, ક્યાં પાર્કિંગ ઝોન રખાશે, ક્યાં લેબોરેટરી વિભાગ અને એક્સ-રે વિભાગ રખાશે, ક્યાં કેન્ટીન રખાશે સહિતના બાંધકામોની ડિઝાઇન તૈયાર થઇ રહી હોય છ મહિના બાદ બાંધકામ શરૂ કરાશે. આ સાથે જ ખેડૂતોએ પોતાની વાડીએ જવા માટે રસ્તાની માંગણી કરી છે. આ સમગ્ર મામલે લક્ષ્મણબાઈ ચાવડાએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે.

Read More
કાલે ભાજપમાં જોડાશે અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલા

૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીના થોડા દિવસ બાદ જ અલ્પેશ ઠાકોરે શરુ કરેલા રાજકીય ડ્રામાનો આવતીકાલે અંત આવી જશે. કોંગ્રેસમાં બળવો કર્યા બાદ રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા ગુરુવારે ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસ છોડનારા આ બંને પૂર્વ ધારાસભ્યો બપોરે ૪ વાગ્યાની આસપાસ કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરવાના છે. અલ્પેશ અને ધવલસિંહના ભાજપમાં જોડાવા ટાણે જીતુ વાદ્યાણી સહિત ભાજપના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પક્ષ તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશને મંત્રી બનાવાય છે કે કેમ તેના પર પણ સૌની નજર છે. અત્યાર સુધી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા સહિતના નેતાઓને રાતોરાત મંત્રી બનાવી દેવાયા છે. ત્યારે અલ્પેશને ભાજપમાં આવું કોઈ મહત્વ મળે છે કે કેમ તે જોવાનું રહેશે. રાધનપુર બેઠક ખાલી કરનારા અલ્પેશ ફરી આ જ બેઠક પરથી ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી લડશે કે પછી ભાજપે તેમના માટે અન્ય કોઈ રણનીતિ બનાવી રાખી છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પોતાનું સમ્માન નથી જળવાતું, કોંગ્રેસ વિચારધારા વિનાની પાર્ટી છે જેવા આક્ષેપો કરીને થોડા સમય પહેલા જ પોતે કોંગ્રેસ છોડી રહ્યા હોવાનું એલાન કર્યું હતું. જોકે, રાજયસભાની ચૂંટણી હોવાના કારણે અલ્પેશે પોતાનું ધારાસભ્ય નહોતું છોડ્યું. બીજી તરફ, કોંગ્રેસે અલ્પેશ વિરુદ્ઘ હાઈકોર્ટમાં પિટિશન કરતાં અલ્પેશે પોતે કોંગ્રેસ છોડી જ નથી તેવું સોગંદનામું કરી સૌને ચોંકાવી દીધા હતા. જોકે, રાજયસભા ચૂંટણી પૂરી થતાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ તરત જ રાજીનામાં આપી દીધાં હતાં, જેને સ્પીકર દ્વારા તાત્કાલિક સ્વીકારી પણ લેવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પૂરી થયાના થોડા જ દિવસમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડે છે તેવી અટકળો શરુ થઈ હતી. જોકે, અલ્પેશે હંમેશા આ વાતને અફવા ગણાવી હતી, અને ભાજપ દ્વારા આવી અફવા ફેલાવાય છે તેવા નિવેદનો આપ્યા હતા. અલ્પેશ રાહુલના ખાસ ગણાતા હતા, અને તેમને બિહારના સહ-પ્રભારી પણ બનાવાયા હતા. થોડા સમય પહેલા ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા થવા પર અલ્પેશ ઠાકોરે કરેલી ઉશ્કેરણી જવાબદાર હોવાનો પણ જે-તે સમયે ભાજપ દ્વારા આડકતરી રીતે આક્ષેપ કરાયો હતો, અને ત્યારે પણ અલ્પેશે ભાજપ પર પ્રહારો કર્યા હતા.

Read More
પેન્ડિંગ કેસોનો નિકાલ, ન્યાય અપાવવા તમામ પગલાં લેવા DGPનો આદેશ

દલિતો સામે બનતા અત્યાચારના ગુનાઓની સંવેદનશીલતા ધ્યાને રાખીને આવા પ્રકારના બનાવો સંદર્ભે દાખલ થતાં ગુનાઓમાં ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તથા આરોપીઓને કડકમાં કડક સજા મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજરોજ સમગ્ર રાજ્યના તપાસ ઉપર પેન્ડિંગ એટ્રોસિટી કેસોની સમીક્ષા કરવા માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. ગાંધીનગર ખાતેની ડીજીપી કચેરીએ રાખવામાં આવેલ આ બેઠકમાં રાજ્યના તમામ SC/ST સેલના ડી.વાય.એસ.પી.ઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ હતા. આ બેઠકમાં ડી.જી.પી. દ્વારા આવા કેસોની યોગ્ય તપાસ કરવા, આવી તપાસ ઝડપી અને સમયમર્યાદામાં પૂરી થાય તે સુનિશ્ચિત કરવા તથા તમામ પ્રકારે ફરિયાદીને ન્યાય આપી શકાય તે અંગેના વિસ્તૃત આદેશો કરવામાં આવેલ હતા. ૬૦ દિવસની અંદર ચાર્જશીટ કરવાની સુચના રાજ્યના પોલીસ વડાએ જેમાં તપાસ બાકી હોય તેવા તમામ એટ્રોસીટી કેસોના તપાસનીશ અધિકારી એવા SC/ST સેલના ડી.વાય.એસ.પી. પાસેથી દરેક કેસ અંગેની વિગતો મેળવી હતી અને તપાસ ક્યા તબક્કા પર છે તેની સમીક્ષા કરી હતી. આવા કેસોમાં કન્વીક્શન રેટ વધે અને કાયદાની અદાલતમાં આવા કેસો સાબિત થાય અને આરોપીઓને કડક સજા થાય તે સુનિશ્ચિત કરવા માટેના પગલાંઓની પણ ડી.જી.પી. દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આ માટે તમામને ડી.જી.પી. દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં આવા કેસોના ફરિયાદી અને સાહેદોના કોર્ટમાં નિવેદન નોંધવા, ગુનાના આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા, આવા કેસોના મોનીટરીંગ માટે પેરવી અધિકારીની નિમણૂક કરવા, ૬૦ દિવસની અંદર આવા કેસોનું ચાર્જશીટ કરવા સહિતની સુચનાઓ સહિતના એક્શન પ્લાનની વિગતો આપવામાં આવેલ હતી. અધિકારીઓ દલિત વિસ્તારોની મુલાકાત લેશે વધુમાં, આવા બનાવો સંદર્ભે જે લોકોને પોલીસ રક્ષણ આપવું જરૂરી જણાય તેવા લોકોને તાત્કાલીક રક્ષણ આપવા અંગેની પણ કાર્યવાહી કરવા પોલીસ વડાએ સુચના આપેલ હતી. ખાસ કરીને જે ગામો દલિત અત્યાચારના દ્રષ્ટિકોણથી સંવેદનશીલ હોય તેવા ગામો ખાતે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવા પણ નિર્દેશ કરવામાં આવેલ હતો. દરેક ગામોમાં દલિત વિસ્તારોની મુલાકાત ઉપરી અધિકારીએ લેવાની ડી.જી.પી.ની અગાઉની સુચનાને ફરી વખત ભારપૂર્વક રીતે જણાવતાં ડી.જી.પી.એ જણાવેલ કે દલિત વિસ્તારોની સંબંધિત પોલીસ અધિક્ષક, વિસ્તારના ડી.વાય.એસ.પી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (એસ.ટી./એસ.સી.)એ તાત્કાલિક મુલાકાત લઇ, ગામમાં એખલાસભર્યુ વાતાવરણ રહે તે દિશામાં પ્રયાસો કરવા. તડીપાર કરવા અંગેની પણ કાર્યવાહી એટ્રોસીટી અંગેના બનાવો નિવારી શકાય તે માટે પણ ડી.જી.પી.એ તમામને કડક સુચના કરતાં જણાવ્યું હતું કે આવા કેસોના સંદર્ભે સંબંધીત લોકો વિરુધ્ધ અગાઉથી જ યોગ્ય અને અસરકારક અટકાયતી પગલાં લેવાના રહેશે તથા કેસ સાથે સંડોવાયલ ઇસમની હાજરીથી વાતાવરણ ડહોળાય તેમ જણાય તો તેવા ઇસમોને તડીપાર કરવા અંગેની પણ કાર્યવાહી કરવી.

Read More
કાલાવડ રોડ પર ડિમોલિશનઃ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પોશ વિસ્તાર કાલાવડ રોડ ઉપર ખડકાઈ ગયેલા છાપરા-આેટલા અને પાર્કિંગના દબાણો ઉપર બૂલડોઝર ફેરવી માર્જિન-પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આજે વહેલી સવારે ટાઉન પ્લાનિંગ આેફિસર સાગઠિયાના માર્ગદર્શન હેઠળ આસિ.ટાઉન પ્લાનર એ.એમ.વેગડ સહિતનો કાફલો કાલાવડ રોડ ઉપર ત્રાટક્યો હતો અને દુકાનો તથા શો-રૂમ દ્વારા ખડકી દેવાયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી 16 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમાં (1) કાલાવડ રોડ પર આવેલા અમીરસ બિલ્ડિંગમાં પાર્કિંગનું દબાણ (2) વેગાસ ચશ્મા દ્વારા કરાયેલું પાર્કિંગનું દબાણ (3) કે.કે.પાન દ્વારા કરાયેલું છાપરાનું દબાણ (4) હોટલ શ્રીજીનું છાપરાનું દબાણ (5) શ્રી શિક્ત ટ્રાઈસનું છાપરાનું દબાણ (6) વન ટ્રેડ સેન્ટર દ્વારા ખડકાયેલું દબાણ (7) સિલ્વર કોઈન બિલ્ડિંગ દ્વારા પાર્કિંગમાં કરાયેલું છાપરાનું દબાણ (8) ડિલક્સ પાન દ્વારા કરાયેલું પાર્કિંગનું દબાણ (9) ક્રિષ્ના ડિલક્સ પાન દ્વારા પાર્કિંગમાં કરાયેલું દબાણ (10) શ્રી શિક્ત ટી-સ્ટોલ દ્વારા પાર્કિંગમાં કરાયેલું દબાણ (11) રજવાડી રેસ્ટોરન્ટ દ્વારા પાર્કિંગમાં કરાયેલું દબાણ (12) પટેલ ફરસાણ દ્વારા કરાયેલું પાર્કિંગનું દબાણ (13) જય ખોડિયાર દ્વારા કરાયેલું પાર્કિંગનું દબાણ (14) જય સીયારામ ટી-સ્ટોલ દ્વારા કરાયેલુંપાર્કિંગનું દબાણ (15) ડિલક્સ પાન દ્વારા કરાયેલું પાર્કિંગમાં દબાણ અને (16) આશાપુરા પાન દ્વારા પાર્કિંગ સહિતનો સમાવેશ થાય છે. ડિમોલિશનની આ કાર્યવાહીમાં આસિ.ટાઉન પ્લાનર એ.એમ.વેગડ, અજય પરસાણા, આર.એન.મકવાણા સહિતનો સ્ટાફ હાજર રહ્યાે હતો. જ્યારે વિજિલન્સ અધિકારી આર.પી.ઝાલા સહિતનાએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

Read More
રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો

અત્યારે થોડા સમય થી રાજકોટ કોન્સ્ટેબલ હત્યા કેસ ખુબ જ ચર્ચામાં છે, જેમાં એક મહિલા અને પુરુષ કોન્સ્ટેબલ માં મોત થઇ ગયા છે.તમને જણાવી દઈએ કે ASI ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અપમૃત્યુ કેસમાં FSL રિપોર્ટમાં કેટલાક નવા ખુલાસાઓ થયા છે. ખુશ્બુએ પહેલા રવિરાજને ગોળી મારીને તેના જ ખોળામાં પોતાનું માથું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી.અહી ઉલ્લેખનીય છે કે રાજકોટ ઝોન-2ના ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ખુશ્બુ અને રવિરાજ વચ્ચે 9 મહિનાથી એકબીજા વચ્ચે પ્રેમસંબંધ હતો. 15 દિવસ પહેલા જ તેઓ ફરવા માટે મુંબઈ પણ ગયા હતા. બંને એકબીજાને મોબાઈલ પર પતિ-પત્ની તરીકે જ સંબોધતા હતા. પ્રેસ કોન્ફરન્સમાં આપેલ માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ખુશ્બુ અને રવિરાજ રોજ એકબીજાને મળતા હતા અને અને છુટા પડ્યા પછી પણ મોડીરાત સુધી એકબીજા સાથે મોબાઈલ પર ચેટિંગ પણ કરતા. તેઓ રોજ એક સાથે જ જમતા. બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ હતો પરંતુ ક્યારેક એકબીજા સાથે રોજ બોલાચાલી અને તકરાર પણ થતી હતી. મુંબઈ ફરવા ગયા ત્યારે પણ બંને વચ્ચે કોઈક વાતને લઈને બોલાચાલી થઈ હતી. રવિરાજ ખુશ્બુને આર્થિક મદદ પણ કરતો હતો એવી વાત જાણવા મળી છે. જોકે, બંનેના મોત વચ્ચેનો સમયગાળો કેટલો હતો તે હજુ સુધી જાણી શકાયો નથી. તમને જણાવી દઈએ કે ફોરેન્સિક રિપોર્ટમાંથયેલા ખુલાસા મુજબ ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહને 4 ફૂટ દૂરથી ગોળી મારી પોતે રવિરાજ સિંહનાં મૃતદેહનાં ખોળામાં માથું મુકયું હતું.ખુશ્બુએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરિંગની ઘટના સમયે રવિરાજ પોતાના ઘેર જવાની તૈયારીમાં હતો અને ખુશ્બૂએ પુરા કપડાં પહેર્યા ન હતા એવો ખુલાસો FSL રીપોર્ટમાં થયો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો એએસઆઇ ખુશ્બુ કાનાબારે સાથે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને મારો નહીં તો કોઇનો નહીં સમજી ગોળી મારી પોતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો એવી વાત સામે આવી રહી છે. આ ચકચારી મચાવનાર કેસમાં ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે પ્રમસંબંધ હતો અને બંને એકબીજા સાથે કોર્ટ મેરેજ કરવા સુધી પહોંચી ગયા હતા.તમને જણાવી દઈએ કે ખુશ્બુના મગજ પર ભૂત સવાર હતું કે તું મારો નહીં તો કોઇનો નહીં.ખુશ્બુ પોતાની ગનમાંથી જ કોઇ વળતો હુમલો ન કરે તે માટે ઉંધા કારતુસ લોડ કરી રાખતી હતી. તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર કોઇ પણ ભોગે રવિરાજને પામવા માંગતી ખુશ્બુના મગજ પર ભૂત સવાર હતું કે તું મારો નહીં તો કોઇનો નહીં. આથી એણે પોતાની સરકારી રિવોલ્વરથી રવિરાજસિંહને માથામાં ગોળી મારી દીધી હતી. ગોળી માર્યા બાદમાં રવિરાજના માથામાંથી વહી રહેલા લોહીના પ્રવાહને રોકવા તકીયો દબાવી દીધો હતો અને રવિરાજના ખોળામાં માથું મુકી તે વળગી પડી હતી. ખુશ્બુએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો પણ મિસ ફાયર થયું હતું અને ત્રીજી વખત ફાયરિંગ કરતા તેનું માથુ વિંધાઇ ગયું હતું. આ સમગ્ર કેસમાં એફએસએલના રિપોર્ટએ હકીકતનો પડદો ઉંચકી નાંખ્યો છે. રિપોર્ટ પહેલા પોલીસને એવી થીયરી હતા કે રવિરાજસિંહે ખુશ્બુને ગોળી મારી પોતે આપઘાત કર્યો હતો. પરંતુ તે વાત રીપોર્ટ પછી ખોટી સાબિત થઇ છે.

Read More
આર્થિક રીતે પછાત ઉમેદવારોને સરકાર તરફથી નોકરીઓમાં આ મોટો લાભ મળી શકે છે

આર્થિક રીતે પછાત સમુદાય માટે સરકાર તરફથી એક નવો લાભ મળવા ની ચર્ચાએ જોર પકડ્યું છે,સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સમુદાયને દસ ટકા આર્થિક અનામત આપ્યા પછી નરેન્દ્ર મોદી સરકાર હવે આ સમુદાયના લોકોને સરકારી નોકરીની ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં વધારો કરવાનું પણ વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે સંદર્ભમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનિંગને પત્ર લખી આર્થિક રીતે પછાત લોકોને મહત્તમ વય મર્યાદામાં રાહત આપવા માટે જણાવ્યું હતું.સરકારી સુત્રીથી મળતી માહિતી અનુસાર ઓબીસી સમુદાય જેટલી જ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને પણ મહત્તમ વય મર્યાદામાં રાહત આપવા અંગે કેન્દ્ર સરકારમાં વિચારણા ચાલી રહી છે. અહી ઉલ્લેખનીય છે કે હાલમાં ઓબીસી સમુદાયને મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની રાહત મળે છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને મહત્તમ વય મર્યાદામાં પાંચ વર્ષની રાહત મળે છે.તમને જણાવી દઈએ કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન થાવરચંદ ગેહલોતે આ અંગેની ભલામણ પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહને કરવામાં આવી હતી. અહી ફરિયાદ ને પગલે ગેહલોતે જણાવ્યું હતું કે વિવિધ લોકોના મંતવ્યો જાણ્યા પછી આર્થિક રીતે પછાત વર્ગના લોકોને પણ મહત્તમ વય મર્યાદામાં રાહત મળવી જોઇએ. થાવરચંદ ગેહલોતે વધુમાં એ પણ જણાવ્યું હતું કે આર્થિક રીતે પછાત વર્ગના લોકોનું એક પ્રતિનિધિ મંડળ મને મળ્યું હતું ત્યારબાદ આ ભલામણ કરવામાં આવી હતી.જોકે આ સમગ્ર બાબતે વિચારણા ચાલુ છે સુ થશે એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે.

Read More
GPSCએ એકસાથે કુલ 1774 પદો પર ભરતીની જાહેરાત બહાર પાડી

સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં GPSC દ્વારા કુલ 1,774 પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી કલેક્ટર તેમજ ડીવાયએસપી જેવી ક્લાસ-1,2 નોકરીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ભરતીઓ માટે અરજી કરવાની તારીખ આજે 15 જુલાઈથી શરૂ થશે અને છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કોઈપણ સ્નાતક કે પછી છેલ્લા વર્ષમાં હોય અને પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થવાનું હોય તેવા લોકો આ ભરતી માટે ફોર્મ ભરી શકશે. જીપીએસસી દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫ ,Dy.S.P ની કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૨, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-૧ની કુલ ૦૧, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ ૪૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જીપીએસસી) ની કુલ ૦1 સાથે અન્ય જગ્યાઓ મળીને કુલ ૯૭ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તદ્ઉપરાંત રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનો, ગ્રેડ-૧) ક્લાસ-૨ ની ૨૩ જગ્યાઓ તથા રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનો, ગ્રેડ-૧) ક્લાસ-૨ ની ૨૦ જગ્યાઓ, મેડિકલ ઓફિસર્સની ૧૬૧૯ જગ્યાઓ,સરકારી હોમીઓપેથી કોલેજના પ્રિન્સિપાલ/સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-૧, પ્રોફેસર (હોમીયોપેથી) પ્રેકટીસ ઓફ મેડિસિન અને રેપર્ટરીની એક એક જગ્યાઓ અને અન્ય જગ્યાઓ એમ કુલ ૧૭૭૪ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Read More
સગીરા પર દુષ્કર્મ ગુજારતા 10 વર્ષની સજા પડી, જામીન પર છૂટી અપહરણ કરી ફરી તેના પર જ દુષ્કર્મ આચર્યું

માલવીયાનગર પોલીસે માયાણી નગર ક્વાર્ટર પાસે ચામુંડાનગર-1માં રહેતાં ભગવાનજી લક્ષ્મણભાઇ રાઠોડ (ઉ.48) સામે આઇપીસી 366, 376 (ઇ), 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આજથી ચાર વર્ષ પહેલા એટલે કે 2015માં ભગવાનજીએ એક સગીરાનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે તે વખતે અપહરણ, દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતાં તેની ધરપકડ થઇ હતી અને કોર્ટ હવાલે કરાયો હતો. કોર્ટે 10 વર્ષની સજા કરી હતી. પરંતુ જામીન પર છૂટતા ફરી તે જ સગીરા જે આજે પુખ્ત વયની બની ગઇ છે તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું છે. આ કેસમાં ભગવાનજી એક વર્ષ પહેલા હાઇકોર્ટમાંથી જામીન પર છૂટ્યો છે. દરમિયાન પોતાને જેના કારણે આ સજા પડી તે સગીરા કે જે હાલમાં પુખ્ત વયની થઇ ગઇ છે તેની જેલમાંથી છૂટી ફરીથી શોધખોળ હાથ ધરી હતી અને ગત જાન્યુઆરી માસમાં 17મીએ તેણે યુવતીને શોધી કાઢી હતી અને તારી જુબાનીને કારણે મને સજા પડી છે, હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે, નહીં કર તો તારા ભાઇ અને પિતાને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી અપહરણ કરી ગયો હતો. યુવતીને લીંબડીના ભલગામડા ગામે લઇ ગયો હતો. ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને એ પછી 23મીએ તે યુવતીને પોતાના કાકાને સોંપી ધ્યાન રાખવાનું કહીને નીકળી ગયો હતો. ત્યારબાદ ભગવાનજીના કાકાએ યુવતિને પરત ઘરે મુકી ગયા હતાં. યુવતીને તેના ભાઇ-પિતાને મારી નાંખવાની ધમકી આપી હોય તેણીએ પોતાની સાથે દુષ્કર્મ થયાની કોઇને જાણ કરી નહોતી. હવે ફરીથી આ શખ્સ ઘર પાસે આંટાફેરા કરી ધાકધમકી આપતો હોય અંતે આ મામલે તેણીના પરિવારજનોએ માલવીયાનગર પોલીસને જાણ કરતાં ભગવાનજી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Read More
કચ્છના માનકુવા નજીક ટ્રક, રીક્ષા અને બાઈકનો ત્રિપલ એક્સિડન્ટ, 10ના મોત

કચ્છમા ટ્રક, બાઈક અને છકડા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. તેમજ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના માનકુવા અને સામત્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રક, બાઈક અને છકડા વચ્ચે અકસ્માત થયો હતો. બંને ગાડીઓ વચ્ચેનો ટકરાવ એટલો જોરદાર હતો કે, છકડાનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના નિર્દયી રીતે મોત નિપજ્યા છે. અકસ્માત થયો તે સમયે છકડામાં 13 મુસાફરો તો બાઈક પર 3 મુસાફરો સવાર હતા. તો ઘાયલોને તાત્કાલિક સારવાર પહોંચાડવામાં આવી હતી. આ અકસ્માત નજરે જોનારાઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, તો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

Read More
રાજકોટમાં તમામ રાઈડનું ચેકિંગ કરવા આદેશ

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે ફન વર્લ્ડ બંધ રાખવા સૂચના આપી અમદાવાદનાં કાંકરિયામાં બનેલી દુર્ઘટના બાદ હવે રાજકોટ અને જામગનરમાં પણ મેળાની રાઈડ્ઝનું ચેકિંગ કરવા તંત્રએ આદેશ આપ્યો છે. આ સાથે જ મિકેનિકલ રાઈડઝ માટે માર્ગ મકાન વિભાગ તરફથી સર્ટીફિકેટ લેવા માટે પણ સૂચના આપી છે. રાજકોટના રેસકોર્સ પર આવેલા ફનવર્લ્ડમાં પણ રાઈડઝ માટે સર્ટિફિકેટ લેવા સૂચના આપી છે. આ સાથે જ કહ્યું છે કે મિકેનિકલ રાઈડઝનું મેન્ટેનન્સ કરવા અને RNB પાસેથી સર્ટિફિકેટ લીધા પછી જ રાઈડ્સ ચાલુ કરી શકાશે. તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ આજથી જ બંધ કરાવાઈ રાજકોટ મહાનગરપાલિકાએ તેના કાર્યક્ષેત્ર હેઠળના રેસકોર્ષ ગાર્ડન, ફનવર્લ્ડ વગેરે વિસ્તારોમાં કાર્યરત મોટરાઈઝડ રાઈડ્ઝના ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. રજુ કરવા રાઈડ્ઝ સંચાલકોને આદેશ કર્યો છે. બંછાનિધિ પાનીએ રાઈડ્ઝ સંચાલકો પાસેથી ફિટનેસ સર્ટી અને રાજકોટ શહેર પોલીસના એન.ઓ.સી. મંગાવવા સંબધિત શાખાને આદેશ કર્યો છે. આ આદેશને પગલે એસ્ટેટ વિભાગ દ્વારા રાઈડ્ઝ સંચાલકોને એક પત્ર પાઠવી દિવસ-1 (એક)ની મર્યાદામાં આ બંને ડોક્યુમેન્ટ રજુ કરવા સુચના આપવામાં આવી છે. જ્યાં સુધી આ ડોક્યુમેન્ટ રજુ નહિ થાય ત્યાં સુધી રાઈડ્ઝ બંધ રાખવા પણ જણાવ્યું છે. જો આ બંને ડોક્યુમેન્ટસ પ્રાપ્ત કર્યા વગર રાઈડ્ઝ સંચાલન થઇ રહ્યાનું જણાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી છે. તે જે રાઈડ્ઝ મેન્યુઅલ (હાથેથી ફેરવવામાં આવે છે તે) ચલાવાય છે તેને આ આદેશ લાગુ પડતો નથી. અન્ય તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ માટે ઉપરોક્ત ફિટનેસ સર્ટી અને પોલીસ એન.ઓ.સી. ફરજીયાત લેવાનું રહેશે. મનપાએ તાત્કાલિક અસરથી તમામ મોટરાઈડ્ઝ રાઈડ્ઝ આજથી જ બંધ કરાવવામાં આવેલ છે. જે જે રાઈડ્ઝ સંચાલકો ઉપરોક્ત બંને ડોક્યુમેન્ટસ મહાનગરપાલિકામાં રજુ કરશે તેને જ રાઈડ્ઝ સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે.

Read More
ઉધના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવેલા ત્રણ યુવકોનાં મોત

સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે 3 યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં ત્રણેયનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનથી વલસાડમાં હોટલમાં કામ કરવા માટે જતા સુરતમાં 6 યુવાનો પૈકી ત્રણ યુવકો કુલદિપ ફુલસિંગ(ઉ.વ.18), પ્રવિણ ધીરસિંગ(ઉ.વ.19) અને પ્રવિણ નારાયણસિંગ(ઉ.વ.18) નામના મોત નીપજ્યા હતા. અન્ય ટ્રેનમાં બેસી જતા ચાલુ ટ્રેને ઉતર્યા હતા મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના 6 યુવકો રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા નીકળ્યા હતા. સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે, ટ્રેનમાં રહેલા મુસાફરોએ માર્ગદર્શન આપ્યું હતું કે, આ ટ્રેન સુપર ફાસ્ટ છે અને વલસાડ ઉભી નહીં રહે. જેથી યુવાનો સુરત-ઉધના રેલવે સ્ટેશન વચ્ચે રઘુકુળ માર્કેટ રેલવે ગરનાળા નજીક ધીમી ચાલી રહેલી ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં એક કુલદિપ ફુલસિંગ(ઉ.વ.18)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ યુવાનો દ્વારા અન્ય લોકોની મદદથી ટ્રેનની અડફેટે આવેલા ત્રણેયને ઉંચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયા હતા. જ્યાંથી બે યુવકો પ્રવિણ ધીરસિંગ(ઉ.વ.19) અને પ્રવિણ નારાયણસિંગ(ઉ.વ.18)ને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પ્રવિણ ધીરસિંગનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રવિણ નારાયણસિંગનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો રેલવે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. વલસાડમાં હોટલમાં કામ કરવા આવ્યા હતા રાજસ્થાનના યુવકો કુલદિપ, પ્રવિણ ધીરસિંગ, પ્રવિણ નારાયણસિંગ, મહેન્દ્રસિંગ, પિન્ટુ પ્રકાશસિંગ અને તેનો મિત્ર વલસાડ ખાતે જવા માટે નીકળ્યા હતા. પ્રવિણ નારાયણસિંગની ઓળખથી વલસાડમાં હોલટમાં કામ માટે આવ્યા હતા. દરમિયાન ટ્રેનની અડફેટે ચડતા ત્રણના મોત નીપજ્યાં હતા.

Read More
રાજકોટનાં જંગલેશ્વર બે જુથ વચ્ચે ધીંગાણું: ૪ને ઈજા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વર મેઈન રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.૭માં રહેતા ઘોઘાભાઈ નાગદાનભાઈ બકુત્રા (ઉ.વ.૪૫) નામનાં પ્રૌઢે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ખોડિયાર મંદિર પાસે હતા ત્યારે તેનાં નાના ભાઈ ધીરૂભાઈ નાગદાનભાઈ બકુત્રા તથા સંજય ભીખુભાઈ ચાવડા ખોડિયાર મંદિર પાસે બેઠા હતા ત્યારે જંગલેશ્વરમાં આવેલ અંકુર સોસાયટી મેઈન રોડ પર રહેતાં કાળુ ઠેબા તેનો પુત્ર હબીબ ઠેબા તથા નાસીર ઠેબા અને મોહીલ ઉર્ફે ભાણો દાઉદ તથા રફીક ઉર્ફે મામો તથા મોહિત શાહ તથા રજાક કુરેશી તેમજ મયુર પરમાર સહિતનાં લોકો ઘાતક હથિયારો સાથે હુમલો કરી હબીબ ઠેબા તલવારથી અને કાળુએ પાઈપથી નજીવી બાબતે ઝઘડો કરી ધીરૂભાઈને મારમારતાં અને ઘોઘાભાઈને પેટનાં ભાગે તલવારનો ઘા મારી ઈજા કરી હતી તથા સંજયને લોખંડનાં પાઈપ વડે મારમારી માથામાં ઈજા કરી હતી. તે દરમિયાન અન્ય લોકોનું ટોળુ ભેગું થઈ જતાં હુમલાખોરો નાસી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં ઘોઘાભાઈ, ધીરૂભાઈ અને સંજયને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે સામાપક્ષે જંગલેશ્ર્વર મેઈન રોડ પર અંકુર સોસાયટીમાં રહેતા હબીબ અલીભાઈ ઉર્ફે કાળુભાઈ ઠેબા (ઉ.વ.૪૦)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, પોતે રાત્રીનાં ૧૧:૩૦ વાગ્યે ઘરે હતા ત્યારે તેના નાના ભાઈ નાસીરનો ફોન આવ્યો હતો કે, જંગલેશ્ર્વર મેઈન રોડ પર ખોડિયાર મંદિર પાસે ઝઘડો થયો છે તેથી તે તાત્કાલિક રાધાકૃષ્ણનગરમાં આવેલ ખોડિયાર મંદિર પાસે દોડી ગયા હતા ત્યાં બાબુ મહેતા, પ્રકાશ ઉર્ફે પકો આહિર, રણજીત ચાવડા, તુષાર મહેતા, રવિ લાવડીયા, વિપુલ બકુત્રા તથા બીજા અજાણ્યા શખ્સો સહિતનાઓએ તેનાં નાના ભાઈ નાસીર સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હોય જેથી સમજાવવા જતાં રણજીત ચાવડા સહિતનાં ઉપરોકત શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરી મારમારી ઈજા કરી હતી તથા પડોશમાં રહેતા દિલાવર નુરમહમદ મકરાણીને રણજીતે તલવાર વડે હુમલો કરી તથા હબીબભાઈને મારમારી ઈજા કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરનાં સંવેદનશીલ ગણાતા જંગલેશ્ર્વર વિસ્તારમાં મોડીરાત્રીનાં નજીવી બાબતે છમકલું થતા અને બંને જુથ સામ-સામે આવી જતાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો અને મોડીરાત્રીનાં ભકિતનગર પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવી, હેડ કોન્સ્ટેબલ આર.વી.ગડાધરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસથળે દોડી જઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. તહેવારો પૂર્વે સંવેદનશીલ વિસ્તારમાં કોમી છમકલું થતા અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસનાં ઉચ્ચ્ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય જેથી બંને કોમનાં લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે મોડીરાત્રીનાં દોડી જતાં સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાય હતી અને વાહનોનાં થપ્પા લાગી ગયા હતા. બંને પક્ષે તણાવભર્યું વાતાવરણ સર્જાર્યું હોય જેથી પોલીસને સિવિલ હોસ્પિટલમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

Read More
વરસાદ ખેંચાતા રાજકોટનો આજી ડેમ ફરી નર્મદા ભરોસે, પડધરી તાલુકામા ખેડૂતનો પાક સુકાતા રામધૂન

સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો અને પાણીને લઇ પરિસ્થિતિ વણસી રહી છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ ચોમાસુ મધ્યમાં પહોંચી ગયું છે. છતાં સિઝનનો માંડ પાંચ ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે. ત્યારે શહેરના જીવાદોરી સમાન આજી ડેમમાં પાણી ખૂટવા લાગ્યું છે. જો 31 જુલાઇ સુધી આવી જ પરિસ્થતિ રહેશે તો ફરી આજીડેમ નર્મદાના નીરના ભરોસે રહેશે તો બીજી તરફ ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. છે આથી પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ખેડૂતોએ વાવણી કરી લીધી પરંતુ વરસાદ ખેંચાતા પાક સુકાતા આજે સવારે ખેડૂતોએ ખેતરે એકઠા થઇ રામધૂન બોલાવી હતી. રાજકોટમાં સિઝનનો માંડ 4થી 5 ઇંચ આજી ડેમના તળિયા દેખાય રહ્યા છે. અત્યાર સુધી પાણીકાપનો પ્રશ્ન આવ્યો નથી પરંતુ આવી જ પરિસ્થતિ રહેશે તો પાણીની પળોજણ દસ્તક દેવાની શરૂઆત કરશે.જો કે રૂપાણી સરકારે અગાઉ પણ કહ્યું હતું કે પાણીની મુશ્કેલી નહીં થવા દઇએ જરૂર પડ્યે આજીને નર્મદાના નીર મળતા રહેશે. અગાઉ 2 વખત નર્મદાનીરથી આજી ભરાયો હતો. ફરી એક વખત આ પરિસ્થતિનું નિર્માણ થઇ રહ્યું છે. જો કે કોર્પોરેશનના સત્તાધિશોને પણ વિશ્વાસ છે કે વરસાદ ખેંચાશે તો નર્મદાના નીર તો મળશે જ. પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડૂતોમાં રોષ રાજકોટના મોટા ખીજડીયા ગામે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વાવણી થઇ ગઇ છે પરંતુ પાક જમીનમાં બેસી ગયો છે. લોન લઇ ખેડૂતોએ વાવણી કરી છે. સમયસર પાકવીમો પણ મળ્યો નથી અને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અવારનવાર ખેડૂતોએ સરકારને રજૂઆત કરી છે છતાં કોઇ યોગ્ય પગલા લેવાયા નથી. આજે ખેડૂતો રોષે ભરાય મંજીરા અને તબલા સાથે રામધૂન બોલાવી હતી. ખેડૂતોએ સરકાર પાસે બિયારણની પણ માંગ કરી છે.

Read More
મોડું કર્યા વગર ૩૧ જુલાઈ પહેલા આ સરકારી યોજનાનો લાભ લઇ લેજો

આપણે જાણીએ છીએ કે દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદ બિલકુલ છે જ નહીં.એવામાં દેશમાં ખરીફ પાકનું વાવેતર પણ ઝડપથી શરૂ થઈ ચુક્યું છે. અને આ સમયે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે મહત્વની અને સારી લાભકારી સાબિત થઈ શકે છે.તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લઈ ખેડૂતોના પાકને જો કોઈ કારણોસર નુકસાન થાય તો તેનું વળતર પણ મેળવી શકે છે. તો આ યોજના વિષે તમને જણાવી દઈએ. અહી ઉલ્લેખનીય છે કે સરકારી વીમા યોજના અંતર્ગત દેશભરની વીમા કંપનીઓને પસંદ કરવામાં આવી છે કે જે ખેડૂતોને તેના પાકનો વીમો ચુકવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વીમા કંપની રાજ્ય સરકારને પાક ઉત્પાદનના આંકડા અને વાતાવરણના આંકડાના આધારે વીમાના દાવાનું આંકલન કરે છે. અને વીમા કંપની આંકલન કરી દાવાની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરી આપે છે. તમને જણાવી દઈએ કે સરકાર તરફ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પાક વીમા યોજના હેઠળ મળેલા આંકડા બાદ ૨૧ દિવસની અંદર ખેડૂતોને વીમા કંપનીઓએ વળતર ચુકવી દેવામાં આવે છે. જો વળતર આપવામાં વીમા કંપની ૨૧ દિવસથી વધારે સમય લગાડે તો કંપનીએ ૧૨ ટકાના દર વાર્ષિક પર દંડ પણ ચુકવવો પડશે.તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ સૌથી પહેલા નજીકની બેન્ક, જનસેવા કેન્દ્ર, વીમા એજન્ટ કે વીમા કંપનીનો સંપર્ક કરવો પડશે.સાથે સાથે તમને જણાવી દઈએ કે આ યોજના માટે વીમો કરાવવાની અંતિમ તારીખ મોટાભાગના રાજ્યોમાં ૩૧ જુલાઈ છે તો એ પહેલા આ વીમો દરેક ખેડૂતે લેવો પડશે.

Read More
રાજકોટમાં જાહેરમાં પૂર્વ પત્ની પર એસિડ ફેંકનાર પતિ ઝડપાયો

શહે૨ના લોધાવડ ચોક પાસે ગઇકાલે સવારે નોકરી પ૨ જઈ ૨હેલા લોહાણા ત્યક્તા પ૨ પૂર્વ પતિએ એસીડ એટેક ક૨તા તે દાઝી જતા તેને સા૨વા૨ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાના 14 માસ પહેલા જ છૂટાછેડા થઈ ગયા હોવા છતાં ગઇકાલે પો૨બંદ૨થી આવેલા પૂર્વ પતિએ હિંચકારો હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે એ ડિવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી છે. પી.ડી. માલવીયા કોલેજ નજીક સ્વામિનારાયણ ચોક પાસેની ઘટના શહેરની પી.ડી. માલવીયા કોલેજ નજીક સ્વામીનારાયણ ચોક પાસે ૨હેતા માયાબેન પ્રિતમભાઈ પોપટ (ઉ.વ.35) નામના લોહાણા સવા૨ના સુમારે નોકરી પ૨ જતા હતા. તે સમયે તેના પૂર્વ પતિ પ્રીતમ પ્રવીણ પોપટ ૨સ્તામાં ધસી આવ્યો હતો. તેણે મહિલાના વાહનને અટકાવી તેના પ૨ એસીડ વડે એટેક ર્ક્યો હતો. ઘટનાને પગલે મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Read More
ગુજરાતમાં દારૂબંધીના નામે પોલંમપોલ

રાજ્યમાં દારૂબંધીની પોલંમપોલના આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવે છે. કેટલાક આંકડા પર નજર કરીએ તો છેલ્લા બે વર્ષમાં 1 લાખ 32 હજારથી વધુ દેશી દારૂ પકડાવાના અને 29 હજાર 989 કેસ વિદેશી દારૂના નોંધવામાં આવ્યા છે. એટલે કે, રોજના સરેરાશ 222 દારૂ પકડાવાના કેસ નોંધવામાં આવ્યા છે. જેમા દારૂ પકડાવાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19 હજાર 689 કેસ જ્યારે કે, અમદાવાદમાં 2 વર્ષમાં કુલ 12 હજાર 428 કેસ નોંધવામાં આવ્યા છે.

Read More
રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલે સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો

શહેરના નવા 150 ફૂટ રોડ પર આવેલા મારૂતિ શો રૂમ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટરમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. કોન્સ્ટેબલના મૃતદેહ પાસેથી એએસઆઇની સર્વિસ રિવોલ્વર મળી આવી છે. બંનેએ આ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળીઓ ધરબી આપઘાત કર્યાનું જાણવા મળી રહ્યું છે. તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આવાસ યોજનાના ક્વાર્ટરમાં કોઇ કારણોસર આપઘાત કરી લીધો છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા. આપઘાત પાછળ ક્યું કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Read More
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ જન્મદિવસે આવતીકાલે મેગા રક્તદાન કેમ્પ

સેવાકીય પ્રવુતિઓમાં અગ્રેસર પટેલ બ્રાસ પરિવાર અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે સતત ૧૯માં વર્ષ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા સદ્જ્યોતા ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ જુલાઈના એટલે કે આવતી કાલે તેમના જન્મદિવસે રાજકોટમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં શહેર તેમજ આસપાસના ગામેમાથી યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉમટી પડશે. સદ્જ્યોતા ચેરીટેબલના નેજા હેઠળ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના ૫૪માં જન્મદિવસ નિમિતે આવતીકાલે સવારે ૮ થી ૧ શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, પાણીના ટાંકાની સામે, માલવિયાનગર પોલીસ સ્ટેશન વાળી શેરી, રાજકોટ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડશે. આ રક્તદાન કેમ્પમાં એક્ત્રીત થયેલ રક્ત ગરીબ દર્દીઓને આપવામાં આવશે.કેમ્પમાં સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક સહિતની બ્લડ બેંકો સેવા આપશે. ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશભાઈ પટેલની અત્યાર સુધીમાં ૧૨૫ કરતા પણ વધુ વખત રક્તુલા કરવામાં આવી છે. આ રક્તતુલા ક્યાં બાદ તમામ રક્ત સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને અપર્ણ કરવામાં આવે છે. નરેશભાઈના જીવનનો ધ્યેય જરૂરીયાતો મંદ અને ગરીબ પરિવારનો મદદ કરવાનો હમેશા રહ્યો છે.

Read More
ગોંડલ માં યુવક-યુવતીએ ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી અજાણ્યા યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગોંડલના સ્ટેશન વિસ્તાર નજીક આવેલા ફૂટપાથ પાસે એક ઝાડ પર યુવક-યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. યુવક-યુવતીનો મૃતદેહ સ્થાનિકોએ જોતા પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક-યુવતી કોણ છે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી પરંતુ પ્રાથમિક દૃષ્ટીએ પ્રેમીઓએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે. જોકે, યુવક- યુવતીએ આત્મહત્યા કરી હતી કે હત્યા થઈ હતી તે પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. ઝાડ પર ગળેફાંસો ખાધેલા યુવક-યુવતીની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા. યુવક-યુવતીને ઝાડ પરથી ઉતારી અને એમ્બુલન્સમાં લઈ જવાની તજવીજ હાથધરાઈ હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

Read More
પતિની અંધશ્રદ્ધાએ હદ વટાવી

સુરત જહાંગીરપુરા વિસ્તારમાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. પત્નીને બાળકો ન થતા પતિએ ભુવા પાસે તેને ડામ અપાવ્યા હતા. આ ઘટના બાદ પત્ની આઘાતમાં આવી જઇ આત્મહત્યા કરી. હતી. તેની માતાએ ફરિયાદ નોંધવતા પતિની કરતૂત બહાર આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના જહાંગીર પુરામાં દિપક રાઠોડ અને કોમલ નામનુ દંપતી રહેતુ હતું. કોમલને સંતાન થતા ન હતા. તેથી તેનો પતિ દિપક તેને ભૂવા પાસે લઈ ગયો હતો. જેમાં ભૂવાએ કોમલને શરીરના કેટલાક ભાગ પર ડામ આપ્યા હતા. આ ઘટના બાદ કોમલ આઘાતમાં આવી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરી હતી. દીકરીના મોત વિશે સાંભળીને તેની માતાએ આભ ફાટે તેવું આક્રંદ કર્યું હતું. તેની માતાએ વિશે પોલીસમાં ફરિયાદ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણા કરવા અંગેની ફરિયાદ નોઁધાઈ છે. આ મામલે જહાંગીરપુરા પોલીસે પતિ દિપક રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More
રાજકોટીયન્સનો નવરાત્રીમાં તંદુરસ્તીને અનુલક્ષીને નવો ટ્રેન્ડ

કંઈક નવું વિચારવા અને નવું કરવાનો શોખ અને ટેવ ધરાવતા રાજકોટીયન્સમાં ક્યારેય નાવીન્ય નો અભાવ રહેતો નથી. રાજકોટવાસીઓના લોહીમાં જ સતત બદલાવ અને પરિવર્તનની ભાવના રહે છે શહેરીજનો દાંડિયા વિથ યોગાના એક નવાજ ટ્રેન્ડ તરફ વળ્યાં છે. કોઈ પણ તહેવાર હોઈ કે પછી અનેકવિધ પ્રવૃત્તિ... જો તેમાં ગરબા ન આવે તો એ ગુજરાતી ન કહેવાય. રાજકોટમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે "યોગા વિથ દાંડિયા" છે અનોખો કોન્સેપ્ટ રાજકોટીયન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં યોગ અને એરોબિકના અનોખા કલાસીસ ચાલી રહ્યા છે. જેમાં શહેરીજનો યોગ સાથે ગરબા રમી કસરત કરતા જોવા મળે છે. રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે. રાજકોટમાં સારું સ્વાસ્થ્યને તંદુરસ્તી રાખવા માટે શહેરીજનો અનેકવિધ નુસખાઓ અજમાવતા હોઈ છે ત્યારે સ્વાસ્થ્ય સાથે એન્જોયમેન્ટને ધ્યાને લઇ રજવાડી ફેમિલી કલબના પ્રેસિડન્ટ મનીષ પ્રજાપતિ દ્વારા એરોબિક કલાસ તેમજ યોગના કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. અહીં યોગા વિથ દાંડીયા શીખવાડવામાં આવી રહ્યા છે. જેનાથી માઈન્ડ ફ્રેશનેશ સાથે તંદુરસ્તી પણ સારી રહે છે. યોગાસનોની સાથે દાંડિયાનો તાલ મિલાવવા માટે યંગસ્ટર્સથી માંડી મોટેરાઓ દરરોજ સવારે 5.30થી 8 દરમ્યાન લોકો દાંડીયા વિથ યોગા કરીને અલગજ તાજગીનો અનુભવ કરે છે. રાજકોટ શહેરમાં 100થી વધુ ગરબા ક્લાસીસ ચાલે છે જેમાંથી 20 જેટલા ક્લાસીસ તો બારેમાસ ચાલુ જ હોઈ છે. રજવાડી ફેમિલી ક્લ્બમાં ટ્રેનર તરીકે સેવા આપતા ભૂમિકા વ્યાસ યોગ અને એરોબિક્સના ટ્રેનર છે. તેમને એક વિચાર આવ્યો કે યોગ અને એરોબિક્સથી શરીરને અસંખ્ય ફાયદાઓ થાય છે. યોગ પ્રત્યે તમામ વર્ગના લોકોની રુચિ વધે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી કંઈક નવું જ લઇને આવું જેથી લોકો વધુને વધુ યોગમાં જોડાઈ. આથી દાંડિયા સાથે યોગા કરાવવાનું શરૂ કર્યું. યોગાની જુદી જુદી કસરતોમાં દાંડિયાના સ્ટેપ્સ બેસાડ્યા અને આ નવા ટ્રેન્ડને શહેરીજનોનો ખુબ જ પ્રતિસાદ મળ્યો અને લોકોની યોગ તરફ રુચિ પણ વધી. હાલ તો ફિટનેશની સાથે યંગસ્ટર્સ શોખની પણ પૂર્તિ કરી રહ્યા છે. ત્યારે રાજકોટનો યોગા વિથ દાંડિયાનો નવો ટ્રેન્ડ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બનશે તેવી આશા સંચાલકો સેવી રહ્યા છે

Read More
બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં પરેશ ધાનાણીનાં ગઢમાં ગાબડું, ભાજપનો થયો વિજય

ભાજપે લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી અને હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનાં ગઢ અમરેલીમાં પણ ગાબડું પડ્યું છે. અમરેલીની બગસરા નગરપાલિકામાં 5માંથી 4 બેઠકો પર ભાજપે કબજો મેળવ્યો છે. જ્યારે 1 બેઠક કોંગ્રેસનાં ફાળે આવી છે. મહત્વનું છે કે બગસરા પાલિકામાં ગત રવિવારે ચૂંટણી યોજાઇ હતી. અમરેલીમાં સભ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ભાજપના વિજયી ઉમેદવારોમાં વોર્ડ નં-2માં હંસાબેન માલવીયા 143 મતે વિજય થયા છે. વોર્ડ નં-3 આશાબેન દેશાણી 892 મતે, વોર્ડ નં-3 વિલાસબેન પાધડાલ 780 મતે, વોર્ડ નં-7 શિલ્પાબેન સોંનગરા 120 મતે વિજયી બન્યાં છે. કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક જયસુખ મેર કોંગ્રેસ ફક્ત 30 મતે વિજયી મેળવી છે. વિરમગામ નગરપાલિકા વોર્ડ નં-4 એક મહિલા બેઠક માટે પેટાચૂંટણીનું પરીણામ જાહેર થયું છે. કોંગ્રેસનાં તાઇ રાબીયાબાનુ ગુલાબરસૂલ 2327 મતે વિજયી બન્યા છે. હાલ ભાજપનાં 18 અને કોંગ્રેસનાં 18 સભ્યો થયા છે. મહત્વનું છે કે બગસરા નગરપાલિકામાં ખાલી પડેલી પાંચ જગ્યાઓ માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી જેમાં એક બેઠક બિનહરીફ થયા બાદ તા.7ને રવિવારના રોજ અન્ય ચાર બેઠકો માટે મતદાન યોજાયું છે. આ જ રીતે તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણીની જાહેરાત થઈ છે જેમાં સૌથી વધુ રાજુલા તાલુકા પંચાયતની 6, જાફરાબાદ તાલુકા પંચાયતની 3 અને બાબરા તાલુકા પંચાયતની 1 બેઠક માટે તારીખ 21નાં રોજ મતદાન થશે.

Read More
ખેતીમાં પાણીની તંગીથી બચવા માટે અમરેલીના ખેડૂતે અપનાવી આ રીત

અમરેલી જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ સારો થયો છે. સારા વરસાદને લઈ ખેડૂતો પણ ખુશ છે. આ વર્ષે અગાઉ વાવણી થઈ ગઈ છે. વરસાદ ખેંચાય ત્યારે ખેડૂતોની પાણીની લઈને મુશ્કેલીઓ વધતી હોય છે. ત્યારે જિલ્લાના એક ખેડૂતે કૂવો રિચાર્જ કરીને પાણીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. અમરેલીના બગસરા તાલુકાના જેઠીયાવદર ગામના ખેડૂતે વરાસાદનું પાણીને કઈ રીતે ઉપયોગમાં લેવું તેનો વિકલ્પ પોતાની કોઠાસૂઝથી ગોતી કાઢ્યો છે. દર ચોમાસામાં જેઠીયાવદર ગામના ભીખાભાઈના ખેતરો વરસાદના પાણીથી ભરાઈ જતા અને પોતાના પાકને મોટું નુકસાન થતું. પરંતુ ભીખાભાઈએ પોતાની કોઠાસૂઝથી વિચાર કરીને પોતાના ખેતર આસપાસ જે વરસાદી પાણી ભરાતા હતા. તે જગ્યાએ જેસીબીથી ખોદકામ કરી નહેર જેવું કરી દીધું. ત્યારબાદ 15થી 20 ફૂટ એક મોટો પાઇપ કૂવામાં નાખ્યો આથી ખેતર બહાર વરસાદના પાણીનો જે ભરાવો થાય છે તે પાણી સિધુ કૂવામાં આવે. ભીખાભાઈનો કુવો 700 ફૂટથી વધારે ઊંડો છે. જે વરસાદ પહેલા ખાલીખમ હતો. વરસાદનું પાણી કૂવામાં જતા હાલ કૂવામાં 150 ફૂટ જેટલું પાણી ભરેલું છે. આમ ભીખાભાઈની મહેનત રંગ લાવી અને તેમનો કૂવો પણ રિચાર્જ થઈ ગયો. કૂવો રિચાર્જ થતાંજ ભીખાભાઈના ખેતરની આસપાસ આવેલા ત્રણ કૂવામાં પણ પાણી આવવા લાગ્યું છે.આવનારા દિવસોમાં આસપાસના ખેડૂતો પણ કૂવો રિચાર્જ કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં વરસાદી પાણી વડે કૂવો રિચાર્જ થતા કપાસ અને મગફળીના પાકને પણ પિયત માટે પાણી મળી રહ્યું છે. કૂવો રિચાર્જ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જલએ જ જીવન છે આ સૂત્રને અમરેલી જિલ્લાના જેઠીયાવદર ગામના ખેડૂતે સાર્થક કર્યું છે.વરસાદનું પાણી આસપાસના વિસ્તારોમાં વહી જતું હતું. કોઠાસૂઝ ધરાવતા ખેડૂતે પોતાનો કૂવો વરસાદના પાણી વડે રિચાર્જ કરતા આસપાસના ત્રણ ખેતરોના કૂવામાં પણ પાણી આવતા ખેડૂતોમાં આનંદ થવાય ગયો છે. આવનારા દિવસોમા પણ પાણીની સમસ્યા નહિવત રહે તેવું ખેડૂત જણાવી રહ્યા છે.

Read More
ચોમાસુ શરૂ થતા જ સિંહોમાં કૃમિની સમસ્યા, વન વિભાગે મારણમાં દવાના ડોઝ નાખવાનું શરૂ કર્યું

ચોમાસાની સિઝન શરૂ થતા જ સિંહોમાં કૃમિની સમસ્યા જોવા મળી રહી છે. આથી વન વિભાગ એક્શનમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા મારણમાં દવાના ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગે ગીર અને રેવન્યુ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરી છે. સિંહોએ કરેલા મારણમાં ડોઝ આપી તેમને કૃમિથી બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અગમચેતીના ભાગરૂપે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી થોડા સમય પહેલાં મેંદરડા વિસ્તારમાં કૃમિના કારણે ત્રણ સિંહોના મોત થયા હતા. જેને લઈને વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં પરિવર્તન આવતા સિંહો પર પણ તેની અસર જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં સિંહોને કૃમિની સમસ્યા સર્જાતી હોય છે. સિંહોના મારણમાં દવા નાંખી અને તેને કૃમિના રોગથી બચાવવાની કામગીરી કરવામાં આવી છે. ગત વર્ષે ગીરના સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ લાગ્યો હતો જેના કારણે 23 સિંહોના મોત નીપજ્યા હતા ત્યારે અગમચેતીના ભાગરૂપે વનવિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે.

Read More
પાદરા APMC ના ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાનનો આરંભ, 8 પ્રતિનિધિઓ માટે 17 ઉમેદવારો મેદાને

પાદરા APMC ના ખેડૂત વિભાગની ચૂંટણી માટે મતદાનનો આરંભ થયો.ખેડૂત વિભાગના 8 પ્રતિનિધિઓ માટે 17 ઉમેદવારો મેદાનમાં છે.કોંગ્રેસના નરેન્દ્ર મુખીની ખેડૂત હિત રક્ષક અને માજી ધારાસભ્ય દિનુમામાની ખેડૂત પ્રગતિ પેનલના ઉમેદવારો વચ્ચેનાં ચૂંટણી જંગમાં આજે ખેડૂતો મતદાન કરશે. જોકે સહકારી વિભાગ અને વેપારી વિભાગના બિનહરીફ ચૂંટાયેલા 6 પ્રતિનિધિઓ દિનુમામાનાં જૂથના છે. સવારના સમયે ઉમેદવારો સહિત અન્ય દિગજજોએ મતદાન કર્યુ હતુ.

Read More
અમૂલ ડેરીએ વધુ એકવાર દૂધના ફેટ દીઠ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોમાં ખુશી

અમૂલ ડેરી દ્વારા આજે પશુપાલકો માટે સારા સમાચાર લઇને આવી હતી. છેલ્લા પાંચ મહિનામાં દુધના ભાવમાં પાંચ વાર વધારો કર્યો હતો. 610 થી સરૂ કરી 690નો ભાવ આજે પશુપાલકોને મળી રહ્યો છે. ઉનાળાના કારણે ઓછુ દૂધ અને ધાસચારના ભાવના વધારો થયેલ હોવાથી પશુપાલકોને દુધ ઉત્પાદનમાં પોસાતુ ન હોવાથી અમૂલ દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધમાં આજથી ભાવ વધારો જાહેર કર્યો છે. અમૂલ દ્વારા ભેંસનાના દુધમાં કિલો ફેટ દિઠ ત્રીસ અને ગાયના દુધમાં કિલો ફેટ દિઠ નવ રૂપિયા અને દશ પૈસાનો વધારો જાહેર કરેલ હતો. તેના કારણે આણંદ અને ખેડા જીલ્લાના સાત લાખ પશુપાલકોને ફાયદો થશે તેની સામે અમૂલને મહિનાના 11.82 કરોડ અને વર્ષના 106.41 કરોડનો વધારાનો બોજ પડશે અમૂલ ડેરી દ્વારા છેલ્લા પાંચ મહિનામાં દૂધના ફેટ દીઠ ભાવમાં પાંચમી વાર વધારો કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોને મોટી માત્રામાં ફાયદો થશે. સામાન્ય રીતે પશુઓના ખોરાક અને ઘાસમાં સતત થઇ રહેલા ભાવ વધારાને કારણે પશુપાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે અમૂલ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Read More
રાજકોટના ખોડલધામ જેવું ભવ્ય મંદિર હવે સુરતમાં પામશે નિર્માણ: નરેશ પટેલ

સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ખોડલધામ મંદિર છે. રાજકોટ ખાતે આવેલા કાગવડ ખાતે હજારો ચોરસ મીટરમાં ખોડલધામ ફેલાયું છે. દેશ અને દુનિયા ભારતના લેઉવા સમાજના પાટીદારોમાં ખોડિયારના દર્શન કરવામાં માટે અહીં આવે છે. સુરતથી પણ મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામની મુલાકાતે જાય છે. સુરતમાં રહેતા લેઉવા પટેલ સમાજ તરફથી ખોડલધામના પ્રમુખ અને સમાજના મોભી નરેશ પટેલને એક અપીલ કરવામાં આવી હતી કે, સુરતની આસપાસના વિસ્તારમાં પણ ખોડલધામ જેવું જ મંદિર બનાવવામાં આવે. આ વાતનો સ્વિકાર કરી નરેશ પટેલે સુરતની આસપાસના કોઈ વિસ્તારમાં મંદિર નિર્માણ માટેની કવાયત શરુ કરી છે. જેના ભાગરૂપે તેઓ સુરતની અલગ અલગ સંસ્થાઓને મળી રહ્યા છે. બે દિવસની સુરતની મુલાકાતે આવેલા નરેશ પટેલે યુવાનો સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કઈ રીતે મંદિરનું નિર્માણ પામી શકે છે તે અંગે ચર્ચા કરી હતી, તો સાથે જ સમાજના યુવાનો અલગ અલગ ફિલ્ડમાં કઈ રીતે આગળ વધી શકે તે અંગે ચર્ચા કરી હતી. સુરતમાં બનેલી તક્ષશિલા આર્કેડ ઘટના અંગે પણ તેમને દુઃખ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

Read More
લેડી ડોન ભુરીએ દીવમાં પુરૂષ મિત્ર સાથે ઝઘડો કરતા પોલીસે પકડી

સુરતની કુખ્યાત લેડી ડોન ભુરી દીવમાં પોલીસના હાથ ઝડપાઈ છે. પોતાના પુરૂષ મિત્ર સાથે ફરવા ગઈ હતી. દરમિયાન પોતાના મિત્ર સાથે કોઈ મુદ્દે તકરાર થતા તેણે ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન નાગવા બીચ પર થયેલી આ માથાકુટની જાણ પોલીસને થતા પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. ભુરીની ઝડતી લેતા સમયે પોલીસ ચોકી ઉઠી હતી કારણ કે તેની પાસેથી એક ફૂટ લાંબુ ચપ્પુ મળી આવ્યું હતું. દીવના નાગવા ખાતે અસ્મિતા જીલુભા ગોહિલ ઉર્ફે ભુરી ડોન પોતાના મિત્ર પ્રકાશ બામણિયા ઉર્ફે રાહુ દીવ ફરવા ગયા હતા. દરમિયાન પ્રકાશ અને ભુરીનો ઝઘડો થતાં મામલો બીચક્યો હતો. આ ઘટનમાં પોલીસે ભુરીને ઝડપી પાડતા તેનો ટ્રેક રેકોર્ડ સામે આવ્યો હતો. ભુરીનો ગુનાહિત ઇતિહાસ જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. દીવ પોલીસે ત્યારબાદ સુરત પોલીસનો સંપર્ક સાધ્યો હોવાના અહેવાલ છે લેડી ડોન ભુરી સુરતમાં અનકે ગુનાઓમાં સંડોવાયેલી છે. લુંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા સંગીન ગુનાઓની આરોપી અસ્મિતા ઉર્ફે ભુરી દીવમાં પણ શાંત રહી શકી નહોતી. ઉના તાલુકાના ગાંગડાની અસ્મિતા ગોહિલ નામની સીધી સાદી યુવતી આજે સુરતમાં લેડી ડોન ભુરી નામથી કુખ્યાત છે. આખા સુરત શહેરને તેણે માથે લીધું છે. ગુંડાગીરી, મારામારી અને ખુલ્લેઆમ તલવાર લઇ લોકોને ડરાવી રહી છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા પોલીસે ભુરીની ધરપકડ કરી છે.

Read More
મકાનની લોનના હપ્તા નહીં ભરાતા 16 મહિનાની પુત્રીની હત્યા કરી દંપતીએ અગ્નિસ્નાન કર્યું

રાજકોટમા માનવ જગતને શર્માસાર કરતી ઘટના સામે આવી છે. ખુદ માતા-પિતાએ જ તેમની 19 મહિનાની દીકરીની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ દીકરીની હત્યા કર્યા બાદ માતાપિતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટના હંસરાજનગરમા રહેતા રાવરાણી પરિવારની ખુશબુ વિખેરાય ચુકી છે. તેની પાછળ આર્થિક સંકળામણનું કારણ છે. તાજેતરમા જ રાવરાણી પરિવાર દ્વારા મકાન ખરીદવામાં આવ્યુ હતુ. જો કે, કોઈ કારણોસર મકાન પર લિધેલ લોન ભરપાઈ ન કરી શકતા રાવરાણી દંપતીએ આપઘાત કરવાનુ વિચાર્યુ હતુ. તેના જ કારણે પ્રથમ મનિષભાઈ અને ભાવિકાબેને સુતેલી દિકરીના ગળે દુપટ્ટો બાંધી ગળાટુપો દઈ તેની હત્યા કરી હતી. તો બાદમા ઝેરી દવા પી અને પોતાના હાથની નસ કાંપી નાખી તેમ છતા વહેલી સવાર સુધી જીવ ગયો ન હતો. જેથી કરીને દંપતિએ ઘરમા રહેલ ગેસના બાટલાની નળી ખુલ્લી મુકી દિવાસળી ચાંપી હતી. આર્થિક સંકળામણના કારણે રાવરાણી દંપતિએ બાળકીની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને શહેરની સિવિલ હોસ્પિટલમા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ બાળકીની હત્યા મામલે પ્રદ્યુમનનગર પોલીસે મૃતક બાળકીના દાદાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પણ આર્થિક સંકળામણના કારણે આ પગલુ ભર્યું હોવાનું સામે આવ્યું છે. તેથી પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read More
ચોમાસાની ઋતુ શરૂ થતા જ રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું, ડેન્ગ્યું અને મેલેરિયાના દર્દીઓ વધ્યાં

ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. બ્રુસેલ્લોસીસ રોગના બે કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. ગોંડલ તાલુકાના હડમતળા અને સાગાણી તાલુકાના સોડિયા ગામમાં આ કેસ નોંધાયા છે. બેકટિરિયાજન્ય આ રોગ છે. રોગિષ્ટ પશુ કે તેની પેદાશો સાથે સીધા કે આડકતરી રીતે સંસર્ગમાં આવવાથી આ રોગ થાય છે.આ રોગ ચેપી કે જીવલેણ નથી. જો કે એક પશુને આ રોગ થયો હોય તો બીજા પશુને થઈ શકે છે. પશુપાલન વિભાગ દ્વારા પશુને રશી આપી રોગ અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ વર્ષે ઝેરી મેલરીયાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ ગયા વર્ષે 2 કેસ નોંધાયા હતા. સાદા મેલેરિયાના ગયા વર્ષે 79 નોંધાયા હતા. આ વર્ષે જૂન સુધીમાં 24 કેસ નોંધાયા હતાં. ચિકન ગુનિયાના ગયા વર્ષે જૂન મહિના સુધીમાં 10 કેસ નોંધાયા હતા. જ્યાંરે આ વર્ષે 2 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુંના ગયા વર્ષે જૂન મહિના સુધીમાં 21 કેસ નોંધાયા હતા. તો આ વર્ષે 25 કેસ નોંધાયા છે.

Read More
સરિતા ગાયકવાડે યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો

ડાંગના નાનકડા ગામડાથી એશિયન ગેમ્સ સુધીની સફર ખેડનારી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી હાસલ કરી છે. સરિતા ગાયકવાડે યૂરોપના પોલેન્ડમાં રમાઈ રહેલી એથલેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સરિતા ગાયકવાડે 400 મીટર મહિલા દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી. ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્યન શ્રમજીવી પરિવારની 25 વર્ષીય આ આદિવાસી યુવતીને ડાંગ સહિત આસપાસના વિસ્તાનરમાં લોકો ડાંગની રાજધાનીના નામે ઓળખે છે. બંદૂકમાંથી ગોળી છુટે તે રીતે રનીંગ ટ્રૅક ઉપર દોડતી આ એથલેટે વર્ષ 2017ના જાન્યુઆરી માસમાં કોઇમ્બછતૂર ખાતે યોજાયેલી 400 મીટર, અને 400 મીટર હડલ્સંમાં ઉત્કૃાષ્ટત દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડસ મેડલ અપાવ્યો હતો. સરિતા ગાયકવાડે વર્ષ 2018માં એશિયન ગેમ્પમાં કાઠું કાઢ્યું હતું. ખેલમહાકુંભથી રાષ્ટ્રીય સ્તરે ચમકનારી આ દોડવીરે એશિયન ગેમ્પની 400 મીટર 4/4 રનિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મેડલ સરિતાનો બીજો આંતરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. પર્વતીય હારમાળાઓ વચ્ચે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લાની દિકરી સરિતા ગાયકવાડે એશિયાનગેમ્સમાં કાંઠુ કાઢીને દેશને ગોલ્ડ મેડલ અપાવીને ગૌરવ વધાર્યું હતું ત્યારબાદ ફરીથી એક વાર આંતરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ અપાવી સરિતાએ દેશનું નામ રોશન કર્યુ છે

Read More
દોઢ મહિના બાદ બિલ્ડર પોલીસ સ્ટેશનમાં થયો હાજર

સુરતમાં સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. અગ્નિકાંડના દોઢ મહિના બાદ આરોપી બિલ્ડર સવજી પાઘડાળ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. અગ્નિકાંડના છેલ્લા દોઢ મહિનાથી બિલ્ડર સવજી પાઘડાળ અમેરિકામાં ફરતો હતો. ત્યાર બાદ 15 દિવસથી સુરત નાસતો ફરતો હતો. ત્યારે હવે આરોપી બિલ્ડર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. અત્યાર સુધી પોલીસે કુલ 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અગ્નિકાંડ મામલે હજુ પણ 2 અધિકારીઓ ફરાર છે. તો આ મામલે 7 જેટલા અધિકારીઓએ જામીન માટે અરજી કરી છે. આરોપીઓએ કરેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. આ પહેલા સુનાવણી દરમિયાન સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી. સરકારી વકીલે જામીન ન આપવા માટે રજૂઆત કરી છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી. હાલમાં તમામ આરોપીઓ લાજપોર જેલમાં છે.

Read More
અમદાવાદ લઠ્ઠાકાંડ કેસમાં 6 લોકો દોષિત જાહેર, વિનોદ ડગરીને 6 વર્ષની સજા

અમદાવાદમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે બન્ને પક્ષની રજુઆત સાંભળી ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સાથે અન્ય 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરીને 6 વર્ષની સજા ફટકારી છે. સેશન્સ કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી, જયેશ, અરવિંદ, નંદાબેન, મીનાબેન અને જસીબેનને દોષિત જાહેર કર્યા છે. જ્યારે કોર્ટે 33 આરોપીઓે નિર્દોષ જાહેર કર્યા છે. 3 આરોપીઓને 304ની કલમ હેઠળ દોષિત અને 3 મહિલાને પ્રોહિબિશન હેઠળ દોષિત જાહેર કર્યા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીના વકીલે જણાવ્યુ કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ છે. આરોપી કાગડાપીઠ કેસમાં સજા ભોગવી ચૂક્યા છે અને બન્ને સજાને એક જ ગણવી જોઈએ. બન્ને કેસમાં એક જ સાથે ધરપકડ કરવામાં આવી છે. જેથી ઓછી સજા આપવાની આરોપીના વકીલે માગ કરી હતી. વર્ષ 2009માં અમદાવાદના કાગડાપીઠના મજૂર ગામ અને ઓઢવ આમ ત્રણ વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં ઓઢવમાં 123થી વધુ લોકોનાં મોત થયા હતા. કાગડાપીઠના મજૂરગામમાં 23 લોકોનાં મોત થયા હતા. જ્યારે 250થી વધુ લોકોને ગંભીર અસર થઈ હતી. તો અનેક લોકોએ આ લઠ્ઠાકાંડ બાદ પોતાની આંખો પણ ગુમાવી હતી

Read More
અમિત જેઠવા હત્યા કેસ, ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 દોષિત

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા. 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે. સીબીઆઈના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ સીબીઆઈ કોર્ટએ તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. 192માંથી 155 સાક્ષી ફરી ગયા, સીબીઆઈ કોર્ટે 27 સાક્ષીની ફરીથી જુબાની લીધી આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. 2010 હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે દિવસે અમિત જેઠવાએ ગેરકાયદે ખનન મામલે PIL કરી તે દિવસે જ હત્યા થઈ આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.

Read More
મોદીએ વારાણસી એરપોર્ટ પર શાસ્ત્રીજીની મૂર્તિનું અનાવરણ કર્યું, વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચી ગયા છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં વડાપ્રધાને એરપોર્ટ પર શાસ્ત્રીજીની મૂર્તિનું અનાવરણ કર્યું હતુ. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તેમની આ બીજી મુલાકાત છે. આજે અહીં તેમણે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કાશી વિસ્તારના ભાજપ મીડિયા પદાધિકારી સોમનાથે જણાવ્યું કે, મોદી એરપોર્ટથી સીધા હરહુઆ ગામ પહોંચશે. અહીં તેઓ પંચ કોસી માર્ગ પર આવેલી આનંદ કાનન નવ ગ્રહ વાટિકા (પ્રાથમિક વિદ્યાલય)માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં સામેલ થશે. સ્કૂલની નવગ્રહ વાટિકામાં મોદી સાથે 20 બાળકો પણ વૃક્ષારોપણ કરશે. ત્યારપછી તેઓ હસ્તકલા સંકુલ બડાલાલપુર માટે રવાના થશે. અહીં અંદાજે 3 હજાર લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત પાર્ટી સાથે જોડશે. મોદી હસ્તકલા સંકુલમાં 50 વૃક્ષમિત્રો સાથે પણ મુલાકાત કરશે. મોદી માન મહલ ઘાટ પર આવેલા આભાસીય સંગ્રાહલયની પણ મુલાકાત લે તેવી પણ શક્યતા છે. રૂ. 10 કરોડના ખર્ચે બનેલા આ સંગ્રાહલયમાં શહેરની ખાણી-પીણી, પહેરવેશ, તહેવારને ડિજીટલ રીતે દર્શાવવામાં આવ્યા છે. ગઈ વખતે 27મેના રોજ આવ્યા હતા મોદી લોકસભા ચૂંટણી પછી મોદીની તેમના સંસદીય વિસ્તારની આ બીજી મુલાકાત છે. આ પહેલાં તેઓ 27મેના રોજ મતદારોને બહુમતીથી જીતાડવા માટે આભાર માનવા ગયા હતા. શનિવારના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રાથમિક વિદ્યાલયની દીવાલો પર પર્યાવરણ સાથે જોડાયેલા ચિત્રો બનાવવામાં આવ્યા છે. પહેલાં કાર્યકાળમાં 19 વખત લીધી હતી કાશીની મુલાકાત મોદી તેમના કાર્યકાળમાં 19 વખત વારાણસી આવ્યા હતા. તેમણે અહીં ઘણાં કાર્યક્રમોમાં ભાગ લીધો અને ઘણી વાર કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા.

Read More
આજે જોવા મળી મોદી સરકારના બજેટની પહેલી અસર

મોદી સરકારે રજૂ કરેલા પ્રથમ બજેટમાં પેટ્રોલ-ડિઝલ પર ભાવવધારો ઝીંકવામાં આવતા આમ આદમીનું બજેટ વેરવિખેર થઇ ગયું છે. ઇંધણના ભાવમાં ઘટાડાની આશાએ રહેલી પ્રજાને સરકારે કોઇ રાહત ન આપતા તેની મુશ્કેલી વધી છે. દિલ્હી સહિત દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડિઝલ પરનો ભાવવધારો આજથી જ લાગુ પડ્યો છે. બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાયા બાદ લોકોને મોંઘવારીનો પહેલો માર સહન કરવો પડી રહ્યો છે. દેશમાં આજથી પેટ્રોલ 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 2.30 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. શુક્રવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમને બજેટ ભાષણ વખતે પેટ્રોલ અને ડિઝલ પર 2 રૂપિયા પ્રતિ લિટરના ગરે એક્સાઈઝ ડ્યુટી અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ વધવાનું એલાન કર્યું હતું. સરકારે દાવો કર્યો છે કે આ વધારાના કારણે સરકારી ખજાનાને 28000 કરોડની આવક થશે. અમે તમને જણાવીએ છીએ કે દેશના પાંચ મુખ્ય શહેરોના પેટ્રોલ ડીઝલની કિંમતો અમદાવાદ વર્ષ 2019-20ના કેન્દ્રીય બજેટમાં પેટ્ર્લો ડિઝલ પર ટેક્સ વધારી દેવાયો છે. જેથી પેટ્રોલ ડીઝલના ભાવમા વધારો નોધાયો છે. અમદાવાદમાં પણ પટ્રોલના ભાવમાં વધારો નોંધાતા અમદાવાદીઓના બજેટને અસર થઈ છે. અત્યાર સુધી પેટ્રોલ પર 17.98 રૂપિયા અને ડીઝલ પર પ્રતિલીટર 13.83 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી હતી. હવે તેને એક રૂપિયો વધારી દેવામાં આવી છે. આ સિવાય બેઝ પ્રાઇઝ પર સેંટ્રલ એક્સાઇઝ ડ્યૂટી લગાવ્યા બાદ લોકલ સેલ્સ ટેક્સ અને વેલ્યૂ એડેડ ટેક્સમાં પણ વધારો થયો છે. જેનાથી પેટ્રોલ પ્રતિ લીટર અઢી રૂપિયા અને ડીઝલ 2.30 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગયું છે. દિલ્હી દેશની રાજધાની દિલ્હીના વાત કરવામાં આવે તો 5 જુલાઈએ પેટ્રોલની કિંમત 70 રૂપિયા 91 પૈસા હતી જ્યારે ડિઝલની કિંમત 64 રૂપિયા 33 પૈસા પ્રતિ લિટર હતી. અને આજે પેટ્રોલની કિંમત 72 રૂપિયા 96 પૈસા અને ડિઝલની કિંમત 66 રૂપિયા 69 પૈસા થઈ ગઈ છે. મુંબઈ દેશની રાજધાની દિલ્હીના વાત કરવામાં આવે તો 5 જુલાઈએ પેટ્રોલની કિંમત 76 રૂપિયા 15 પૈસા હતી જ્યારે ડિઝલની કિંમત 67 રૂપિયા 40 પૈસા પ્રતિ લિટર હતી. અને આજે પેટ્રોલની કિંમત 78 રૂપિયા 57 પૈસા અને ડિઝલની કિંમત 69 રૂપિયા 90 પૈસા થઈ ગઈ છે. કલકત્તા દેશની રાજધાની દિલ્હીના વાત કરવામાં આવે તો 5 જુલાઈએ પેટ્રોલની કિંમત 72 રૂપિયા 75 પૈસા હતી જ્યારે ડિઝલની કિંમત 66 રૂપિયા 23 પૈસા પ્રતિ લિટર હતી. અને આજે પેટ્રોલની કિંમત 75 રૂપિયા 15 પૈસા અને ડિઝલની કિંમત 68 રૂપિયા 59 પૈસા થઈ ગઈ છે. ચેન્નાઈ દેશની રાજધાની દિલ્હીના વાત કરવામાં આવે તો 5 જુલાઈએ પેટ્રોલની કિંમત 73 રૂપિયા 19 પૈસા હતી જ્યારે ડિઝલની કિંમત 67 રૂપિયા 96 પૈસા પ્રતિ લિટર હતી. અને આજે પેટ્રોલની કિંમત 75 રૂપિયા 76 પૈસા અને ડિઝલની કિંમત 70 રૂપિયા 48 પૈસા થઈ ગઈ છે.

Read More
વિધાનસભામાં કયા પક્ષની કેટલી બેઠકો જાણો...

કોંગ્રેસની સીટ પર ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા પછી પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે વિધાનસભામાં પાર્ટીઓની સ્થિતિ બદલાઈ ગઈ છે. અલ્પેશ ઠાકોરે આ અગાઉ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં પણ અલ્પેશે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી હતી, જેના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને અરજી આપવામાં આવી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ દ્વારા અલ્પેશ ઠાકોર સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. શુક્રવારે યોજાયેલી રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટાચૂંટણીમાં પાર્ટીના વ્હિપની વિરુદ્ધ જઈને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભાજપના ઉમેદવારોને પોતાનો મત આપ્યો હતો. જોકે, ક્રોસ વોટિંગ કર્યા પછી આ બંનેએ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાની સાથે જ રાજ્ય વિધાનસભામાં વધુ બે બેઠકો ખાલી પડી છે. અલ્પેશ-ધવલના રાજીનામા પછી વિધાનસભાની સ્થિતિ ભાજપ -100 કોંગ્રેસ -69 BTP - 2 NCP - 1 અપક્ષ - 1 કુલ 9 બેઠક ખાલી આમ, રાજ્ય વિધાનસભામાં હવે કુલ 9 બેઠક ખાલી પડી છે. જેમાંથી બે બેઠકમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કોંગ્રેસના જશા બારડ અને પ્રભુ માણેકની બેઠક અંગે કોર્ટમાં કેસ ચાલુ છે. એટલે હવે આગામી 6 મહિનામાં ગુજરાત વિધાનસભામાં ખાલી રહેલી 7 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ક્રોસ વોટિંગ પછી પણ લડી શકાય ચૂંટણી એક પાર્ટીમાં રહીને બીજી પાર્ટીના ઉમેદવારને મત આપવાને ક્રોસ વોટિંગ કહેવાય છે. તેમાં પણ પાર્ટીએ જ્યારે વ્હીપ જારી કર્યું હોય ત્યારે વ્હીપની વિરુદ્ધમાં મતદાન કરી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અહેમદ પટેલની રાજ્ય સભાની ચૂંટણી દરમ્યાન 8 લોકોએ ક્રોસ વોટીંગ કર્યું હતું. એ સમયે ક્રોસ વોટિંગ કરનારા લોકોમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, શંકરસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ભોળાભાઈ ગોહિલ, અમિત ચૌધરી, મહેન્દ્રસિંહ વાઘેલા અને કરમસી પટેલનો સમાવેશ થાય છે. જોકે, કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનારા આ ધારાસભ્યો સામે જે-તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ ક્રોસ વોટીંગ કર્યું હોવા છતાં પણ ચૂંટણી લડી શકાય છે.

Read More
રાજકોટના ભાતીગળ મેળાનું ‘મલ્હાર’ નામકરણ કરાયું

રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમીના પર્વમાં યોજાનાર ભાતીગળ લોકમેળાનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકમેળાને ‘મલ્હાર’ નામ આપવામાં આવ્યું છે. આ નામ છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રાગૈતિહાસિક સ્થળ મલ્હાર પરથી નામ આપવામાં આવ્યું છે. કલેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મલ્હાર બિલાસપુર જિલ્લાનું પૌરાણિક નગર છે. જ્યાં ઇ.સ.પૂર્વે 1000 કાળના શૈવ, વૈષ્ણવ, જૈન અને બુદ્ધની પ્રતિમાઓ આવેલી છે. મલ્હારમાં તે સમયે એકસોથી વધુ મંદિરો પણ આવેલા છે. આ સ્થળ પુરાત્ત્તવીય સ્થળ છે. મલ્હાર નામનો શાસ્ત્રીય સંગીતનો રાગ પણ છે. જે વરસાદ માટે ગાવામાં આવે છે. વર્ષાઋતુમાં યોજાતા લોકમેળામાં આ નામ પણ આ કારણથી એકદમ યોગ્ય જણાતા મલ્હાર નામકરણ કરવામાં આવ્યું છે.

Read More
CMની પત્નીએ લોકસભા પછી કોર્પોરેશનની ચૂંટણીની કમાન સંભાળી

જૂનાગઢ મનપાની ચૂંટણી 21 જુલાઇના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણીને લઇને આજે જૂનાગઢમાં ભાજપની વિજય સંકલ્પ સભા યોજાઇ હતી. જેમાં વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી હાજર રહ્યા હતા અને જીતનો દાવો કર્યો હતો. લોકસભા બાદ સીએમના પત્નીએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની કમાન હાથમાં લીધી છે. આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપે 15 વોર્ડનાં 60 કોર્પોરેટરોની યાદી જાહેર કરી છે. જેમાં 30 મહિલા અને 30 પુરૂષ ઉમેદવાર છે. ભાજપે કેટલાક નવા ચહેરાઓ પણ મેદાને ઉતાર્યા છે. તો છાપેલા કાટલાઓને રિપીટ કર્યા છે. એટલું જ નહીં જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. જેમાં ક્યાંયને ક્યાંય શાસકોએ પણ આંખ આડા કાન કર્યા છે. આવા શાસકોનો ચૂંટણી જાહેર થયા સાથે જ વિરોધ ઉઠ્યો હતો. છતાં પણ સ્થાનિક નેતાગીરી સામે ભાજપની પ્રદેશ નેતાગીરીને અંતે નાકલીટી તાણી ઝુંકવું પડ્યું છે. જેનો વિરોધ હતો તેવા જ કોર્પોરેટરોને ફરી મેદાને ઉતાર્યા છે. એટલું જ નહીં વિધાનસભામાં હારેલા ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને પણ ભાજપે વોર્ડ નંબર 11માંથી ટિકીટ આપી છે. તો વોર્ડ નંબર 7માં સીમાબેન પિપલીયાને ટિકીટ આપતા વોર્ડનાં લોકોએ વિરોધ કર્યો છે. આયાતી ઉમેદવારને સામે વિરોધનો વંટોળ ફુંકાયો છે. ભાજપે 23 કોર્પોરેટરોને રિપીટ કર્યા છે અને 2 કોર્પોરેટરનાં પત્નીને ટિકીટ આપી છે. જ્યારે 35 નવા ચહેરા મેદાને ઉતાર્યા છે. વોર્ડ વાઇઝ ભાજપના ઉમેદવાર વોર્ડ નં.1માં લાભુબેન મોકરીયા, શોભનાબેન પીઠીયા, અશોકકુમાર ચાવડા અને નટુભાઇ પટોળીયા. વોર્ડ નં. 2માં સમીનાબેન સાંધ, સુમિતાબેન વાઘેલા, કિરીટભાઇ ભીંભા અને લલીતભાઇ સુવાગીયા. વોર્ડ નં. 3માં મુમતાજબેન સમા, શરીફાબેન કુરેશી, ભરતભાઇ કારેણા અને અબ્બાસભાઇ કુરેશી વોર્ડ નં. 4માં પ્રફુલાબેન હસમુખ ખેરાળા, ભગવતીબેન પુરોહિત, હરેશભાઇ પરસાણા અને ધર્મેશ પોશીયા. વોર્ડ નં. 5માં રેખાબેન ત્રાંબડીયા, શિલ્પાબેન જોષી, રાકેશભાઇ ધુલેશીયા અને જયેશભાઇ ધોરાજીયા. વોર્ડ નં. 6માં કુસુમબેન અકબરી, શાંતાબેન મોકરીયા, ગોપાલભાઇ રાખોલીયા અને હાસાનંદ (રાજુ) નંદવાણી. વોર્ડ નં.7માં સીમાબેન પીપળીયા, સરલાબેન સોઢા, સંજયભાઇ કોરડીયા અને હિંમાંશુભાઇ પંડ્યા. વોર્ડ નં.8માં કૌશરબેન જુનેજા, જુબેદાબાનુ સોરઠીયા, ચંદ્રેશભાઇ હેરમા અને અબુમીંયા ચિસ્તી. વોર્ડ નં. 9માં ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, ધીરૂભાઇ ગોહેલ અને એભાભાઇ કટારા. વોર્ડ નં. 10માં દિવાળીબેન પરમાર, આરતીબેન જોષી, ગીરીશભાઇ કોટેચા અને હિતેન્દ્રભાઇ ઉદાણી. વોર્ડ નં. 11માં પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હિરપરા, શશીકાંત ભીમાણી અને મહેન્દ્રભાઇ મશરૂ. વોર્ડ નં.12માં હર્ષાબેન ડાંગર, ઇલાબેન બાલસ, અરવિંદભાઇ ભલાણી અને પુનિતભાઇ શર્મા. વોર્ડ નં. 13માં ભાનુમતીબેન ટાંક, શારદાબેન પુરોહિત, વાલાભાઇ આમછેડા અને ધરમણભાઇ ડાંગર. વોર્ડ નં. 14માં કંચનબેન જાદવ, આદ્યશક્તિબેન મજમુદાર, બાલુભાઇ રાડા અને કિશોરભાઇ અજવાણી. વોર્ડ નં. 15માં મધુબેન ઓડેદરા, બ્રિજેશાબેન સોલંકી, જીવાભાઇ સોલંકી અને ડાયાભાઇ કટારા.

Read More
મધ્યમવર્ગીય લોકોને મોદી સરકારે આપી ભેટ

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણકાલીન બજેટ (Budget 2019)માં મધ્યમવર્ગીય લોકોને એક મોટી રાહત આપી છે. મધ્યમ વર્ગને પણ મોટી રાહત આપતાં નાણામંત્રીએ હોમ લોનના વ્યાજ પર મળનાર ઇનકમ ટેક્સ છૂટને 2 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા કરી દીધી છે. આ છૂટ 45 લાખ રૂપિયા સુધીના મકાન પર મળશે. આ છૂટ 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવનાર ઘર માટે છે. લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે 45 લાખ રૂપિયા સુધીની કિંમત સસ્તા મકાન ખરીદવા માટે 31 માર્ચ 2020 સુધી લેવામાં આવેલી લોન પર વ્યાજ ચૂકવણી હેતુ 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની છૂટની અનુમતિ આપવાનો પ્રસ્તાવ કરે છે. શું છે જોગવાઇ હોમ લોનનો માસિક હપ્તો (EMI)માં મૂળધન અને વ્યાજ બંને સામેલ હોય છે. જો તમે હોમની ઇએમઆઇની ડિટેલ જોશો તો ખબર પડશે કે શરૂઆતના વર્ષોમાં વ્યાજની ભાગીદારી વધુ હોય છે અને મૂળ રકમ ઓછી હોય છે. હોમ લોનનો માસિક હપ્તો તમે બેંકને જેટલી રકમ આપો છો, તેમાં મૂળ રકમવાળા ભાગ પર તમે ઇનકમ ટેક્સ કાયદાની સેક્શન 80C હેઠળ ટેક્સ બચાવી શકો છો. આ પ્રકારે ઇનકમ ટેક્સ કાનૂનની સેક્શન 24 હેઠળ ઇનકમ ટેક્સમાં છૂટનો લાભ ઉઠાવી શકો છો. સેક્શન 80C હેઠળ હોમ લોનની મૂળધનની રકમની ચૂકવણી પર વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ સામેલ છે. સાથે જ સેક્શન 24 અંતગર્ત પહેલાં કોઇ નાણાકીય વર્ષમાં વ્યાજની ચૂકવણી પર 2 લાખ રૂપિયા સુધીની રાહત મળતી હતી. તેને નાણા મંત્રીને વધારીને 3.5 લાખ સુધી કરી દીધી છે. હોમ લોનના માસિક હપ્તાના રૂપમાં તમે જે રકમ બેંકને દર મહિને ચૂકવો છો તેમાં મૂળધન અને વ્યાજ, બંને સામેલ હોય છે. જો કોઇ વ્યક્તિ બેંકની રસીદ જોશો તો તેનો સ્પષ્ટ ઉલ્લેખ મળશે. આ ઉપરાંત લોન આપનાર બેંકની વેબસાઇટ પરથી ટેક્સ સ્ટેટમેંટ પણ કાઢીને તેની જાણકારી લઇ શકો છો. પીએમ આવાસ યોજના હેઠળ પણ મળે છે ફાયદો અત્રે ઉલ્લેખનીય છે કે ટેક્સ છૂટ ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લોન લેનારાઓ માટે વ્યાજ દર પર સબસિડીનો ફાયદો મળે છે. આ સ્કીમ હેઠળ તમને હોમ લોનની વ્યાજ દર પર મળનાર 2.6 લાખ રૂપિયાની સબસિડીને થોડા સમય માટે વધારી દીધો છે. તેમણે કહ્યું કે આ પ્રકારના સસ્તા મકાન ખરીદનાર વ્યક્તિને હવે 3.5 લાખ રૂપિયા સુધી વ્યાજ સંબંધી ઘટાડાનો લાભ મળશે. તેનાથી મધ્યમવર્ગીય મકાન ખરીદનારાઓને તેમના 15 વર્ષની અવધિવાળા લોન પર લગભગ 7 લાખ રૂપિયાનો લાભ થશે.

Read More
રથયાત્રાને લઈ સુરક્ષાની તમામ તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

ચોથી જુલાઈએ ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રાને લઈ સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને તેને લઈ પોલીસ જવાનો સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનોએ ગ્રાન્ડ રિહર્સલ કરી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 25000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે. જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સમગ્ર 22 કિલોમીટરના રૂટ પર સુરક્ષા કાફલો ફરીને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. થઈ રહી છે નેત્રોત્સવની વિધિ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીના ગર્ભગૃહમાં પ્રવેશ બાદ નેત્રોત્સવની વિધિ થઈ રહી છે. નેત્રોત્સવ વિધિ પહેલા ગણેશજીનું પૂજન કરવામાં આવ્યું. જે બાદ આ વિધિની શરૂઆત થઈ. નેત્રોત્સવ વિધિ એટલે શું જો તેની વાત કરીએ તો ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે. જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથજી પંદર દિવસ સરસરપુર સ્થિત રણછોડજી મંદિર મામાને ઘેર રોકાયા હતા. શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે. જે બાદ અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે.

Read More
આવતી કાલે જગન્નનાથ કરશે નગરચર્યા, આજે ભગવાનના સોનાવેશમાં દર્શન

આજે ભગવાનના રથની પૂજા કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે. રથને શુભ મૂહૂર્તમાં મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવશે. તો બનારસ, ગોકુળ, મથુરાના સાધુ સંતો પણ ભગવનાના રથ અને મંદિરમાં પૂજા અર્ચના કરશે. 16 ગજરાજોનું મેડિકલ ચેકઅપ જ્યારે છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રામાં સામેલ થનારા ગજરાજોનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. કાંકરીયા પ્રાણી સંગ્રહાલાયના એક્સપર્ટ અને ડોક્ટરોની ટીમે 16 ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ છે. મેડિકલ ચેકઅપ બાદ 16માંથી 15 ગજરાજદ શારીરિક રીતે સ્વસ્થ હોવાનો રિપોર્ટ સામે આવ્યો. જ્યારે એક ગજરાજ શારીરિક રીતે અસવ્સ્થ હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો. જે બાદ ડોક્ટરોની ટીમે આ ગજરાજને રથયાત્રામાં નીકળવા માટે મનાઈ કરી છે. ઉપરાંત રથયાત્રા દરમિયાન તમામ રૂટ પર ગજરાજોની સાથે ડોક્ટરો તથા મેડિકલની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. સાથે જ ડોક્ટરોએ જનતાને અપીલ કરી છે કે રૂટ દરમિયાન ગજરાજની સૂંઢમાં પૈસા મુકવા નહીં પણ મહાવતના હાથમાં આપવા.

Read More
આજથી ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવશે. આજથી બે દિવસ(3 અને 4 જુલાઈ) સુધી અમિત શાહ અમદાવાદની મુલાકાત લેશે. બપોરે 3 વાગે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ બપોરે 4 વાગે ઈન્કમટેક્ષ નજીક નવનિર્મિત બ્રિજ ખુલ્લો મુકશે. બપોરે 4.30 વાગે દિનેશ હોલમાં સરકારના વિકાસલક્ષી કામનુ લોકાર્પણ કરશે. ત્યારબાદ સાંજે 5.30 વાગે ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકર્તાઓને મળશે. તેઓ અમદાવાદમાં GMDC હોલમાં કાર્યકર્તાનો અભિવાદન સમારોહ યોજાશે. તો આવતીકાલે તેઓ રથયાત્રા નિમિતે જગન્નાથમંદિરે મંગળાઆરતીમાં હાજરી આપશે.

Read More
કોંગ્રેસના ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવા મુદ્દે CM રૂપાણીએ આપી પ્રતિક્રિયા

કોંગ્રેસના ધારાસભ્યોને ગુજરાત બહાર લઈ જવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસને તેના સભ્યો પર પણ ભરોસો નથી. કોંગ્રેસ ખૂબ જ ભયભીત છે. કોંગ્રેસની પ્રણાલીમાં જ ખામી છે. તેમણે કહ્યું હતું કે દરવખતે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ ધારાસભ્યોનો બહાર લઈ જાય છે. ધારાસભ્યોને આબુ મોકલવાના વિવાદ બાદ કોંગ્રેસમાં અસમંજસ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ડર છે. ત્યારે આ વખતે કોંગ્રેસના ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવશે. જો કે ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવા કે કેમ તેને લઇ કોંગ્રેસમાં થોડુ ઘણું કન્ફ્યૂઝન પણ છે. કોંગ્રેસના ધારાસભ્યોને આબુ રાખવા કે ઉદયપુર લઇ જવા તેને લઇ અસમંજસ છે. કોંગ્રેસનો એક વર્ગ અંબાજી રોકાવાના હિતમાં છે. ત્યારે ધારાસભ્યોને આબુ, ઉદેપુર કે, અંબાજી લઇ જવા તેને લઇ કોંગ્રેસ અસમંજસમાં છે. 2017માં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરુના ઈગલ્ટન રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. જોકે આ વખતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવે તેવી તીવ્ર શક્યતાઓ છે. તમામ ધારાસભ્યોને મતદાનના મોકપોલ કરવાના બહાને માઉન્ટ આબુ લઈ જવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. તો ધારાસભ્યોની સાથે પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ માઉન્ટ આબુ જશે. રાજ્યસભાની બે બેઠક પર 5 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. ત્યાં સુધી આ ધારાસભ્યોને માઉન્ટ આબુમાં રાખવામાં આવશે. કોંગ્રેસને ફરી એકવાર ડર છે કે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી લેવામાં ન આવે. તે ડરથી જ કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને માઉન્ટ આબુ મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ તરફથી આબુ, ઉદેપુર કે અંબાજી લઈ જવાશે કે કેમ તે અંગે હજુ કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી. કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા જગન્નાથજી મંદિરમાં દર્શન અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણી પહેલા પ્રવાસે જાય તે પૂર્વે જગન્નાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ જગન્નાથજીના દર્શન કર્યા હતા. સાથે જ ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને સિદ્ધાર્થ પટેલ પણ જગન્નાથજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

Read More
મુંબઈના મેઘતાંડવનો પરચો બોલીવૂડ હસ્તીઆેને પણ મળ્યોઃ

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના એક પારિવારિક વેકેશન પર જવા હજી તો નીકળ્યાં હતાં. રણદીપ હુડા પહેલી જ વાર ભારતની મુલાકાતે આવનાર એનાં કાકાની સાથે મુંબઈ આવી રહ્યો હતો. કૃતિ સેનન કામકાજને લગતા એક પ્રવાસ બાદ દિલ્હીથી મુંબઈ પાછી ફરી રહી હતી, પરંતુ અનરાધાર વરસાદે આ તમામની મજા બગાડી નાખી. ગયા શુક્રવારથી મુંબઈમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક ફિલ્મી હસ્તીઓને જુદી જુદી રીતે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કોઈક ટ્રાફિક જામમાં ફસાયું તો કોઈક ફ્લાઈટનો રૂટ બદલાતાં હેરાન થયું. જોકે તમામ બોલીવૂડ કલાકારોએ ફિલ્મીનગરી મુંબઈમાં દરેક જણ માટે સલામતીની પ્રાર્થના કરી છે. અભિનેત્રી સોનમ આહુજાએ ટ્વિટર પર સવાલ મૂક્યો હતો કે, શું મુંબઈ એરપોર્ટ ખુલ્લું છે? એને જવાબ આપ્નારાઓમાં સહ-અભિનેત્રી રકુલપ્રીત સિંહનો પણ સમાવેશ થાય છે. રકુલે ટ્વીટ કરીને સોનમને જણાવ્યું હતું કે, ગઈ કાલ રાતથી એકેય ફ્લાઈટ ઉપડી નથી હું પોતે એરપોર્ટ પર ફસાઈ ગઈ છું. કૃતિ એક શૂટિંગ માટે દિલ્હી ગઈ હતી અને ત્યાંથી પાછી ફરી હતી.કૃતિને સોમવારે રાતે જ મુંબઈ પાછાં ફરવાનું હતું, પણ એની ફ્લાઈટ રદ થઈ હતી અને અમદાવાદમાં વાળી દેવાઈ હતી. ત્યાં એને પોતાની ફ્લાઈટ માટે ચાર કલાક સુધી રાહ જોવી પડી હતી. ટ્વિન્કલે પોતાની વ્યંગાત્મક સ્ટાઈલમાં ટ્વીટ કરીને લખ્યું હતું કે ગઈ કાલે રાતે કેપ્ટન કોઈ વિમાનને બદલે જહાજને ચલાવતા હોય એવું લાગ્યું હતું. વિમાનો લપસણા રનવે પર સરકી જતા હતા, રનવે જળબંબાકાર થઈ ગયા હતા અને અમે સહુ તરીને ઘેર પાછાં ફર્યાં હતાં. અક્ષય અને એનાં પરિવારજનો એક સ્થળે વેકેશનનો આનંદ માણવા માટે જઈ રહ્યાં હતાં, પણ એમને તે પ્રોગ્રામ પડતો મૂકીને ઘેર પાછાં ફરવું પડ્યું હતું. અભિનેતા રણદીપ હુડાની વાતર્મિાં લાગણી વધારે છે.એણે સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, હું પહેલી જ વાર ભારત આવેલા મારા કાકા સાથે વિમાન દ્વારા મુંબઈ આવી રહ્યો છું અમે બંને જણ પહેલી જ વાર સાથે વિમાનપ્રવાસ કરી રહ્યા છીએ ઘણો રોમાંચક અનુભવ છે. પરંતુ એણે બીજી પોસ્ટમાં આવું લખ્યું હતું; દિલ્હીથી મુંબઈ માટેની ફ્લાઈટ નાગપુર તરફ વાળી દેવામાં આવી છે. વિમાનમાં જ બેઠો છું.. બીજે ક્યાંય જઈ શકાય એમ નથી પહેલી જ વાર આવી વિચિત્ર રાત ગાળી રહ્યો છું.. મારા કાકા પહેલી જ વાર મારી સાથે પ્રવાસ કરી રહ્યા છે. નિમર્તિા અનુરાગ કશ્યપ્ને સોમવારે વરસાદને કારણે ટ્રાફિક જામ થતાં ચાર કલાક સુધી સપડાઈ રહેવું પડ્યું હતું. એમણે ટ્વીટમાં લખ્યું હતું, ટ્રાફિકમાં ફસાયાને ત્રણ કલાક થઈ ગયા છે અને મુકામે પહોંચતા હજી એક કલાક થશે. મુંબઈના ટ્રાફિકમાં ગણતરી કરવામાં ગૂગલ મેપ્સ પણ નિષ્ફળ મને લાગે છે કે એમની ટાઈમ ક્લોક્સ માત્ર અમેરિકન ટ્રાફિક જામ્સ માટે જ બનાવવામાં આવી છે. દરમિયાન, આલિયા ભટ્ટ, રાહુલ ધોળકિયા, કોમેડિયન સુરેશ મેનન, પૂજા ભટ્ટ જેવી ફિલ્મી હસ્તીઓએ લોકોને વરસાદમાં સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

Read More
લોધીકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.નો ચાર્જ સંભાળતા એચ.એમ.ધાંધલ

લોધીકામાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ એચ.પી.ગઢવીની રાજકોટ બદલી થતા તેની જગ્યા ઉપર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એચ.એમ.ધાંધલની લોધીકા પોસ્ટીંગ થતા ચાર્જ સાંભળેલ.

Read More
ગાેંડલમાંથી રાજકોટના યુવાનનું અપહરણ કરનાર બે શખસો ઝબ્બે

ગાેંડલના દેવપરા મેઈન રોડ પર હનુમાનજીના મંદિર પાસેથી ધોળા દિવસે રાજકોટના યુવાનની આંખમાં મરચાની ભુકી છાંટી પાંચ શખસોએ કારમાં અપહરણ કરી ગયાની જાણ થતાં જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં જ એલસીબીએ થાન પાસેથી અપહૃત યુવાનને છોડાવી બે અપહરણકારોને ઘાતક હથીયારો સાથે ઝડપી લઈ વધુ ચાર શખસોના નામ ખુલતા તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. રાજકોટના યુવાનની પત્નીને અન્ય સાથે સંબંધ હોય તે મુદ્દે તકરાર થતાં આ યુવાનનું અપહરણ કરી ગયાનું બહાર આવ્યું છે. પોલીસે બન્ને શખસો પાસેથી ઘાતક હથીયારો કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાેંડલમાં ભગવતપરા પટેલ વાડી પાસે વિડ્ડલવાડીમાં રહેતા બળવંતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ ઉ.વ.20 નામના કોળી યુવાને ગાેંડલ પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ચુનારાવાડમાં રહેતા અને છેલ્લા એકાદ વર્ષથી તેની સાથે રહેતો તેની માસીનો દીકરો હરેશ રમેશ ખસીયા ગઈકાલે બપોરે દેવપરા તરકોસી હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે સ્કોપયો કારમાં ધસી આવેલા પાંચથી છ અજાણ્યા શખસોએ આંખમાં મરચાની ભુકી છાંટી અપહરણ કરી ગયાનું જણાવતા પોલીસે ગુનો નાેંધી તત્કાલ અપહૃત યુવાનને છોડાવવા નાકાબંધી કરી આરોપીઆેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા હતા. દરમિયાન એલસીબીના પીઆઈ એમ.એન.રાણા, પીએસઆઈ જાડેજા, વાળા, જમાદાર નદીમખાન, અનીલભાઈ, બ્રિજરાજસિંહ સહિતના સ્ટાફે ચોકકસ બાતમીને આધારે થાન પાસેથી સ્કોપ}યો કારમાંથી અપહૃત યુવાન હરેશને છોડાવી અપહરણકાર રાજકોટના ચુનારાવાડમાં રહેતો પરેશ ઉર્ફે પરસોતમ ઉર્ફે ભુરો જાદવ કુમારખાણીયા અને અનીલ ઈશ્વર વાળંદ રહે. કુવાડવા રોડને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા વધુ ચાર શખસોના નામ ખુલ્યા હતા. જેમાં સંજય ઉર્ફે ડોડો જાદવ કુમારખાણીયા રહે. કનકનગર, સાગર રાઠોડ રહે. રાજારામ સોસાયટી, ગાંડો બાવાજી રહે. દુધસાગર રોડ, હાઉસીગ બોર્ડના કવાર્ટર, જીગો ઉર્ફે મેહંલ સિંધા કોળી રહે. થાનના નામ ખુલતા તેને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

Read More
માણાવદરમાં ટ્રક સાથે અકસ્માતઃ હોન્ડા ચાલકનું મૃત્યુ

જીઇબી ચોક પાસે હોન્ડા ચાલક તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હોન્ડા ચાલકનું મૃત્યુ થયા હોવાનું જાહેર કરેલ છે. જેમાં હોન્ડા ચાલકનું પીએચસી માં રાજેશકુમાર ઠુમ્મર(ઉ.વ. આ. ૪૦) દર્શાવેલ છે. તેની પાસે વિઝીટીંગ કાર્ડ રાજકોટનું ખીચ્ચામાંથી મળેલછે. તથા ડ્રાઇવીંગ લાઇસન્સમાં સાતોદડ (તા. ધોરાજી)નું દર્શાવે છે. ટ્રક નં. જીજે-રપ-જી-૯૯ર૮ છે તે પોરબંદર તરફ જતો હતો ત્યારે ગમે તે રીતે હોન્ડા ચાલક જીજે-૩-ઇ.એસ.-૯૬૪૭ વચ્ચે અકસ્માત થયેલ તેમાં હોન્ડા ચાલક રાજેશભાઇ ઠુમ્મરનું મૃત્યુ થયુંછે. હોન્ડા ચાલક સાતોદડ ગામે રહે છે. કે રાજકોટ તેની તપાસ ચાલુ છે. શહેરમાં હાઇવે ઉપર બેફામ હેવી ટ્રકો, ટુ વ્હીલ ચાલકોએ બેફામ વાહન હંકારે છે. થોડા દિવસ પહેલા જ જૂનાગઢ રોડ ઉપર અકસ્માતમાં ૧ નું મૃત્યુ થયું હતું.

Read More
રાજકોટમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ

રાજકોટમાંથી નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. થોરાળા પોલીસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સોની 20 કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે. રીક્ષામાં જઇ રહેલા ગની ઉર્ફે હનીફ લિંગડીયા અને અબ્દુલ સમારભાઈ જુણાચને રોકી તપાસ કરતા રિક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇ પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે છેલ્લા ઘણા સમયથી જંગલેશ્વરમાં મોટા પ્રમાણમાં એનૈતિક કામો થઇ રહ્યા છે. પોલીસની રહેમનજર હેઠળ કામો થવાની શહેરીજનોમાં ચર્ચા છે. પોલીસ આવા ગાંજાના કારોબાર કરનારા નાના માફિયાઓની ધરપકડ કરીને દેખાડો કરી રહી હોય તેવી પણ ચર્ચા થઇ રહી છે.

Read More
આંખે પાટા બાંધેલા ભગવાનને સોના વેશ પહેરાવાયો, 16 ગજરાજની પૂજા કરાઈ

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકોની વાર છે, ત્યારે અમદાવાદના મંદિરમાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ઢોલ અને શરણાઈના અવાજથી ગુંજી ઉઠ્યું છે. આવતીકાલે વહેલી સવારે રંગેચંગે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ દિવસની શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોના વેશમાં સજાવવામાં આવ્યા હતા. આજે ભગવાનને જાંબલી રંગના વાઘા અને શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના સોના વેશનો દર્શન કરવા પહોંચી ગયા છે. 16 ગજરાજની પૂજા કરવામાં આવી રથયાત્રાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રથયાત્રા પહેલા ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આજે સોનાવેશમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથને જાંબલી રંગના વાઘામાં શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં ઢોલ અને શરણાઈના અવાજ અને જય જગન્નાથના નાદ સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું છે. તેમજ મંદિરમાં 16 ગજરાજોની પૂજા પણ કરવામાં આવી. બપોરે ભગવાનના રથની પૂજા કરાશે બપોરે ત્રણ કલાકે ભગવાનના રથની પૂજા કરવામાં આવશે. તેમજ બપોરે ચાર કલાકે શાંતિ સમિતિની મુલાકાત થશે. ત્યારબાદ બપોરે ચાર કલાકે સીએમ રૂપાણી અને નીતિન પટેલ મંદિરે આવી પહોંચશે અને ભગવાન જગન્નાથની આરતી કરશે. તેના બાદ બપોરે 4.30 કલાકે વિપક્ષના નેતા મંદિર આવશે. અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ઘાનાણી સહિતના નેતાઓ આવી પહોંચશે અને રથનું પૂજન કરશે.

Read More
રાજ્યસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસની કવાયત, ધારાસભ્યોને આજે આબુ લઈ જશે

પાંચ જુલાઈના રોજ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થશે તેવા ડર વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, જેના બાદ ભારે ચર્ચા જાગી હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને હવે બે દિવસ બાકી છે, ત્યાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાંજે 4:00 કલાકે આબુ લઈ જશે. આબુમાં કોંગ્રેસનો એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના પોતાના ધારાસભ્યોને રાજ્યસભાનું મોક પોલ પણ આબુમાં જ કરાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી 5 જુલાઈના રોજ યોજાનાર હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોને છોડી ન શકાય એ માટે સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને આબુ લઇ જવાઇ રહ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Read More
પ્રેમીપંખીડાને પ્રેમની સજા

રવલ્લીના કોઈ અંતરિયાળ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બે પ્રેમીઓને સ્થાનિકો દ્વારા સજા કરાતી હોવાનું દેખાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવક અને યુવતીને પરિવારજનો અન્ય લોકોની હાજરીમાં બંનેને જૂતા હાર પહેરાવી અને એકબીજાના મોંઢા કાળા કરતા દેખાય છે. હાજર પૈકીના કોઈએ વ્યક્તિએ જ વીડિયો વાઈરલ કર્યા સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં જોતા બે પ્રેમીઓને પ્રેમ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે. જેમાં બંનેને એકબીજાનું જૂતાનો હાર પહેરાવવા મજબૂર કરાય છે અને મોઢું કાળું કરાવવામાં આવે છે. પ્રેમીઓને પ્રેમ કરવા બદલ અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. તેમને કરાયેલી સજાનો ત્યાં હાજર પૈકીના કોઈ વ્યક્તિએ જ વાઈરલ કર્યો છે.

Read More
ટવિંકલ ગેસ એજન્સી એ નિયમોનો ઉલાળિયો કરતી એજન્સી વિરુદ્ધ પુરવઠા અધિકારી ને કરી ફરિયાદ

ઉજ્વલા યોજનામાં નવા કનેક્શન માટે રૂ.1100 ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ભારત સરકારની ઉજ્વલા યોજના દ્વારા ગ્રાહકો માત્ર રૂ. 100 મા ગેસ કનેક્શન આપવામાં આવે છે ત્યારે અમુક એજન્સીઓને ના સંચાલકો દ્વારા ગામડામાંથી આવતા ગ્રાહકોને ભરમાવીને પૈસા પડાવાનુ કામ કરે છે રાજકોટ શહેરના ગાયકવાડી માં આવેલી ટ્વિન્કલ ગેસ એજન્સી ના સંચાલકો દ્વારા નવા ગેસ કનેક્શનમા સરકારના નિયમનો ઉલાળિયો કરી ઉજ્વલા યોજનામાં નક્કી કરેલ રકમ કરતા વધારે ભાવ લઈ રૂ.100ના બદલે રૂ.1100મા ચૂલા ફરજિયાત લેવાનો તો જ નવું કનેક્શન મળશે તેવી ધમકી આપતા આ મામલે પડધરી તાલુકા ના હડમતિયા ગામના રહીશ મહિપાલસિંહ જાડેજાએ પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરતાં પુરવઠા અધિકારી એ ટ્વીંકલ એજન્સી સામે તપાસ શરૂ કરી છે પડધરી તાલુકાના હડમતીયા ગામે રહેતા મહિપાલસિંહ જાડેજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ટ્વીકલ ઈન્ડેન સર્વિસ ગાયકવાડી રોડ રાજકોટ ગ્રાહકો સાથે મનમાની કરવામાં આવે છે સરકાર દ્વારા જાહેર કરેલી ઉજ્વલા ભારત યોજનામાં તા.01/03/2019 ના રોજ નવા કનેક્શન માટે અરજી કરવામાં આવી હતી નવા કનેક્શન ની અરજી મંજૂર તો થઈ છે. પરંતુ તા.25/06/2019 ના રોજ કનેક્શન લેવા ગયા હતા ત્યારે એજન્સીના માલિક દ્વારા મનમાની કરેલ કે તમારે નવા કનેક્શન લેવા માટે અમને રૂ.1100 આપવા પડશે ત્યારે અમે તમને કનેક્શન આપીશું ઉજ્વલા યોજનામાં નવુ કનેક્શન રૂ.100 થી150 રૂપિયામા આપવામાં આવે છે તો ગ્રાહક પાસેથી 1100 જેવી મોટી રકમ શા માટે લેવામાં આવે છે જો કોય ગ્રાહક વિરોધ કરે તો તેને ડરાવે છે કે સરકારની ઉજ્વલા યોજનાના જે ચૂલા આવે છે તે ખરાબ છે અને અમને આપવાની ઉપરથી મનાઈ છે તેવું જણાવેલ અને આમાં અમારી જવાબદારી નથી કહેવામાં આવેલ અને નવા કનેક્શન ના રૂ 1100 ફરજીયાત આપવા પડશે તેવું ગેસ એજન્સીના સંચાલક દ્વારા કહેલ અને ધમકી પણ આપવામાં આવી હતી કે નહિતર બીજેથી ગેસ કનેક્શન લઈ લો તેવું કહીને ગ્રાહકોને ધમકાવે છે તેની વિડિયો અને ઓડિયો ક્લિપ પણ છે તે પુરવઠા અધિકારી ને લેખીતમાં રજૂઆત કરતી વખતે બતાવામાં આવ્યા હતા તેના સીસીટીવી કેમેરામા પણ આ વિડીયો કેદ થયો છે આ અંગે પુરવઠા અધિકારીએ અરજદાર મહિપાલસિંહ નુ નિવેદન લઈ ટ્વીંકલ ગેસ એજન્સી વિરુદ્ધ પગલા લેવાની ખાત્રી પણ આપી હતી પરંતુ હજુ સુધી કોય પગલા લેવામાં આવ્યા છે તેવુ દેખાય રહ્યું નથી

Read More
નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું ગુજરાત બજેટ, જાણો કોને શું મળ્યું

આજે ગુજરાત સરકાર દ્રારા બાકીના 8 મહિનાનું લેખાનુંદાન પારિત કરવામાં આવ્યું છે. આ પહેલા ગુજરાત સરકારે 4 મહિનાનું બજેટ લોકસભા ચૂંટણી પહેલા પસાર કર્યું હતું. જેમાં વિધાનસભા સત્રના પ્રારંભમાં પ્રશ્નોતરી અને શોકદર્શક ઉલ્લેખો બાદ નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રોજગારી અને અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ 1.91 લાખ કરોડ નક્કી કરાયું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ. 639.39 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે પૂર્ણ બજેટનું કદ 1.91 લાખ કરોડથી વધીને 2 લાખ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 64 હજાર કરોડનું લેખાનુદાન રજૂ કર્યું હતું. ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે સ્વાભાવિક રીતે જ માછીમારો, ખેડૂતો, આદિવાસીઓ તેમજ મહિલાઓ એમ તમામ વર્ગને રીઝવવા અનેક મહત્વની જાહેરાતો કરી હતી. બજેટ LIVE UPDATE નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બજેટમાં ચાર મહિનાના પારિત કરેલા બજેટ વિશે જણાવ્યું હતું અને આ બજેટની પ્રશંસા કરી હતી. તેમણે ગૃહમાં લોકસભા ચૂંટણીના વખાણ કર્યા હતા. અને નરેન્દ્ર મોદી અમિત શાહ આ ગૃહમાંથી ગયા છે તે ગૌરવની વાત છે તેવી વાત વહેતી મુકી હતી. બજેટમાં જળ વ્યવસ્થાપન પર ભાર મુકાશે, બજેટમાં સૌનો સાથ સૌનો વિકાસને ધ્યાનમાં લેવાયું ગ્રીન અને ક્લીન એનર્જી પર ભાર મુકાયો વર્ષ 2022 સુધીમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનું કામ શરૂ કરશે 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરી પાણીને પ્રોસેસ કરી પાણીનો ઉપયોગ કરાશે નલ સે જલ યોજના હેઠળ 20,000 કરોડનો ખર્ચ 2022 સુધીમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવશે 2002 સુધીમાં 30,000 મેગાવોટ બજેટનું આયોજન નવી સોલાર રૂફટોપ જાહેર કરાઈ ભારત સરકારે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને બે હપ્તામાં ૧,૧૩૧ કરોડ ચુકવ્યા છે, તે બદલ ભારત સરકારનો આભાર ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી તેથી રાજ્યના બધા ખેડૂતોને લાભ મળશે. ૧૧૩૧ કરોડની માતબર રકમ મળી છે તેના કરતાં પણ મોટી રકમની ભેટ ગુજરાતના ખેડૂતોને મળશે રાજ્યની આરોગ્ય લક્ષી યોજના માટે આવકની મર્યાદા ત્રણ લાખ કરતાં લાભાર્થીઓની સંખ્યા ૭૨ લાખથી વધી રિવોલ્વંગ ફંડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજાનામાં ૨૮ લાખ ખેડૂતોને સહાય આપી બજેટનું કદ બે લાખ ચાર હજાર ૮૧૫ કરોડનું છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૧૧૧ કરોડની જાગવાઇ આ વખતના બજેટમાં પાણીના વ્યવસ્થાપન પર ભાર મૂકાયો પાણીદાર ગુજરાતના સૂત્ર હેઠળ જળસંચય પર ભાર વરસાદી પાણી જમીનમાં ઉતારવાની યોજના પર ભાર આગામી ત્રણ વર્ષમા ૧૫ લાખ યુવાનો ને રાજગાર આપવામાં આવશે ખેડૂતોને વ્યાજ સહાર માટે રૂ. ૯૫૨ કરોડની જાગવાઇ ગ્રીન એનર્જી પર ભાર મૂકાયો. ૧૩ હજારથી વધુ ગામોમાં પીવાના પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા ૨૦૨૨ સુધીમાં દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહાંચાડાશે. દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300એમ.એલ.ડી ના પ્રોજેકટ સ્થપાશે માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ કાયદા વિભાગ માટે રૂ. ૧૬૫૩ કરોડની જોગવાઈ અને નવી ૪૩૪ કોર્ટ બનાવશે પત્રકારત્વનો અભ્યાસ કરનારા યુવાનો માટે મીડિયા ફેલોશીપની જાહેરાત તેના માટે રૂ.૨૮ લાખની જોગવાઈ સ્પોર્ટ્સ અને યુવા વિકાસ વિભાગ માટે રૂ.૫૭૯ કરોડની જોગવાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવશે ખેલ મહાક મહાકુંભના આયોજન માટે રૂ.૭૬ કરોડની જોગવાઇ, જેપૈકી દિવ્યાંગ રમતવીરોના વિશેષ મહાકુંભ માટે રૂ. ૯ કરોડની જોગવાઇ. વર્ષ 2013માં ગુજરાતની રીન્યૂએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી, આજે વધીને 8855 મેગાવોટ થઈ છે આગામી 3 વર્ષમાં તેને 30 હજાર મેગાવોટ કરવાનો લક્ષ્યાંક મહિલા અને બાળ વિકાસ – સરકારે નવી યોજના કરી લોન્ચ આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.751 કરોડની જોગવાઈ વિધવા મહિલાઓને પેંશન આપવા માટે રૂ.376 કરોડની જોગવાઈ પૂર્ણા યોજનામાટે રૂ.87 કરોડની જોગવાઈ 1200 આંગણવાડી બનાવવા માટે રૂ.24 કરોડની જોગવાઈ સરકારે નવી યોજના વ્હાલી દીકરી લોન્ચ કરી આ યોજના હેઠળ દીકરીને પ્રથમ ધોરણમાં રૂ.4000, નવમા ધોરણમાં રૂ.6000 અને 18 વર્ષની વય બાદ રૂ. 1 લાખ અપાશે વ્હાલી દીકરી યોજના માટે રૂ.133 કરોડની જોગવાઈ બાગાયત માટે કરાઈ મહત્વપૂર્ણ જાહેરાતો પંચમહાલ, નર્મદા અને અરવલ્લીમાં સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવા રૂ.8 કરોડની જોગવાઈ બાગાયતી પાકના મૂલ્યવર્ધન માટે ગુજરાત હોટિકલચર નોલેજ સોસાયટીની સ્થાપના કરશે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં નવા બાગાયત ડિવિઝન માટે રૂ.60 લાખની જોગવાઈ કૃષિ ખેડૂત કલ્યાણ : ખેડુત યોજનાના અમલ ભાટે 2771 નવી જગ્યાઓ ભરાશે: આ વર્ષે 1121 ભરાશે ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ પ્રધાન મત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતૉ ને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફુડ પ્રોસેસીગ માટે 34 કરોડ રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ પશુપાલન4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ ડેરી વિકાસ પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાધકામ માટે 11 કરોડ મત્સ્યોદ્યોગ માગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ ફીશીગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ, કેરોસીન સહાય માટે 18 કરોડ ગુજરાતના તાત માટે ખોલાશે દ્રાર : નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને આગામી અષાઢી બીજથી ખેતી માટે પાણી અપાશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અંદાજપત્ર રજુ કરતા વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી કે, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને આ વિસ્તારમાં કૃષિ સિંચાઈ માટે આગામી અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસથી નર્મદાનું પાણી આપવામાં આવશે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાણી છોડવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું દરેકને રોજગારી અને કામ : આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે નવા70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધિરાણ અપાશે મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવીધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમા મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ છેલ્લા સોળ વર્ષમા એક પણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી 7મુ અંદાજ પત્ર 2,04,815 કરોડનુ બજેટ શિક્ષણને પ્રોત્સાહન : પ્રાથમિક શિક્ષણને જોર આપવા નવા 5 હજાર વર્ગખંડનું બાંધકામ કરશે રાજ્ય સરકાર 454 કરોડના ખર્ચ સાથે અંદાજે દોઢ લાખ વિધાર્થીઓને મળશે સારી સગવડ મધ્યાહન ભોજન માટેના અન્ય ત્રિવેણી યોજના માટે 1015 કરોડની જોગવાઈ RTE હેઠળ 2.70 લાખ વિધાર્થીઓના 3000 રૂપિયા સરકાર ચૂકવશે, કુલ 341 કરોડ ફાળવશે વર્ચયુઅલ ક્લાસરૂમ અને ભાર વિના ભણતર માટે ખર્ચાશે 103 કરોડ સ્કૂલોના શિસ્તના ડિજિટલાઈઝેશન માટે ફાળવાશે 100 કરોડ રાજ્યના 1.30 લાખ દિવ્યાંગ વિધાર્થીઓ માટે વિવિધ સુવિધા ઉભી કરવા રૂ. 46 કરોડની જોગવાઈ AIના વિકાસ માટે ગુજરાતમાં યુનિવર્સિટી અને લેબની થશે સ્થાપના, ખર્ચ અંદાજે 50 કરોડ રૂપિયા ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 370 કરોડ, સરકારી કોલેજ, યુનિ ભવન માટે 206 કરોડ, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ માટે 252 કરોડ. ઉદ્યોગ વિકાસ : ઉદ્યોગ અને ખાણ વિભાગ, કુટીર ઉદ્યોગ, પ્રવાસન, નાગરિક ઉદ્દયન બધું ભેગું મળી કુલ રૂ. ૬૩૦૧ કરોડની જોગવાઈ. લેખાનુદાન પ્રસ્તાવમાં ટેકસટાઇલ પોલીસી જાહેર કરવામાં આવી હતી. આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૫૦૦ કરોડની જોગવાઈ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂ.૮૮૦ કરોડ ઔદ્યોગિકની ઇન્ફ્રા સુવિધા વધારવા તથા તેને અપગ્રેડ કરવા માટે રૂ.૨૦૦ કરોડ માંદા એકમોને બેઠા કરવા માટે રૂ.૬૦ કરોડ સ્ટાર્ટઅપ હેઠળ આદિવાસી અને અનુસુચિત જાતિ માટે એક ખાસ પેકેજ તેના માટે રૂ.૫૨ કરોડ અન્ય ઔદ્યોગિક પ્રોત્સાહન માટે રૂ.૪૧૦ કરોડ જળ સંપત્તિ : જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ , 6000 ગામોને લાભ આદિજાતિ વિસ્તારમા 27600 વિસ્તાર સિચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ, સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ. રીન્યૂએબલ એનર્જીમાં રેકોર્ડ સર કરવાનો લક્ષ્યાંક વર્ષ 2013માં ગુજરાતની રીન્યૂએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 4126 મેગાવોટ હતી, આજે વધીને 8855 મેગાવોટ થઈ છે આગામી 3 વર્ષમાં તેને 30 હજાર મેગાવોટ કરવાનો લક્ષ્યાંક રાજ્યની ગ્રામ પંચાયતમાં સોલાર વોટર પમ્પ બેસાડવા માટે રૂ.૧.૫૦ કરોડની જોગવાઈ ઇ રીક્ષા ઉપર સહાય મળશે. ૮૦૦ લાભાર્થીઓ માટે રૂ.૨.૫૦ કરોડની જોગવાઈ સરદારની શોભા વધારવા પ્રયાસ : દરરોજ અંદાજે 10 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે, તેમ નીતિન પટેલે જણાવ્યું હતુ સરદારના સ્ટેચ્યુની આસપાસ વેલી ઓફ ફ્લાવરસ, જુંગલ સફારી, શ્રેષ્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, કેકેટ્સ ગાર્ડન, એકતા નર્સરી વિશ્વવન તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ ઉભી કરાશે આ હેતુ પાછળ રૂ. 260 કરોડનો ખર્ચ કરાશે નવી સોલરરૂફ ટોપ યોજનાની જાહેરાત : નીતિન પટેલે સૌરઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાની જાહેરાત કરી 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે નિયત કિંમત પર 40% સબસિડી 3થી 10 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 20% સબસિડી યોજના પેટે એક હજાર કરોડની ફાળવણી પાક સંરક્ષણ અને સુરક્ષા પર પણ જોર ખેતીની જમીન માપણી આધુનિક રીતે થાય તે માટે હાલ ૪૧ ડીફરન્શીયલ સીસ્ટમ છે તેમાં વીજી ૧૦૦ ખરીદવામાં આવશે અને તેના માટે રૂ.૨૫ કરોડની ફાળવણી રાજ્યના અન્ન ગોડાઉનને આધુક્નીક બનાવવા માટે રૂ.૨૮ કરોડની ફાળવણી કુપોષણ દુર કરવા માટે ફોર્ટીફાઈડ ચોખાનું વિતરણ. પાયલોટ પ્રોજેત્ક નર્મદા જિલાથી શરૂ કરવામાં આવશે. Fuel સુવિધા ફ્યુઅલ અપ કરાશે : વર્ષ ૨૦૨૨ સુધીમાં નવા ચાર લાખ પીએનજી કનેક્શન અપાશે અને કુલ કનેક્શનની સંખ્યા ૧૮ લાખ થશે એવો લક્ષ્યાંક બે વર્ષમાં નવા ૩૦૦ CNG પમ્પ ઉભા થશે ચાલુ વર્ષે લગભગ ૧.૨૫ લાખ નવા વીજ કનેક્શન ખેડૂતોને આપવામાં આવશે. ન્યાયપાલિકાને મજબૂત કરવાની નેમ ગુનો નોંધાય અને સજા પડે એ માટેનો કન્વિકશન રેઈટ ઘટાડી ૩૦ ટકા નીચે લઇ જવાની નેમ જેલ અને કોર્ટ વચ્ચે વિડીયો કોનફ્ર્સ્નીંગની સુવિધા વધારશે. રૂ. ૩૧ કરોડની જોગવાઈ મોટા અને મધ્યમ શહેરોમાં ટ્રાફિક સર્વેલન્સ માટે CCTV કેમેરા સીસ્ટમ માટે રૂ.૧૦૦ કરોડ પર્યાવરણની જાળવણી માટે પાણી શુદ્ધિકરણ : અમદાવાદ, જેતપુર અને વડોદર સહિતના ઉદ્યોગોથી ધમધમતા શહેરોના પાણીને ઉંડા દરિયામાં મોકલીને વૈજ્ઞાનિકે શુદ્ધ કરવાની યોજના PPP ધોરણે પાઈપલાઈન નાખવા માટે અપાશે કોન્ટ્રાકટ કુલ રૂ. 2275 કરોડ યોજના માટે આ વર્ષના બજેટમાંથી 500 કરોડની જોગવાઈ પ્રવાસન : પ્રવાસીઓને સુવિધા વધારા માટે રૂ.૪૭૨ કરોડની કુલ ફાળવણી નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ આને દાંડી ટુરીઝમ સકીટ ખાતે માળખાકીય સુવિધાના વિકાસ માટે રૂ,૧૦ કરોડની જોગવાઇ . પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે ૪,૧૦૦ યુવાનોને તાલીમ માટે રૂ.૧૨ કરોડ જૂનાગઢનો ઐતિહાસિક અને પ્રાચીન ઉપરકોટ કિલ્લો એક હેરીટેજ સ્થળ છે તેના વિકાસ માટે રૂ. ૭ કરોડ અન્ય જહેરાતો : સિંહોના સવર્ધન માટે નવી શેત્રુંજી સાઈટ, સિંહો માટે એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને CCTV માટે રૂ.123 કરોડ નાગરિક ઉદ્દયન માટે રૂ.૪૪૨ કરોડની ફાળવણી વોટર એરોડ્રામ બનવાશે જેમાં સરદાર સરોવર, શેત્રુંજી ડેમ અને સાબરમતી રીવરફ્રન્ટનો સમવેશ. રૂ. ૫ કરોડની ફળવાની જાહેરાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યુ માટે હેલીકોપ્ટર સેવા માટે રૂ.૧ કરોડ રાજપીપળાના એરોડ્રામ તરીકે વિકાસના સર્વે માટે રૂ. ૧ કરોડ

Read More
જામનગર રોડ પર આવેલા એક્સીસ બેંકનું ATM તુટ્યું

શહેરના જામનગર રોડ પર આવેલા એક્સીસ બેંકના એટીએમમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ ગેસ કટર વડે એટીએમ તોડ્યું હતું અને એટીએમમાં રહેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. એટીએમમાં 11.55 લાખ રૂપિયા હોવાની વાત સામે આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી મળતી વિગત મુજબ જામનગર રોડ પર નાગેશ્વર મંદીર પાસે આવેલા એક્સીસ બેંકના એટીએમમાં ફોલ્ટ હોવાનો મેસેજ કોલ સેન્ટરમાં આવતા એટીએમ મેન્ટેનન્સ સ્ટાફના હેડ તેના કર્મચારી સાથે જામનગર રોડ પર નાગેશ્વર મંદીર નજીક એક્સીસ બેંકનું એટીએમ ચેક કરવા માટે પહોચ્યા હતા. ત્યારે શટર બંધ હતું. તેણે શટર ઉચું કરીને જોતા એટીએમ તુટેલુ જોતા તેઓએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ કરતા તસ્કરો એટીએમ ગેસ કટરથી તોડી તેમાંથી રૂ. 11.55 લાખની રોકડ રકમ ચોરી ગયા હતા. આ બનાવમાં પોલીસે એટીએમમાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા તેમાં બુકાનીધારી બે શખ્સો ગેસના બાટલા સાથે એટીએમની અંદર ઘુસી શટર બંધ કરી અને ગેસ કટરથી એટીએમ તોડતા નજરે પડ્યા હતા.તો સાથે જ આરોપીઓના કોઈ પણ જગ્યાએ ફિંગર પ્રિન્ટ ન મળે તે માટે આરોપીઓએ હેન્ડ ગલોઝ પહેરીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Read More
પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં રથયાત્રાનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયુ, જાણો કેવી કરાઇ છે સુરક્ષા

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને લઇને અમદાવાદ પોલિસ કમિશ્નરની અધ્યક્ષતામાં ગ્રાન્ડ રિહર્સલ યોજાયુ હતુ. આગામી ગુરૂવાર અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળી રહ્યા છે ત્યારે તંત્રએ તૈયારીઓના ભાગરૂપે 22 કિમીનુ ગ્રાન્ડ રિહર્સલ યોજ્યુ હતુ. જગન્નાથ મંદીરથી લઇને મોસાળ સરસપુર અને ત્યારબાદ સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુર અને શાહપુર થઇને પોલિસ કમિશ્રરે સમગ્ર રૂટની સમીક્ષા કરી હતી.. રથયાત્રાના 45 સ્થળો પર 94 CCTV કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. રૂટ પર ડ્રોનથી પણ નિરીક્ષણ કરાશે. 15 QRT ટીમ પણ તહેનાત રહેશે. 8 પોલીસ સ્ટેશનમાં મિનિ કંટ્રોલરૂમ બનાવ્યા, 17 જનસહાયતા કેન્દ્ર બનાવ્યા, રૂટ પર સીસીટીવી વાન પણ રહેશે. થ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે હોય છે. મુવીગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાન બંદોબસ્ત રેન્જોમાં વહેંચાયો છે જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોપાઈ છે. જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25000 પોલીસકર્મીઓ તહેનાત રહેશે. રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું. આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. જેમાં તમામ પોલીસ કર્મીઓ, પેરા મિલિટરી ફોર્સ સહિત તમામ પોલીસ કાફલો જોડાશે. રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેચાઈ. SRP, CAPFની 27 ટુકડી તહેનાત કરાઈ છે. ત્રણ રથ, 19 હાથી, 100 ટ્રક, 30 અખાડા, ભજનમંડળી-બેન્ડ સહિત સાત મોટરકાર રથયાત્રામાં જોડશે. મુવીગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.

Read More
રાજકોટમાં પોલીસે ડોક્ટર ખુદ દર્દી ન બને તે માટે ટ્રાફિકના પાઠ ભણાવ્યા

આજે ડોક્ટર દિવસ છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પંડિત દીન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં રાજકોટ પોલીસે ડોક્ટર ખુદ દર્દી ન બને તે માટે મેડિકલના વિદ્યાર્થીઓને ટ્રાફિકના પાઠ ભણાવ્યા હતા. માર્ગ અકસ્માત અટકાવવા પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ પહેરવો, ચાલુ વાહને ફોન પર વાત ન કરવી સહિતના નિયમ શીખડાવવામાં આવ્યા હતા. પોલીસ અને રાજકોટ મેડિકલ એસોસિએશન સાથે મળી આ આયોજન કરવામાં આવ્યું હતું.

Read More
આવાસ યોજનાનાં ફોર્મના વિતરણમાં લાંબી કતાર લાગી, મહિલાઓ વચ્ચે ઝપાઝપી થઇ

મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનાં આજે બેંક મારફતે ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરની ICICI બેન્કની દરેક બ્રાન્ચ ખાતે વહેલી સવારથી અરજદારોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે સરદાર બાગ પાસે આવેલી ICICI બેંકની મેઈન બ્રાન્ચમાં મહિલાઓ વચ્ચે ફોર્મ વિતરણ દરમિયાન ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં. ઝપાઝપીની ઘટનાને લઈને ટોળું એકઠુ થઈ ગયું હતું. મહત્વનું છે કે અરજદારો કામ ધંધો છોડીને ફોર્મ લેવા માટે સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા હતા. મનપાના 1BHKના 2176 આવાસ માટે ફોર્મ વિગરણ કરવામાં આવી રહ્યું છે. 2 રૂપિયાનાં ફોર્મનાં 100 રૂપિયામાં લેવામાં આવી રહ્યાં છે રાજકોટ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં એક ફોર્મના 100 રૂપિયા ખાનગી બેંક દ્વારા લેવામાં આવી રહ્યાં છે. 2 રૂપિયાની કિંમતના આ ફોર્મના અરજદારો પાસેથી 100 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે. જો મકાન ન લાગે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકોનાં 100 રૂપિયામાં પાણીમાં જાય. 2 રૂપિયાનાં ફોર્મ 100 રૂપિયામાં આપવાના મામલે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એ નિયત કરેલ ચાર્જ છે. સાથે જ કહ્યું કે 31 જુલાઈ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. જેથી તમામને ફોર્મ મળી રહેશે.

Read More
રથયાત્રાની તૈયારીઓ વચ્ચે શહેરમાં આટલા મકાન જાહેર કરાયાં ભયજનક

જમાલપુરમાં આવેલા જગન્નાથજી મંદિરમાં કલરકામ તેમજ લાઇટિંગ થઇ રહ્યું છે તો મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમગ્ર રૂટ પર ખાડા વગરના રસ્તા, ચાલુ હાલતમાં સ્ટ્રીટલાઇટના થાંભલા, પાણીની વ્યવસ્થા, રખડતાં ઢોરથી રૂટને મુક્ત કરવો જેવી તૈયારીઓની સાથે-સાથે રૂટ પરનાં ભયજનક મકાનનો સર્વે કરીને રથયાત્રા (Rath Yatra) વખતે ભાવિક ભક્તો કે સ્થાનિકો જર્જરિત મકાન કે તેનો કોઇ ભાગ અચાનક ધરાશાયી થઇને ઇજાગ્રસ્ત ન થાય તે માટે તેવા ભાગને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. દરમિયાન તંત્રના સર્વે મુજબ સમગ્ર રથયાત્રા રૂટ પર કુલ ર૭૯ ભયજનક મકાન છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પરંપરાગત રીતે રથયાત્રા અગાઉ તેના રૂટ પરનાં મકાનની સ્થિતિ અંગે સર્વે હાથ ધરાય છે. જે મકાન પૂર્ણ જર્જરિત હોય કે તેનો કોઇ હિસ્સો જર્જરિત લાગે તો તેવા મકાનને તંત્ર ભયજનક જાહેર કરે છે તેમજ કબજેદારને ચેતવણી પણ પાઠવે છે. જેમાં મકાનની રસ્તા પરનાં ગેલેરી, ઝરુખા-મકાનનો ભાગ બિનસલામત છે અને વધુ વ્યક્તિઓ તે ભાગમાં આવે તો તે ભાગ ભયજનક અને જોખમકારક બનતો હોઇ રથયાત્રાના દિવસે બહારની કોઇ વ્યક્તિને મકાનમાં પ્રવેશવા દેવી નહીં તેમજ તે ભાગનું તત્કાળ રિપ‌ેરિંગ કરાવવું તેવી ચેતવણી કબજેદારને અપાય છે. ગત વર્ષે રથયાત્રા રૂટ પર કુલ ર૯પ ભયજનક મકાન હતાં, જે પૈકી સમગ્ર ગત વર્ષના સમયગાળામાં કુલ ૪પ ભયજનક મકાનને રિપેર કરાયાં હોવાનો તંત્રનો દાવો છે. આની સાથે-સાથે ચાલુ વર્ષે નવાં કુલ ર૯ મકાન વધ્યાં હોવાનું પણ સત્તાવાળાઓ કહે છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગનાં સત્તાવાર સૂત્રો કહે છે કે ચાલુ વર્ષે તંત્રના સર્વેમાં રથયાત્રા રૂટ પર કુલ ર૭૯ ભયજનક મકાન મળી આવ્યાં છે, જે પૈકી ખાડિયામાં સૌથી વધુ ૧૭૯, જમાલપુરમાં ૧૦, દરિયાપુરમાં ૯૦, કાલુપુરમાં ૮ અને શાહપુરમાં સૌથી ઓછાં બે મકાનને તંત્ર દ્વારા ભયજનક જાહેર કરાયાં છે. રથયાત્રા (Rath Yatra) રૂટ પરના રોડ તરફના જે તે મકાનનાં ભયજનક ગેલેરી, ઝરુખા કે દીવાલને દૂર કરવાની કામગીરી હેઠળ છેલ્લા બે દિવસમાં ખાડિયાનાં રર અને દરિયાપુરનાં ૧૧ મળી કુલ ૩૩ મકાનના ભયજનક ભાગને દૂર કરાયા હતા.

Read More
પીવાની સીલબંધ બોટલમાંથી જ્યારે ગુટકાની પડીકી નીકળી

પોરબંદરના બગવદર ગામે પીવાના પાણીની સીલબંધ બોટલમાંથી ગુટકાની પડીકી નીકળતા લોકોમાં ભારે કુતુહુલ ફેલાયુ. બ્લ્યુસ્ટોન લેબલ ધરાવતી પાણીની બોટલમાં વિમલ ગુટકાનું પાઉચ જોવા મળ્યુ છે. બોટલ પર કંપનીનું લેબલ હોવાથી આ ઘટના કંપનીની કાર્યપધ્ધતિ અને કાયદેસરતા પર સવાલો ઉભા કરે છે. ત્યારે આ ઘટનાથી લોકો અને તંત્ર શું સબક શીખસે તે જોવું રહ્યું.

Read More
રાજકોટમાં હવે નહીં દેખાય આવી રિક્ષાઓ

રાજકોટમાં ડીઝલ રીક્ષા ચલાવી શકાશે નહીં. માર્ગ સલામતી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલવાન અને ટેક્સીઓને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલવાન અને ટેક્સીમાં 12 બાળકોને જ બેસાડી શકાશે. સ્કૂલ રિક્ષામાં 6થી વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે નહિં. રાજકોટ ટ્રાફિક પોલીસ અને RTO ઝૂંબેશ હાથન ધરશે. 18વર્ષથી નાના વાહનચાલકોના વાલી સામે કાર્યવાહી થશે નહી. વિદ્યાર્થીઓની સલામતી માટે લેવાયો નિર્ણય ઉલ્લેખનીય છે કે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વાહનો લઇને આવન-જાવન કરતા હોય છે. ત્યારે કેટલાક તરૂણ વયનાં વિદ્યાર્થીઓ દ્વારા અકસ્માતો સર્જાવાની ઘટનામાં છેલ્લા કેટલાક સમયગાળાથી નોંધપાત્ર વધારો થતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. છકડા પર પ્રતિબંધ પર પોલીસ દ્વારા તખ્તો તૈયાર રાજકોટ શહેરમાં છકડો રિક્ષાના પ્રવેશ પર પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવશે. શહેરમાં પ્રતિંબધ લાગ્યા બાદ શહેરમાં છકડો રિક્ષા પ્રવેશ નહી કરી શકે. એક મળતી માહિતી મુજબ છકડો રિક્ષાના પ્રતિબંધ પર પોલીસ દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં છકડો રિક્ષા પર રાજકોટ શહેરમાં પ્રતિબંધ લગાવવામાં આવશે. મહત્વનુ છે કે છકડો રિક્ષાથી પ્રદૂષણ ખુબ જ વધુ થતુ હોય છે. ત્યારે આ પ્રદુષણ રોકવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે હવે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વેપારીઓ સાથે બેઠક કરશે. કમિશનરની વેપારીઓ સાથેની બેઠક બાદ કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠક બાદ છકડાની રીક્ષાની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા ફરમાન પણ કરવામાં આવશે.

Read More
કાળા રગડા જેવા તેલમાં ફરસાણ તળતા વેપારીઓને હવે થશે સજા

૧લી જુલાઈથી નવો ફૂડ સેફટી કાયદો અમલી થઈ રહ્યો છે ત્યારે આવા તેલનો ઉપયોગ કરનારા વેપારીઓને હવે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. માત્ર નજીવો દંડ ભરીને લોકોના જીવન સાથે ખિલવાડ કરનારા વેપારીઓ જો તંત્ર આ કાયદાનો સારી રીતે અમલ કરશે તો કેદની સજા અને ફોજદારી કેસમાંથી છૂટી શકશે નહીં. ફૂડ વિભાગના આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફરસાણમાં વપરાયેલાં તેલની ગુણવત્તા એટલેકે ટીપીસી- ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ જાણવા માટે ગરમ તેલના નમૂના લેવાના હોય છે પરંતુ ફૂડ વિભાગ અત્યાર સુધી ઠંડાં થયેલાં તેલના નમૂના લેતું હતું. જેના કારણે ટીપીસી ઓછા આવે અને વેપારી છટકી જાય. હવે રાજ્ય સરકાર ફૂડ વિભગને નવાં ટીપીસી મશીન આપી રહ્યું છે. જેમાં તેલમાં નોઝલ નાખતાં જ મશીન પર તેલના કાઉન્ટ દેખાશે. જો ૨૫ ટકાથી વધુ કાઉન્ટ મશીન પર આવશે તો તેવા વેપારી સામે ફોજદારી કાર્યવાહી થશે. ફરસાણના વેપારીઓ દ્વારા ભજિયાં, ફાફડા, દાળવડાં, ગાંઠિયા સહિત જુદાં જુદાં ફરસાણ બનાવતી વખતે એક જ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેલ કાળું ન પડી જાય ત્યાં સુધી તેનો વપરાશ કરવામાં આવતો હોય છે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેની ગુણવત્તા ખતમ થઈ જાય છે એટલું જ નહીં આવા તેલમાંથી બનેલું ફરસાણ ખાવાથી અનેક બીમારીઓ થાય છે. કાયદાનો કડક અમલવારીનો અભાવ લાલિયાવાડી અને આરોગ્ય ખાતાની બેદરકાર ના કારણે આ પ્રકારની કામગીરી સતત ચાલતી રહે છે. કોર્પોરેશનનો હેલ્થ વિભાગ અવારનવાર આવી દુકાનો પરથી ફરસાણના અને તેલના નમૂના લઈ લે છે પણ ભાગ્યે જ કોઈ વેપારી ઝપટમાં આવે છે શહેરમાં છેલ્લાં દસ વર્ષમાં ફરસાણ કે તેલમાં ભેળસેળના કારણે કોઈ વેપારીને દંડ સિવાયની કોઈ સજા થઈ હોય તેવા કિસ્સા ધ્યાને આવ્યા નથી. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કાનૂની જોગવાઈ અત્યંત કડક બનાવવાની માગણી ઘણા લાંબા સમયથી હતી. હાલમાં આ અંગેની જોગવાઈઓ સરળ હોવાના કારણે ભેળસેળિયા વેપારીઓ છટકી જાય છે.

Read More
વસ્ત્રાપુરમાં અદાણી ગેસ પાસે બીડી સળગાવતા આગમાં લપટાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર ગોરધનભાઈ એક્ટિવા લઈને વસ્ત્રાપુરથી પસાર થતાં હતા. ત્યારે તેમણે પોતાનું એક્ટિવા બીડી પીવા માટે અદાણી ગેસની મેઈનલાઈન પાસે ઊભું રાખ્યું હતું. ગોરધનભાઈએ બીડી પીવા માટે માચીસ સળગાવી ત્યારે પાઈપમાંથી લીકેજ ગેસ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ગોરધનભાઈ અચાનક આગની ઝપટમાં આવી ગયા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોએ ગોરધનભાઈ તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખસેડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી ગેસની લાઈનમાં કામગીરી ચાલુ હતી તે દરમિયાન સામાન્ય ગેસ લીકેજ થતો હતો. ગોરધનભાઈએ માસીચ સળગાવતાની સાથે જ લીકેજ થયેલા ગેસમાં આગ લાગી હતી.

Read More
આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી…..

આપણા ધાર્મિક શાસ્ત્રોમાં વ્યક્તિ વિશેષ માટે ઘણી બધી ધાર્મિક વાતોનુ વર્ણન થયેલું છે. ખાસ કરીને મહિલાઓ માટે ઘણી બધી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીના લક્ષણો વ્યવસ્થિત અને ધાર્મિક હોય તો તે સ્ત્રીને ઘરની લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ સ્ત્રી તે બધા ગુણોથી વિપરીત હોય તો તે સ્ત્રીને કુલક્ષ્મી માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ કુલક્ષ્મી સ્ત્રીઓ જે પણ ઘરમાં જાય છે તે ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે. આજે અમે અમુક એવા લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ જેના આધારે તમે નક્કી કરી શકો છો કે કંઈ સ્ત્રીઓ કુલક્ષ્મી હોય છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી પોતાની સાફ સફાઈ પર ધ્યાન નથી આપતી, સમયે સ્નાન નથી કરતી તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં ગંદકી રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને તેવા ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો. આ ઉપરાંત જે સ્ત્રી પાપ કર્મો તરફ વધારે ધ્યાન આપીને પૂજા પાઠ તેમજ કોઈ અન્ય ધાર્મિક કાર્યો નથી કરતી તે સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. ત્યાર બાદ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીનું મન પોતાના પતિમાં નથી લાગતુ તેને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી હંમેશા ગુસ્સો કરીને ઘરમાં અશાંતિનું વાતાવરણ ફેલાવે છે તેને પણ અલક્ષ્મી માનવામાં આવે છે. કારણ કે જે ઘરમાં આ રીતે અશાંતિનું અને ઝગડાનું વાતાવરણ રહેતું હોય તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતા. માટે તેવી સ્ત્રીઓને કુલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રીઓ છળ-કપટ કરે અથવા અસત્યનું આચરણ કરે છે તો શાસ્ત્રો અનુસાર આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે તેની બરકત નથી રહેતી. માટે આવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરને સ્વચ્છ નથી રાખતી તેમજ ઘરને સજાવીને નથી રાખતી તેમજ ઘરમાં રહેલી વસ્તુઓ અસ્ત વ્યસ્ત રાખે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માટે તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. જે સ્ત્રીના વિચારો ઉત્તમ અને સારા નથી હોતા તેને પણ કુલક્ષ્મી કહેવામાં આવે છે. કારણ કે જે સ્ત્રીના વિચાર ઉચ્ચ અને સારા નથી હોતા તેનો વિકાસ સારી રીતે નથી થતો. તેથી તેને અલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી પોતાના બાળકો અને પરિવારને પ્રેમ નથી કરતી તેવી સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી માત્ર પોતાના વિશે જ વિચારે છે અને સમાજ, દુનિયા, પરિવાર વગેરેનું નથી વિચારતી તે સ્ત્રી પણ કુલક્ષ્મી ગણાય છે. આ ઉપરાંત જે સ્ત્રી ચુગલી કરે છે તેમજ બીજાના ઘરમાં ઝગડાઓ કરાવે છે તે સ્ત્રી સૌથી મોટી કુલક્ષ્મી ગણાય છે. કારણ કે આવી સ્ત્રીઓની આદતથી ઘરનું વાતાવરણ તો ખરાબ થાય છે પરંતુ તેની સાથે બીજાના ઘરનું વાતાવરણ પણ અશાંત થાય છે. એટલા માટે આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી રહેતી. મિત્રો આવા લક્ષણ ધરાવતી સ્ત્રીઓ કુલક્ષ્મી ગણાય છે. માટે જો કોઈ સ્ત્રીમાં આ આદતો હોય તો તેણે આજથી જ આ આદતો સુધારી દેવી જોઈએ. કારણ કે જ્યાં સુધી કોઈ સ્ત્રીમાં આ આદતો રહે છે ત્યાં સુધી તે કુલક્ષ્મી ગણાય છે. પરંતુ જો કોઈ સ્ત્રી આ આદતો છોડીને પોતાના સદગુણોને વિકસાવે છે ત્યાર બાદ તે કુલક્ષ્મી નથી રહેતી પરંતુ લક્ષ્મી સ્વરૂપ ગણાય છે.

Read More
ગુજરાતમાં સીએનજીના વધુ 300 પમ્પ શરૂ કરાશેઃ મુખ્યમંત્રીની જાહેરાત

સ્વચ્છ-સ્વસ્થ ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા અને ગુજરાતમાંથી પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં 300 નવા સીએનજી પમ્પ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ શહેરો-ધોરીમાર્ગો પર સીએનજી સ્ટેશન શરૂ કરવામાં પ્રાેત્સાહન અપાશે. હાલ હયાત પેટ્રાેલપમ્પ ધારકોને સીએનજી પમ્પ શરૂ કરવા માટે કોઈ વધારાની પરવાનગી લેવાની રહેશે નહી. નવા 300 પમ્પ સીએનજીના શરૂ થયા બાદ વાહનચાલકોને સીએનજી ભરાવવા માટે પમ્પ પર લાઈનમાં ઉભા રહેવું નહી પડે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ 13.50 લાખ ઘરમાં પીએનજી ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી ત્રણ વર્ષમાં 18 લાખ ઘરોને પીએનજી ગેસથી સાંકળી લેવાનું આયોજન છે. વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતાં પરિવારને પીએનજી કનેકશનની ડિપોઝીટ રૂા.1000 અને 2 લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતાં પરિવારો માટે રૂા.5 હજાર લેવામાં આવે છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આ સંદર્ભે એક બેઠક મળી હતી અને તેમાં મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કૈલાશનાથન, અગ્રસચિવ એમ.કે. દાસ, ઉજાર્ અગ્રસચિવ પંકજ જોશી, જીએસપીસીના એમ.ડી. નટરાજન, ગુજરાત ગેસના સીઈઆે નીતિન પાટિલ સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતા.

Read More
બોટાદના જંગલમાંથી કુખ્યાત વોન્ટેડ જુસબ અલ્લારખાને પકડનાર ATSની 4 વિરાંગનાનું સૌ. યુનિવર્સિટીમાં સન્માન કરાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથોસાથ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું અવિરત આયોજન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે તાજેતરમાં બોટાદના જંગલમાંથી જુદા-જુદા 23 ગુનામાં વોન્ટેડ કુખ્યાત જુસબ અલ્લારખા નામના ગુનેગારને ઝડપી લેનારી ATSની ચાર વીરાંગના બહેનોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં આ ચારેય વિરાંગનાઓનું સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન અંજલિબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને પ્રેરણા મળે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું પીવીસી ડો.વિજય દેશાણીએ જણાવ્યું હતું કે, ATSમાં ફરજ બજાવતી સંતોકબેન ઓડેદરા, શકુંતલાબેન મલ, નીતમિકાબા ગોહિલ અને અરૂણાબેન ગામેતીએ વીરતાનું કામ કર્યું હોય તેના જીવન પરથી બીજી વિદ્યાર્થિનીઓને પણ પ્રેરણા મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્પીપાના ડો.શૈલેષભાઇ સગપરિયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.

Read More
મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કેળવણીધામ ખાતે UPSC-GPSCનો સત્ર પ્રારંભ અને સન્માન સમારોહ યોજાયો

સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના વડપણ હેઠળ સમાજના યુવા શક્તિના સર્વાંગી વિકાસ કા જે અને‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના સુત્ર પર કામ કરી રહેલા સિવિલ સર્વિસ કેન્દ્રમાં આજ રોજ તા.23-6-19 અને રવિવારે સાંજે 6 વાગ્યે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણી ઉપસ્થિતિમાં UPSC-GPSCના નવા સત્રના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર, મીડિયા તાલીમ કેન્દ્ર અને GPBO સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમથી સરદારધામ અને કેળવણીધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાનું સમાજના વધુ વધુમાં યુવાનોને શ્રેષ્ઠત્તમ અધિકારી બનાવી સમાજ અને દેશની સેવામાં મોકલવાના સપનામાં એક નવી ઉર્જા મળી છે.આ ધન્ય ક્ષણના સાક્ષી બનવા 1500થી વધુ મહેમાનો અને ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાનું શ્રેય કેળવણીધામ યુવક મંડળને જાય છે. આ યુવાનોની ટીમ છેલ્લા 1 મહિના કરતાં વધુ મહેનતે આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. કેળવણીધામ વહીવટી અને કૌશલ્યવર્ધન કેન્દ્ર વિશ્વના અનેક દેશોમાં ડંકો વગાડનારો સમાજ એવો પાટીદાર સમાજ દેશની સુગમ્ય વ્યવસ્થામાં પોતાનાંથી બનતી વધુમાં વધુ સેવા આપે એ અર્થે આજથી ત્રણ વર્ષ પહેલાં સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના સંયુક્ત ભગીરથ પ્રયાસથી આ સિવિલ સર્વિસ કેન્દ્રની શરૂઆત થઈ. આ કેન્દ્રમાંથી અત્યાર સુધીમાં 4 હજારથી વધુ દીકરા-દીકરીઓએ UPSC અને GPSCની નિશુલ્ક ટ્રેનિંગ લીધી છે. જ્યારે હાલમાં 1132 દીકરા-દીકરીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેમાં 140થી વધુ દીકરીઓને સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ 225થી વધુ વિદ્યાર્થીઓ UPSC અને 508થી વધુ વિદ્યાર્થીઓ GPSCની તૈયારી કરી રહ્યા છે. જ્યારે 400થી વધુ દીકરા-દીકરીઓ UPSC-GPSCની ફાઉન્ડેશન બેચના વિદ્યાર્થી છે. કેળવણીધામના પ્રયત્નથી અત્યાર સુધીમાં અહિંથી 180થી વધુ દીકરા-દીકરીઓ ક્લાસ 1-2-3ની સરકારી પરીક્ષાઓ ઉતીર્ણ કરી અધિકારી બન્યા છે. જેમાં 50થી વધુદિકરા-દીકરી ક્લાસ 1 અથવા 2 તરીકે સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં 4 ડેપ્યુટી ક્લેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ સાથે સિવિલ સર્વિસ કેન્દ્રમાં 450થી વધુવિદ્યાર્થી બેસી શકે તેવી લાઈબ્રેરીની વ્યવસ્થા પણ કરાઈ છે. કેળવણીધામ હોસ્ટેલમાં 1150 દીકરા અને 100 દીકરીઓ નિવાસ કરી પોતાના ઉચ્ચ અભ્યાસ સાથે કારર્કિદી બનાવી રહ્યા છે. અહિં આર્થિક રીતે અસક્ષમ અને જરૂરિયાતમંત વિદ્યાર્થી માટે રહેવા અને જમવાની વિના મૂલ્યે સુવિધા ઓ પણ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વલ્લવભાઈ કાકડીયા ,ધારાસભ્ય બાબુભાઇ પટેલ મેયર બીજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં સરદાર ધામ ના યુવા તેજ અને યુવા તેજસ્વી તેમજ જી પી બી ઓ ની ટીમો પણ ખડે પગે ઉપસ્થિતિ રહી સેવાઓ આપતાં સમાજ માં ખૂબ પ્રસંશનીય કામગીરી કરી હતી

Read More
સોમવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની આગાહી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સજાર્વા પામ્યું છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર અરબી સમુદ્રમાં સાયકલોનિક સરકયુલેશન સજાર્યું છે. આ બન્ને સીસ્ટમના કારણે આગામી તા.24ને સોમવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગીર-સોમનાથ, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે અને દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેવી શકયતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો છવાયા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે અને તેના કારણે આજથી રવિવાર સુધી દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર-સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. બંગાળની ખાડીમાં લો-પ્રેશરઃ અરબી સમુદ્રમાં સાયકલોનિક સરકયુલેશન બંગાળની ખાડીમાં નોર્થ-ઈસ્ટ દિશામાં લો-પ્રેશર સજાર્વા પામ્યું છે. આવી જ રીતે રાજસ્થાન અને તેની આસપાસના ઉત્તર ગુજરાતના વિસ્તારને સ્પર્શે તે મુજબ અરબી સમુદ્રમાં સાયકલોનિક સરકયુલેન છવાયું છે. હિમાલય વિસ્તારમાં આગામી તા.23ના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્ભવી રહ્યું છે. આ તમામ પરિસ્થિતિ ચોમાસાને આગળ ધપવા માટે અને સારા વરસાદ માટે અનુકુળ હોવાનું હવામાન ખાતાના જાણકારો કહી રહ્યા છે.

Read More
કાલાવડ રોડ ઉપર મુંબઇના સિધ્ધિવિનાયક મંદિર જેવું જ ભવ્ય મંદિર શુક્રવારે ખુલ્લુ મુકાશે

રાજકોટના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલની બાજુની શેરીમાં શ્રી સિધ્ધિવિનાયક ગણપતિ રાજાના ભવ્ય મંદિરનું નિમાર્ણ કે.કે. હોટેલ અને ક્રન્ચી રિપિબ્લકના કિરીટભાઇ કુંડલિયા દ્વારા કરવામાં આવ્યું છે. કિરીટભાઇ કુંડલિયા પરિવારને ગણપતિમાં આસ્થા હોવાના કારણે 11 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવાનો વિચાર આવ્યો. ગણપતિ રાજા મંદિરમાં કોઇ કસર બાકી રાખવામાં આવી નથી અને ખાસ કરીને નાનામાં નાની વાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. જાણીતા શાંતિ કૌશિક મહારાજ અને તેની 15 બ્રાûણની ટીમ દ્વારા ત્રણ દિવસના હોમ, હવન, પૂજન, અર્ચન અને પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ મંદિરના સામાન્ય લોકો પણ દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે 7 થી 12.30 અને બપોરે 4 થી 8.30નો રહેશે. સર્વે જનતાને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. શ્રી સિધ્ધિવિનાયક ગણપતિના ભવ્ય મંદિરનું નિમાર્ણ કરવામાં આવી છે. જેમાં બંસી પહાડના પથ્થરમાંથી બનેલ દિવાલોમાં ગણપતિના 1008 સ્વરુપના દર્શન આપવામાં આવ્યા છે. અને 100 રાજસ્થાની કારીગરોની 3 વર્ષની સતત મહેનત બાદ બનેલ આ મંદિર નિમાર્ણ થયું છે. શુક્રવારથી લોકો માટે દર્શનાર્થે ખુંલ્લુ મૂકાવામાં આવ્યું છે.

Read More
9 મહિના જેણે કૂખમાં રાખી તે જ માતાનું હૃદય બની ગયું વજ્ર

જનનીની જોડ સખી નહીં જાડે રે લોલ! પરંતુ આ કહેવત ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઇ રહી છે. એક જનેતા પોતાની બાળકીની દુશ્મન બનીને તેની સાથે અમાનવીય વર્તન કરી રહી છે. આ કિસ્સો માનવીય હૃદયને હચમચાવી નાંખે તેવો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં 10 દિવસ પહેલા આ દુનિયામાં આવેલી માસૂમ બાળકીને હૃદયના વાલ્વની ગંભીર બિમારી છે. જન્મ બાદ વિધાતાના લેખે જ બાળકીના ભાગ્યમાં દુ:ખની લકીરો છવાયેલી હતી, ત્યાં તેની જનેતાએ પણ તેને ઠુકરાવી હતી. નવજાત બાળકી ગંભીર બિમારી સાથે આ દુનિયામાં આવ્યા બાદ તેની માતાએ પણ તેનો સાથ આપ્યો નહોતો. માતાએ બાળકીની બિમારીને જોતા ફીડીંગ કરાવતી નથી. આ દ્દશ્યને જોતા હોસ્પિટલના ડોક્ટરો પણ રહી શક્યા નહોતા અને તેમને બાળકીના સારા આરોગ્ય માટે નવજાતની માતાને વારંવાર કહેવા છતાંય માતા ફીડીંગ ન કરાવવા પર મક્કમ છે. હાલ આ નવજાત બાળકી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવજાતના પિતાથી ન રહેવાતા તેમને પણ દખલગીરી કરીને પોતાની પત્નીને કૌટુંબિક મતભેદ અને ઝગડા ભૂલી બાળકીને ફીડીંગ કરાવવાની વિનંતી કરી છે. આ ઘટનામાં એક માતા કે જેણે 9 મહિના સુધી બાળકીને પોતાની કૂખમાં રાખી આજે તે પોતાની જ નવજાત બાળકીની જ દુશ્મન બનીને બેઠી છે. 10 દિવસ પહેલા જ જન્મેલી બાળકી વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. આવા સમયે બાળકીને માતાના દૂધની સખત જરૂર છે. બાળકીને તેના માતાનું ધાવણ ન મળતા તેને પાવડરનું દૂધ પીવડાવવું પડે છે. આ બાળકીના ભાગ્યમાં જન્મતાની સાથે જ ગંભીર બીમારી મળી છે, અને સાથે જ તે માતાના ધાવણ વિની ટળવળી રહી છે. દુનિયામાં હજી 10 દિવસ પહેલા જ આવેલી આ બાળકી જીવવા માટે એક તરફ પોતાની બીમારી, તો બીજી તરફ પોતાની માતા સામે સંઘર્ષ કરી રહી છે

Read More
પીજી હાઉસમાં મહિલા સાથે વિકૃત હરકતો, ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા, ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી

નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા કમલ-નયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટમાં પીજી હાઉસમાં મોડી રાત્રે ઘૂસીને યુવકે હોલમાં સુતેલી મહિલાની છેડતી કરી હતી.14 જૂને વિકૃત યુવકે કરેલી શરમજનક અને ઘૃણાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થયા બાદ મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. જેના પગલે બનાવની ગંભીરતાને જોતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી અને બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. આરોપીને પકડવા અલગ-અલગ ટીમો બનાવાઈઃ ડીસીપી પ્રવીણ મલ ઝોન 1ના ડીસીપી પ્રવીણ મલએ જણાવ્યું છેકે, પીજી હાઉસમાં મહિલાની છેડતી કરવાની ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ભાળ મેળવવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જે બનાવ બન્યો છે તે બનાવના ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ હાલ ચાલુ છે. 354ની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. સંચાલક ગેરકાયદે રીતે પીજી હાઉસ ચલાવતો હતો કે નહીં તે તપાસનો વિષય છે અને પોલીસને હજી સુધી આ અંગે માહિતી નથી. તપાસ બાદ નક્કી થઇ શકે કે પીજી ગેરકાયદેસર હતા કે કાયદેસર હતા. પોલીસની તમામ ટીમો સીસીટીવી ફૂટેજ, આરોપીનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તેના આધારે કાર્યવાહી કરી રહી છે. ફરિયાદ મોડી કરવા અંગે જણાવ્યું છેકે જો સંચાલકો વિરુદ્ધ કોઇ પુરાવારૂપ હકિકતો સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. પીજી કાયદેસર છે અને તમામ યુવતીઓનું પોલીસ વેરિફિકેશન છેઃ પીજી સંચાલક ઘટના અંગે પીજી સંચલાક સેની સિંહે જણાવ્યું છેકે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પીજી હાઉસ ચલાવે છે. તેમના પીજીમાં 60થી 65 યુવતીઓ રહે છે. કમલ-નયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સમાં જે પીજી હાઉસ છે તે કાયદેસર છે અને સોસાયટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છેકે હું પીજીનું કામ કરું છે અને પીજીનું કામ કરતો હોવાથી મેઇન્ટેનન્સ પણ નક્કી કરવામાં આવ્યું છે, એ પ્રકારે મેઇન્ટેનન્સ પણ આપું છે. જે ફ્લેટમાં આ ઘટના ઘટી છે, ત્યાં 19 જેટલી યુવતીઓ રહે છે. ફ્લેટનો દરવાજો બંધ કરવા માટે એક વોર્ડન પણ રાખવામાં આવી છે. રાત્રે 12થી 12.30 વાગ્યાની આસપાસ એક યુવક સોસાયટીમાં આવ્યો અને કોમનમાં થોડીકવાર ઉભો રહ્યો. બાદમાં એ યુવક અમારા બી-3માં ઉપર ગયો. જ્યાં દરવાજો ખોલ્યો અને ત્યાં સૂતેલી વોર્ડન સાથે શારીરિક અડપલા કર્યા. ફરિયાદ મોડી નોંધાવવા અંગે જણાવ્યું છેકે, પીડિત વોર્ડન સતત રડી રહી છે અને ફરિયાદ કરવાની મનાઈ કરી રહી હતી. અમદાવાદમાં કાયદો વ્યવસ્થા કથળી, પોલીસ કામગીરી સામે અનેક સવાલો અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની ઘટનાઓ સામે આવી છે. છ દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ અને એલિસબ્રિજ પાસેથી બે લાશ મળી હતી, જેની ઓળખ હજી સુધી પોલીસ કરી શકી નથી. બન્ને હત્યાના કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવા છતાં પણ આરોપીનું પગેરું મેળવી શકાયું નથી. તેવામાં સીજી રોડ પરના પીજી હાઉસમાં ધૂસીને વિકૃત યુવકે મહિલા સાથે છેડતી કરી છે, જેની તપાસ પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓના કારણે પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. યુવકે પીજી હાઉસમાં ઘૂસી મહિલાની છેડતી કરી, ઘરમાં 19 યુવતીઓ સૂતી હતી નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા પીજી હાઉસમાં 19 યુવતીઓ રહે છે. જેમાં એક મહિલા કેરટેકટર છે. 14 જૂનના રોજ મોડી રાતે એક વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. બદઈરાદે ઘરમાં ઘૂસેલા યુવકે દરવાજો ખુલ્લો જ રાખી બહાર હોલમાં સૂતેલી મહિલા સાથે છેડતી કરી હતી. મહિલા ન જાગતા તેની હિંમત ખુલી ગઈ હતી અને ત્યાં જ તેણે હસ્તમૈથુન કર્યું હતું. બાદમાં અંદર બે રૂમમાં જે 19 યુવતીઓ સૂતી હતી ત્યાં ગયો હતો. જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી. જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતી. યુવતીએ તેનો પીછો પણ કર્યો હતો પરંતુ બાઈક પર તે નાસી ગયો હતો. પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું ઘટના બાદ પીજીમાં રહેતી તમામ 19 યુવતીઓ અત્યરે ડરી ગઈ છે. પીજીના માલિકે 2 સિક્યુરિટી ગાર્ડ પણ મુક્યા હોવાનું સામે આવ્યું છે. જે ફ્લેટમાં આ ઘટના બની છે તેમાં 4 ફ્લેટમાં 80 જેટલી યુવતી પીજી તરીકે રહે છે. એક યુવતી જાગતી હોવાથી કોઈ પણ યુવતી સાથે અણબનાવ બનતા રહી ગયો હતો. પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. મહિલાની છેડતી અને તેની સામે જ હસ્તમૈથુનની ઘટના બાદ પીજીમાં રહેતી યુવતીઓમાં ભારે ડર વ્યાપી ગયો છે. આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવતા હવે અન્ય પીજીમાં રહેતી યુવતી અને તેના માલિકોએ જાગવાની જરૂર છે.

Read More
આ છે તે વિકૃત યુવાન કે જેણે ઘરમાં ઘૂસીને મહિલા સાથે કર્યુ ઘૃણાસ્પદ કૃત્ય

ગુજરાતના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં PGમાં રહેતી એક કેરટેકર યુવતીની છેડતી ઘટના સામે આવી છે. અમદાવાદના પીજીમાં અડધી રાત્રે એક યુવક ઘૂસીને યુવતીના રૂમમાં ધસી આવ્યો હતો. આ યુવક યુવતીના રૂમમાં પ્રવેશીને શારીરિક અડપલાં કર્યા હતા. હવે ગુજરાત પણ બિહાર કે યૂપી તરફ જઇ રહ્યું હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવતી જાય છે. બાળકીઓ, યુવતીઓ, મહિલાઓ હવે પોતાના ઘરના ઝાંપે પણ સુરક્ષિત નથી. ત્યારે મહિલા સુરક્ષાના દાવા પોકળ કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં એક ગર્લ્સ પીજીમાં, જ્યાં અંદર 19 યુવતીઓ સૂઈ રહી હતી, ત્યાં એક યુવક અડધી રાત્રે પીજીમાં આવીને યુવતીને શારીરિક અડપલા કરતા ફ્લેટમાં ડ્રોઈંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવકની ગંદી હરકત કેદ થઈ છે. તો સાથે જ એપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરામાં યુવકનો ચહેરો દેખાઈ આવ્યો છે. સાથે જ તે ત્યાંથી બાઈક લઈને ભાગી રહ્યો છે તે પણ જોવા મળ્યું. ગર્લ્સ પીજીમાં રહેતા જે યુવકની તસવીર અને વીડિયો સામે આવ્યા છે, તેમાં તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. યુવકે પીળા રંગની ટીશર્ટ પહેરી છે. તેણે એપાર્ટમેન્ટની નીચે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું અને તેની પોલ ખૂલતા જ તે બાઈક લઈને નાસી ગયો હતો. ત્યારે આ વિકૃત શખ્સની તમામ ગંદી હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ છેડતીની બનેલી ઘટના સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવા કહેવામાં આવ્યું છે. આ ઘટના સામે મહિલા આયોગ પણ લાલઘૂમ થયુ છે. રાજ્યભરની મહિલા હોસ્ટેલોમાં મહિલા ચોકીદાર મૂકવામાં આવે તેવી ભલામણ મહિલા આયોગ દ્વારા કરવામાં આવશે. રાજ્યભરની હોસ્ટેલોમાં આ પ્રકારની ઘટના ન બને તેની પણ તપાસ કરવામાં આવશે.

Read More
એઇમ્સની 200 એકર જગ્યાનો આગામી સપ્તાહે કેન્દ્ર સરકાર કબજો સંભાળશેઃ

ખંઢેરીની 200 એકર જગ્યામાં આગામી દિવસોમાં એઈમ્સનું નિમાર્ણ થવાનું છે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ જમીનની ફાળવણીના હુકમો થઈ ગયા છે અને હવે આગામી સપ્તાહે દિલ્હીથી એક ટીમ રાજકોટ આવનાર હોવાથી ગઈકાલે આખો દિવસ સ્થળ પરના દબાણો દૂર કરવાની કામગીરી પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) આેમપ્રકાશના માર્ગદર્શન હેઠળ પડધરી તાલુકા મામલતદાર પ્રકાશભાઈ ગોઠી દ્વારા હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે દબાણ દૂર કરવાનું હોય ત્યારે રેવન્યુ વિભાગના અધિકારીઆે અને પોલીસ કાફલો હોય છે પરંતુ ગઈકાલે સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ હતું અને તેમાં રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ ઉપરાંત માર્ગ-મકાન વિભાગ, ડીઆઈએલઆર, પીજીવીસીએલ, જેટકો સહિતના વિવિધ વિભાગોના અધિકારીઆે હાજર રહ્યા હતા. 200 એકરમાંથી 20 એકર જગ્યામાં કાચા-પાકા મકાનો, ખેતરો, નર્સરીનું દબાણ થયું હતું. ગઈકાલે વરસતા વરસાદમાં આવા દબાણો દૂર કરવાનું ભારે કપરું બની ગયું હતું પરંતુ આગામી સપ્તાહે દિલ્હીથી ખાસ ટીમ આવતી હોવાથી પાંચ જેટલા બૂલડોઝર અને જેસીબીની મદદથી આખો દિવસ આેપરેશન ચાલુ રાખી કામગીરી પુરી કરવામાં આવી હતી. એઈમ્સના સૂચિત સ્થળે આવવા-જવા માટેના રસ્તા અને ઈન્ટરનલ રોડ સહિતની ડિઝાઈન આરએન્ડબી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત એઈમ્સના સૂચિત સ્થળે વીજપોલ હટાવવાની કામગીરી માટેનો સર્વે ગઈકાલે પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઆે દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

Read More
કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડું સાંજે નલિયા-લખપત વચ્ચેના કાંઠે ટકરાશે, કંડલા પાર્ટે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપતના કાંઠા વચ્ચે ટકરાઇ લેન્ડફોલ કરશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન કંડલા ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કાંઠાળ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તમામ પોર્ટને 3 નંબરનું સિગ્નલ દરિયામાં સક્રિય વાયુ વાવાઝોડું ગણતરીના કલાકમાં કચ્છના દરિયા કાંઠે ટકરાશે તેવી આગાહીને પગલે ભુજમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. જ્યારે કંડલા, મુન્દ્રા, માંડવી, જખૌ બંદર પર 2 નંબરનું સિગ્નલ ઉતારીને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગ વાયુ મામલે શું કહે છે ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું કે, આજે સોમવારે આ સિસ્ટમ વહેલી સવારે યુ ટર્ન મારી કચ્છના કાંઠા તરફ ગતિ કરશે. મોડી સાંજ સુધી નલિયા આસપાસ લેન્ડફોલ કરી કાંઠે ટકરાયા બાદ ઉતર ગુજરાતનો કાંઠો પસાર કરી દક્ષિણ રાજસ્થાન પહોંચશે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ જશે. 45થી 65 કિ.મીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ 3થી 8 ઇંચ સુધી રહેવાની ધારણા છે. એનડીઆરએફની વધુ 2 ટીમ, બીએસએફની 2 ટુકડી સ્ટેન્ડ બાય હાલ કચ્છમાં એનડીઆરએફની 3 ટીમ નલિયા, ગાંધીધામ અને માંડવીમાં તૈનાત છે. પવન સાથે ભારે વરસાદની આગાહી જોતાં ભુજ ખાતે એનડીઆરએફની વધુ 2 ટુકડીને સ્ટેન્ડ બાય રાખવા સાથે બીએસએફની 2 ટીમને પણ એલર્ટ પર રખાઇ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સતર્ક હોવાનો દાવો કરાયો છે. માંડવી બીચ પર દરિયાના પાણી ફરી વળ્યા: 2 દિવસ સુધી પ્રવેશબંધી હમેશા પ્રવાસીઓથી ધમધમતા માંડવી બીચ હાલ વાયુ વાવાઝોડાના કારણે સુમસામ માહોલ ભાસી રહ્યો છે. તેમાં પણ રવિવારે વાયુ વાવાઝોડાના રિટર્નના પગલે કિનારે તેજ પવન સાથે સમુદ્રના પાણી આવી ચડ્યા હતા. બીચ પર પોલીસ પ્રવેશ બંધી હોવાથી લોકો જઈ શક્યા ન હતાં. આવી રીતે બે દિવસ સુધી બીચ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. જિલ્લાના કાંઠાના દરિયામાં આજ પ્રકારનો કરંટ જોવા મળવા સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. આ તરફ કોટેશ્વરમાં પણ તકેદારીના ભાગરૂપે સનસેટ પોઇન્ટ પર જવાની પાબંદી લંબાવી દેવાઇ છે. કોટેશ્વર અને નારાયણસરોવરમાં સહેલાણીઓની સંખ્યા ઘટી જતાં સુનો માહોલ ભાસી રહ્યો છે.તો નલિયામાં પવનના કારણે એક ઝાડ પડી જતાં થોડી દોડધામ મચી ગઇ હતી. વાયુ ડિપ્રેશનમાં ફેરવાઇ આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપત વચ્ચે ટકરાશે વાયુ વાવાઝોડું રિટર્ન થતા તેની અસર હવે કચ્છમાં દેખાઇ રહી છે. એક બાજુ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે દરિયા કિનારે આવેલા ગામોમાં વેગીલો પવન શરૂ થયો છે. નલિયામાં જેના પગલે એક વૃક્ષ તૂટી પડ્યો હતો તો માંડવીમાં દરિયાના મોજાં દૂર સુધી આવી ચડ્યા હતાં.

Read More
હવે સરકારી દફતર માં ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી

ઘણા લોકો જમીન વારસદારના નામે કરાવવા માટે ધક્કા ખાતા રહે છે છતાં પણ એનું કામ થઇ શકતું નથી અને ધક્કા જ ખાવા પડે છે. રાજયસરકાર દ્વારા બિનખેતીની ઓનલાઇન મંજૂરી બાદ જમીનમાં વારસાઇ ફેરફાર નોંધની અરજીની મહેસુલી સેવા ઓનલાઇન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ લગભગ ઘણા ખેડૂતોને કોમ્પ્યુટરનું જ્ઞાન નથી અને ગામડાઓ માં અપૂરતી સુવિધાથી સેવાની સફળતા સામે સવાલ ઉભા થાય છે. બીજી બાજુ ખેડૂતોને કોમ્પ્યુટર નું પૂરતું જ્ઞાન ન હોય એટલે એમણે સાયબર કાફે જવું પડે છે, ધંધાર્થીઓ આ તકનો લાભ લઇ ખેડૂતો પાસેથી અરજી કરવાના નાણાં ઉઘરાવે તો તેની જવાબદારી કોની તે સવાલ પણ ઉભો થયો છે. હવે સરકારી દફતર માં ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી,જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે ઓનલાઇન અરજી માટે અરજદારે કરવી આ કાર્યવાહી : વારસાઇ નોંધ માટે IORA.gujarat.gov.in વેબસાઇટ પર અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અરજી માં જણાવેલી તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે. IORA.gujarat.gov.in સાઇટ પર શ્રુતિ ફોન્ટની વિગતો દર્શાવી છે. સહીવાળી અરજી સાથે મૃત્યુનું પ્રમાણપત્ર અને મૃત્યુ થનાર ખાતેદારનું તલાટી રૂબરૂનું પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તથા અરજી સબમીટ કર્યાની તારીખથી મહતમ 15 દિવસમાં રીયલ દસ્તાવેજો, જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સાથે 7-12, 8-અ જેવા બીજા કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી. જો કોઇ ચોકકસ બાબત માટે કોર્ટ નો હુકમ આવે તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે. ઉપરોકત તમામ વિગતો ભરીને તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ કરવાથી અરજદાર ની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થઇ જશે. મૃત્યુ પામનાર તથા તેમના વારસદારોની વિગતની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકકપત્ર કે કાચી નોંધનો નંબર જનરેટ થશે. અરજદાર તથા અરજી મુજબના હકક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરી હશે તો તમામને વારસાઇ ની કાચી નોંધ બાબતે નિયત એસએમએસ જશે. ઇ-ધરા કેન્દ્રની કાર્યવાહી ઓનલાઇન વારસાઈ નોંધ ઓટો મ્યુટેશન રજીસ્ટરમાં દેખાશે. ઇ-ધરા નાયબ મામલતદારે ઓટો મ્યુટેશન રજીસ્ટર પરથી મરણનું પ્રમાણપત્ર તથા પેઢીનામાની નકલની અને અરજીની પ્રિન્ટ મેળવવાની રહેશે. જે તે ખાતાની 8-અ તથા 7-12ની પ્રિન્ટ પોતાના લોગીનમાંથી મેળવવાની રહેશે. અરજદાર દ્વારા મૃત્યુ નું પ્રમાણપત્ર, પેઢીનામું અને અસલ અરજી રજૂ કર્રીને ઓનલાઇન રીસીવ કરવાના રહેશે. જેથી અરજદાર ને એસએમએસ થી જાણ થઇ શકે. જો અરજી સબમીટ કર્યાની તારીખથી 10 દિવસ સુધી અરજદાર દ્વારા ઉપરોકત દસ્તાવેજો રજૂ કરવામાં ન આવે તો 11 માં દિવસે આ વિગત દર્શાવતો સિસ્ટમ જનરેટેડ એસએમએસ જાય તેવી વ્યવસ્થા એનઆઇસી દ્વારા કરવાની રહેશે. મૃત્યુ નું પ્રમાણપત્ર તથા પેઢીનામું રજૂ થાય પછી નાયબ મામલતદાર ઇ -ધરાએ પોતાના લોગીન માં ઓનલાઇન રીસીવ કરવું અને પછી નોંધનો નિર્ણય કરનાર સક્ષમ અધિકારીને સોંપી તે આપ્યા બદલ સહી મેળવવાની રહેશે. વારસાઇ નોંધણી નો નિર્ણય નિયમ મુજબ તમામ જોગવાઇ તપાસીને કરવાનો રહેશે. હવે સરકારી દફતર માં ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી,જમીન વારસાઇમાં ફેરફાર કરવાની પ્રોસેસ હવે આ રીતે ઓનલાઇન જાતે જ થઇ શકશે

Read More
રાજકોટ સિવિલમાં OPD બંધ, વહેલી સવારથી આવેલા દર્દીઓનો વારો ન આવતા રોષ, લાંબી લાઇનો

પશ્વિમ બંગાળમાં તબીબ પર હુમલાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. આજે દેશભરના ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ સિવિલ અને ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાળમાં જોડાયા છે. જેને લઇને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ રાખવામાં આવતા સવારના 7 વાગ્યાના દર્દીઓ લાઇનમાં ઉભા રહેતા વારો નહીં આવતા રોષ ભભૂક્યો છે અને દર્દીઓની કેસબારીએ લાંબી લાઇનો લાગી છે. ઇમરજન્સી વિભાગ ચાલુ રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટના 1650 ડોક્ટરો જોડાયા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કલકત્તામાં તબીબ પર થયેલા હુમલા સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો. રાજકોટ સિવિલમાં ઓપીડી ચાલુ હતી પરંતુ થોડીવારમાં ડોક્ટરોએ આવીને જ બંધ કરાવી ગયા હતા. વાંકાનેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા દર્દીઓને સારવાર મળી નથી. બીપી, ચક્કર, તાવ, શરદી જેવી બીમારીના દર્દીઓએ કહ્યું હતું કે સવારના હેરાન થઇએ છીએ. શું કહે છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગૌરવા ધ્રુવીએ જણાવ્‍યું હતું કે રેસિડેન્‍ટ્‍સની હડતાળને પગલે ઇમરજન્સી અને ઓપીડીમાં દર્દીઓને કોઇ તકલીફ ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઇ ગઇ છે. મેડિકલ ઓફિસર અને ટ્યુટર્સની મદદથી તમામ ઓપીડીમાં કોઇને તકલીફ ન પડે તે રીતની વ્યવસ્થા ગોઠવાઇ છે. ઇમરજન્‍સીમાં પણ કોઇ મુશ્‍કેલી આવે તેમ નથી. જામનગરમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ કાળી પટ્ટી બાંધી ચાલુ રખાશે કોલકતામાં ડોક્ટરો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો જામનગરમાં પણ પડ્યા છે અને આજે ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાઓથી ડોક્ટરો દૂર રહી એક દિવસની પ્રતિક હડતાળ પર જશે. બંગાળના કોલકતામાં બે ડોકરટરો પર થયેલા હુમલાનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે ત્યારે જામનગર જી.જી. હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશને તા. 17ના પ્રતિક હડતાળનું એલાન કર્યું છે. જેમાં તમામ જુનિયર ડોક્ટરો સેવાથી અલિપ્ત રહ્યા છે. ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જે ઇમરજન્સીમાં ફરજ બજાવનાર તબીબોએ પણ કાળી પટ્ટી ધારણ કરી છે. શહેરની તમામ હોસ્પિટલો અને ડોક્ટરોએ આ હડતાલમાં જોડાવાનો કોલ આપ્યો છે. મેડિકલ કોલેજમાં ડોક્ટરો એકત્રિત થયા હતા શહેરની સર્મપણ જનરલ હોસ્પિટલે પણ હડતાળને ટેકો જાહેર કરી ઇમરજન્સી સિવાયની તમામ કામકાજ આજે બંધ રાખવાનું જણાવ્યું છે. હડતાળ પર ગયેલા ડોક્ટરો આજે સવારે મેડિકલ કોલેજમાં ભેગા થયા હતા અને ત્યાંથી આગળથી લડતની રણનીતી નક્કી કરી ખંભાળિયાના તબીબ મંડળ દ્વારા ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને શનિવારે રાત્રે ઇન્ડિયન મેડિકલ એસો. ખંભાળિયાના તબીબોની એક રેલી જોધપુર ગેઇટથી નિકળી નગર ગેઇટ ચોકમાં સંપન્ન થઇ હતી. ડોક્ટર એસો.ના પ્રમુખ ડો. હમીર માડમ, સેક્રેટરી ડો. નિસર્ગ રાણીંગાની આગેવાની હેઠળ વિવિધ બેનરો સાથેની રેલીમાં સિનિયર ડોક્ટરો પણ જોડાયા હતા. તેમજ આજે સવારથી તમામ તબીબો તેમની ઓપીડી બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે. 24 કલાકની હડતાલમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ જ આપવામાં આવી રહી છે. જૂનાગઢના 250 ખાનગી તબીબોની હડતાળ જૂનાગઢમાં પણ ખાનગી તબીબો 24 કલાકની હડતાળ પર ઉતર્યા છે. જૂનાગઢ સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ એન. એમ. લાખાણી અને સેક્રેટરી સંજયભાઇ જાવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પણ અંદાજે 250થી વધુ ખાનગી તબીબો જડબેસલાક હડતાળ પપ ઉતર્યા છે. આ હડતાળના કારણે અંદાજીત 10,000થી વધુ દર્દીઓને સારવારથી વંચિત રહેવું પડશે અથવા સારવાર માટે રઝળવું પડશે, દોડધામ કરવી પડશે. અમારા દવાખાના તો બંધ જ રહેશે પરંતુ ડોક્ટરને ભગવાન માનનાર દર્દીઓના હિતાર્થે અને માનવતાના ધોરણે ઇમરજન્સીમાં જરૂર પડ્યે અમે સિવિલ હોસ્પિટલમાં ફ્રી સેવા આપવાની તત્પરતા જણાવી છે. કોડીનાર, વેરાવળ અને કેશોદ મેડિકલ એસોસીએશન પણ હડતાળમાં જોડાયું છે. ઊનામાં મેડિકલ એસોસીએશન જોડાયું ઊના-દીવ મેડિકલ એસોસિએશન દ્વારા પણ હડતાળ જાહેર કરવામાં આ‌વી છે. જેમાં ડો.દેવમુરારી, ડો.જાની, ડો.બલદાણીયા, ડો.કટારીયા, ડો.ડી.ડી.સોલંકી, ડો.માંડલીયા, ડો.વેશ્ય, ડો.પરમાર, ડો.સોલંકી, ડો.વકીલ સહિતનાં દવાખાના બંધ રાખશે.જૂનાગઢ શહેરની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનીકો, નર્સિંગ હોમ, લેબોરેટરીઝ તેમજ રેડીયોલોજીસ્ટો હડતાળમાં જોડાયા છે.

Read More
રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકો ઘટી જતાં ભાવમાં ભડકો

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકો ઘટી જતાં ભાવમાં ભડકો થઇ ગયો છે. વાયુ વાવાઝોડાની પૂર્વ અસરના ભાગપે વરસાદી ઝાપટાં વરસતા સ્થાનિક સ્થળેથી ગ્રામ્ય આવકો તેમજ આંતરરાજ્ય આવકો પણ ઘટી ગઇ હોવાનું જાણવા મળે છે. વધુમાં જૂના માર્કેટ યાર્ડ સ્થિત શાકભાજી વિભાગના વેપારી વર્તુળો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી શાકભાજીની આવકો ઘટી ગઇ છે. ભીમ અગિયારસે તેમજ ત્યારબાદ ઝાપટાં વરસતા ખેડૂતો વાવણી કાર્યમાં વ્યસ્ત થઇ ગયા હોય શાકભાજીની આવકોમાં ઘટાડો નોંધાયો છે. આવકો ઘટતાની સાથે જ ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે

Read More
વાવાઝોડું ‘વાયુ’ આજે મધરાત સુધીમાં કચ્છના દરિયાકાંઠે ટકરાશે: વરસાદ શરૂ

ઓમાન તરફથી પાછું વળી વાવાઝોડું ‘વાયુ’ આજે રાત સુધીમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે અને તેથી તંત્ર સાબદું કરાયું છે. વાવાઝોડાની સંભવિત અસરના પગલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાના આગમનની છડી પોકારાતી હોય તે રીતે ભચાઉથી ભુજ તરફના રસ્તે આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. આજે અંજાર, ઉધઈ, ગઢશીશા અને બન્ની ડુમાડો વિસ્તારમાં જોરદાર ઝાપટા પડવાના શરૂ થયા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડાના પગલે તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની પણ કચ્છમાં શકયતા છે અને તેથી જાનમાલની કોઈ ખૂવારી ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી ચાર-પાંચ દિવસમાં બંગાળની ખાડીના ઉત્તર દિશા તરફના ભાગમાં નવું એક લો-પ્રેશર આગામી ચાર-પાંચ દિવસમાં સર્જાય તેવી શકયતા છે. આ લો-પ્રેશરના પગલે વરસાદની સંભાવના પણ વધી જાય છે.

Read More
ગોંડલના મોવીયામાં કાર પલ્ટી મારી જતા બે યુવકોના મોત

ગોંડલ તાલુકાના મોવીયા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રીએ કાર પલ્ટી મારી જતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ યુવકોને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. તમામ યુવકો ગોંડલના આ અકસ્માતનો ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના હોવાની વિગતો સામે આવી છે. જેમાં મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા નામના યુવકોનું મોત નીપજ્યું છે અને વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા છે.

Read More
ગીર જંગલમાંમેઘરાજાની અમીદ્રષ્ટિ થતાં વન્યજીવોનો પાણીનો પ્રશ્ન હલ થયો

જંગલમાં તથા બોર્ડર પર ગઈકાલ બપોરથી શરુ થયેલા વરસાદના કારણે મોટાભાગના નદી-નાળાઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે જંગલમાં વસવાટ કરતા સેંકડો જીવો માટે મહત્ત્વનો એવો પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે. જેથી વન વિભાગે જંગલના મોટાભાગના કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાની કામગીરી બંધ કરવા માટેની તજવીજ શરૃ કરી છે. ઉનાળાની કપરી પરિસ્થિતિને કારણે જંગલના તમામ નદી-નાળાઓ ખાલીખમ થઈ ગયા હતા. જેથી જંગલમાં વસવાટ કરતા સિંહ, દીપડા, હરણ, ચિંકારા, સાબર, વાનરો, મોર સહિતના તમામ વન્યજીવો માટે વનવિભાગ દ્વારા પાંચસો થી વધુ કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવામાં આવતા હતા પણ તમામ વન્યજીવોને પાણી પીવા માટે દૂર-દૂર સુધી પાણીના પોઇન્ટ જવું પડતું હતું. પરંતુ મેઘરાજાની અમી દ્રષ્ટિ થતાં ૨૪ કલાકમાં જ એક ઝાટકે મોટાભાગની પાણીની સમસ્યા હલ કરી દેતા વન્યજીવો ખુશખુશાલ નજરે ચડી રહ્યા છે. ગીર જંગલ બોર્ડર પર વિસાવદર તાલાલા સાસણ મેંદરડા માળીયા માંગરોળ ધારી, ખાંભા, ઉના અને ગિરનારના જંગલમાં બે ઇંચથી લઈ પાંચ ઈંચ સુધી પડેલા વરસાદના કારણે જંગલોમાં આવતા નદી-નાળાઓમાં નવા નીર ખળખળ વહેતા થયા છે જેથી વન્યપ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. અને વનવિભાગને પણ પાણીના પોઇન્ટો ભરવાની કામગીરીમાં રાહત થઇ છે.

Read More
મોરબી પાસે સ્કૂલ વેનમાં આગ લાગી: તમામ બાળકોનો બચાવ

સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાયમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કલાસીસમાં ફાયર એનઓસી ઝુંબેશ ચાલી હતી જોકે બાળકોના ટ્રાન્સપોર્ટશન મામલે કોઈ કદમો ઉઠાવાયા ના હોય તેવું લાગી રહ્યું છે કારણકે આજે હાઈવે પરથી જઈ રહેલી ખાનગી સ્કૂલની વેનમાં આગ લાગી હતી મોરબી રાજકોટ હાઈવે પર અજંતા નજીક એક સ્કૂલ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે ડ્રાઈવરે સમયસુચકતા વાપરીને વેનમાં સવાર તમામ ૧૦ બાળકોને સમયસર વાહનમાંથી નીચે ઉતારી લીધા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ વેનમાં લાગેલી આગને પગલે વાલીઓના જીવ પડીકે બંધાઈ રહ્યા છે તેમજ મોરબી પંથકની વાત કરીએ તો શાળાઓમાં અસંખ્ય વેનમાં હજારો બાળકો શાળાએ જતા હોય છે ત્યારે આવી દુર્ઘટના રોકવા તત્રં કયારે કદમ ઉઠાવશે તેવા સવાલો પણ ઉપસ્થિત થયા છે ટુશન કલાસીસ અને શાળાઓને ફાયર એનઓસીના રાગ આલાપતી સરકારના આરટીઓ વિભાગ દ્રારા વાહનોના ચેકિંગ કરવામાં આવશે કે કેમ તેવું પણ વાલીઓ પૂછી રહ્યા છે

Read More
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના માર્કેટ યાર્ડ આજથી ફરી ધમધમ્યા

નવાયુથ વાવાઝોડાી આગાહીા ગલે ગુરુ-શુક્ર બે દિવસી રજા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ માર્કેટ યાર્ડ આજ ફરી ધમધમી ઉઠયા છે. રાજકોટ માર્કેટ યાર્ડા ચેરમેન ડી.કે.સખીયા વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજ વિભાગ માર્કેટ યાર્ડ ખાતે શાકભાજી વિભાગમાં રાબેતા મુજબ હરાજી સહિતા કામકાજ શરુ થઈ ગયા છે. વધુમાં સુત્રો જણાવ્યા મુજબ રાજકોટ ઉપરાંત ગોંડલ, જેતપુર, જસદણ, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જૂાગઢ, અમરેલી, સુરેન્દ્રગર, જામગર, ભાવગર, પોરબંદર , ભુજ સહિતા સૌરાષ્ટ્ર-કચ્છા 30 જેટલા માર્કેટ યાર્ડમાં આજ હરાજી સહિતા કામકાજો ધમધમાટ છે. જો કે, હાલ ચોમાસાો પ્રારંભ ઈ ગયો હોય માર્કેટ યાર્ડમાં ખેડૂતોી અવરજવર ઓછી ઈ ગઈ છે.

Read More
સાસણમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ

ગીરમાં સિંહ દર્શન માટે આજે છેલ્લો દિવસ છે. એટલે કે હવે આવતીકાલથી સિંહોનું વેકેશન પડશે. જેથી આવતીકાલથી ગીરના અભ્યારણ્યમાં સિંહોના દર્શન કરી શકાશે નહીં. આવતી કાલથી તમામ પર્યટકો માટે સિંહદર્શન બંધ થશે. હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે. દેવળિયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળિયા સફારી પાર્ક રાબેતા મુજબ ચાલુ રહેશે. આવીકાલે 15 જુન સિંહ દર્શન માટે છેલ્લો દિવસ છે. છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 523 આસપાસ હતી, હવે આશરે 700 ઉપર સાવજોની સંખ્યા પહોચી છે, ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે મહત્વનો સાબિત થશે.

Read More
રાજકોટમાં પવનના સુસવાટા વચ્ચે સવારે જોરદાર ઝાપટું: ગરમીમાં રાહત

છેલ્લા બે દિવસથી રાજકોટમાં સવારે ૯૦ ટકાથી વધુ ભેજનું પ્રમાણ રહે છે અને આખો દિવસ ભેજવાળા વાતાવરણ અને ઝાપટાંને કારણે ગરમીના પ્રમાણમાં જોરદાર ઘટાડો થયો છે. ભેજવાળા વાતાવરણની સાથો સાથ પવનની ગતીમાં પણ વધારો થયો હોવાથી બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી વધુ નીચે ઉતર્યેા છે. આજે સવારે ૭–૩૦ વાગ્યાથી થોડા થોડા સમયના અંતરે ઝાપટા ચાલુ રહ્યા હતાં વાતાવરણમાં ભેજ વધુ હોવાથી અને આકાશમાં વાદળો હોવાથી હજુ વધુ વરસાદની સંભાવના છે. ૩ દિવસ પહેલા રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ હતું તે ઘટીને ૩૧ ડિગ્રી થઇ ગયું છે. તાપમાનમાં ઘટાડાનો સિલસિલો હજુ ચાલુ રહેશે. જોકે, ઝાપટાં બાદ બપોરે સૂર્યનારાયણના દર્શન થતાં જ બફારો વધી ગયો છે. આજે સવારે ૮ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજકોટમાં ૩ મીમી વરસાદ નોંધાયો છે

Read More
તાલાલા પંથકમાં તોફાની પવન ફૂંકાયો, અસંખ્ય વૃક્ષો, વીજ પોલ્સ જમીનદોસ્ત

તાલાલા પંથકમાં 'વાયુ' વાવાઝોડા અંતર્ગત બુધવાર બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. આજે ગુરૂવારે બપોર બાદ વરસાદ બંધ થઇ ગયો છે. પરંતુ ભારે પવનના સુસવાટા ચાલુ રહ્યા છે. ભારે પવનના કારણે તાલાલા પંથકના વિવિધ ગામોમાં અનેક વૃક્ષો તથા અમુક ગામોમાં ખેતીવાડી વિજ પુરવઠો આપતી વિજલાઇનના પોલ તથા ટ્રાન્સફોર્મર પડી ગયા છે. તાલાલા પંથકમાં ધીમી ધારે વરસાદ સાથેના ભારે પવનના સુસવાટાથી જનજીવન ખોરવાઇ ગયું છે. તાલાલા પંથકમાં વરસાદ અને ભારે પવન સાથે ઉભી થયેલ પરિસ્થિતી બાદ ઠેર - ઠેર વિજળી ગુલ થઇ ગઇ છે. તાલાલા વિજ કચેરીના નાયબ ઇજનેર ધવલસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકમાં ખેતીવાડી વિજલાઇનને નુકશાન થયું છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે પાંચ થી દશ વિજપોલ તથા બે થી ત્રણ ટ્રાન્સફોર્મર પડી ગયા છે. ઘણી જગ્યાએ વૃક્ષો વિજ લાઇન ઉપર પડતા વિજ લાઇનો તૂટી થઇ ગઇ છે. તાલાલા પંથકમાં ભારે પવન બંધ થતા બંધ પડેલ. વિજ પુરવઠો તુરંત ચાલુ કરવામાં આવશે. આ માટે ઇજનેરો સાથે ૫૦ કર્મીનો સ્ટાફ અત્યારે હાજર રાખવામાં આવ્યો છે. તાલાલા પંથકમાં વાવાઝોડા થી પી.જી.વી.સી.એલ. કચેરીને કેટલું નુકશાન થયું છે. તેનો સર્વે કર્યા બાદ એકાદ -બે દિવસમાં મળશે. તેમ નાયબ ઇજનેરે જણાવ્યું હતું.

Read More
વાયુ વાવાઝોડાના ગુજરાતમાં મંડાણ, દરિયામાં કરંટ વધતા કોડીનારમાં પાંચ મકાનો ધરાશાયી

વાયુ વાવાઝોડાને લઈ રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવુ જરાપણ ખોટું નહીં…. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગી છે, ગઈકાલ સાંજથી ગુજરાતભરમાં વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વધુમાં કહી શકાય કે,રાજ્યના 28 જિલ્લાના 108 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસાદે કયાંક રસ્તાઓ ભીના કર્યા તો કયાંક અમીછાંટણા કર્યા છે. સુરત, અંબાજી, ઉના, વેરાવળ, ભાવનગર, અરવલ્લી, દ્વારકા, કોડીનાર સહિત અનેક જગ્યાઓએ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, કેટલાક દરિયા કાંઠે દરિયામાં કરંટ વધતા લોકોની ચિંતા વધી છે, દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને પણ અગાઉથી જ સાવચેતીના પગલે સ્થળાંતર કરાવાયું છે.ત્યારે 15 જૂન સુધી આ ખતરો ગુજરાત પર મંડરાયેલો રહેશે.

Read More
10 જિલ્લાની 5950 સગર્ભાઓને હોસ્પિટલ ખસેડાઈ, 4 મહિલાઓએ બાળકને જન્મ આપ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટરની ઝડપથી દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 150 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. અગમચેતીના પગલારૂપે 10 જિલ્લામાંથી 3.70 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 10 જિલ્લાની ફુલ 5950 સગર્ભા બહેનોને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે. ભાવનગરનાં કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે વાયુ વાવાઝોડાનાં કારણે ગઇકાલે મોડીરાતે 15 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમાંથી 4 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે. વાયુ વાવાઝોડું ભયજનક છે અને સરકારે આપેલું એલર્ટ હજુ પણ યથાવત છે. સ્થળાંતર થયેલા જે લોકો આશ્રયસ્થાનોમાં રહ્યાં છે તે લોકો ત્યાં જ રહે તેવી સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વ્યવસ્થા ચાલુ જ રહેશે. વાયુ વાવાઝોડાથી પ્રભાવિત 10 જિલ્લાઓમાં હજુ સુધી એક પણ જાનહાનિ થઈ નથી. સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બંધ વરસાદની વર્તમાન સ્થિતિ અંગે બાયસેગના સચિવે જણાવ્યું હતું કે જે કેટલાક ગામડાઓમાં વિસ્ફોટો થયા છે. એવા તમામ ગામડાંઓમાં બપોર બાદ વીજ પ્રવાહ યથાવત થઈ જશે. જ્યારે વેરાવળ માંગરોળ સહિત સાતથી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાવાઝોડાના સંકટ વચ્ચે પોર્ટ પર આપેલું 9 નંબરનું સિગ્નલ હજૂ યથાવત છે. સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પણ બંધ કરી રાખવામાં આવ્યા છે.

Read More
વલસાડમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાયો, તિથલના દરિયામાં ઊચા મોજા ઉછળ્યા

વાયુ વાવાઝોડાની વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારો પર અસર વર્તતા હવામાન ભારે થઇ ગયું છે. આકાશમાં કાળા વાદળો છવાઇ જતાં 30 કિમીની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઊછળી રહ્યા છે. દરિયાઇ ભરતીનું જોર વધી જવા સાથે જ વહીવટી તંત્ર સાબતુ થઈ ગયું છે. પોલીસ અને તંત્રના અધિકારીઓએ તિથલ દરિયા કિનારે પહોંચી સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. 2 કિમીના લાંબા કિનારા પર સ્ટોલ્સને બંધ કરાવાના પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન સહેલાણીઓ પર તિથલ દરિયા કિનારે પહોંચતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મોજાંઓ સાથે ઘૂઘવાતો સમુદ્ર બિહામણો બન્યો વાયુ વાવાઝાડાનો ગુજરાત પર અસર ઓછી થઈ છે. જોકે, ખતરો હજુ હોવાથી તંત્ર તંત્ર સાબદું થઇ ગયું છે. હાલ તિથલ દરિયા કિનારે 30 કિમીની ઝડપે દરિયાઇ પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી બીચ પરના સ્ટોલ્સના પડદા ઉડી રહ્યા છે. સ્ટોલ્સ પર આવેલા સહેલાણીઓને પણ દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી રહી છે.સમગ્ર દરિયા કિનારો ખાલી કરાવી પોલીસ સતત પહેરો કરી રહી છે. બીચ પર ખાણીપીણીના સ્ટોલ્સધારકોએ લારીઓ,કેબિનો,પડદાં વિગેરે સામગ્રી ભરીને બીચ પરથી રવાના થવા હોડ મચાવી છે. વલસાડ-વાપી સહિતના વિસ્તારોમાં ઝાપટાં આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. અને વલસાડ-વાપીના કેટલાક વિસ્તારોમાં સવારથી હળવા ઝાપટાં પડી રહ્યા છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. બીચ પર સ્પિકર ગોઠવી ચેતવણીના મેસેજ તિથલ બીચ પર ઉછ‌ળતા ભરતીના મોજાં નજીક જતાં સહેલાણીઓને રોકવા માટે પંચાયત તંત્રએ સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે. જેના ઉપરથી ચેતવણીના મેસેજોનું એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

Read More
સૌરાષ્ટ્ર્રભરમાં ભીમ અગિયારસનું શુકન સાચવતાં મેઘરાજા

ભીમ અગીયારસના આધ્યાત્મિક મહત્વ સાથે કૃષિ ક્ષેત્રમાં પણ સીધો સંબધં છે. ભીમ અગીયારસના મેઘરાજા શુકન વરસાવે ત્યાં ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરેલ છે. આ વર્ષે સૌરાષ્ટ્ર્ર પણ વાયુનો ઝળુંબતો જોખમ વચ્ચે મેઘરાજાએ શુકન સાચવતા જગતનો તાત ખુશ ખુશ થઈ ગયો છે. સુદ અને વદ અગીયારસની તીથી મુજબ વર્ષની ચોવીસ પુરૂષોતમ માસની બે એમ કુલ ૨૬ એકાદશી સાથે આખું વરસ અગીયારસનું વ્રત ન કરનાર ભાવિકો આજે મોટી એકાદશી સાથે પુણ્યનું ભાથું બાંધે છે. સામાન્ય રીતે ભીમ અગીયારસના દિને વાવણી અથવા વાવણીજોગા વરસાદની આશા રખાતી હોય છે ત્યારે હવામાનની વિપરીત અસરમાં વરસાદ ખેંચાવા સાથે અરબી સમુદ્રમાં નવાયુથ વાવાઝોડું ઉત્પન્ન થયાને પગલે અને સૌરાષ્ટ્ર્ર ગુજરાતના સાગર કાંઠાથી નજીક પહોંચ્યું હોવાના કારણે ગઈરાતથી આજે સવારે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ ચાલુ થયો છે જે આજે ભીમ અગીયારસના દિવસે ખુબ જ શુકનિયાળ મનાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે જસદણ, ગોંડલ, કોટડાસાંગાણી, વિરપુર, જેતપુર, શાપર વેરાવળ, રાજકોટ શહેર સહિતના જિલ્લાભરમાં મેઘરાજાની શુકનવંતી પધરામણી થઈ છે. આ ઉપરાંત વેરાવળ, માંગરોળ, ચોરવાડ, કોડીનાર, ભાવનગર, સિહોર, મહુવા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડયા હતા

Read More
‘વાયુ’ વાવાઝોડાની દિશા ફંટાઇ, તમામ બંદરો પર ‘મહાભયજનક’ 9 નંબરનું સિગ્નલ

વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની દિશા બદલાઈ છે. હવે તે 13મી જૂનના રોજ સવારે 3 કલાકે નહીં પરંતુ બપોરે દરિયાકાંઠે ટકરાશે તેવી માહિતી મળી રહી છે. આ વાવાઝોડું પહેલા વેરાવળના દરિયાકાંઠે ત્રાટકશે તેવું કહેવાતું હતું પરંતુ હવે તે પોરબંદર તરફ ફંટાઈ રહ્યું છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. વેરાવળથી દ્વારકાની વચ્ચે આ વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું કહેવાય છે. આ વાવાઝોડાની તીવ્રતામાં પણ વધારો થયો હોવાનું કહેવાય છે. જો કે આગળ વધવાની ઝડપમાં ઘટાડો થયો છે. ગીર સોમનાથ વિસ્તારમાં સુત્રાપાડા બંદર પાસે આવેલા માધવ કોલોનીમાં દરિયાઈ પાણી ધુસ્યા હતા. જેથી 30થી વધારે ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા હતા. દરિયાઈ પાણી ઘરોમાં ધૂસી જતા લોકો વિસ્તાર છોડવા માટે મજબૂર બન્યા હતા. જ્યારે જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અપડેટ: વાયુ વાવાજોડાને લઇ ગીર સોમનાથનો દરિયો થયો ગાંડોતુર મોટા પ્રમાણમાં મોજા ઉછળવા લાગતા કાંઠા પર વસતા લોકોમાં દહેસત વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું જાફરાબાદ બંદર હાઈ એલર્ટ પર જાફરાબાદ બંદર પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું જાફરાબાદ બંદર પર પહેલી વખત લાગ્યુ 9 નંબરનું સિગ્નલ જામનગર શહેરમાં ઠેર ઠેર 28 જેટલા વૃક્ષો થયા ધરાશાયી વરસાદના આગમન સાથે જ જામનગરમાં વીજળી થઇ ગુલ 4 કલાકનો સમય વિત્યો છતાં અડધું જામનગર વિજળી વગરનું વડોદરામાં પણ વાયુની અસર, પાદરા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. જામનગરના દરિયાકાંઠા વિસ્તાર દિગ્વિજય સોલ્ટમાં એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર, દરિયાકાંઠે રહેલી માછીમારી નૌકાઓને ભારે નુકસાન થયું. સૂત્રાપાડા તાલુકાનું વડોદરા-ઝાલા બંદર ખાલી કરાવાયું છે. 300થી વધુ માછીમાર પરિવારોનું સ્થળાતંર કરાવાયું. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો. પોરબંદરનો દરિયો બન્યો તોફાની. ચોપાટી પર મોજા ફરી વળ્યાં. દરિયામાં કરંટ જોવા મળતા ભારે મોજા ઉછળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદમાં લોકો વધુ પડતા વાહનો ન વાપરે અને ઘરની બહાર ન નીકળે તે માટે તંત્રએ એવો નિર્ણય લીધો છે કે પેટ્રોલ પંપ બંધ રાખવા. આજથી પેટ્રોલ પંપ બંધ થશે. વલસાડમાં વાયુની અસર જોવા મળી રહી છે. કોશંબા ગામે મકાનોના પતરા ઉડી ગયાં. ભારે પવનના કારણે પતરા ઉડતા લોકોમાં ભય વ્યાપ્યો છે.

Read More
પોરબંદરનો દરિયો પાળો તોડી રહેણાક વિસ્તારમાં ધૂસ્યો

રાજ્યમાં સમયની સાથે વાયુ વાવાઝાડોનું સંકટ પણ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો પર વાવાઝોડાને અનુલક્ષીને સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ‘વાયુ’ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા 10થી15 ફૂટ જેટલા ઉંચા ઉછળી રહ્યા છે. અને પાળો તોડી દરિયો રહેણાક વિસ્તારોમાં ધૂસી રહ્યો છે. રાજ્યમાં સમયની સાથે વાયુ વાવાઝાડોનું સંકટ પણ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો પર વાવાઝોડાને અનુલક્ષીને સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ‘વાયુ’ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા 10થી15 ફૂટ જેટલા ઉંચા ઉછળી રહ્યા છે. અને પાળો તોડી દરિયો રહેણાક વિસ્તારોમાં ધૂસી રહ્યો છે. પોરબંદરનો દરિયો રોદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દરિયા કિનારે હવાનું દબાણ પણ વધી રહ્યું છે. પોરબંદરનો દરિયો તોફાની બનતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. પોરબંદરનો દરિયો ગાંડોતૂર થયો છે. હવાની સાથે 10-15 ફૂટ ઉંચા ઉછળી રહ્યા છે. પોરબંદરના દરિયાનો પાળો તૂટી અને પાણી સિમ વિસ્તારમાં ઘુસવાનું ચાલુ થઇ ગયું છે. દરિયો વધુ તોફાની થશે તો ભયંકર પરિણામ આવી શકે છે. વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડુંની અસરના પગલે ગુજરાતના તમામ દરિયાઇ બંદર પર મહાભયજનક ગણાતું 9 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

Read More
વાયુ વાવાઝોડાથી 60 લાખ લોકો પ્રભાવિત થશે

આવતીકાલે ત્રાટકનારા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે સરકારે છેલ્લી ઘડીના પણ તમામ પ્રયત્નો હાથ ધર્યા છે. સરકારની ગણતરી અને ધારણા છે કે વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 31 તાલુકામાં અસર થશે તેમજ 60 લાખથી વધુ લોકો વાવાઝોડાને કારણે પ્રભાવિત થશે. હોટલોમાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા બાદ સરકારે સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કારણકે 120 થી 170 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાનો હોવાથી સરકાર કોઈ ચાન્સ લેવા માંગતી નથી. વાવાઝોડું હજુ 340 કિલો મીટર દૂર હોવા છતાં આજથી જ એની અસર શરૂ થઈ ગઈ હોય એવું ચિત્ર ઊભું થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમો વરસાદ શરૂ થયો છે અને પવન ફૂંકાવાનું પણ શરૂ થઈ ગયું છે. સરકારના ટોચના અધિકારીઓ જાણે છે કે જો આ વાવાઝોડું તેનું અતિ રુદ્ર સ્વરૂપ બતાવશે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ વરવા દ્રશ્યો જોવા મળશે. મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કારણકે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું આ ચક્રવાત હવે વધુ મજબૂત અને ખતરનાક બની ગયો છે. સરકારે આર્મી અને કોસ્ટગાર્ડના જવાનોને પણ રાહત અને બચાવ માટે તેનાત કરી દીધા છે.

Read More
વાવાઝોડા સામે સતત 24 કલાકથી રૂપાણી સરકાર ખડેપગે

ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠે ત્રાટકી રહેલા ‘વાયુ’ વાવાઝોડામાં સૌથી ઓછું નુકસાન અને કોઇ જાનહાની ન થાય એ માટે રાજ્ય સરકાર છેલ્લા 24 કલાકથી ખડેપગે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત વહિવટી તંત્રની કામગીરી પર નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનો આપી રહ્યાં છે. વાવાઝોડામાં પ્રભાવિત થનારા તમામ જિલ્લાઓમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહીને પ્રાથમિકતા આપવાની સૂચના આપવામાં આવી છે અને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની તીવ્રતાને જોતા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લામાં દરિયાકાંઠાથી 10 કિ.મી.ના વિસ્તારમાં કાચા મકાનો, અર્ધપાકા અને પાકા મકાનો સહિત નિચાણવાળા વિસ્તારના તમામ લોકોને ફરજિયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. મોટાભાગે બુધવારે એટલે કે આજે મધ્યરાત્રીએ આ ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના સમુદ્રકાંઠે પ્રતિ કલાક 120 કિ.મી.ની ગતિએ ત્રાટકશે. જેની ગતિ 155 કિ.મી. સુધી જવાની સંભાવનાઓ છે. દરિયામાં મોજા પણ 7થી 8 ફૂટ ઉંચા ઉછળવાની શક્યતા જોતા રાત્રે પણ સંપૂર્ણ સતર્કતાથી કાર્યરત રહેવાની સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં જરૂર પડ્યે કડક હાથે કામ લઇને પણ સ્થળાંતરણ માટેની ખાસ સૂચનાઓ આપતા કહ્યું છેકે ઓછામાં ઓછું જાન-માલને નુકસાન થાય એ રીતે ઝીરો ટોલરન્સથી આ આપદા સામે કામ કરવાનું છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળા-કોલેજોમાં રજા રાખવાનો નિર્ણય સંભવિત ‘વાયુ’ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળા-કોલેજોમાં 12 અને 13 જૂન દરમિયાન રજા રાખવાનો નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં કરવામાં આવ્યો છે. આ 10 જિલ્લામાં પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છનો સમાવેશ થાય છે. રાજ્ય મંત્રીમંડળની કેબીનેટ બેઠક મોકૂફ સંભવિત વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની કેબીનેટ બેઠક મોકૂફ રાખવાનો નિર્ણય મંગળવારે મોડી રાત્રે કર્યો હતો. રાજ્યના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચીને તંત્રનું માર્ગદર્શન કરી શકે તે હેતુથી કેબિનેટ મુલત્વી રાખવામાં આવી છે. બધુવારે યોજાનારી રાજ્યના સાંસદોની ગાંધીનગરની બેઠક પણ મુલત્વી રાખવામાં આવી છે. પ્રવાસીઓને સલામત સ્થળે ખસી જવા અનુરોધ આ સાથે જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ એવી અપીલ કરવામાં આવી છેકે સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર અને સાગરકાંઠાના પ્રવાસનધામોમાં રહેલા પ્રવાસીઓને આ વિસ્તારો છોડી દેવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ કર્યો છે. આવા પ્રવાસીઓને જરૂર જણાયે ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા જણાવાયુ છે. આ પ્રવાસીઓની સલામતી અને અન્યત્ર ખસેડવાની સૂચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્રને આપવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર પામનારા સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈ મથકો, યાત્રાધામોની બસ સેવા તેમજ દરિયાકાંઠા વિસ્તારના રેલવે સ્ટેશન અને પોર્ટ્સ પર યાતાયાત સેવાઓ અને ઓપરેશન આગોતરી તકેદારીના પગલાંરૂપે સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી રૂપાણી અને ના. મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું છેકે, વડાપ્રધાન કાર્યાલય તેમજ ગૃહમંત્રી કાર્યાલય ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે અને જરૂરી તમામ મદદ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

Read More
વાયુ વાવાઝોડા સામે તંત્ર સાબદું, જાણો કયા બીચ બંધ કરાયા અને કઇ સ્કૂલોમાં અપાઇ રજા

અરબી સમુદ્રથી 30 કિલોમીટરની રફ્તારે આવતું ‘વાયુ’ નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે એવી આગાહીના પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું થઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી દીધી છે. સાથે દરિયા કાંઠે રહેતા લોકોને પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે માછીમારી પરત ફર્યા છે જે વાવઝુડુંને લઈને નુકશાની વેઠવી પડી છે બે દિવસ ની અતિભારે વરસાદ અને વાવાઝૂડને લઈને વહીવટી તંત્ર ચિંતિત થયું છે. વાયુ વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર એલર્ટ થયુ છે. આગામી 13મી જુને રાજકોટની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. મ્યુનિ. કમિશનર દ્વારા રજા અંગે નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વાયુ વાવાઝોડાને કારણે રાજ્યભરમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. વાવાઝોડાના કારણે સુરતના ડુમસ અને ગણેશ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાવાઝોડાના સંકટને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે, તેમજ લોકોનાં સ્થળાંતર સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, બુધવારે કેબિનેટની બેઠકમાં ફક્ત વાવાઝોડા પર જ ચર્ચા કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર તમામ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. વાયુ વાવાઝોડાને પગલે સુરતના ડુમસ બીચ અને ગોલ્ડન બીચ બંધ કરાયા છે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બીચ બંધ કરવામાં આવ્યા છે. બંને બીચ આગામી તા. 15 સુધી બંધ રહેશે. બીજી બાજુ વાવાઝોડાના જોખમને પગલે મોરબીમાં 5900 લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. છેવાડાના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોરબી વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.

Read More
110 KMની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે ‘વાયુ’ વાવાઝોડું,

દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં વાવાઝોડાને લઇને ચિંતાના વાદળો ઘેરાયેલા છે. હવામાન વિભાગનું માનીએ તો વાવાઝોડું ગણતરીના કલાકોમાં રાજ્યના દરિયા કિનારે ટકરાશે. આ પહેલા એવી શક્યતા વ્યકત કરવામાં આવી હતી કે 12-13 જુન સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ટકરાશે. ‘વાયુ’ વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયા કાંઠાથી 650 કિલોમીટર દૂર છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 13જુનના સવારે તે રાજ્યના દરિયા કાંઠે આવી પહોંચશે. હાલ વાવાઝોડાના પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ મોડમાં છે અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે તો 32 ગામોને સતર્ક રહેવા સુચના જારી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત દરિયાઇ વિસ્તારો જેવા કે વેરાવળ, ભુજ અને સુરતમાં હળવો વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે. IMDનું માનીએ તો 90-100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તો અરબ સાગર સાથે સંકળાયેલા ઉત્તરપૂર્વના વિસ્તારોમાં વાવાઝોડાની ઝડપ 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી જોવા મળશે. 12 જુને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઇ વિસ્તારોમાં 50-60 કિલોમીટરથી લઇને 70 કિલોમીટર સુધી પવન ફૂંકાશે અને 13 જૂનના રોજ તેની ઝડપ અરબ સાગર સાથે સંકળાયેલા ઉત્તરના વિસ્તારોમાં 110-120 કિલોમીટરથી લઇને 135 કિલોમીટર થઇ જશે. નોંધનીય છે કે આ પહેલા પણ ફાની નામના વાવાઝોડાએ ઓરિસ્તામાં ભારે નુકશાન પહોંચાડ્યું હતુ. ફાની દરમ્યાન 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અને એ સમયે જે વીડિયો સામે આવ્યા હતા તેને જોઇને બધા સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે એ સમયે વહિવટી તંત્રની અસરકારક કામગીરીના કારણે નુકશાન ઓછું થયું હતુ.

Read More
રાજકોટ એસટી ડિવિઝન વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટઃ રજાઆે રદ

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ થઈ ગયું છે અને તમામ સ્ટાફની રજાઆે રદ કરી નાખવામાં આવી છે. તેમજ હેડ કવાર્ટર નહી છોડવા માટે આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, ડિવિઝનના તમામ 9 ડેપો જેમાં રાજકોટ, ગાેંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીમડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના ડેપો મેનેજરોને ‘સ્ટેન્ડ ટુ’ રહેવા સુચના આપવામાં આવી છે. તેમજ ડિવિઝન કચેરીમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રાેલ રૂમને સતર્ક રહેવા અને જીપીએસથી બસના લોકેશન ટ્રેસ કરતા રહેવા તાકિત કરવામાં આવી છે.

Read More
નડિયાદ: દુબઈની પરત ફરતાં પરિવારને કાળ ભરખી ગયો, ટ્રક-કાર અકસ્માતમાં માતા- પિતા અને પુત્રનું મોત

ખેડા-અમદાવાદ બાયપાસ રોડ પર માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા ઈકો કાર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં દુબાઈથી ખંભાત આવતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.જ્યારે પુત્રવધુ, દીકરી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારપુત્રને મળીને પાછો આવતો હતો ખંભાતના ચોક બજારમાં રહેતા સેવંતીલાલ પટેલ (ઉ.વ. 65) પત્ની સાથે દુબઈમાં રહેતા પુત્ર પાસે ગયા હતા. મંગળવારે સવારે સેવંતીલાલ પટેલ, તેમના પત્ની અંજનાબેન પટેલ (ઉં.વ. 60), પુત્ર હિમાંશુભાઈ (ઉં.વ.40) તેમના પુત્રવધુ અને પૌત્રી દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ખંભાતથી કાર લઈને અમદાવાદ ગયો એક રહીશ ખંભાતના એક રહીશ ઈકોગાડી નં. GJ-23 AN 5576 લઈ અમદાવાદ એરપોર્ટ લેવા ગયા હતા. પરિવાર ઘરે પરત જવાની ખુશીમાં હતો. દરમિયાન ખેડા-અમદાવાદ રોડ પર માતર ચોકડી નજીક આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સેવંતીલાલ પટેલ, હિમાંશુ પટેલ, અંજનાબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રવધુ, દીકરી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

Read More
રાજકોટ માર્કેટ યાર્ડમાં વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર

રાજકોટ, પડધરી અને લોધીકા સહિતના ત્રણ તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોને ગ્રાઉન્ડમાં માલ રાખવાના બદલે પ્લેટફોર્મની અંદર અથવા તો શેડની અંદર જ ઉતારવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત દુકાનદાર વેપારીઆે અને ગોડાઉન ધારકોને પણ સાવચેત રહેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિશેષમાં બેડી માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ "સવની પહેલા" સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, અનાજ વિભાગ અને શાકભાજી વિભાગ તેમજ ડુંગળી-બટેટા વિભાગ સહિતના તમામ વિભાગમાં ખેડૂતોને પ્લેટફોર્મ અને શેડની અંદર માલ ઉતારવા તેમજ દુકાનદાર વેપારીઆેને પણ ખુલ્લામાં માલ નહી રાખવા અપીલ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહી હોય ખેડૂતો કે વેપારીઆેને નુકસાન ન થાય તે માટે સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

Read More
આવતીકાલે મધરાતથી ગુજરાતમાં વાવાઝોડાનું આગમન, NDRF-SDRF અને આર્મીની 22 ટીમો તહેનાત

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી સર્જાયેલુ ‘વાયુ વાવાઝોડું’ સૌથી પહેલા સૌરાષ્ટ્રના કોડિનાર, દીવ અને ત્યારબાદ ઉનામાં ત્રાટકશે. વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા રાહત બચાવની ટીમો એલર્ટ રાખવામાં આવી છે. NDRF, SDRF અને આર્મીની 22 જેટલી ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. 12 જૂને મધરાતે 2 વાગ્યાની આસપાસ આ વાવાઝોડું વણાકબારા અને દીવમાં ત્રાટકશે. ત્યારબાદ ધીમે-ધીમે આગળ વધશે. ઉના, કોડિનાર, વણાકબારા, દીવ સહિતના આજૂબાજૂના વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્રતા રહેશે. 12મીએ મધરાતે ત્રાટકનાર વાવાઝોડું 13મી બપોર બાદ ધીમું પડશે, આ સમય. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય રાજ્યોની NDRF ટુકડીઓ ગુજરાત રવાના એનડીઆરએફની બે ટીમ નલીયા અને કંડલા જશે. વડોદરાથી અલગ-અલગ બચાવ ટુકડીઓ મોરબી, રાજકોટ, જોડીયા, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જશે. આ ઉપરાંત રાજ્ય બહારથી પણ એનડીઆરએફની ટીમો બોલાવાઇ રહી છે જેમાં પુના અને ભટીંડાથી પાંચ-પાંચ ટીમો જ્યારે અજમેરથી એક ટીમ આવી જશે. 12મી જૂનના સાંજથી ગુજરાતમાં સાયક્લોન ત્રાટકશે અને 14મી સુધી તેની અસર રહેશે. દીવ, સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, રાજકોટ અને કચ્છમાં તે ગંભીર અસર કરે તેવી સંભાવના છે. 22 ટીમો સૌરાષ્ટ્ર-કચ્છમાં તૈનાત રહેશે ગુજરાત સરકારના મહેસૂલ સચિવ પંકજ કુમારે સોમવારે કરેલી સમીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે બચાવ માટે એનડીઆરએફની ટુકડ઼ીઓ, નૌકાદળ, એરફોર્સ, લશ્કર, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ ઉપરાંત સ્થાનિક સત્તાતંત્ર અને પોલીસ તંત્રની મદદ પણ લેવાઇ રહી છે. મહેસૂલ સચિવે સરકારના ઉર્જા, માર્ગ અને મકાન, કૃષિ, આરોગ્ય, શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે પણ સંકલન કરીને બચાવ અને રાહત કામગીરી તથા સંબંધિત વિસ્તારના લોકોને સાવચેત કરવા માટે જણાવ્યું છે. બચાવ માટે રાજ્યની 11 અને બહારની 11 ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં તૈનાત કરાશે. વાવાઝોડા દરમિયાન પાંચથી સાત ઈંચ વરસાદની સંભાવના આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડા કલાકોમાં જ પાંચથી સાત ઈંચ વરસાદ વરસી શકે છે. સરેરાશ 110થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તથા તેને કારણે સંભવિત ભારે વરસાદને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી હોઇ જે કાંઠે ટકરાય ત્યાં ભારે તોફાન આવે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે.

Read More
વાયુ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાના એંધાણ : તંત્ર એલર્ટ

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ૮૪૦ કીમી દૂર દરિયામાં વાવાઝોડુ આકાર લઇ રહ્યુ છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ ધપી રહ્યુ છે.૧૨મી જૂન સુધીમાં દરિયામાં ઉભુ થયેલુ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં તાકીદની બેઠક બોલાવાઇ હતી જેમાં સ્થિતીનો સામનો કરવા તૈયારીઓ કરાઇ હતી. સંભવિત વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી છે. હાલમાં પોરબંદર અને વેરાવળના દરિયાકિનારે એક નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. માછીમારોને વાયરલેસથી મેસેજ મોકલી દરિયામાંથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. માછીમારોને હવે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે. વાવાઝોડાની સ્થિતીને જોતાં પ્રવાસીઓને પણ દરિયાકિનારે કે બીચ પર ફરવા ન જવા સલાહ આપવામાં આવી છે. વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વેધર વોચ ગુ્રપની એક ઇમરજન્સી બેઠક મળી હતી. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં હવામાન વિભાગના હેડ જયંત સરકારે માહિતી આપી કે,હાલમાં વેરાવળથી ૯૩૦ કીમી ડીપ્રેશન સર્જાયુ છે જે ૧૨મી જૂન સુધીમાં વાવાઝોડાનુ રુપ ધારણ કરશે . વાયુ નામનુ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન ૮૦ થી ૧૦૦ કીમીની ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના છે. દરિયામાં બે મિટર ઉંચા મોજા પણ ઉછળી શકે છે. પોરબંદર, દ્વારકા ,જામનગર,કચ્છમાં પાંચ-છ ઇંચ વરસાદ વરસી તેવી શક્યતા જોવાઇ રહી છે. સ્થિતીની સમિક્ષા કરી રાજ્ય સરકારે રાહત બચાવ માટે આર્મી ,કોસ્ટગાર્ડ ,નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ,સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, નેવી ઉપરાંત તટરક્ષક દળને સાબદુ રહેવા આદેશ કરાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કલેક્ટરોને સંબધિત વિભાગો સાથે સકલનમાં રહીને લોકોને આ સંજોગોમાં સાવચેત કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ય જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ,દવાઓ સાથે સજ્જ રહેવા તાકીદ કરાઇ છે. રસ્તા,મકાનો,વૃક્ષો અને વિજળીના થાંભલાઓને નુકશાન ન પહોંચે તે માટે વિભાગોને સજ્જ કરવામાં આવ્યાં છે. મત્સ્ય વિભાગે પણ દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવી સલામત સ્થળે પહોચી જાય તેવી માછીમારોને સૂચના આપી દીધી છે. વાયુ વાવાઝોડાનો સામનો કરવા સૌરાષ્ટ્ર-કચ્છમાં તંત્રને મોકડ્રીલ કરવા આદેશ વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં સરકારે આગોતરુ આયોજન કર્યુ છે. વાવાઝોડાનો સામનો કેવી રીતે કરવો તે માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જીલ્લા કલેક્ટરોને મોકડ્રીલ યોજવા આદેશ કરવામાં આવ્યો છે. રાહત બચાવ કામગીરી માટે ય અગાઉથી સઘન આગોતરુ આયોજન કરાયુ છે.

Read More
રાજકોટમાં પાકવીમાને લઈ ખેડૂતોના ઉપવાસનો ચોથો દિવસ, હજુ સુધી કોઈ નેતા ફરક્યો નથી

રાજકોટમાં પાકવિમા સહિતની માંગને લઈને ચાલી રહેલા ખેડૂતોના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. જોકે આજ દિન સુધી સરકારના એક પણ નેતા કે અધિકારીઓએ ખેડૂતો સાતે મુલાકાત કરી નથી. જોકે આજે એનસીપી નેતા રેશ્મા પટેલ ઉપવાસ છાવણીની મુલાકાતે છે. ખેડૂતો બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. અને જેમાં ગઈકાલે બે આંદોલનકારીઓની તબિયત લથડી હતી.

Read More
સરધારના હલેન્ડા ગામે પટેલ પરિવારના મકાનમાંથી રૂા.4.50 લાખની ચોરી

રાજકોટની ભાગોળે સરધાર પાસેના હલેન્ડા ગામે પટેલ પરિવારના એક રાત માટે બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ પટેલ પરિવારના ઘરમાં ઘુસી તોડફોડ કરી રોકડ અને દાગીના સહિત રૂપિયા 4.50 લાખની મત્તા ચોરી ગયા સાથેસાથે 3 લીટર દૂધ ચોરી ગયા અને ઘરમાં તોડફોડ પણ કરી હતી આ બાબતે આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે. સરધારના હલેન્ડા ગામે રહેતા અશોકભાઈ બાબુભાઈ સાવલિયાના વાડીએ ગાયને વાછરડું આવતાં પરિવારજનો રાત્રે વાડીએ ગયા હતાં અને સવારે પાછા આવતાં એક રાત માટે બંધ રહેલા તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેમના ઘરમાં ઘુસી ટીવી, ફ્રીઝ સહિતની વસ્તુઆેમાં તોડફોડ કરી ત્રણ લીટર દૂધ ચોરી ગયા સાથે સાથે પટેલ પરિવારના મકાનના રૂમમાં કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.4.50 લાખની મત્તા પણ ઉઠાવી ગયા હતાં. આ બાબતની જાણ આજીડેમ પોલીસને કરાતાં પીઆઈ વાઘેલા સહિતનો સ્ટાફ હલેન્ડા ખાતે દોડી ગયો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.

Read More
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટોઃ

અરબી સમુદ્રમાં સાયકલોનિક સકર્યુલેશન સજાર્યું છે અને તેની અસરના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો છે. સવારથી જ આકાશમાં ભેજવાળા વાદળો જોવા મળ્યાં હતાં અને અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડયા હોવાના અહેવાલો છે. આજે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ એકાએક વધી હતી અને નવસારી, વલસાડ, નર્મદા, ગણદેવી, બીલીમોરામાં ઝાપટાંઆે પડતાં ગરમીમાં રાહત મળી છે અને સાથોસાથ ચોમાસુ નજીકમાં છે તેવી આશા લોકોમાં જન્મી છે. મુંબઈના અમૂક વિસ્તારોમાં પણ આજે મેઘરાજાનું આગમન થયું છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં પણ ઝાપટાં પડતાં ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો અંતિમ તબકકામાં પહાેંચી ગયા છે. જોકે આજે ઝાપટાં બાદ બફારાનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં તા.16થી 20 વચ્ચે પ્રિમોન્સુન એિક્ટવીટી શરૂ થશે અને જૂન માસના અંતિમ સપ્તાહમાં અથવા તો જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે તેવી આગાહી હતી પરંતુ દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સુન એિક્ટવીટી વહેલી શરૂ થઈ ગઈ છે. આજે ઝાપટાંના કારણે નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં કેરીના પાકને નુકસાનની ચિંતા ખેડૂતો વ્યકત કરી રહ્યાં છે.

Read More
રાજકોટમાં રૂ.6.50 લાખનું સોનું આેળવી જનાર ગઢડાના બે સહિત ત્રણ ઝડપાયા

રાજકોટના સોની વેપારીઆે આંગડિયા મારફતે મોકલતા સોનાના દાગીના આેળવી જનાર ત્રિપુટીને એક વર્ષ બાદ પોલીસે ઝડપી લીધી છે.રાજકોટના સોનીબજારના કેટલાક વેપારીઆે આંગડિયા પેઢી મારફતે તેમજ કુરિયરના નામે સોની વેપારીઆેને વિશ્વાસમાં લઈ સોનાના પાર્સલો અન્ય શહેરોમાં મોકલવાના બહાને છેતરપિંડી થઈ હતી અને આશરે 6.50 લાખનું સોનું બારોબાર હડપ કરી લેવામાં આવ્યું હતું જે અંગે એક વર્ષ પૂર્વે નાેંધાયેલી ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં સંડોવાયેલા મુળ સ્વામીના ગઢડાના પડવદરના વતની અને હાલ મુંબઈ રહેતા પંકજ નટુ ધોરીયા, અશોક ગણેશ જીવાણી અને રાજકોટના મુકેશ પીઠા સખિયાની ધરપકડ કરી છે. ત્રિપુટીની પૂછપરછમાં તેમણે પોતાના સાગરીતો સાથે મળી 6.50 લાખનું સોનું પાર્સલ મારફતે અન્ય શહેરમાં મોકલવાના બહાને છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. તેમણે ઘરે જ સોનું આેગાળી ઢાળિયો બનાવી સોનું વેચી નાખ્યાનું પણ કબુલ્યું છે.

Read More
ડોક્ટર બહેને જ સગાં ભાઈ અને ભત્રીજીની કરી ઠંડે કલેજે હત્યા, સાત મહિનાથી આપતી હતી ઝેર ડોક્ટર બહેને જ સગાં ભાઈ અને ભત્રીજીની કરી ઠંડે કલેજે હત્યા

પાટણમાં સગી બહેને જ સગા ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં એક માસ અગાઉ પુત્ર અને ભત્રીજીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. જે બાદ પિતાને પોતાની પુત્રી પર શંકા ગઈ હતી. જ્યારે પિતાએ આ મામલે પુત્રીની ઉલટ તપાસ કરી તો પુત્રીએ પિતા સમક્ષ હત્યાની કબૂલાત કરી દીધી હતી. અને પછી પુત્રીએ પિતાને જે જણાવ્યું તે જાણીને તમારા હોંશ ઉડી જશે. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, મૂળ પાટણના અને અમદાવાદમાં રહેતાં જીગર પટેલ તથા તેમની 14 માસની દીકરીનું તાજેતરમાં મોત થયું હતું. ત્યારે બંનેની મોતમાં જીગર પટેલની બહેન કિન્નરી પર તેના પિતાને શંકા ગઈ હતી. જેથી તેમણે પાટણ શહેર બી ડિવીઝનમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ દ્વારા ખુલાસો થયો હતો કે, કિન્નરીએ જ પોતાના ભાઈને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ અને ત્યાર બાદ ઝેર આપ્યું હતું. એટલું જ નહિ, તેણે 14 માસની માહીને પણ ઝેર આપ્યું હતું. કિન્નરી પટેલે બીડીએસ ડેન્ટલનો અભ્યાસ કર્યો છે. અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એટલે તે ધતૂરાના રસની અસરથી સારી રીતે વાકેફ હતી. તે છેલ્લા 7 મહિનાથી ભાઈ અને ભત્રીજી માહીને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ મિક્સ કરીને આપતી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘જીગરભાઇને હું અવારનવાર ધંતુરાનાં ફૂલનાં બીજ પાણીમાં ઉકાળીને ગ્લુકોઝમાં ભેળવીને આપતી હતી. તેથી તે ગાંડા જેવા જ થઇ ગયા હતાં. તે ઉપરાંત જ્યારે કલાણા ગયા તે વખતે પણ તેમની બોટલમાં આવું જ પાણી હતું. જ્યારે તેમને ખાટલામાં સુવડાવ્યાં હતા તે દરમિયાન પણ તેમના મોંમાં ઝેરી દવાની કેપ્સુલ મુકી દીધી હતી. ભૂમિ ભાભીને પણ આવું જ પાણી પીવડાવતી હતી. માહી જ્યારે ઘોડિયામાં સૂતી હતી ત્યારે તેના મોઢામાં પણ ઝેરી દવા મુકી દીધી હતી.’ પણ, કિન્નરીએ આ બે હત્યાનો કોઈ રંજ ન હતો. તે તો આખા પરિવારને ખતમ કરવાની ફિરાકમાં હતી. તે પોતાના પપ્પા, બહેન અને બનેવીને પણ મારી નાંખવાનું પ્લાનિંગ કરી રહી હતી. જેના માટે તેણે ત્રણ કેપ્સ્યુલ પણ તૈયાર રાખી હતી. સામાજિક અસંતોષ અને ઘરની નારાજગીને કારણે કિન્નરીએ ભાઈ અને ભત્રીજીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કિન્નરીની ધરપકડ કરી તેના સાત દિવસના રિમાન્ડ માગ્યા છે.

Read More
રાજકોટ ડેરીએ દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 10નો વધારો આપ્યો

:જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મળેલી બેઠકમાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે 11 જુનથી કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. જેથી હવે કિલો ફેટના ભાવ 660 થયા છે. અત્યાર સુધીમાં આ પાંચમી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોવિંદ રાણપરીયાના જણાવ્યા મુજબ દૂધ ઉત્પાદકોના હિતને સતત ધ્યાનમાં રાખી સતત પાંચમી વખત વધારો આપવામાં આવ્યો છે. દૂધના ભાવ ઉપરાંત અમુલ દાણામાં પ્રતિ ગુણીએ રૂપિયા 70 સબસીડી આપવામાં આવશે. એટલે 50 કિલોના બેગ પર કુલ 120 રૂપિયા સબસીડી આપવામાં આવશે. દુધના ફેટદીઠ ભાવ વધારવામાં આવતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાન્ય રીતે ઉનાળામાં પશુઓ ઓછુ દૂધ આપતા હોય છે તેથી ઉનાળા દરમિયાન દૂધના ફેટદીઠ ભાવમાં વધારો કરવાથી પશુપાલકોની આવકમાં વધારો થશે.

Read More
સતત બીજા દિવસે ખેડૂતોના ઉપવાસ, પાક વિમારૂપી બિરબલની ખીચડી પકાવી વિરોધ, કોંગ્રેસનો ટેકો

રાજકોટ:કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. પાક વિમારૂપી બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને વિરોધ કરી રહ્યાં છે. જ્યાં સુધી પાકવીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.. સતત બીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે રાજકોટ વેપારી એસોસિએશન અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે. જેના ભાગરૂપે પાકવીમો, ભાવાન્તર યોજના જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન સંઘના ચેરમેન પ્રમુખ વી.પી. વૈષ્ણવ પહોંચ્યા છે અને તેમને આંદોલનને સમર્થન આપ્યું છે. વી.પી. વૈષ્ણવે કહ્યું કે ખેડૂતોને કપાસનો પાક વીમો મળે તે માટે રાજકોટ ચેમ્બર સરકાર ને રજુઆત કરશે.આ સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલનને ચેમ્બર ઓફ કોમર્સે સમર્થન જાહેર કર્યું છે. મહત્વનું છે કે ખેડૂતોને કપાસનો પાકવીમો નહીં મળતા રોષ ફેલાયો છે. કપાસનો પાકવીમો ચૂકવવા અંગે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાકવીમો નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતો ઉપવાસ કરશે. આ ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો સવારે 11.00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું હતું. કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ખેડૂતોને હક્ક સામે સરકાર અને વીમા કંપની આંખ આડા કાન કરી રહી છે. રાજકોટ જિલ્લામાં અપૂરતો વરસાદ થવાથી મોટાભાગના તાલુકામાં અછત અને અર્ધ અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લામાં મોટેભાગે ખેડૂતો કપાસ અને મગફળીનો પાક લે છે. સમયસર પાકવીમો નહીં મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ છે. ખેડૂતો લોન ભરી શકયા નથી અને નવું ધિરાણ મળી શકે એમ નથી. ખેડૂતોને યાર્ડના દલાલ મંડળે પણ પોતાનો ટેકો આપ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી કપાસનો પાક વીમો આપવા આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

Read More
ભાજપનાં સભ્યોનાં જ નથી થતા કામો

જસદણ નગરપાલિકામાં ભાજપની સતા હોવા છતાં કોંગ્રેસના બધા જ કામો મંજુર થાય છે. જ્યારે ભાજપના ૧૦ સભ્યોના એકપણ કામ થતા નથી. હોદેદારો દ્વારા ભાજપના સભ્યોને કરાતા અન્યાયના વિરોધમાં ભાજપનાં જ ૧૦ સભ્યોએ આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી છે. તા. ૧૨-૨-૨૦૧૯ની સામાન્ય સભામાં વોર્ડ-૪માં કોંગ્રેસના સભ્યોએ કરેલી તમામ માંગણીઓ પ્રમુખે મંજુર કરેલ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકના તમામ કામો નામંજુર કરેલ છે. ભાજપનાં સભ્યોએ જણાવ્યું હતું કે ભાજપને લીડ વોર્ડ-૪ સિવાય તમામ વોર્ડમાં મળી છે. વોર્ડ -૪ મત જ નથી મળ્યા છતાં તેના કામો મંજુર કરવામાં આવેલ છે. વોર્ડ ૨માં ગઈ પેટા ચુંટણીમાં પણ ભાજપને ખુબ સારી મતની લીડ આપેલ હતી. તેમજ લોકસભામાં પણ ખુબ જ સારી મતની લીડ આપેલ હતી. છતાં પ્રમુખ એક તરફી ચાલે છે. વોર્ડ-૨ના તમામ કામો નામંજુર કરી દીધા છે. ઈરાદાપૂર્વક અન્યાય કરેલ છે. જે વિસ્તારમાં મત ભાજપને મળ્યા જ નથી તે વિસ્તાર વોર્ડ-૪ના તમામ કામો મંજુર પ્રમુખે કરેલ છે. જસદણ નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને કોંગ્રેસના સભ્યોનું ચાલે છે. ભાજપના ૧૦ સભ્યોના એકપણ કામ મંજુર કરેલ નથી. આ અન્યાય છે કે મતની લીડ આપી તે વિસ્તારના એકપણ કામ મંજુર નહીં. આથી વોર્ડ-૨ના નાગરીકોમાં ભાજપના પ્રમુખ નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો છે. આ બાબતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઉગ્ર રજુઆત કરવામાં આવશે. જો પ્રમુખ ઉપર કઈ જ પગલા લેવામાં નહીં આવે તો ૧૦ ભાજપના જ સભ્યો આંદોલન છેડશે.

Read More
ઋત્વિજ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ બની શકે છે

કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ હવે ગુજરાતમાં પણ રૂપાણી સરકાર અને ભાજપ સંગઠનામાં મોટાપાયે ફેરફારો થવા જઈ રહ્યા છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સ્થાન આપીને નવા પ્રમુખની નિમણૂંક કરવાની દીશામાં પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા પ્રદેશ પ્રમુખપદે હાલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને શાહના નજીક ગણાતા ડૉ.ઋત્વિજ પટેલની નિમણૂંક કરવામાં આવી શકે છે. મોદી-શાહ દિલ્હી ગયા બાદ ચૂંટણીની રણનીતિ ઘડવામાં વાઘાણીનો મહત્વનો રોલ ઓગસ્ટ 2016થી ગુજરાત ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાતમાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના ભાગીદાર વાઘાણી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી દિલ્હી ગયા બાદ અને અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ગુજરાત ભાજપની સૌથી મોટી જવાબદારી પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી પર હતી. આ દરમિયાન ભાજપ સંગઠનને મજબૂત બનાવવાની સાથે વિવિધ ચૂંટણીઓમાં રણનીતિ ઘડવામાં વાઘાણીનો મહત્વનો રોલ રહ્યો છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠકો પર ભાજપના વિજય પાછળ વાઘાણીનો પણ રોલ માનવામાં આવે છે. તે સંજોગોમાં ઓગસ્ટ 2019માં વાઘાણીનો કાર્યકાળ પુરો થતો હોવાથી તેમની આ કામગીરીને ધ્યાનમાં લઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે, કેમ કે વાઘાણી હાલ ધારાસભ્ય પણ છે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ મંત્રી બનવાની રેસમાં પણ હતા. ઋત્વિજ પટેલે યુવા મતદારોને લઈ મોદીની સ્ટ્રેટેજી અનુસરી 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીથી માંડીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સૌથી વધુ મતદારો યુવાઓ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ડૉ.ઋત્વિજ પટેલની કામગીરીને ધ્યાનમાં લઈને ચૂંટણીની તમામ રણનીતિમાં યુવા મતદારો પર મદ્દાર રાખીને ઋત્વિજ પટેલને ગુજરાત ભાજપમાં જવાબદારી સોંપાઈ હતી. ખાસ કરીને લોકસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા અમિત શાહના પ્રચારની મોટાભાગની કમાન ઋત્વિજ પટેલને સોંપવામાં આવી હતી. આ ચૂંટણીમાં ઋત્વિજ પટેલ અને યુવા મોરચાની ટીમે અમિત શાહને જંગી લીડ અપાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો. તેની સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં અમિત શાહના પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના પ્રચારમાં પણ ઋત્વિજ પટેલ યુવા મોરચાની ટીમ સાથે સતત સક્રિય રહ્યા હતા. જેથી ઋત્વિજ પટેલની યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરીને આગળ ધપાવવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઋત્વિજ પટેલને બેસાડીને ભાજપ સંગઠનની કમાન સોંપી શકે છે. રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ સંગઠનમાં પરિવર્તનો મોદી સરકારે શપથ લઈ લીધા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગૃહમંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. આ સાથે જ ભાજપ હાઈકમાન્ડ હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર વિચારણા કરી રહ્યું છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં આવી રહેલા અનેક પરિવર્તનોની સાથે સાથે ગુજરાતના સંગઠન માળખાં અને સરકારમાં પણ ફેરફાર થાય એવી શક્યતા છે. જેમાં ખાસ કરીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલાવાની પ્રબળ શક્યતા છે. હાલના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો કાર્યકાળ ઓગસ્ટમાં પુરો થઈ રહ્યો છે.

Read More
નો ટોબેકો ડે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, ભારતમાં 12 કરોડ લોકો એવા છે જે ધૂમ્રપાન કરે છે. તેમાં 10 લાખથી વધુ લોકો એવા છે જે ધૂમ્રપાનના કારણે મૃત્યુ પામે છે. વર્ષ 2018માં હાથ ધરાયેલા એક સર્વે મુજબ, ભારતમાં ધૂમ્રપાન કરતી મહિલાઓની સંખ્યા 1.21 કરોડ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મહિલાઓમાં સ્મોકિંગથી વધતા કિસ્સાઓ તેમની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. એવી મહિલાઓની સંખ્યા પણ ઓછી નથી જેઓ પેસિવ સ્મોકિંગથી પીડિત છે. પેસિવ સ્મોકિંગનો અર્થ એ થાય છે કે તેમની આજુબાજુ સતત કોઈ ધૂમ્રપાન કરી રહ્યું છે અને તે તેમને અસર કરી રહ્યું છે. દર વર્ષે લોકોને તમાકુના જોખમો જણાવવા અને જાગ્રત કરવા માટે 31મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. સ્મોકિંગ મહિલા-પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા ઘટાડે છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મહિલાઓમાં પેસિવ સ્મોકિંગ ગર્ભધારણમાં વિલંબ થવાની પરિસ્થિતિનું કારણ બની શકે છે. આ અંડાશયને તો અસર કરે જ છે પણ સાથે પ્રજનન ક્ષમતા પણ ઘટાડે છે. ધુમાડામાં રહેલા ઝેરીલા રસાયણો શરીરમાં પહોંચે છે અને ફેફસાં સાથે શરીરના અન્ય ભાગોને પણ નુકસાન પહોંચાડે છે. ધૂમ્રપાન પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી અને નબળી કરી શકે છે. આ સિવાય ધૂમ્રપાન કરતી મહિલાઓની ફેલોપિયન ટ્યુબમાં પણ સમસ્યા પેદા થઈ શકે છે. હુક્કો પણ જોખમી છે ભારતમાં અત્યારે હુક્કાનું ચલણ પણ વધ્યું છે. મોટાભાગના લોકોને લાગે છે કે આ તમાકુની સરખામણીએ એટલો નુકસાનકારક નથી. પરંતુ આ વાત ખોટી છે. હુક્કામાં વપરાતું તમાકુ સિગારેટની સરખામણીએ લોકોને વધુ નુકસાન પહોંચાડે છે. આ કોઈપણ રૂપે તમાકુ ચાવવા જેટલું અથવા ધૂમ્રપાન કરવા જેટલું જ ખરાબ છે. સમય કરતાં પહેલાં કરચલીઓ પડવાનું કારણ સ્મોકિંગ તમાકુ ફેફસાં માટે જેટલું જોખમકારક છે એટલું કેન્સરનું જોખમ પણ વધારે છે. તેની અસર ત્વચા પર સમય કરતાં પહેલાં કરચલીઓ રૂપે જોવા મળે છે. ગાલ અને હોઠ પર ઊંડી રેખાઓ અને આંખના ખૂણામાં પડતી કરચલીઓ પણ ધૂમ્રપાનનું પરિણામ છે. આ બે રીતે અસર કરે છે, પહેલું એ કે તેના ધુમાડામાં રહેલાં રસાયણો સ્કિન પર ભેગા થઇને તેને સૂકવે છે અને બીજું એ કે તે રક્ત વાહિનીને અસર કરે છે. તેનાથી ઓક્સિજન ઓછો મળે છે, જે ત્વચા રોગ તરીકે દેખાય છે. આ રીતે તમાકુની લત છોડી શકાય તમાકુ અને તેને સંબંધિત ઉત્પાદનો ધીમે ધીમે છોડવાનો પ્રયાસ કરો. જ્યારે તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે મોઢામાં મુખવાસ, ચોકલેટ, લવિંગ અથવા ઇલાયચી રાખો. દૈનિક 30 મિનિટ ધ્યાન કરો અને સંગીત અથવા રમત જેવી અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તાણથી દૂર રહો કારણ કે તે સતત તમાકુ ખાવા તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. જીવનશૈલીમાં વ્યાયામને ભાગ બનાવો. વધુ ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટરની મદદ લો. શરીરના ઘણા ભાગોમાં કેન્સર થવાનું કારણ કેન્સરના કેસો વધવાનું એક મોટું કારણ તમાકુ છે. આ હોઠ, અન્ન નળી, ફેફસાં અને મોઢાનું કેન્સર થવાનું કારણ પણ બને છે. આ ઉપરાંત, મહિલાઓમાં પણ તમાકુ ખાવાને કારણે કેન્સરનું થવાનું જોખમ રહેલું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તમાકુ અથવા સ્મોકિંગ છોડ્યાના 12 કલાકમાં શરીરમાં હકારાત્મક ફેરફાર થવાના શરૂ થઈ જાય છે. શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર ઘટે છે. લોહીનો પ્રવાહ અને ફેફસાંની ક્ષમતા વધવા લાગે છે.

Read More
સ્વ. ક્રિષ્ના ના પરિવારે આપી અનોખી શ્રદ્ધાંજલિ

સુરત ના ઈતિહાસમાં કાળો દિવસ કહી શકાય તેવી શુક્રવાર ને તક્ષશિલા આર્કેડ ની આગજનીમાં 20 થી વધુ બાળકો હોમાઈ ગયા ત્યારબાદ ગુજરાતભરમાં આ બાળકો અને વિદ્યાર્થીઓ માટે શ્રદ્ધાંજલિ ના સંદેશાઓ લોકો આપી રહ્યા છે. પરંતુ એક વિદ્યાર્થીની એવી પણ છે કે જેના પિતાએ તેને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે જેનાથી ક્રિષ્ના ભીક્ડીયા કાયમ માટે સુરતવાસીઓ ના દિલ માં જગ્યા મેળવશે અને ફરી વખત આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા માટે સજાગ રહેશે. સુરત ખાતે સરથાણા જકાતનાકા ની આગની ઘટનામાં ક્રિષ્ના ભીકડીયા નામક યુવતી પણ કમનસીબ મૃતકોની યાદીમાં સામેલ છે. ક્રિષ્ના ભિકડીયા એ આગ લાગ્યા બાદ પિતાને ફોન કર્યો હતો કે પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જઈ રહ્યા છે હું પણ બારીમાંથી કૂદવા જાવ છું. જીવ બચાવવાની કોશિશ કરીશ. પરંતુ ક્રિષ્ના પોતાનો જીવ બચાવી શકી ન હતી અને હંમેશા માટે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. પરંતુ તેના પિતાએ ક્રિષ્ના ને સાચી શ્રદ્ધાંજલિ આપવા અને સુરતવાસીઓને સજાગ રહી શકાય તે માટે સ્મૃતિ રહે તેઓ પ્રયાસ કર્યો છે. ક્રિષ્ના ના પિતા સુરેશભાઈ ભીક્ડીયા એ ઘર આંગણે આવતી ચકલી માટે એક એક્રેલિક માળો બનાવ્યો, જે સુરતવાસીઓને વિનામૂલ્યે વિતરણ કરશે. જેના કારણે ક્રિષ્ના હર હંમેશ તેઓની સામે રહે અને આવી ઘટના બીજીવાર ન બને તે માટે જાગૃતિ ફેલાય. સંદેશ: ક્રિષ્ના ભીકડિયા ને યાદ કરીને આપણે પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અવશ્ય જાગૃતિ ફેલાવી એ અને આ બાળકોને દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવવો પડયો તે પાછળ જેટલા પણ લોકો નો હાથ હોય તેમને યોગ્ય સજા થાય તે માટે સજાગ રહીએ.

Read More
ફાયર બ્રિગેડનું NOC મેળવવા ભારે ધસારો

સુરતની આગ દુર્ઘટનાં બાદ રાજકોટ મ્યુ. કોર્પોરેશન શહેરનાં ટયુશન કલાસ અને સ્કુલો દરોડા પાડી ફાયર સેફટી વગરની સ્કુલો અને ટયુશન કલાસ બંધ કરાવી દેતાં હવે ફાયર બ્રિગેડનું એન. ઓ. સી. મેળવવા મ્યુ. કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરીએ ટયુશન કલાસ અને સ્કુલ સંચાલકોનો જબ્બરો ધસારો થતાં અફડા-તફડીનાં દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ છેલ્લા ૪ દિવસથી ફાયર બ્રિગેડની પાંચ ટીમો દ્વારા શહેરની સ્કુલો - ટયુશન કલાસ સહિતની કોમર્શીયલ હેતુ વાળી બિલ્ડીંગોમાં ફાયર સેફટીનાં સાધનોની ચેકીંગ ઝૂંબેશ શરૂ કરી અને ૧૦૦ થી વધુ સ્કુલો - ટયુશન કલાસ બંધ કરાવી અને આ તમામને ફાયર સેફટી સાધનો વસાવી લેવા ત્થા ફાયર બ્રિગેડનું એન. ઓ. સી. મેળવી લેવા સુચનાઓ અપાતાં. આ એનઓસી મેળવવા સ્કુલ અને ટયુશન કલાસનાં સંચાલકોએ કચેરીમાં જબ્બરો ઘસારો કર્યો છે. પરંતુ સ્ટાફનાં અભાવે માત્ર બે કર્મચારી અરજી સ્વીકારતાં હોઇ લોકોની કતારો લાગે છે એટલુ જ નહી એનઓસી મેળવવા માટે જરૂરી વિજ કંપનીનું સર્ટી. વિજ કંપનીની કચેરી દ્વારા નહી અપાતાં આ બાબતે પણ ફાયર બ્રીગેડ અધિકારી અને અરજદારો વચ્ચે માથાકુટ - રકઝકનાં દ્રષ્યો સર્જાય છે. દરમીયાન સ્કુલો તથા ટયુશન કલાસમાં લોખંડ અને પ્લાસ્ટીકનાં ડોમ-ફેબ્રીકેશનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે પણ ટીપી વિભાગે નોટીસો આપી છે. આ બાબતે પણ રકઝકનાં દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. દરમિયાન ફાયર બ્રીગેડનું એનઓસી સરળતાથી મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા મેયરશ્રીએ ખાત્રી ઉચ્ચારી હતી.

Read More
CMના ગામમા દેશી દારૂની રેલમછેલ

ગાંધીનું ગુજરાત અને વિજય રૂપાણીના રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં કુબલિયાપરામાં દેશી દારૂઓની ભઠ્ઠી છે તે વાતો તો જગજાહેર છે. દેશી દારૂના ધંધાર્થીઓ પણ મહિને લાખોનો હપ્તો આપે છે તે વાત ખાનગીમાં જાહેર જેવું જ છે. પરંતુ આજે અચાનક જ પોલીસને આ વિસ્તાર યાદ આવ્યો અને 150 જેટલી પોલીસ સવારથી તૂટી પડી અને ઘરમાં ચાલતા દેશી દારૂના ભઠ્ઠા પર તૂટી પડી હતી. જેમાં 30 હજાર જેટલો દેશી દારૂ બનાવાના આથા સહિતના રો મટિરયલનો નાશ કરવામા આવ્યો હતો. જો કે રેડ દરમિયાન કુબલિયાપરા વિસ્તારમાં દેશી દારૂની રિતસર નદીઓ વહી હતી. આ વિસ્તારમાં મોટાભાગના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી કુબલિયાપરા એટલે દેશી દારૂ બનાવાનું અને મળવાનું પીઠ્ઠુ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂ મળે જ છે અને પોલીસની મીઠી નજર હપ્તારાજ વચ્ચે વેપલો થાય જ છે. પોલીસને અચાનક જ આજે આ વિસ્તાર યાદ આવ્યો અને ડ્રાઇવ કરી હતી. જેમાં ક્રાઇમબ્રાન્ચ, એસઓજી પોલીસ સહિત 150 જેટલી પોલીસે સવારથી દરોડો પાડ્યો હતો. જેમાં ઘરમાં દારૂ રાખવા માટે ટાકા બનાવામાં આવ્યા હતા તે નજરે પડ્યું હતું. તે સિવાય દેશી દારૂની તૈયાર કોથળીઓ પણ મળી આવી હતી. 600 લીટર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો તો દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા 12 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રાઇવ પણ નાટક કે કાયમ માટે બંધ એ મોટો સવાલ આજે પોલીસે કુબલિયા પરામાં રેડ તો કરી પરંતુ કોઇ મોટા માથા સામે કેસ કરે છે કે પછી 8થી 10 લોકો સામે કાર્યવાહી કરી વાત પૂરી કરે છે તે જોવું રહ્યું. આ પહેલા પણ આ વિસ્તારમાં દારૂ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ ફરી જૈસૈ થે જેવી સ્થિતિ સામે આવે છે. આ વિસ્તારમાં આ રેડ પછી બધુ બંધ જ થઇ જશે કે ફરી થોડા સમયમાં વેપલો ફરી ધમધમશે તે મોટો સવાલ છે. આ પહેલા સીએમ સામે ચૂંટણી લડેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્ટીમેન્ટમ આપેલું હતું ત્યારે ખુદ જે તે સમયના કમિશનર અનુપસિંહ ગહેલોતે ડ્રાઇવ કરી હતી ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસને ખબર હતી કે અહીં આવડો વેપલો ચાલુ છે તો ત્યાં પછી એક પણ વખત કેમ ડ્રાઇવ ન કરી. આજે ફરી આ વિસ્તાર અચનાક જ યાદ આવ્યો.

Read More
જસદણમાં ભાજપને ઓછી લીડ મુદ્દે બાવળિયા અને બોઘરા આમને-સામને

રાજકોટ લોકસભા બેઠક હેઠળ આવતા જસદણ વિધાનસભા મત ક્ષેત્રમાં ભાજપને મળેલી માંડ ૨૮૦૦ મતોની લીડે ભાજપનાં જૂના અને નવા નેતાને આમને સામને લાવી દીધા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી કેબીનેટ મંત્રી પદ મેળવનાર કુંવરજી બાવળિયાએ જસદણના પૂર્વે ધારાસભ્ય ભરત બોઘરાએ લોકસભાની ચૂંટણીમાં ઓછો રસ લીધો હોવાનું અને જૂના તથા નવા ભાજપનાં કાર્યકરો વચ્ચે સંકલન ન જળવાયું હોવાનું કહ્યુ છે. ત્યારે બીજી બાજુ ભાજપનાં આ જ બેઠકનાં પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ આનો જવાબ આપતા જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા મને સોંપાયેલી જિ.પં.ની બેઠકોની તથા ઇતર - પટેલ સમાજની જવાબદારી મેં નિભાવી છે. આ તમામ વિસ્તારમાં મળી ભાજપને કુલ ૧૪ હજાર મતોની લીડ મળી છે. વિધાનસભા બેઠકનાં મતક્ષેત્રમાંથી ભાજપને કુલ લીડ ઓછી મળવાનું વાસ્તવિક કારણ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી જિ.પં.ની બેઠકોમાં ૧૨ હજાર જેટલા મતોનું ભાજપને નુકશાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોતાને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ વિસ્તાર એટલે કે જસદણ શહેર, જિલ્લા પંચાયતની સાણથલી બેઠક, મોટા દડવા, કમળાપુર, લીલાપુર, ભાડલા સહિતના વિસ્તારોમાં ભાજપની લીડ નીકળી છે. જસદણ શહેરમાં ભાજપને ૬૫૭૬ મતની આટકોટ જિલ્લા પંચાયતમાં કોળી સમાજના ત્રણ ગામને બાદ કરતા ૨૫૦૦ મતની સરસાઇ, સાણથલી જિલ્લા પંચાયતમાં ૨૫૭૪ની મોટા દડવામાં ૫૦૦ની, કમળાપુર ગામમાં ૨૪૫ની, ભાડલામાં ૮૪૪ મતની સરસાઇ ભાજપને મળી છે. વધુમાં ડો. બોઘરાએ જણાવ્યું હતું કે ઇતર સમાજ તેમજ પટેલ સમાજના ગામડાઓની જવાબદારી પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવી હતી. તેમને જે જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ વિસ્તારની મળીને કુલ ૧૪ હજાર મત જેટલી ભાજપને લીડ મળી છે જ્યારે કેબિનેટ મંત્રીના કોળી સમાજના પ્રભુત્વ ધરાવતી વિંછીયા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૫૦૦, ભડલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૩૨૧૬, પીપરડી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૧૩૬૦, કમળાપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૭૦૦, શિવરાજપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૨૩૦૦, ભડલી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ૫૦૦ની લીડ મળી છે. કેબિનેટ મંત્રીના ગામ જનડા કંધેવાળીયામાં પણ કોંગ્રેસને ચારસો મતની લીડ મળી છે કેબિનેટ મંત્રીને જે જિલ્લા પંચાયતની સીટોની જવાબદારી સોંપવામાં આવી હતી, તે તમામ જગ્યાએ કોંગ્રેસને લીડ મળી છે. કેબિનેટ મંત્રીના કોળી સમાજની પ્રભુત્વ ધરાવતી તમામ જિલ્લા પંચાયતોમાં મળીને અંદાજે ૧૨ હજાર જેટલું મતનું ભાજપને નુકસાન થયું છે.

Read More
ગુરૂપ્રસાદ ચોકમાં ચાલતા કલાસીસની નજીક વીજતંત્રનું ટ્રાન્સફોર્મર જોખમી

વોર્ડ નં.૧૩માં આવેલ ગુરૂપ્રસાદ અને સ્વામિનારાયણ ચોક અને માયાણી ચોકમાં ગેરકાયદેસર ચાલતા કલાસીસ દ્રારા રિયાલિટી ચેક કરતા જેમાં અંદાજે ૩૦થી ૪૦ કલાસીસ અમારા વોર્ડમાં ધમધમી રહ્યા છે. તંત્રની અને ફાયર બ્રિગેડની ઘોર બેદરકારી સામે આવી છે. જે આજરોજ અમે ચેક કરતા ફાયરની વ્યવસ્થાના નામે શુન્ય છે. આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. પરંતુ તત્રં દ્રારા કોઈ પણ પગલા લેવામાં આવતા નથી. આજે રૂબરૂ મુલાકાત લીધી અને ગેરકાયદેર ચાલતા કલાસીસની પણ મુલાકાત લીધી. પરંતુ તે તમામ જગ્યાએ ફાયર બ્રિગેડના સાધનો જોવા મળેલ નહીં. ગુરૂપ્રસાદ ચેકનું બિલ્ડિંગ કોર્પેારેશન દ્રારા બનાવવામાં આવેલ છે. અને તેમાં દુકાનોની અંદર કલાસીસો ચલાવવામાં આવી રહ્યા છે. સાત સાત દુકાનોની દીવાલો પાડી અંદર મોટા હોલ બનાવી ગેરકાયદેસર રીતે તંત્રની નજર હેઠળ આ કલાસીસ ચાલી રહ્યા છે. નિયમો આધારિત સ્થાનિક દુકાનદારોનું એવું કહેવું છે આ બિલ્ડિંગનીઅંદર ૭ કલાસીસ ચાલે છે. અને આ તમામ નિયમો વિરૂધ્ધ છે. અમારા દસ્તાવેજના ઉલ્લેખ પ્રમાણે આ કલાસીસો ગેરકાયદેસર ધમધમે છે. આની મંજુરી કોણ? આપેલ છે આજ રીતે સ્વામિનારાયણ ચોકમાં એક બિલ્ડિંગની અંદર ૪થી ૫ કલાસીસ ચાલી રહ્યા છે તેમ કોર્પેારેટરે જરાવ્યું હતું. મનપા જયારે સમગ્ર રાજકોટની અંદર ફાયરના એનઓસી આપે છે ત્યાં ખરેખર જોવા જતા હોય તો સખતમાં સખત પગલા ઝડપથી લેવામાં આવે એવી અમારી માગણી છે. તેસવી રજૂઆત કોર્પેારેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ.કમિશનરને કરી હતી

Read More
હાર્દિક પટેલે 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

સુરતના સરથાણાની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકો ભડથું થઈ ગયા. પથ્થરદિલના માનવીને પણ ચોધાર આંસુએ રડતા કરી દે તેવી તસવીરો બાદ માત્ર સુરત જ નહી આખું રાજ્ય અને દેશભરમાં જ્વાળામુખી જેવો રોષ ભભુકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે 12 કલાકનો સમય આપીને સુરતના મેયરનું રાજીનામું લેવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે જ ગેરકાયદેસર બિલ્ડિંગના પ્લાનને માન્ય રાખનાર અને ઘટના સ્થળે સમયસર ન પહોંચી શકનાર ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કેસ કરવાની માંગ કરી છે.

Read More
મોહનભાઈ કુંડારીયા વર્ષ ૨૦૧૪ કરતાં વધુ લીડથી વિજેતા

રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા વર્ષ ૨૦૧૪ કરતાં વધુ લીડથી વિજેતા બનતા તેઓ પર અભિનંદન વર્ષા થઈ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપની ઐતિહાસિક જીત થતાં કાર્યકરોમાં ભારે ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read More
સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠકો પર ભાજપનો કબજો

લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો બહુ ગાજેલો વિરોધ પરિણામના દિવસે તદ્દન કાલ્પનિક હોવાનું જણાયું હતું અને તમામ 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી સરસાઈથી જીત્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન પાટીદારોની નારાજગી, ગામડાંઓમાં પ્રશ્નો, ખેડૂતોની સમસ્યા જેવા તમામ મુદ્દાઓ વરાળ બનીને ઊડી ગયા હતા અને ગામડાં હોય કે શહેર, ભાવનગર હોય કે પોરબંદર, પટેલ હોય કે કોળી, સમગ્ર સૌરાષ્ટ્ર મોદીલહેરમાં કેસરિયો પહેરીને ઊભું રહી ગયું હતું. ભાવનગરઃ ભારતીબેનને બીજી ટર્મ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ખાતરીપૂર્વકની મનાતી ભાવનગર બેઠક પર કોંગ્રેસે તમામ તાકાત અજમાવી હતી. પાટીદાર કાર્ડ ખેલીને મનહર પટેલને મેદાનમાં ઉતારી કોળી વિ. તમામનો પ્રયત્ન પણ કરી જોયો હતો. પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજની ભાજપ પ્રત્યેની નારાજગી પણ ચગી હતી. જેને લીધે ભારતીબેન જીતે તો પણ તેમની લીડ ઘટશે એવી ધારણા મૂકાતી હતી. ગુરુવારે પરિણામના દિવસે તમામ દાવાઓ, અવલોકનો, તર્કો ખોટા પાડીને ભારતીબેન જંગી સરસાઈથી જીત્યા છે. વિજય પછીની સંભાવના: કોળી સમાજની બેઠક તરીકે ભાવનગરનો દબદબો યથાવત રહેશે. સોલંકીબંધુઓના ટેકાથી જ જીતાય એ ભ્રમ પણ હવે ઊભો નહિ રહે. રાજકોટઃ રેકોર્ડબ્રેક વિજયનું પુનરાવર્તન સૌરાષ્ટ્રના અઘોષિત પાટનગરનો દરજ્જો ભોગવતા રાજકોટમાં ભાજપની જીત આસાન મનાતી હતી પરંતુ કોઈ દેખીતા પરિબળ કે જુવાળની ગેરહાજરીમાં ભાજપના ઉમેદવારની લીડ ઘટશે તેવી ધારણાઓ મૂકાઈ રહી હતી. આમ છતાં મોહન કુંડારિયાએ સળંગ ત્રીજી ટર્મમાં જીત મેળવી હતી એટલું જ નહિ, અગાઉની બંને જીત કરતાં આ વખતે વધુ માર્જિન મેળવ્યો હતો. વિજય પછીની સંભાવના: મુખ્યમંત્રી રાજકોટના હોવાથી મોહનભાઈનો કદાચ કેન્દ્રિય મંત્રીમંડળમાં સમાવેશ ન થઈ શકે તો પણ તેમનું રાજકીય કદ હવે વધી શકે છે. જામનગરઃ પુનમબેનનો વિકલ્પ જ નથી ઉમેદવારોની પસંદગી વખતે અહીં પૂનમ માડમને પડતાં મૂકવાની હવા ચગી હતી. વિવિધ નામો પણ ઊભર્યા હતા. પરંતુ છેવટે પૂનમબહેનને ટિકિટ મળી હતી. એ પછી ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની નારાજગી, પાટીદારોની નારાજગી વ. મુદ્દાની ચર્ચા ચાલી હતી. પરિણામના દિવસે એ તમામ ધારણાઓથી વિપરિત પૂનમ માડમ ડંકે કી ચોટ પર વિજેતા જાહેર થયા હતા. વિજય પછીની સંભાવનાઃ જીવંત લોકસંપર્ક ધરાવતા શિક્ષિત મહિલા તરીકે પૂનમ માડમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. સંગઠનમાં પણ મોટી તક મળી શકે. અમરેલીઃ નારણભાઈએ ડંકો વગાડ્યો ચૂંટણી જાહેર થઈ એ પહેલાંથી કોંગ્રેસ જો કોઈ એક બેઠક માટે સૌથી વધુ ખાતરી રાખતી હોય તો એ બેઠક અમરેલીની હતી. વિધાનસભાની તમામ બેઠક કોંગ્રેસના કબજામાં હતી. પાટીદાર ફેક્ટર, ખેડૂત ફેક્ટર જેવા મુદ્દાઓ મુશ્કેલી ઊભી કરશે તેમ લાગતું હતું. એમ છતાં ભાજપે નારણભાઈ કાછડિયામાં વિશ્વાસ મૂકીને તેમને ત્રીજી વખત રિપિટ કર્યા. છેલ્લા દિવસોમાં નારણભાઈ સ્થાનિક સમીકરણો બદલવામાં સફળ નીવડ્યા. પરેશ ધાનાણી દિગ્ગજ નેતા હોવા છતાં આસાનીથી હારી ગયા. વિજય પછીની સંભાવનાઃ નારણભાઈને તો જે શિરપાવ મળે એ, પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું સ્થાન હવે જોખમમાં ગણાશે. જૂનાગઢઃ ગીરનારની ટૂક પર ભગવો અમરેલીની માફક જૂનાગઢ બેઠક પણ ભાજપ માટે અત્યંત મુશ્કેલ મનાતી હતી. કોળી, આહિર, કારડિયા એમ ચાર સમુદાયનું વ્યુહાત્મક પ્રભુત્વ ધરાવતી બેઠક પર એક જ્ઞાતિને મહત્વ આપવાથી બીજી જ્ઞાતિ નારાજ થાય એવી સ્થિતિ વચ્ચે ભાજપે વર્તમાન સાંસદને રિપિટ કરવાનું જોખમ લીધું. રાજેશ ચુડાસમાએ તરત કારડિયા અગ્રણી દિનુ સોલંકી સાથે સમાધાન કરીને આંતરિક સમીકરણો સંતુલિત કરવા માંડ્યા. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા જવાહર ચાવડાએ પણ આહિર સમાજનો આક્રોશ ખાળવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી. સરવાળે રાજેશ ચુડાસમા સારી એવી બહુમતિથી જીત્યા. વિજય પછીની સંભાવનાઃ લોકસભા પછી હવે વિધાનસભાની તમામ બેઠકો અંકે કરવા માટે ભાજપના ચક્રો ગતિમાન થશે. જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. પોરબંદરઃ નવોદિત ધડુકે મેદાન માર્યું વિઠ્ઠલ રાદડિયાનો ગઢ ગણાતી બેઠક પર રાદડિયા પરિવાર સિવાયની વ્યક્તિને ટિકિટ આપવાનો ભાજપનો વ્યુહ આબાદ ફળ્યો. રમેશ ધડુકને જયરાજસિંહનું સમર્થન છે એટલે પાટીદારો મત નહિ આપે, લલિત વસોયાની આક્રમક છબી સામે ધડુક મોળા પડશે, જયેશ રાદડિયા ધડુક માટે પ્રચાર નહિ કરે એવી તમામ ધારણાઓ વચ્ચે રમેશ ધડુક પોતાની કોરી પાટીમાં નરેન્દ્ર મોદીનું નામ લખીને મતદારોને મળતા રહ્યા. છેવટે મતદારોએ ધડુકને જંગી સરસાઈથી જીતાડી દીધા. વિજય પછીની સંભાવનાઃ ધડુકને જીતાડવાના શિરપાવ તરીકે જયેશ રાદડિયાને ફાયદો ન થાય તો કંઈ નહિ, હાલ કોઈ નુકસાન તો નહિ પહોંચે. કચ્છઃ ભાજપ બારેમાસ (ઓલ સિઝન) ભાજપનો ગઢ ગણાતા કચ્છમાં વર્તમાન સાંસદ વિનોદ ચાવડા નિરુત્સાહી અને નબળો લોકસંપર્ક ધરાવતા ઉમેદવાર તરીકેની છાપ ધરાવતા હતા. તેમને રિપિટ કરાયા અને સામે કોંગ્રેસે મહેશ્વરી સમાજના અગ્રણી નરેશ મહેશ્વરીને ઉમેદવાર બનાવ્યા ત્યારે ભાજપના આ ગઢમાં ગાબડાં પડે તેવી શક્યતા જણાતી હતી. અહીં મુસ્લિમ અને દલિત સમાજ ભાજપની વિરુદ્ધમાં છે એવી ધારણાઓ વચ્ચે કચ્છે વધુ એક વખત ભાજપના ઉમેદવારને તક આપી છે. વિજય પછીની સંભાવનાઃ કચ્છને નેશનલ ટુરિઝમનું વડું મથક મળવાની શક્યતા હવે ઉજળી છે. સુરેન્દ્રનગરઃ ડો. મુંજપરા જાયન્ટ કિલર કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલ સામે ભાજપે જ્યારે ડો. મહેન્દ્ર મુંજપરા જેવા નવોદિતને ઉતાર્યા ત્યારે આ જંગ કોંગ્રેસ માટે આસાન બની જશે એવી ધારણાઓ મૂકાતી હતી. તળપદા-ચુંવાળિયાના સમીકરણો મુજબ પણ સોમાભાઈનું પલ્લું ભારે જણાતું હતું. પરંતુ છેવટે સુરેન્દ્રનગરની જનતા એ સ્વચ્છ છબી ધરાવતા શિક્ષિત, સેવાભાવી તબીબ તરીકે ડો. મુંજપરાને તક આપીને મોટો અપસેટ સર્જી દીધો હતો. વિજય પછીની સંભાવનાઃ જિલ્લાના જ્ઞાતી સમીકરણોમાં હવે મોટી ઉથલપાથલ થઈ શકે છે.

Read More
ગાંધીનગર બેઠક પર અમિત શાહનો વિજય

5.55 લાખ મત સાથે અડવાણીની જંગી લીડનો રેકોર્ડ તોડ્યો આજે લોકસભા 2019ની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સૌ કોઈની નજર દેશની હાઈ પ્રોફાઈલ બેઠકોમાંની એક ગાંધીનગર લોકસભા બેઠક પર રહેશે. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેટલી લીડથી જીતે છે તેના સિવાય ખાસ બીજી કોઈ ઉત્સુકતાનો માહોલ નથી. હાલ ભાજપ ગાંધીનગર, અમદાવાદ(પૂર્વ) અને અમદાવાદ(પશ્ચિમ) બેઠક પર આગળ ચાલી રહ્યો છે. અમિત શાહે 5.55 લાખ મત સાથે વિજયી થયા છે. સાથે જ અડણાવીની જંગી લીડ 483121નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તો બીજી તરફ અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલે 340459 મત સાથે પરેશ રાવલનો રેકોર્ડે તોડી દીધો છે. જ્યારે અમદાવાદ પશ્ચિમમાં કિરિટ સોલંકી 305664 મતની લીડ સાથે વિજયી થયા છે. અમદાવાદ(પૂર્વ): પાટીદાર સામે પાટીદારનો જંગ, ભાજપ તરફી માહોલ અમદાવાદ(પૂર્વ)ની પરંપરાગત બ્રાહ્મણોની બેઠક પર આ વખતે ભાજપે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને કોંગ્રેસે ગીતા પટેલ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. નવા સીમાંકન બાદ આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા. જ્યારે 2014માં ભાજપે જાણીતા અભિનેતા પરેશ રાવલને તક આપી અને તેઓ 3 લાખ 26 હજાર 633 મતથી વિજેતા બન્યા હતા. જો કે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપના કબજામાં છે. આ વખતે પણ ભાજપની જીત નક્કી છે. આ બેઠક પર 2014માં 60.77 ટકા અને આ વખતે 61.26 ટકા મતદાન થયું છે.

Read More
સુરેન્દ્રનગર બેઠકની રસાકરીભરી ચૂંટણીમાં ભાજપની અણધારી લીડ

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર રસાકસીભર્યો ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. જેમાં કોંગ્રેસના કદાવર નેતા સોમા ગાંડા, ભાજપના નવા ઉમેદવાર ડોકટર મહેન્દ્ર મુંજપરા અને અપક્ષમાંથી લાલાજી મેર વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. રાજકીય પંડિતોના મતે સુરેન્દ્રનગર બેઠક પર ભારે અપસેટ સર્જાવાની ભીતિ સેવાતી હતી. પરંતું આજે મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારની લીડ સતત વધતી જતી હોવાથી જીત નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. મતગણતરીના દસમાં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને ૮૦ હજાર જેટલા મતની લીડ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં આ વખતે રાજયમાં સૌથી વધુ ૩૧ ઉમેદવારોએ જંગમાં ઝંપલાવ્યું હતું. તેમજ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં મોટા ગજાના નેતાઓએ ઉમેદવારી નોંધાવી હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવતા એવા કદાવર નેતા સોમા ગાંડાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે ભાજપે નો રિપિટ થિયરી અપનાવી ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપીને જુગાર ખેલ્યો હતો. જ્યારે બીજી બાજુ અપક્ષમાંથી પણ અગ્રણી નેતા લાલજી મેરે ચૂંટણી જંગમાં ઝંપલાવતા રસાકસી વધી હતી. રાજકીય નેતાઓએ સુરેન્દ્રનગર બેઠક ભાજપ ગુમાવશે તેવી ભીતિ વ્યકત કરી હતી. પરંતુ મોદી લહેર સામે કોંગ્રેસની મોંધવારીનો મુદ્દા ન ચાલતા શાણા મતદારોએ ભાજપને મત આપતા અણધારી લીડથી જીત થવાની શકયતા નકારી શકાતી નથી. વહેલી સવારથી જ મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવારની આગેકૂચથી કોંગ્રેસ અપક્ષમાં સોંપો પડી ગયો હતો. જાણવા મળ્યા મુજબ મતગણતરીના ૧૦ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા ૮૦ હજારની લીડથી આગળ રહેતા જીત નક્કી મનાઇ રહી છે. આથી ભાજપના ઉમેદવારના ટેકેદારો, કાર્યકરોએ બારે ઉત્સાહભેર વિજય સરઘસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે રાજયમાં સૌથી વધારે ઉમેદવારી નોંધવનાર સુરેન્દ્રનગર બેઠક કેટલાંક ઉમેદવારોનેડિપોઝિટ પણ ગુમાવવાનો વારો આવે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. સુરેન્દ્રનગર બેઠકની મતગણતરી દરમિયાન ચોટીલાનું ઈવીએમ બંધ થતા ટેકનીશીયનને બોલાવવા પડ્યા હતા જેના લીધે મતગણતરી થોડો સમય બંધ રહી હતી

Read More
ગાંધીનગર કમલમ ખાતે ઉજવણી શરૂ

એક મહિનાની લાંબા સમય બાદ આજે લોકસભા ચૂંટણીનું પરીણામ આવવાનું છે. ગુજરાતમાં તમામ લોકસભાની 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપની તરફેણમાં સ્પષ્ટ બહુમત ગુજરાતની તમામ બેઠક પર જોવા મળી રહે છે ત્યારે ભાજપના કાર્યકરોએ ગાંધીનગર ખાતે કમલમમાં ભવ્ય ઉજવણી શરૂ કરી છે. કાર્યકરો ભારત માતા કી જય અને હર હર મોદીના નારા લગાવીને જીતને વધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2014 લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવ્યો હતો અને આ વર્ષે પણ 6 રાઉન્ડ સુધી થયેલી મતગણતરીમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

Read More
કાલે ધો.10નું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકી દેવામાં આવશે. ધો.10ની પરીક્ષામાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. કાલે સવારે વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર નાખીને વેબસાઈટ પર રીઝલ્ટ જોઈ શકશે પરંતુ શાળાઓને પોતાના વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવી લેવા માટે ડીઈઓ કચેરી તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે અને જે તે શાળાના આચર્યએ ઓથોરીટી લેટર સાથે પોતાના પ્રતિનિધિને મોકલી બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવી લેવાની રહેશે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં ટોચ પર રહ્યો હતો અને કેન્દ્રવાઈઝ પરિણામમાં જામનગર જિલ્લાના ધ્રોલ સેન્ટરનું પરિણામ ઉંચુ રહ્યું હતું. આવતીકાલના ધો.10ના પરિણામમાં પણ સૌરાષ્ટ્રનો દબદબો રહે તેમ જણાય છે. કાલે ધો.10નું પરિણામ જાહેર કરાયા બાદ ચાલુ માસના અંતિમ સપ્તાહમાં જ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે તેમ જાણવા મળે છે.

Read More
એક સાંધે ત્યાં તેર તુટે તેવી પીવાના પાણીમાં સ્થિતિ સર્જાઈ છે.

રાજકોટ મનપાની એક સાંધે ત્યાં તેર તુટે તેવી પીવાના પાણીમાં સ્થિતિ સર્જાઈ છે. જેમાં આજે વહેલી સવારે રાજકોટને પીવાનું પાણી પુરું પાડતા હડાળા પમ્પિંગ સેન્ટરની મુખ્ય પાઈપ લાઈનમાં ગવરીદળ ગામ નજીક મોટુ મુખ્ય પાઈપ લાઈનમાં ગવરીદળ ગામ નજીક મોટુ લીકેજ સર્જાતા લાખો લિટર પાણી વહી જતા આજુબાજુના ખેતરોમાં તલાવડા ભરાયા હતા. ઘટનાની જાણ થતા પાણી પુરવઠા બોર્ડ અને મનપાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુધ્ધના ધોરણે મરમ્મતની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ લીકેજ મોટુ હોવાથી 24 કલાકે પાણી પુરવઠો પૂર્વવત થશે તેમ તંત્રએ જણાવતા આજે શહેરના કોઠારિયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાઈ જવાની અન્યથા બંધ રહે તેવી સંભાવના જોવાઈ રહી છે

Read More
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વિરાટ પ્રેરણા સમારોહ

વિશ્વવંદનીય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી વિવિધ સેન્ટરોમાંસામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે-શુક્રવારે, મોરબી રોડ સેટેલાઈટ ચોક ખાતે રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ દરમ્યાન રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વિરાટ પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજની ૨૧મી સદીનો માનવી સુખ મેળવવા માટે વિવિધ સાધનો, ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે. માનવીનું પ્રત્યેક ડગલું સુખ મેળવવાની દિશામાં હરણફાળ ભરવા માટેનું જ હોય છે. પરંતુ શું ખરેખર માનવી સુખને મેળવી શક્યો છે? સાચુ સુખ મેળવવાની આજના માનવીની દોટ ક્યા સરનામે અટકશે? સુખનું સાચું સરનામું કયું? આ વિષય પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા સંતપૂજ્ય અપૂર્વમુનિ સ્વામી તેઓની રસાળ શૈલીમાં અને ચોટદાર રજુઆતો સાથે ‘સુખનું સાચું સરનામું’ વિષયક પ્રેરણાત્મક વક્તવ્યનો લાભ આપશે. જેમાં પરિવારમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ વધારવાનું અનોખું માર્ગદર્શન પ્રેરણાત્મક વિડીયો સાથે પ્રાપ્ત થશે. આ સમારોહમાં સહપરિવાર પધારવા રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી તથા સંતનિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ રાજકોટની સમસ્ત ધર્મપ્રેમી જનતાને તા.૧૭ને શુક્રવાર રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ મધુવન સ્કૂલની સામે, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ ખાતે પધારવા અનુરોધ કરાયો છે.

Read More
બાળ લગ્નનું દુષણ

રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળલગ્નના દૂષણને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા નવતર અભિયાનના ભાગરૂપે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ સમાજના અગ્રણીઓ માટે એક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. એક સર્વેક્ષણ અનુસાર રાજ્યમાં ૨૦થી ૨૫ વર્ષની ૨૫ ટકા મહિલાના ૧૮ વર્ષ પૂર્વે લગ્ન કરાવી દેવાય છે. જ્યારે, ૨૫થી ૨૯ વય જુથના પુરુષોમાં બાળલગ્નનું પ્રમાણ ૨૮ ટકા છે. આ સેમિનારમાં બાળલગ્નના કારણો આપતા સમાજ સુરક્ષા નિયામક જી. એન. નાચિયાએ કહ્યું કે, ગુજરાતમાં કેટલાક કારણોથી બાળલગ્ન પ્રથા છે. જેમાં રુઢિચુસ્તતા મુખ્ય છે. ગુજરાતમાં કેટલાક સમાજમાં બાળલગ્ન પ્રથા પરંપરાગત ચાલી આવે છે. તેમને બાળલગ્નથી નુકસાનનો ખ્યાલ હોતો નથી. બાળકના વાલીની ચિંતા પણ બાળલગ્ન પાછળ કારણભૂત હોય છે. જેમાં ક્ધયાના પછી લગ્ન નહીં થાય કે સારૂ પાત્ર નહીં મળે, એવી ચિંતામાં પણ વાલીઓ બાળલગ્ન કરાવી લેતા હોય છે. આર્થિક અસક્ષમતા પણ એક કારણ છે. વાલી તેની મોટી દીકરીના લગ્ન કરતા હોય ત્યારે, ખર્ચા ભેગો ખર્ચો એવુ વિચારી નાની દીકરીના પણ સાથે લગ્ન કરાવી દેતા હોય છે. તાજેતરમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે, સેક્સ રેશિયો પણ બાળલગ્ન પ્રથાને પ્રોત્સાહન આપે છે. દીકરાને પછી ક્ધયા નહીં મળે એવી માન્યતાને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેટલાક સમાજમાં તેના લગ્ન બાળપણમાં જ કરાવી દેવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણ પણ કારણભૂત છે. જે ક્ધયા અધવચ્ચેથી શિક્ષણ છોડી દે છે, એ ઘરે બેસે છે. ત્યારે, તેના લગ્ન વાલી વહેલા કરાવી દેતા હોય છે. બાળલગ્નની ખરાબ અસર વિશે અવગત કરાવતા શ્રી નાચિયા કહ્યું કે, આ દૂષણને પરિણામે બાળક કે બાળકીનું બાળપણ છીનવાઇ જાય છે. તે શિક્ષણ પણ સારી રીતે લઇ શકતા નથી. તેના કારણે રોજગારીના પ્રશ્નો ઉભા થાય છે. તેમના માટે આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય છે. ખાસ કરીને ક્ધયાને વહેલા માતૃત્વ આવતા તેના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો ઉભો થાય છે. શ્રી નાચિયાએ એક મહત્વપૂર્ણ વાત કરતા કહ્યું કે, બાળલગ્ન માત્ર કાયદાથી અટકી શકતા નથી. આ દૂષણને નાબૂદ કરવા માટે સમાજની પણ જાગૃતિ જરૂરી છે. હવે તો સુપ્રિમ કોર્ટે પણ તેના એક આદેશમાં કહ્યું છે કે, બાળલગ્નના કિસ્સામાં પોક્સોની કલમ લગાવવી. બાળલગ્ન માટે જવાબદાર વાલી, પંડિત અને મંડપસર્વિસવાળા સહિત તમામ લોકો સામે કાર્યવાહી કરી શકાય છે. બાળલગ્ન પ્રતિબંધક ધારા હેઠળ બે વર્ષની કેદ અને એક લાખના દંડની જોગવાઇ છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક જાગૃતિ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવે છે. આવા સેમિનારો ઉપરાંત જે તે સમાજના નિગમોને પણ સક્રીયતાથી આ દૂષણ સામે સહભાગી બનવા જણાવવામાં આવ્યું છે. જ્યારે, ધોરણ ૬ના અભ્યાસ ક્રમમાં બાળલગ્નના દૂષણ અંગે એક પાઠ રાખવામાં આવશે. વિદ્યાલક્ષ્મી બોન્ડ અત્યારે જે ૧૮ વર્ષની મુદ્દતે પાકે છે, બાળલગ્ન ન થયા હોય તો જ આપવા સરકારને સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયાએ કહ્યું કે, બાળલગ્ન પ્રથા વર્ષોથી ચાલી આવે છે. અંગ્રેજોના સમયમાં શારદા એક્ટ એટલે કે ચાઇલ્ડ મેરેજ રિસ્ટ્રેઇન એક્ટ ૧૯૨૯ આવ્યો તે બાદ વર્તમાન સરકારે લગ્નની ઉમર નિયત કરી છે. આપણે ત્યાં તો પેટે ચાંદલા કરવાની પ્રથા, ઘોડિયા લગ્ન કરવાની પ્રથા જેવા કુરિજો પ્રવર્તે છે. તેને નાબૂદ કરવા માટે માત્ર કાયદા કાફી નથી. પણ, સાથે સામાજિક જાગૃતિ જરૂરી છે. તેમણે શાળાઓના માધ્યમથી વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમો કરવા સૂચન કર્યું હતું. આ સેમિનારમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા અને સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામક શ્રી પી. જે. ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. એક હકીકત એ છે કે, બાળલગ્નનું દૂષણ સમાજના સહયોગ વિના નાબૂદ થઇ શકે એમ નથી. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બાળલગ્ન અટકાવવાની કામગીરી જોઇએ તો રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૫, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૮, વર્ષ ૨૦૧૮૧૯માં ૨૩ મળી ત્રણ વર્ષમાં ૭૬ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં ત્રણ વર્ષમાં ૫૭, જૂનાગઢમાં ૩૨, પોરબંદરમાં ચાર વર્ષમાં સાત, કચ્છમાં ત્રણ વર્ષમાં ૩૪, મોરબીમાં બે વર્ષમાં ૨૨ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં વાત કરીએ તો શહેરી વિસ્તારમાં ૧૭.૧ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૨.૯ ટકા બાળલગ્નો થાય છે. નેશનલ ફેમેલી હેલ્થ સર્વે મુજબ રાજકોટ જિલ્લામાં બાળલગ્નનું પ્રમાણ ૧૫.૪ ટકા જેટલું છે. હવે સમયની માંગ છે કે બાળલગ્નનું દૂષણ વ્યાપક જનસહયોગથી નાબૂદ થાય. આ સેમિનારમાં યુનિસેફના સુશ્રી હિમાલી લેઉવા અને શ્રી નિનાદભાઇ ઝાલાએ પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ઇસરાણી, શ્રી મિલનભાઇ પંડિત, સુશ્રી મિત્સુ વ્યાસે જહેમત ઉઠાવી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વિવિધ સામાજિક અગ્રણીઓ અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More
જૂનાગઢમાં અસામાજિક તત્વો હથિયારો સાથે આવી મતદાન બંધ કરાવી મતદારોને ભગાડ્યા

જૂનાગઢમાં અસામાજિક તત્વોએ હથિયારો સાથે આવી મતદાન મથક પર મતદાન બંધ કરાવી મતદારોને ભગાવ્યા હતા. પાઇપ અને ધોકા સાથે આવેલા અસામાજિક તત્વોથી મતદારો પણ ડરીને ભાગી ગયા હતા. આ વીડિયો જૂનાગઢના બિલખા રોડ પરના મતદાન બૂથનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. સ્કૂટરમાં આવેલા લોકો પૈકી એક સફેદ શર્ટ પહેરેલો શખ્સ ધોકા સાથે મતદારો પાછળ દોડીને બોલી રહ્યો છે કે ભાગો અહીંથી. શું કહે છે જૂનાગઢ એસપી: એસપી સૌરભસિંઘે જણાવ્યું હતુ કે, આ વીડિયો આજે સવારનો છે, બિલખા રોડ જૂનાગઢનો છે. ત્રણ લોકોને ઝડપી લીધા છે. ક્યાં પક્ષ સાથે તેની પૂછપરછ કરીશું. હાલ તો અસામાજીક તત્વો હોય તેવું લાગે છે.

Read More
વોટ’ આપી લોકશાહીનું પર્વ ઉજવ્યું

આજે લોકસભાની ચુંટણીમાં નેતાઓએ પણ હર્ષભેર વહેલી સવારે મતદાન મથકે પહોંચીને વોટ આપ્યો હતો.ભાજપ તેમજ કોંગ્રેસના વિવિધ બેઠકનાં ઉમેદવારોએ પણ ઉત્સાહભેર પરિવાર સાથે મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ મોરબી ખાતે તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર લલિતભાઈ કગથરાએ રાજકોટ ખાતે, સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર મહેન્દ્રભાઈ મુજપરા ઉપરાંત પોરબંદર લોકસભા બેઠકનાં ઉમેદવાર લલિતભાઈ વસોયાએ પણ મતદાન કરી રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી. આ ઉપરાંત ભાજપ તેમજ કોંગ્રેસનાં અગ્રણીઓએ પણ મત આપી લોકશાહીનાં પર્વને ઉજવ્યો હતો.

Read More
રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીએ અનિલ જ્ઞાન મંદિરના મતદાન મથકમાં સવારે મતદાન કર્યું

ચૂંટણી દરમિયાન સતત પ્રચાર અને પ્રસારમાં રહેતા અને ૭૫થી વધુ સભા સંબોધી નવો રેકર્ડ સ્થાપિત કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે બ્રહ્મસમાજ નજીક આવેલા અનિલ જ્ઞાન મંદિર ખાતેના મતદાન મથકમાં સવારે ૭–૩૦ વાગ્યાની આસપાસ મતદાન કર્યું હતું. તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી પણ તેમની સાથે રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા અનાયાસે ભેગા થઈ ગયા હતા અને તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ સાધુ વાસવાણી રોડ પર આવેલી રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલમાં સજોડે મતદાન કર્યું હતું. ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલે નાનામવા રોડ પરની ટાગોર વિધાલયમાં, ભાજપના પ્રદેશ આગેવાન નીતિનભાઈ અને વંદનાબેન ભારદ્રાજે કોટેચા હાઈસ્કૂલમાં, લોકસભા ચૂંટણીના રાજકોટની બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ અને કૈલાશબેન ભંડેરીએ કાલાવડ રોડ પર આવેલી માતૃમંદિર સ્કૂલમાં અને મેયર બિનાબેન આચાર્યએ ડી.એચ. કોલેજમાં મતદાન કર્યું હતું.

Read More
પોલીસ કન્ટ્રોલરૂમને મળી રાહત

લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની કે પછી મહાનગર પાલિકાની… પોલીસ કન્ટ્રોલરૂમને સતત ફરિયાદો મળતી હોય જેના કારણે પોલીસ સતત દોડતી રહે છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પોલીસ કન્ટ્રોલરૂમને રાહત મળી હતી. સવારથી બપોર સુધીમાં માત્ર ૬ ફરિયાદો મળી હતી જે અંગે તાત્કાલીક પોલીસ અધિકારીને જાણ કરી આ ફરિયાદનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કન્ટ્રોલરૂમ ખાતે ચૂંટણી અનુસંધાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખાસ વ્યવસ્થા ઉભી કરી હોય અને પીઆઈ કક્ષાના એક અધિકારી સાથે પીએસઆઈ તેમજ કન્ટ્રોલરૂમના સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. પોલીસ કન્ટ્રોલરૂમને મળતી ફરિયાદ અંગે તાત્કાલીક અધિકારી તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી જેને પગલે પોલીસ કન્ટ્રોલરૂમ સવારથી જ ફરિયાદ મળ્યે તુરતં કાર્યવાહી કરવા કામે લાગ્યો હતો. પોલીસ કન્ટ્રોલરૂમને મળેલી ફરિયાદોમાં પહેલી ફરિયાદ કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી જેમાં રાજકોટના અલગ–અલગ તમામ બૂથોમાં ૧૦૦ મીટરના એરિયામાં ભાજપ પક્ષની કમળની નિશાનીવાળા ચિન્હોવાળી ઝંડી ફરકતી હોવાનું જણાવતાં આ બાબતે નાયબ ચૂંટણી અધિકારીને જાણ કરી આ અંગે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. યારે બીજી ફરિયાદ એડવોકેટ અભય ભારદ્રાજે કરી હતી. તેમણે કન્ટ્રોલરૂમને વિધાનસભા ૭૧ બૂથ નંબર–૧૪૭, ૧૪૮માં કોઠારિયા રોડ, વેલનાથપરા, એ.કે. વિધાલય પાસે, સતુભા જાડેજા મતદારોને મતદાન કરવા જતાં રોકતાં હોવાનું જણાવ્યું હોય આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે, બનાવ સ્થળે કોઈ મળ્યું ન હતું. અન્ય ફરિયાદમાં ભકિતનગર ગ્રુપ–૨ દ્રારા સરસ્વતી વિધાલય મંદિર, બૂથ નં.૨૨૮માં ઈવીએમમાં ક્ષતિ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે કોઈ અધિકારીને જાણ કરવા સૂચન કર્યું હતું. જો કે, ઈવીએમ બૂથ નં.૨૨૮નું મશીન કાર્યરત થઈ ગયાનો વળતો મેસેજ કન્ટ્રોલરૂમને મળ્યો હતો. યારે ગાંધીગ્રામ વિસ્તારના વોર્ડ નં.૧ના કોર્પેારેટર બાબુભાઈ આહિરે જાકીર હત્પસેન સ્કૂલ રૈયાધારમાં કોંગ્રેસના કાર્યકરો મતદારોને રિક્ષામાં ભરી મતદાન મથકે લઈ જતાં હોવાની ફરિયાદ કરી હતી. આ બાબતે યુનિવર્સિટી પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એએલ આચાર્યને જાણ કરી પીએસઆઈ બી.જી. ડાંગરને તપાસ કરવા માટે રવાના કરાયા હતા. જો કે, બાબુભાઈ આહિર મળી આવ્યા ન હતા અને તેમને ફોન કરતાં કોઈ કાર્યકર્તાએ તેમને આ બાબતે ફોન કરેલ હોવાનું જણાવ્યું હતું. યારે સોનુભાઈએ બાપુનગર શેરી નં.૧૩, દેના બેન્કની સામે કારખાનામાં મતદાન માટે જવા દેતા ન હોવાની ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદવાળી જગ્યાએ પહોંચતા સોનુભાઈ મળી આવ્યા ન હતા. કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ કન્ટ્રોલરૂમને ભાજપની ઝંડીઓ બાબતની ફરિયાદો કરી હતી ઉપરાંત મધુરમ પાર્ક સામે ભાજપની ઝંડીઓ ફરકતી હોવાની ફરિયાદને પગલે ચૂંટણી અધિકારીને જાણ કરી આ ઝંડીઓ હટાવી હતી. આમ, પોલીસને બપોર સુધી ૬ ફરિયાદો મળી હોય જેનું જે તે વિસ્તારના પોલીસ અધિકારી કે ચૂંટણી અધિકારીને સૂચન કરી ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું

Read More
વિસાવદરમાં CMની સભા અચાનક રદ્દ

સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે જૂનાગઢના વિસાવદર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ કરવામાં આવતા એવો ગણગણાટ શરૂ થયો છે કે કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો ન પહોંચતા અને ખુરશીઓ ખાલી રહેતા આ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપે એવો દાવો કર્યો છે કે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોડીનાર ખાતે હોવાથી તેમની સભામાં સીએમની હાજરી અનિવાર્ય હોવાથી કાર્યક્રમ રદ્દ કરાયો છે. કોંગ્રેસના કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી:વિસાવદરમાં આયોજીત આ કાર્યક્રમમાં વિજય રૂપાણી અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર રહેવાના હતા. જોકે, કાર્યક્રમ સ્થળે માણસો એકઠા થયા ન હતા અને ખુરશીઓ ખાલી રહેતા ભાજપ પ્રમુખ કિરિટ પટેલે સીએમ હાજર નહીં રહે તેવી જાહેરાત કરી હતી. કિરિટ પટેલે જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બેઠક બોલાવી હોવાથી સીએમ સહિતના લોકોએ ત્યાં હાજરી આપવાની છે. આથી તેઓ બક્ષીપંચના કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. બીજી તરફ કાર્યક્રમ રદ્દ થતાં કાર્યકરોમાં નારાગી જોવા મળી રહી છે. એક તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસના એમ બે કાર્યક્રમ હોવાથી ભાજપના કાર્યક્રમમમાં સંખ્યા ન થતાં પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યક્રમમાં વિશાળ જનમેદની જોવા મળી હતી.

Read More
સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. પવન ફૂંકાતા રાજકોટમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. રાજકોટના ઇશ્વરિયા ગામે અમી છાંટણા થયાનું જાણવા મળી રહ્યું છે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું છે. ભારે પવનને કારણે માછીમારોને અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દ્વારકાનો દરિયો તોફાની બનતા 5થી 6 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રૂપેણ બંદરની બે બોટ ડૂબી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 6 ખલાસીઓની બચાવી લીધા છે અને એક લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે. કેરીના પાકને નુકસાન જવાની ભીતિ: કમોસમી વરસાદ પડે તો ખાસ કરીને ગીરસોમનાથ અને જૂનાગઢની કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. આ સિવાય તલ, બાજરી જેવા ઉનાળુ પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. વાદળછાંયા વાતાવરણને કારણે સૌરાષ્ટ્રમાં ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી છે.

Read More
રાજકોટમાં મવડી બ્રિજ ખુલ્લો મુકાયો, સવા લાખ વાહનચાલકોને રાહત

રાજકોટમાં રોજ એક લાખથી વધુ વાહન ચાલકો જ્યાંથી પસાર થાય છે તે મવડી ચોકના ફ્લાયઓવર બ્રિજનું કામ નવમાસ મોડું થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને અંતે મહાપાલિકાના શાસકોએ આ બ્રિજનો આજે ખુલ્લો મુક્યો હતો. હાલમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય આ અંગે કોઈ કાર્યક્રમ કરી શકાય તેમ ન હોવાથી કોઈ લોકાર્પણ ન કાર્યક્રમ વગર આ બ્રિજ ખુલ્લો મુકાયો છે અને વાહન વ્યવહાર શરૂ થતા લોકોએ ત્રણ વર્ષ બાદ રાહતનો શ્વાસ લીધો હતો. રૂપિયા 32 કરોડના ખર્ચે આ બ્રિજ મહાપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે. જેના કારણે હવે શહેરના કુલ 10.7 કિલોમીટર લાંબા બીઆરટીએસ રૂટ પર આ ત્રીજો ફ્લાયઓવર છે. જેથી અમદાવાદ રોડ જામનગર રોડ મોરબી વગેરે તરફથી આવતા વાહનો આ બ્રિજ પર થઈને ગોંડલ સોમનાથ જુનાગઢ તરફ જઈ શકશે. આ બ્રિજનું આજે કોંગ્રેસે જનતા લોકાર્પણ કર્યાનો દાવો કર્યો છે તો ભાજપે લોકાર્પણ વગર કે કાર્યક્રમ વગર ખુલ્લો મૂકાયાનો જાહેર કર્યું છે.

Read More
પોલીસ કર્મચારી અને હોમગાર્ડનું પોસ્ટલ બેલેટથી મતદાન

લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને હોમગાર્ડ માટેનું પોસ્ટલ બેલેટ મતદાન આજે પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલ તાલીમભવન ખાતે ગોઠવવામાં આવ્યું હતું. રાજકોટની લોકસભાની ચૂંટણી પૂર્વે પોસ્ટલ બેલેટ જનરેટ થઈને સીલીકેશન કમિશન તરફથી આવ્યા હતા. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૧૧૬૭ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ ૪૦૦ જેટલા હોમગાર્ડના જવાનો મળી આશરે ૧૬૦૦ જેટલા પોસ્ટલ બેલેટ જનરેટ થયા હતા જેનું મતદાન પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવ્યું હતું. બપોરે ૨.૦૦ વાગ્યા સુધી પોલીસ કર્મચારીઓના ૧૧૬૭ પોસ્ટલ બેલેટમાંથી ૫૫૦ યારે હોમગાર્ડના ૪૦૦માંથી ૧૫૦ જેટલા કર્મચારીઓએ મતદાનની ફરજ નિભાવી હતી. સવારે ૧૦.૦૦ વાગ્યાથી શરૂ થયેલા આ પોસ્ટલ બેલેટ મતદાનમાં સાંજ સુધી ૮૦ ટકા જેટલું મતદાન થાય તેવી શકયતા છે. આ મતદાન બાદ મતપેટીઓને સીલ કરી સલામત સ્થળે રાખવામાં આવશે. પોલીસ અધિકારીઓ અને ચૂંટણી શાખાના સ્ટાફને આ મતદાન માટે ખાસ ફરજ સોંપવામાં આવી હતી. આજે યોજાયેલા મતદાનમાં પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ પોતાની મતદાનની ફરજ નિભાવી હતી

Read More
ગુજરાતમાં આજથી પ્રચારમાં ગરમાવો

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં પણ ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ લોકો વચ્ચે જઈને સભાઓ હજવી રહ્યાં છે. આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે રામનવમીનાં પર્વથી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રોડ- શો અને ગ્રુપ બેઠકો યોજવાના છે. તો આવતી કાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકતે આવશે. એના બીજા જ દિવસે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાઓ ગજવશે. આજે અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. અમિત શાહ સવારે 9 કલાકે સાબરમતી વિધાનસભામાં પ્રચાર શરૂ કરશે. તો રાણીપ, સાબરમતી, ડિ કેબીન વોર્ડના ચેરમેન સેક્રેટરી સાથે બેઠક કરેશે. 10 કલાકે ચાંદલોડિયા વોર્ડના ચેરમેન સેક્રેટરી સાથે બેઠક યોજશે. સવારે 11 કલાકે ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક કરેશે. ત્યાર બાદ ગોતા વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ સાથે શાહની બેઠક થશે. બપોરે 1.30 કલાકે નારણપુરા વિધાનસભામાં બેઠક, અહીં તેમની નારણપુરા વોર્ડના ચેરમેન સેક્રેટરીઓ સાથે બેઠક યોજાશે. બપોરે 2.30 કલાકે નવાવાડજ, સ્ટેડીયમ વોર્ડ સાથે બેઠક કરશે. સાંજે 5થી 7 કલોલ વિધાનસભામાં બેઠક કરશે. રાત્રે 8.30 કલાકે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં બેઠક થશે. ગાંધીનગર તાલુકાના 12 ગામોના આગેવાનો સાથે બેઠક યોજાશે. રાત્રે 9.30 કલાકે ગાંધીનગરના મુખ્ય કાર્યકતર્ઓિને મળશે. અમિત શાહ બાદ બીજા દિવસે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ત્રણ લોકસભા મતક્ષેત્રોમાં સભાઓ સંબોધશે. તેમની સાથે તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયકાં ગાંધી પણ જોડાશે. તેઓ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતમાં તેઓ ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 15 એપ્રિલને સોમવારે સવારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ એક જ દિવસમાં ત્રણ ચૂંટણી સભાઓ સંબોધશે. ત્યારબાદ 18 એપ્રિલે કેશોદ અથવા પોરબંદરમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ યોજશે. જ્યાર બાદ 20મી એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં જાહેરસભા કરશે તેમ કોંગ્રેસના આંતરિક સૂત્રો કહી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. ત્યાંથી 2.30 કલાકે સાબરકાંઠા લોકસભા માટે હિંમતનગરમાં ભાજપ્ની જાહેરસભા સંબોધશે. બુધવારે ત્યાંથી સાંજે 4 કલાકે સુરેન્દ્રનગરમાં અને સાંજે 7 વાગ્યે આણંદમાં પ્રચાર કરશે. રાત્રે ગાંધીનગરમાં રોકાણ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપ્ના આગેવાનો સાથે રાજ્યની 26 બેઠકો ઉપર ભાજપ્ની સ્થિતિ અંગે સમિક્ષા પણ યોજશે. બીજા દિવસ ગુરુવારે 18 એપ્રિલની સવારે વડાપ્રધાન અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે.

Read More
બોગસ લાયસન્સ કાંડમાં RTO સ્ટાફની સંડોવણી હોવાની આશંકા

આરટીઓ રોડ, મનહર સોસાયટીમાં બોગસ દસ્તાવેજો વડે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવી આપવાના ગુનામાં આરટીઓ એજન્ટ હેમાંશુ હસમુખ વાળા(ઉ.વ.૨૬) પકડાવા સાથે તેની પાસેથી ૧૧ બોગસ લાયસન્સ મળી આવતાં સમગ્ર પ્રકરણમાં આરટીઓ સ્ટાફના અધિકારી કે કર્મચારીઓ પણ સંડોવાયા હોવાની આશંકા સાથે એસઓજીએ એજન્ટની વધુ પૂછપરછ માટે આજે તેને કોર્ટમાં રજૂ કરીને તા.૧૮ સુધીના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સ્પેશ્યલ ઓપરેશન ગૂ્રપના સૂત્રોએ જણાવ્યું કે, બી.કોમ. સુધીનો અભ્યાસ કરનારો હેમાંશુ છેલ્લા અઢી વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે, છેલ્લા બે વર્ષથી તે બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને લાયસન્સ કઢાવી આપતો હોવાનું જણાઈ આવ્યું હતું. તે કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી અગાઉના ગ્રાહકના સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ, જન્મનો દાખલો, પોલીસ વેરિફિકેશનના દાખલા સહિતના દસ્તાવેજો તેણે સ્કેન કરીને રાખ્યા હતા. બાદમાં લાયસન્સ મેળવવાની લાયકાત ન ધરાવતા ગ્રાહકોના નામ એડીટીંગ કરીને દસ્તાવેજોમાં ઉમેરીને લાયસન્સ કઢાવવા આરટીઓ ઓફિસમાં રજૂ કરી દેતો. આ શખ્સ સાથે આરટીઓ સ્ટાફના કોઈ અધિકારી કે કર્મચારીઓ પણ સામેલ હોવાની આશંકા જતાં પોલીસે વધુ તપાસ માટે આજે રિમાન્ડ મેળવી પૂછપરછ આગળ વધારી હતી. દસ્તાવેજો કોણે ચકાસ્યા એની તપાસ બાદ આરટીઓ સ્ટાફની સંડોવણી સામે આવશે એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. દરોડા વખતે પોલીસે કબજે કરેલા ૧૯ લર્નિંગ લાયસન્સની આરટીઓના રેકર્ડ વડે ચકાસણી કરવામાં આવતા ૧૧ બોગસ હોવાનું ખૂલ્યું હતું.

Read More
હાર્દિક પટેલ ફોર્ચ્યુનરમાંથી સીધો હેલિકોપ્ટરમાં રાજકોટ આવ્યો

જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ફોર્ચ્યુનરમાંથી સીધો હેલિકોપ્ટરમાં આવતા જ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજકોટ એરપોર્ટ પરથી તે કાલાવડ સભા માટે બાય રોડ કારમાં ગયો હતો. કાલાવડમાં ભાજપ વિરૂદ્ધ તેણે પ્રહાર કર્યા હતા.

Read More
નયનાબા અને તેના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

લોકસભાની ચૂંટણીને લીધે પક્ષપલટાની મોસમ ખીલી છે ત્યારે સેલિબ્રિટી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં પણ દેખીતું વિભાજન થઈ ચૂક્યું છે. જાડેજાના પત્ની રિવાબા અગાઉ ભાજપમાં જોડાયા બાદ ટિકિટની દાવેદારી કરી હતી. હવે જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નયનાબા કૉંગ્રેસમાં જોડાતાં પરિવારનો આંતરિક વિખવાદ જાહેરમાં આવી રહ્યો છે. રવિવારે જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલ હાર્દિક પટેલની કાલાવડ ખાતે યોજાયેલી સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેને કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો. એ સાથે, એક જ પરિવારમાં ભાજપ, કૉંગ્રેસ બંનેના ખેસ આવી જવાથી અંદરોઅંદર વિખવાદ ચાલતો હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. રિવાબાને તો તૈયાર ભાણું મળ્યું છે: નયનાબા અગાઉ રિવાબા ભાજપમાં જોડાયા અને જામનગર બેઠક માટે દાવેદારી નોંધાવી ત્યારે પ્રતિક્રિયા આપતાં રવિન્દ્રના બહેન નયનાબાએ મોઘમ શબ્દોમાં કહ્યું હતું કે, “રિવાબાને તો તૈયાર ભાણું મળ્યું છે. અમારે તો મહેનત કરવી પડી છે.” રવિન્દ્રને ક્રિકેટર બનાવવામાં બહેનનું યોગદાન સાધારણ ક્ષત્રિય પરિવારના રવિન્દ્રને ટોચનો ક્રિકેટર બનાવવામાં પિતા અનિરુદ્ધસિંહ ઉપરાંત બહેન નયનાબાનું સવિશેષ યોગદાન રહ્યું છે. રવિન્દ્રના માતાનું અવસાન થયા પછી નયનાબાએ જ પરિવારની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી અને ભાઈ રવિન્દ્રને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યો હતો. રવિન્દ્રએ પણ અગાઉ અનેક વખત જાહેરમાં પિતા-બહેનના યોગદાનને સ્વિકાર્યું છે. ... પણ હવે તો સર્વ સત્તા રિવાબાને જ સ્વાધિન જો કે રવિન્દ્રના લગ્ન પછી પરિસ્થિતિ ક્રમશ: બદલાવા લાગી હોય તેમ જણાય છે. એવું અનુમાન કરવા માટેના કેટલાંક કારણો છે. 1. રિવાબા દિલ્હીમાં ઉછર્યાં, ભણ્યાં હોવાથી હાઈ પ્રોફાઈલ છે. અગાઉ સાધારણ સ્થિતિ ધરાવતા જાડેજા પરિવારનો આરંભિક સંઘર્ષ તેમણે જોયો નથી. 2. રિવાબા કરણી સેના સાથે જોડાયા એ અગાઉ નયનાબા ભારતીય વૂમન પાર્ટીમાં જોડાયા હતા. રિવાબા ભાજપમાં જોડાયા એ પછી તરત નયનાબા કૉંગ્રેસમાં જોડાયા છે. 3. રિવાબા સાથે મહદઅંશે તેમના પિતા હરદેવસિંહ સોલંકી જ જોવા મળે છે. ભાજપમાં દાવેદારી નોંધાવતી વખતે પણ હરદેવસિંહ જ સાથે હતા. રવિન્દ્રના પિતા કે બહેન તેમની સાથે ભાગ્યે જ જોવા મળ્યાં છે.

Read More
ઇન્દિરા સર્કલ પાસે યુવાનની હત્યા

રાજકોટમાં પોલીસના ચેકિંગ છતાં ગુનાખોરીએ માજા મુકી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે ગઈકાલે મોડીરાત્રે ગોલાની દુકાને સામું જોવા જેવી નજીવી બાબતે બે પોલીસ કોન્સ્ટેબલ અને તેના ચાર મિત્રોને જસદણના બે કાઠી દરબાર યુવાનો સાથે થયેલા ઝઘડા બાદ બે પોલીસ કોન્સ્ટેબલ સહિતના શખસોએ બન્ને યુવાનો પર કરેલા હુમલામાં એકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યામાં સંડોવાયેલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના શખસોને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચ, યુનિવર્સિટી પોલીસ અને ગાંધીગ્રામ પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. મોડીરાત્રે બનેલા બનાવમાં ગાંધીગ્રામ પોલીસે હત્યા તેમજ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મુળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈત્તરિયા ગામના વતની અને હાલ રાજકોટના સરદારનગર, એસ્ટ્રોન ચોક પાસે શિવશકિત એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં દેવેન્દ્ર ઉર્ફે બાઉભાઈ હરેશભાઈ ઉર્ફે બાબાભાઈ ધાંધલની ફરિયાદને આધારે અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર અને હાલ પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિજય રાયધન ડાંગર, ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ હિરેન ખેરડિયા તથા તેના મિત્ર અર્જુનસિંહ ચૌહાણ તથા તેના ચાર મિત્રો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાજકોટમાં રહેતા દેવેન્દ્રને ત્યાં મુળ જસદણના કુલદીપ ખવડ અને ભાડલાના આણંદપુરના વતની અભિલવ ઉર્ફે લાલો રાજકોટ આવ્યા હતા અને દેવેન્દ્ર, તેના મિત્ર અભિલવ, કુલદીપ, ભગીરથ અને સંજય ગઈકાલે મોડીરાત્રે ૧૫૦ ફટ રોડ પર આવેલ મહાદેવ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા યાંથી પરત આવતા હતા ત્યારે સંજય, ભગીરથ અને દેવેન્દ્ર એસ્ટ્રોન ચોક તરફ પોતાના ફલેટે જવા રવાના થયા હતા. યારે કુલદીપ અને અભિલવ બન્ને ઈન્દિરા સર્કલ પાસે આવેલ આઝાદ ગોલાની દુકાને ગોલા ખાવા ગયા. અભિલવ અને કુલદીપ બન્ને ગોલા ખાવા ઉભા હતા ત્યારે સામું જોવા બાબતે પોલીસ કોન્સ્ટેબલ વિજય રાયધન ડાંગર અને હિરેન ખેરડિયા સહિતના સાત શખસો સાથે ઝઘડો થયો હતો અને થોડીવારમાં જ આ ઝઘડો ઉગ્ર બનતાં સાતેય શખસોએ બન્ને મિત્રો ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો જેમાં કુલદીપના પેટ તેમજ ગળાના ભાગે યારે અભિલવને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને બન્નેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં કુલદીપ ખવડનું સારવાર દરમિયાન મોત થયું હતું. યારે અભિલવની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં એસીપી પ્રમોદ દિઓદર, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ ઓડેદરા તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસ કોન્સ્ટેબલ સહિતના સાત શખસોની શોધખોળ શરૂ કરી છે. કાર લે–વેચનું કામ કરતો અભિલવ કોર્ટ મુદતે અને મિત્ર કુલદીપ પરીક્ષા આપવા રાજકોટ આવ્યો’તો મુળ જસદણના કુલદીપ ખવડને પરીક્ષા હોય અને તેને પોતાની કારના પાર્ટસ ખરીદવા હોય તે ગઈકાલે રાજકોટ આવ્યો હતો તેની સાથે અભિલવને ગઈકાલે રાજકોટ કોર્ટની મુદત હોય તે પણ રાજકોટ આવ્યો હતો. અભિલવ અને કુલદીપ ખવડ બન્ને પોતાના મિત્ર મુળ ગઢડાના દેવેન્દ્ર ધાંધલને ત્યાં રોકાયા હતા અને રાત્રીના મિત્રો સાથે ૧૫૦ ફટ રોડ પર જમવા ગયા બાદ પરત આવ્યા ત્યારે દેવેન્દ્ર સહિતના અન્ય ત્રણ મિત્રો ફલેટે સુવા માટે ગયા યારે કુલદીપ અને અભિલવ બન્ને ઈન્દિરા સર્કલ પાસે ગોલા ખાવા ગયા ત્યારે આ ઘટના બની હતી અભિલવના દોઢ માસ પૂર્વે જ લ થયા’તા, મૃતક કુલદીપના દીવાળી ઉપર લ લેવાના હતા મૃતક કુલદીપ ખવડના મોતથી પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. તાજેતરમાં જ કુલદીપની સગાઈ થઈ હતી અને તેના દીવાળી બાદ લ લેવાના હતા યારે ઈજાગ્રસ્ત અભિલવના દોઢ માસ પૂર્વે જ લ થયા હતા. કાઠી પરિવારના ઘરે દોઢ માસ પૂર્વે અભિલવના લની શરણાઈ ગુંજી હતી ત્યારે આ બનાવ બાદ કાઠી પરિવારના પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હોય પરિવારજનો ભારે ચિંતીત બની ગયા છે મુખ્યમંત્રીનું શહેર જ ‘અસલામત’: રાજકોટમાં પોલીસ જ બની ગુનેગાર સૌરાષ્ટ્ર્રમાં શાંત ગણાતા અને રંગીલા શહેર તરીકેની પ્રસિધ્ધિ મેળવનાર ગુજરાતના મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટ શહેરમાં જ હવે ગુનાખોરીએ માજા મુકી છે. મુખ્યમંત્રીનું શહેર જ હવે અસલામત બની રહ્યું છે. પોલીસની ઢીલી નીતિ અને ગુનેગારો ઉપરની પકડ ઢીલી થતાં ગુનાખોરી વધી છે. સાથે સાથે રાજકોટમાં અન્ય ગુનાઓનો ગ્રાફ વધ્યો છે. સલામત શહેર અને મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં ‘રક્ષક જ ભક્ષક’ બન્યા છે. ગઈકાલે રાત્રે ઈન્દિરા સર્કલ પાસે અગાઉ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ પ્ર.નગર પોલીસમાં ફરજ બજાવતા અને બહુમાળી ભવન પાસે ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવનાર વિજય રાયધન ડાંગર નામના કોન્સ્ટેબલ અને ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હિરેન ખેરડિયા અને તેના સાગ્રીતોએ બે મિત્રો ઉપર હુમલો કરી એક યુવાનની હત્યા કરી નાખતા શહેરભરમાં સનસનાટી મચી ગઈ છે. મુખ્યમંત્રીનું સલામત શહેર પોલીસ જ હવે ગુનેગાર બનતાં ભયના માહોલમાં જીવી રહ્યું છે યોગ્ય કાર્યવાહીની પોલીસ કમિશનરે ખાતરી આપ્યા બાદ લાશ સ્વીકારાઇ ઇન્દિરા સર્કલ પાસે કાઠી યુવાન કુલદિપ ખવડની હત્યા અને અભિલવ ઉપર હુમલાની ઘટના બાદ કરણી સેના અને કાઠી ક્ષત્રિય સમાજ દ્રારા મૃતદેહ સ્વકારવાનો ઇન્કાર કર્યેા હતો અને આ અંગે રેલી કાઢી પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માગ કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કડક કાર્યવાહીની ખાત્રી અને હત્યામાં સંડોવાયેલા બન્ને કોન્સ્ટેબલ સામે ગુનેગારની જેમ જ કાર્યવાહી થશે તેવી ખાત્રી આપ્યા બાદ કુલદિપ ખવડના પરિવારજનોએ લાશ સ્વીકારી હતી અને અંતિમવિધિ માટે મૃતદેહને વતન જસદણ લઇ જવાયો હતો.

Read More
ખેડૂતોનું હલ્લાબોલ: 36 ખેડૂતોની ઇચ્છામૃત્યુની માગણી

પાક વીમા સહિતની પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માગણીઓ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે આજે કિસાનોએ રાજકોટ ખાતે રેસકોર્સના ગ્રાઉન્ડમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું અને સભા પુરી થયા બાદ રેલીના સ્વપે કલેકટર કચેરીએ જવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને બહમાળી ભવન નજીક જ અટકાવ્યા હતા. આ વખતે પોલીસ અને કિસાનો વચ્ચે ઉગ્ર માથાઝીંક અને ચડભડ થવા પામી હતી. પોલીસે આ સંદર્ભે ભારતીય કિસાન સંઘના આઠ આગેવાનોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખિયાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંબંધિત સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, જો અમારી માગણીનો ત્વરીત નિકાલ નહીં થાય તો અમે રાજકોટ જિલ્લાના 11 તાલુકાના ખેડૂતો ન્યાય મેળવવા માટે ઉગ્ર આંદોલન કરશે અને આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપશે. રાજકીય પક્ષોના કાર્યકરોને ગામડાંમાં પ્રવેશવા દેવાશે નહીં, મતદાનનો બહિષ્કાર કરાશે, ગામડાંઓ બંધનું એલાન અપાશે, રસ્તા રોકો આંદોલન કરાશે, દૂધ, શાકભાજી અને અનાજનું વેચાણ બંધ કરાશે, સ્વૈચ્છિક મૃત્યુ માટેની માગણી કરવામાં આવશે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, પાકવીમાના પ્રશ્ર્ને અમે રાષ્ટ્રપતિ સમક્ષ પણ રજૂઆત કરી છે અને જો પાકવીમો ન મળે તો મજબુરીથી મોતનો રસ્તો અપ્નાવવો પડશે અને આ માટે માગણી કરનાર 36 ખેડૂતોનું લિસ્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું છે. રાજકોટમાં આજે ખેડૂતોની રેલી નીકળવાની છે તેવી અગાઉથી જાહેરાત કરવામાં આવી હોવાથી પોલીસ સાબદી બની ગઈ હતી અને ગઈકાલે રાત્રે વીંછિયા, જામકંડોરણા સહિતના અનેક તાલુકામાં ભારતીય કિસાન સંઘના કાર્યકરોને મોડીરાત્રે પોલીસ સ્ટેશને બોલાવી બેસાડી દેવાયા હતા અને આંદોલન કચડી નાખવા માટેના પ્રયાસો કરાયા હતા તેવો આક્ષેપ પણ કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલ છે. કિસાન સંઘના આજના આંદોલનમાં પ્રમુખ દિલીપભાઈ સખિયા, રમેશભાઈ ચોવટિયા, મનોજભાઈ ડોબરિયા, ઠાકરશીભાઈ પીપળિયા, ભરતભાઈ પીપળિયા, રમેશભાઈ હાપલિયા, મહિપાલસિંહ જાડેજા, ધીભાઈ વડોદરિયા, ધર્મેશભાઈ સોરઠિયા, પરેશભાઈ રૈયાણી, અશોકભાઈ મોલીયા, ભૂપતભાઈ પટેલ, રાજુભાઈ, વિનુભાઈ, શાંતિલાલ વેગળ, સંજયભાઈ, કિશોરભાઈ લકકડ, માવાણીભાઈ, મગનભાઈ, હિતેષભાઈ ઠુંમર, ઝાલાભાઈ, કાળુભાઈ, રાજુભાઈ ભૂત, જીતુભાઈ સંતોકી તેમજ તાલુકાના દરેક પ્રમુખો, મંત્રીઓ તેમજ કાર્યકતર્ઓિ ઉપસ્થિત રહ્યા હતા. સભા અને રેલીના કાર્યક્રમો પુરા થયા બાદ ભારતીય કિસાન સંઘના આગેવાનો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેકટર કચેરીમાં મજબૂત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Read More
કોંગ્રેસના કગથરાએ શકિત પ્રદર્શન કરી ફોર્મ ભર્યુ

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યા બાદ આજે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ નવી કલેકટર કચેરીમાં રિટનિગ ઓફિસર ડો.રાહુલ ગુા સમક્ષ પોતાનું ફોર્મ ભર્યું હતું અને ડમી ઉમેદવાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ફોર્મ ભર્યું છે. કગથરાએ ફોર્મ ભર્યું ત્યારે બ્રિજેશ મેરજા, મહેશ રાજપૂત, જાવેદ પીરઝાદા અને ડાયાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની માફક કોંગ્રેસે પણ ફોર્મ ભરતાં પૂર્વે બહુમાળી ભવન ચોકમાં જાહેરસભા યોજી હતી અને શકિત પ્રદર્શન કર્યું હતું. જાહેરસભાને સંબોધતાં કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપનો ગઢ છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આપણે આ ગઢ તોડીને બતાવીશું. પાકવીમાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. નોટબંધીના કારણે ૧.૧૦ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે, યુવાનો બેકાર રખડે છે, ભાજપે યુવાનો, ગામડાંઓ અને ખેડૂતોને બરબાદ કરી દીધા છે. જામનગરના બ્રાસપાર્ટ, જેતપુરના સાડી ઉધોગ અને રાજકોટના ઓટો પાર્ટસ ઉધોગને આ સરકારે ભાંગી નાખ્યો છે. ભાજપના ઉમેદવાર ખુદ સિરામિક એકમ ધરાવતા હોવા છતાં મોરબીના સિરામિક ઉધોગના પ્રશ્નોને કેન્દ્ર સરકારમાં રજૂ કરી શકયા નથી કારણ કે, ભાજપમાં ગયા બાદ તે મીંદડી બની ગયા છે. ભાજપને મત આપવો એ પાપ સમાન છે. જો કોઈ અધિકારી કે કર્મચારી હેરાન–પરેશાન કરતાં હોય તો મારું નામ આપજો અને અધિકારી ઉભો ન થઈ જાય તો મને કહેજો. નોટબંધીએ લોકોને છતે પૈસે ભીખારી બનાવી દીધા હતા. નોટબંધી દરમિયાન કોઈ કરોડપતિ લાઈનમાં જોવા ન હતો મળ્યો તેમ જણાવતાં લલિતભાઈ કગથરાએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમે બધા કાર્યકરો દિલ દઈને કામે લાગી જાઓ તેવી મારી અપીલ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, આપણા ઉમેદવારે ગ્રેયુએટ છે અને સામેના ઉમેદવાર માત્ર ૮ ધોરણ પાસ છે. ચોકીદારો જ ચોર હોવાથી ગઈકાલે ભાજપની સભામાં અનેકના ખીસ્સા કપાયા હતા. જો કોઈ અધિકારી કોંગ્રેસના કાર્યકરને દબાવે તો લલિતભાઈને ન કહેતાં મને કહેજો. રાજકોટ જિલ્લા કલેકટરે મને તુકારો દીધો પછી શું પરિણામ આવ્યું તે વીડિયો જોઈ લેજો. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ જણાવ્યું હતું કે, જો ભાજપ તમામ બેઠકો જીતતું હોય તો અમારા ૬ ધારાસભ્યોને શા માટે ‘જમાઈ’ બનાવ્યા ? સાબરિયા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ભ્રષ્ટ્રાચારી અને હવે ભાજપમાં જવાથી જાણે ગંગા સ્નાન કરી લીધું હોય તેમ ચોખ્ખા થઈ ગયા છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસરભાઈ નાકિયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત બ્રિજેશભાઈ મેરજા, જશવંતસિંહ ભટ્ટી, ભોળાભાઈ ગોહેલ, હેમાંગભાઈ વસાવડા, મનસુખભાઈ કાલરિયા સહિતનાઓએ પ્રવચનો કર્યા હતા. આભારવિધિ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરાએ કરી હતી સભાની સાથે–સાથે… ભાજપના મોહનભાઈ કુંડારિયા સાંસદ બન્યા પછી મીંદડી બની ગયા છે અને પોતાના જ સિરામિક ઉધોગના પ્રશ્નો કેન્દ્ર સરકારમાં રજૂ કરી શકતા નથી: લલિત કગથરા જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બનેલા અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અવસરભાઈ નાકિયાએ લલિતભાઈની અટકમાં કગથરાને બદલે ‘કંગસરા’નો ઉચ્ચાર કરતાં શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કલેકટર સહિતના અધિકારીઓ સંબંધે ઉદબોધનમાં કોંગ્રેસના અનેક આગેવાનો ભાષાકિય સંયમ ગુમાવી ચૂકયા હતા ફોર્મ ભરતી વખતે માત્ર પાંચ વ્યકિતને એન્ટ્રી હોય છે પરંતુ કલેકટરની ચેમ્બરમાં આખું ધાડું આવી ગયું હતું અને તેમને બહાર કાઢવા પડયા હતા કોંગેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આવી જતાં મેઈન ગેટ ઉમેદવારની એન્ટ્રી પછી બધં કરવો પડયો હતો. ઉમેદવારના નામે જો કોઈ ગુના હોય તો તેની જાહેરાત ઉમેદવારે પોતાના ખર્ચે અખબારમાં ત્રણ વખત આપવાની થાય છે તેવી કલેકટરે આજે એમને જાણ કરી હતી. તા.૮ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને તા.૮ના બપોરે ૩–૧૫ કલાકે ઉમેદવારો સાથે કલેકટર તત્રં મિટિંગ કરીને ખર્ચ સહિતની વિગતોની જાણકારી આપશે

Read More
રાજકોટની મહિલા તબીબે ગર્ભમાં પુત્ર હોવા છતાં નાણાંની લાલચે અનેક ગર્ભપાત કરી નાખ્યા

રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે કોઠારિયા રોડ પર ફોરમ કિલનિકમાં દરોડો પાડી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૃત્ય રંગેહાથ ઝડપી લીધું હતું. ભાજપના અગ્રણીના નજીકની ગણાતી મહિલા તબીબ સંચાલીકાની ધરપકડ કરાઈ છે. આ મહિલા તબીબ ગર્ભ પરિક્ષણ માટે રૂા.૨૫,૦૦૦ અને ગર્ભપાત માટે રૂા.૨૫,૦૦૦નું પેકેજ રાખ્યું હતું. નાણાંની લાલચે ગર્ભમાં પુત્ર હોવા છતાં પુત્રી હોવાનું કહી અનેક દંપતીને ખોટી માહિતી આપી ગર્ભપાત કરાવ્યાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસે દરોડા પાડતા ફોરમ કિલનિકની સંચાલીકા ડો.હીના પરેશ ટીલાળા (ઉ.વ.૪૩, રહે.નીલકઠં પાર્ક, એમ–૨૧, કોઠારિયા રોડ) ગર્ભ પરિક્ષણ કરતાં રંગે હાથ ઝડપાઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી ટ્રેપ ગોઠવી હતી. ડો.હીના ટીલાળાએ મહિલા કોન્સ્ટેલબ ડમી દર્દીને ગર્ભ પરિક્ષણ કરવાની હા પાડી ગર્ભમાં પુત્રી હોય તો ગર્ભપાત કરી આપશે તેમ જણાવી અડધા લાખનું પેકેજ આપ્યું હતું. પોલીસે પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં ભાજપના અગ્રણી કે તેના વેવાઈમાં પરિવારમાં નજીકની હોવાનું હીનાએ જણાવ્યું હતું. તેમજ દર્દીઓ સામે ભાજપ અગ્રણીના નામે રોફ જાળતી ડો.હિના પોલીસ દરોડા વખતે ગરીબડી બની ગઈ હતી. ડો.હીનાની પાપલીલા ચોંકાવનારી છે. ગર્ભ પરિક્ષણ માટે રૂા.૨૫,૦૦૦નો ચાર્જ ઉપરાંત પુત્રી હોય તો ગર્ભપાત માટે બીજા રૂા.૨૫,૦૦૦નો ચાર્જ લેતી હીનાએ રૂા.૨૫,૦૦૦ની લાલચે અનેક મહિલાના ભૃણમાં પુત્ર હોવા છતાં પુત્રી હોવાનું કહી ગર્ભપાત કરાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હીનાની પાપલીલાના કારણે અનેક માતાના કુખે ઉછરતાં પુત્રો ગુમાવ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેમજ અનૈત્તિક સંબંધોમાં ગર્ભ ધારણ કરનાર અનેક કુવારી માતાઓએ પણ હીના પાસે ગર્ભપાત કરાવ્યાનું ખૂલ્યું છે. પોલીસે કોઠારિયા રોડ પર આવેલ ફોરમ કિલનિકમાંથી ગર્ભ પરિક્ષણનું વાયરલેસ યુસીજી પોબ, આઈપેડ તેમજ જેલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરવામાં આવતાં સેન્ટ્રલ ઝોનના ડો.હિરેન વસંતરાય વિસાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ડો.હીના ટીલાળા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં દરોડા વખતે કિલનિકમાં હાજર ડો.ગૌસાઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ડો.ગૌસાઈએ પોલીસને જણાવ્યું હતું કે, ફોરમ કિલનિકમાં આવતા મહિલા દર્દીઓના કોમ્પ્યુટરમાં ડેટા રાખવામાં આવતા હોય જેથી હાર્ડડિસ્ક પોલીસે કબજે કરી છે જેની તપાસમાં અત્યાર સુધીમાં ડો.હીના ટીલાળાએ કેટલા ગર્ભ પરિક્ષણ કર્યા તેનો આંકડો પણ બહાર આવશે.

Read More
ઈસ્કોન હાઈટસમાં તસ્કરો ત્રાટકયા

શહેરમાં પોલીસની પકકડ ઢીલી પડતા ચોર, લુંટારૂઓ, ગઠીયાઓ સક્રિય થયા હોય તેમ નાનામવા રોડ પર આવેલ ઈસ્કોન હાઈટસ બિલ્ડીંગમાં ગઈકાલે રાત્રીના તસ્કરોએ બે ફલેટના તાળાં તોડી લાખો રૂપિયાની કિંમતના સોના–ચાંદીના દાગીના સહિતની મત્તાની ચોરી કરી જતાં ક્રાઈમ બ્રાંચ, તાલુકા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો. ટાઈટ સિકયુરીટી સાથેના ઈસ્કોન હાઈટસ બિલ્ડીંગમાં ચોરી થતાં પોલીસે તપાસ કરતા નેપાળી ચોકીદાર લાપત્તા હોય તેના રૂમની તલાશી લેતાં તેમાંથી દારૂની બોટલ, તેમજ સીસીટીવીનું ડીવીઆર ગાયબ હોય પોલીસે શંકાના આધારે ચોકીદારની શોધખોળ કરી છે. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. ઉધોગપતિ પરિવારજનો સાથે ગોંડલના ગોમટા ગામે ગયા હતા અને તેની ઉપર રહેતા કંપનીના મેનેજર ઉપલેટા મામાજીના પુત્રના લ હોય પરિવારજનો સાથે ગયા હોય અંદાજે ૧૨ લાખની કિંમતના સોના–ચાંદીના દાગીના અને રોકડ તસ્કરો ઉઠાવી ગયાનું બહાર આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નાનામવા રોડ પર આવેલ ઈસ્કોન હાઈટસ બિલ્ડીંગમાં ફલેટ નં.૪૦૪ અને ૫૦૨ના ગત રાત્રીના તાળા તોડી તસ્કરો સોના–ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે ૧૨ લાખની ચોરી કરી ગયાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચ, તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ઉધોગપતિ પરીજોતભાઈ જયસુખભાઈ દેપાણી તેના પરિવારજનો સાથે ગત મંગળવારે સવારે ગોંડલના ગોમટા ગામે ગયા હતા. તેમજ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા દિનેશભાઈ લાલજીભાઈ મારવાણીયા તેના પરિવારજનો સાથે ઉપલેટા મામાજીના પુત્રના લ હોય ગયા હોય તેના રેઢા ફલેટમાંથી તસ્કરો સોના–ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી ગયાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસની વિશેષ તપાસમાં ઉધોગપતિના મકાનમાંથી અંદાજે ૪.૫૦ લાખના દાગીના અને ચારેક લાખની રોકડ તેમજ મેનેજરના મકાનમાંથી ૧.૭૫ લાખના દાગીના અને અડધો લાખની રોકડ ઉઠાવી ગયાનું જણાવતા પોલીસે ટાઈટ સિકયુરીટી ધરાવતા ઈસ્કોન હાઈટસના ચોકીદારની તપાસ કરી હતી પરંતુ ચોકીદાર જ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પોલીસે સીસીટીવી ફટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોકીદાર જ ચોર ? પોલીસ તપાસનો ધમધમાટ નાનામવા રોડ પર આવેલ ટાઈટ સિકયુરીટી ધરાવતા ઈસ્કોન હાઈટસમાં ગઈકાલે રાત્રીના એકીસાથે બે ફલેટમાં અંદાજે ૧૨ લાખની મત્તાની ચોરી થતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા શંકાસ્પદ ચોકીદાર ગાયબ હોય તેની ઓરડીની તલાશી લેતાં તેમાંથી દારૂની બોટલ સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા ગતરાત્રીના ચોકીદાર સહિતના શખસોએ દારૂની મહેફીલ માણી ચોકીદાર જ ચોર ? તે અંગે શંકા કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે.

Read More
દરેક બુથ ઉપર ORS અને દવાનો જથ્થો રાખવાનો પણ નિર્ણય

આગામી 23 એપ્રીલે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે આયોજિત થઈ રહેલી ચૂંટણી પહેલા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડીને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવા અપીલ કરી છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં બપોરે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી લોકોને કામ વગર બહાર ન નીકળવા સલાહ આપી છે. લોકોને વધુને વધુ પાણી પીવા, લીંબુ શરબત અને ઓઆરએસ પીવાની સલાહ આપી છે. ચૂંટણી ઉપર દરેક બુથ ઉપર ઓઆરએસ અને દવાનો જથ્થો રાખવાનો પણ નિર્ણય કરાયો છે.

Read More
ભાજપના બાકી રહેલા 7 મહારથીઓ જાણો કોણ હશે?

ભાજપે અત્યાર સુધી 26માંથી 19 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. જોકે હજુ પણ 7 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. ત્યારે ભાજપ આજે વધુ 7 ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે. તાલાલા વિધાનસભા બેઠકના કારણે જૂનાગઢ બેઠકનું કોકડું ગૂંચવાયું છે. તો ઊંઝા વિધાનસભાના કારણે મહેસાણા સીટનું કોકડું ગૂંચવાયું છે. જ્યારે સુરત લોકસભા બેઠક પર પાટીદાર ફેકટરના કારણે કોકડું ગૂંચવાયું છે. આ તરફ પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે ત્યાર બાદ ભાજપ ઉમેદવાર જાહેર કરી શકે છે. તો બનાસકાંઠામાં ટિકિટ ન મળતાં હવે લીલાધર વાઘેલાએ પાટણ બેઠક પર ટિકિટની માગણી કરી છે. મહત્વનુ છે કે, ગુજરાતની 26 બેઠકો પર ભાજપે 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે 7 બેઠકો પરના ઉમેદવારના નામ બાકી છે. ભાજપ દ્વારા અત્યાર સુધી મહત્તમ ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવાર ભાજપ દ્વારા 3 બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે 7 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે. ગુજરાતના ભાજપના 19 ઉમેદવારોની યાદી ગાંધીનગરથી અમિત શાહ (લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાઇ) રાજકોટથી મોહનભાઈ કુંડારિયા રીપીટ જામનગરથી પૂનમબેન માડમ રીપીટ નવસારીથી સી.આર.પાટિલ રીપીટ વલસાડથી કે.સી.પટેલ રીપીટ અમરેલીથી નારણ કાછડિયા રીપીટ વડોદરાથી રંજનબેન ભટ્ટ રીપીટ ખેડાથી દેવુસિંહ ચૌહાણ રીપીટ સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ રીપીટ ભાવનગરથી ભારતીબેન શિયાળ રીપીટ કચ્છથી વિનોદ ચાવડાને રીપીટ અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી રીપીટ ભરૂચથી મનસુખ વસાવાને રીપીટ બારડોલીથી પ્રભુભાઈ વસાવા રીપીટ દાહોદથી જસંવતસિંહ ભાભોરને રીપીટ સુરેન્દ્રનગરથી ડૉ.મહેન્દ્ર મૂજપરાને ટિકિટ (દેવજી ફતેપરાની ટિકિટ કપાઇ) પંચમહાલથી રતનસિંહને ટિકિટ (પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કપાઇ) પોરબંદરથી રમેશ ધડૂકને ટિકિટ (વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કપાઇ) બનાસકાંઠામાં પરબત પટેલને ટિકિટ (હરિભાઇ ચૌધરીની ટિકિટ કપાઇ)

Read More
સેશન્સ કોર્ટે 22માંથી 10 આરોપીઓને દોષીત જાહેર કર્યા

વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં સેશન્સ કોર્ટ 22માંથી 10 આરોપીઓ દોષીત જાહેર કર્યા છે. આ કેસના આજે 22 આરોપીઓ સ્પેશયલ કોર્ટેમાં રજૂ પણ કરાયા હતા. જેમાંથી કોર્ટ 10ને દોષિત ઠેરવ્યા છે. 7 થી 9 જૂન 2009 દરમિયાન અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો. તે સમયે 150 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 250 જેટલા લોકોને ગંભીર અસર થઇ હતી. કેટલાક લોકોએ આંખો પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ કેસમાં તપાસ ચલાવતી ક્રાઇમ બ્રાન્ચે એક પોલીસકર્મી સહિત 39થી વધુ લોકોની ધરપકડ કરી હતી. 22માંથી કેટલાક આરોપીઓ હાલ જામીન પર છે..જોકે આજે 22 આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયા છે. આરોપીઓ સામે ગંભીર આરોપ હોવાથી તેમને જેલમાંથી કાઢવા પર પ્રતિબંધ લગાવતી કલમ 268 સરકારે લગાવી હતી. કાગડાપીઠમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનો કેસમાં ફરિયાદ અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ કરવામાં આવી છે.

Read More
કમલમ્ ખાતે ભાજપનું મહામંથન

મહેસાણા બેઠક પર ઉમેદવાર મામલે કમલમમાં ભાજપનું મંથન ચાલી રહ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રભારી ઓમ માથૂર સાથે ચર્ચા કરી. ભાજપના ઉમેદવારની જાહેરાત મામલે નીતિન પટેલે જણાવ્યું કે ઉમેદવારો મુદ્દે કોઈ કોકડું ગૂંચવાયું નથી. ભાજપના બધા જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. જ્યારે આશાબેન મામલે કોઈ ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું. લોકસભાની ચૂંટણી લડવા અંગે નીતિન પટેલનું નિવેદન તો આ સાથે લોકસભાની ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે હું નારાજ નથી. અમે લોકોને મનાવીએ છીએ. ચૂંટણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે. પાર્ટી જે કોઈ ચહેરાને ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે. હાલમાં કોઇ ચર્ચાઓ ચાલી રહી નથી. મહત્વનું છે કે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાની બેઠકને લઈને ભાજપના આગેવાનો દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

Read More
ગુજરાતમાં વધુ એક ખોડલધામ અહીં બનશે

આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી નરેશે પટેલે સુરતમાં બીજું એક ખોડલધામ બનશે તેવી જાહેરાત કરતા પાટીદારોમાં ખુશીની લહેર ફરી વળી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં નરેશ પટેલ હીરાની નગરીમાં એક ખોડલધામ બનવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે રાજકારણમાં યુવકોના પ્રવેશને લઇને પણ કાગવડ ધામના નરેશ પટેલ નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે જણાવ્યું હતું કે, યુવઓ રાજકારણમાં જોડાય તે ખોટું નથી. તો નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાતને પગલે સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, કાગવડ ખોડલધામ લેઉઆ પાટીદાર સમાજ માટે વિશેષ આસ્થાનું તીર્થસ્થાન ગણાય છે. હાલ ગુજરાતના રાજકોટ નજીક આ તીર્થસ્થાન આવેલ છે. ગાથાઓનું સાક્ષી ખોડલધામ શું છે ખાસિયતો કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પ શાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનુ નિર્માણ કર્યુ છે. મંદિરમાં પિલર, છત, તોરણ, ધુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મુકવામાં આવી છે જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફુટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંદિરને 2 વર્ષ પૂર્ણ.... 21 જાન્યુઆરી 2017ના રોજ રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે લેઉવા પાટીદારોના કુળદેવી ખોડલ માતાના ભવ્યતિ ભવ્ય મંદિરે આકાર લીધો. આ મંદિરને 2 વર્ષ પૂર્ણ થયા છે. 21 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 5 દિવસ સુધી યોજાયો હતો. આ પાંચ દિવસ દરમિયાન રાજકીય નેતાઓથી લઈ ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં લોકોએ માતા ખોડલના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તો અંતિમ દિવસે અંદાજે 20 લાખ જેટલા શ્રદ્દાળુઓ કાગવળમાં ઉમટી પડતાના રોડ રસ્તા જય ખોડલના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ખોડલધામ સમસ્ત લેઉવા પાટીદાર સમાજનું આસ્થા અને આત્મ ગૌરવનું પ્રતિક કાગવડમાં નિર્માણ પામેલું ખોડલધામ સમસ્ત લેઉવા પાટીદાર સમાજનું આસ્થા અને આત્મ ગૌરવનું પ્રતિક છે. ખોડલધામમાં યોજાયેલી માની પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક ભક્તોથી લઈ રાજકીય નેતાઓએ પણ દર્શન કર્યા હતા. નેતાઓએ માના દર્શન તો કર્યા પરંતુ તેની સાથે એ પાટીદારોના દર્શન કર્યા કે જેઓ ચૂંટણીમાં પોતાને મદદ કરી શકે. ખોડલધામ નેતાઓ માટે રાજકીય શક્તિના સંચયનું ધામ પણ બની રહ્યું. આસ્થાનું કેન્દ્ર અને શક્તિધામ કાગવડ કાગવડમાં નિર્માણ પામેલા ખોડલધામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે તેની તૈયારીઓ પણ જોવા જેવી હતી. આસ્થાનું કેન્દ્ર અને શક્તિધામ કાગવડમાં જ્યારે મંદિર નિર્માણ પૂર્ણ થયું ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્વને રંગેચંગે ઉજવવા માટે એક એક પાટીદારોએ જવાબદારી સ્વીકારી લીધી હતી. તૈયારીઓ એવી કરી હતી કે આવનારા કોઈને પણ તકલીફ ન થાય અને માતાજીના ભક્તિભાવથી દર્શન કરી શકે.

Read More
રાજકોટ મનપાની ટીમ તૈયાર

ઉનાળાની શરૂઆત પહેલા જ મનપાએ સ્પેશ્યલ 26 ટીમ બનાવી છે. જે અંગર્તગ કોઈ પણ વ્યક્તિ શહેરમાં પાણી ચોરી કરે અથવા તો પાણીનો બગાડ કરશે તો તેની સામે મનપા 250થી 5 હજારનો દંડ ફટકારશે. રાજકોટ મનપાના અધિકારીઓની 26 ટીમ તૈયાર:શહેરમાં વોર્ડ વાઇઝ 7-7 અધિકારીઓની ટીમ પાણી ચોરી ઉપર તુટી પડશે. દરેક વોર્ડમાં વિસ્તાર વાઇઝ તમામ નળ જોડાણ ચેક કરી ભુતિયા નળ જોડાણો તેમજ ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓ અને પાણીનો બગાડ કરતા લોકોને આકરા દંડ ફટકારવાની તૈયારી શરૂ કરી છે. શહેરીજનો પાણી ચોરી કરતા અથવા પાણીનો બગાડ કરતા ઝડપાશે તો રૂપિયા 250થી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. 75 હજારનો દંડ ફટકાર્યો:રાજકોટ મનપાની ટીમે એક અઠવાડિયામાં જ 60 જેટલા પાણી ચોરોને અને 6 ભુતિયા નળ જોડાણ ઝડપી પાડ્યા છે. આ સાથે જ તેઓને 75 હજારથી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Read More
લોકસભાની ચૂંટણી નહીં લડું: ગજેરા, નરેશ પટેલનો પુત્ર ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ; લલિત કગથરા

રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ગજેરાના નામની ચર્ચા ચાલી રહી છે. પરેશ ગજેરા રાજકોટ બેઠક પરથી લડે તે માટે બે દિવસ પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં 50થી વધુ બેનરો લગાવવામાં આવ્યા હતા. તે સમયે પરેશ ગજેરાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ હવે એક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. તેમજ ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલનો પુત્ર શિવરાજ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ કહેવાય. નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં નામના ધરાવે છે. નરેશ પટેલ કે તેના પરિવારમાંથી કોઇ ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રની તમામ બેઠક ઉપરાંત અમદાવાદ, સુરત બેઠક પર પણ અસર જોવા મળી શકે છે. ગજેરાએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે સમાચાર વહેતા થયા હતા કે, પરેશ ગજેરા આ લોકસભા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. ત્યારે પરેશ ગજેરાએ આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા મીડિયાને જણાવ્યું હતું કે, લોકોને મારા પ્રત્યે પ્રેમ ખૂબ છે. લોકો મને ફોન કરી, રૂબરૂ મળવા આવી કહી રહ્યા છે કે, તમે લોકસભા ચૂંટણી લડો. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું લોકસભા ચૂંટણી નથી લડવાનો. હું રાજકોટ, પોરબંદર કે અમરેલી કોઈ પણ જગ્યા પરથી લોકસભા ચૂંટણી નથી લડવાનો. અગામી લોકસભા ચૂંટણીમાં માહોલ જોઈ ચૂંટણી લડવાનું વિચારીશું. શું કહ્યું ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નરેશભાઇ પટેલના પુત્ર શિવરાજ જો ચૂંટણી લડતા હોય અને તેમાંય પોરબંદર બેઠક પર તેને કોંગ્રસમાંથી ટિકિટ આપવામાં આવે તો હું પોરબંદર બેઠક ખાલી કરી દઉં. શિવરાજ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તેવી મારી ઇચ્છા છે.

Read More
આજે સાંજ સુધીમાં બાકી રહેલા ગુજરાતના તમામ 25 ઉમેદવારોના નામોની જાહેરત થઈ શકે છે

ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડશે. એવી સત્તાવાર જાહેર થયા બાદ આજે ભાજપ હાઇકમાન્ડ બાકી રહેલી તમામ 25 બેઠકોના ઉમેદવારોની યાદી ફાઇનલ કરશે. બીજી બાજુ આજે સવારે દીવ દમણ બેઠક ઉપરથી હાલના સાંસદ લાલુ પટેલના નામની જાહેરાત કરી દેવાઈ છે. આથી સચિવાલયમાં એવી ચર્ચા ચાલી રહી છે, કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ આજે સાંજે દિલ્હીથી પરત ગુજરાત આવી જવાના છે. ત્યારબાદ આજે રાત સુધીમાં જ ગુજરાત બાકી રહેલા તમામ 25 ઉમેદવારના નામોની પણ સત્તાવાર જાહેરાત કરી દેવાશે. આ અગાઉ એવી અટકળો થઇ રહી હતી કે ભાજપ હાઈકમાન્ડ આજે સાંજ સુધીમાં કેટલાક ઉમેદવારોના નામો જાહેરાત કરશે. બાકીના નામો આગામી બે-ત્રણ દિવસમાં જાહેર કરાશે. પરંતુ હવે નવેસરથી એવી ચર્ચા શરૂ થઈ શકે. આજે સાંજ સુધીમાં જ બાકી રહેલા તમામ 25 ઉમેદવારોના નામોની જાહેરાત પણ થઈ શકે છે. જેથી કરીને જો કોઈ ભાજપમાં અસંતોષને હોય તો તેને ડામવા માટે પૂરતો સમય મળી શકે. અત્યારે સમગ્ર ગુજરાત અને દેશની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના hometown ગણાતા ગુજરાત પર છે. કેમ કે 2014ની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી તમામ 26 બેઠકો પર પોતાનો કબજો જમાવ્યો હતો. હવે આ વખતે તમામ 26 બેઠકો પરથી જીતવી એ ભાજપ અને ખુદ વડાપ્રધાન મોદી માટે પણ પડકાર બની ગયું છે.

Read More
ગાંધીનગર બેઠકની ટિકિટ કાપી ભાજપના ભીષ્મ પિતામહને બાણશૈય્યા પર મૂકી દીધા

ભાજપના ભીષ્મપિતામહ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ટિકિટ કાપીને ભાજપના વર્તમાન નેતાઓએ અડવાણીને બાણ શૈય્યા પર મુકી દીધાની ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદીના રાજકીય ગુરુ અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણી છ વાર ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. માત્ર એટલું જ નહીં, ગાંધીનગરના સાંસદ બન્યા બાદ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહી ચૂકેલા અડવાણીને સાતમીવાર ટિકિટ ન આપી મોદી-શાહે પુરવાર કર્યું છે કે, હવે ભાજપમાં વૃદ્ધોને સ્થાન નથી. કેમ કે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી ન લડવા અંગે અડવાણીએ કોઈ નિર્ણય કર્યો નહોતો. તે જોતા આ વખતે પણ લોકસભા લડવાની અડવાણીની ઈચ્છા હોવા છતાં ભાજપે તેમને ટિકિટ આપી નહીં. ભાજપમાં હવે વૃદ્ધોને સ્થાન નહીં અડવાણી સિવાય ડૉ.મુરલી મનોહર જોશી, ભગત કોશિયારી, શાંતા કુમાર અને બી.સી. ખંડૂરીને પણ ભાજપે ટિકિટ આપી નથી. ઉલ્લેખનીય છે કે, 2014માં ભાજપે 75 વર્ષ વટાવી ચૂકેલા નેતાઓ ચૂંટણી નહીં લડી શકે એવી જાહેરાત કરી હતી. જેના કારણે ગુજરાતમાંથી આનંદીબેન પટેલને વય મર્યાદાને કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આનંદીબેનના રાજીનામાં બાદ ભાજપે ફેરવી તોળી 2019ની ચૂંટણીમાં જાહેરાત કરી છે, 75ની વય વટાવી ચૂકેલા નેતાઓ ચૂંટણી લડી શકશે પણ કોઈ જવાબદારી આપી શકાશે નહીં. ગાંધીનગર બેઠક પર અઢી દાયકા સુધી અડવાણીનો દબદબો રહ્યો 1989 માં ગાંધીનગર બેઠક પર ભાજપની જીતનો પાયો નાંખનારા પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલાએ અડવાણી માટે આ બેઠક છોડી દીધી હતી. ત્યાર બાદ 1991માં અડવાણી આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. આમ અડવાણીને વાઘેલાએ આપેલી બેઠક શિષ્ય શાહે ઝૂંટવી લીધી છે. 1991 બાદ આ બેઠક પરથી (1996)વાજપેયી જીત્યા હતા. ત્યાર બાદ 1998, 1999, 2004, 2009 અને 2014 સુધી અડવાણી સતત પાંચવાર સહિત કુલ છવાર જીત્યા હતા. 1989 બાદ ક્યારેય કોંગ્રેસ જીતી નહીં ગાંધીનગર લોકસભાની પ્રથમ ચૂંટણી 1967માં થઈ હતી જેમાં કોંગ્રેસના સોમચંદ સોલંકી વિજેતા થયા હતા તે પછી 1971માં પણ સોમચંદ સોલંકી ફરીથી જીત્યા હતા. 1977માં ભારતીય લોકદળના પરસોતમ માવલંકર વિજેતા થયા હતા તે પછી 1980માં કોંગ્રેસના મહિલા અમીતાબેન પટેલ જીત્યા હતા. 1984માં કોંગ્રેસના જીઆઈ પટેલ વિજેતા થયા અને 1989માં સૌપ્રથમ વખત ભાજપમાંથી શંકરસિંહ વાઘેલા ગાંધીનગર લોકસભા બેઠક પર જીત્યા હતા. ત્યારબાદ તેમણે 1991માં અડવાણી માટે આ બેઠક ખાલી કરી હતી.

Read More
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી: જૂનાગઢનો કાર્યક્રમ રદ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ જવા માટે રાજકોટ એરપોર્ટ ઉતર્યા હતા. દરમિયાન તેમની તબિયત અસ્વસ્થ થતાં જ તેઓએ જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢમાં બુધવારથી શરૂ થયેલા જૂનાગઢના મહાકુંભમાં આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના મુખ્યમંત્રી બપોરે ત્રણ વાગ્યે પ્રકૃતિ ધામમાં સંતસભા સંબોધવાના હતા. તે અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી યોગી આદિત્યનાથ સાથે તેઓ જૂનાગઢ જવાના હતા. પરંતુ રાજકોટ એરપોર્ટ પર ઉતરતાં જ રૂપાણીની તબિયત અસ્વસ્થ થઈ હતી. તેમને નબળાઈ લાગતાં જૂનાગઢનો કાર્યક્રમ રદ કર્યો હતો અને તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સહિતની વ્યવસ્થા શરૂ કરાઈ હતી.

Read More
24 કલાકમાં બે વખત સેના પ્રમુખોને મળ્યા PM મોદી, CCAની બેઠકમાં લેશે ભાગ

24 કલાકમાં બે વખત ત્રણેય સેનાના વડા સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી આજે સાંજે CCA (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠકમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ આગામી કૂટનીતિક અને સૈન્ય રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે, પીએમ મોદી પહેલા જ સૈનાને સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ આપી ચુક્યા છે. અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી વાત પાકિસ્તાન સામે ભારતને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો વચ્ચે બુધવારે રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા જૈશ-એ-મોહમ્મદના ખાત્માને લઈને ભારતને પૂરું સમર્થન આપ્યું છે. પોમ્પિયોએ ડોભાલને કહ્યું કે, ભારતે જૈશ સામે જે કાર્યવાહી કરી તેમાં અમેરિકા ભારતની સાથે છે. અમેરિકા તરફથી મળેલા આ સમર્થન વચ્ચે સાંજે સાત વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક દરમિયાન સરહદ પર ચાલી રહેલી કાર્યવાહી પર ચર્ચા થઈ શકે છે. પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન સરહદ પર તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વખત ગુરુવારે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પૂંછ સેક્ટરમાં એલઓસી પર સવારે છ વાગ્યે ગોળીઓ અને મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનની આવી હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. શ્રીલંકાએ કરાચી જતી ફ્લાઇટ્સ કરી રદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને જોતા શ્રીલંકન સરકારે શ્રીલંકાથી કરાચી અને લાહોર જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી નાખી છે. જેટ એરવેઝે મુસાફરોને કર્યો અનુરોધ બીજી તરફ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે જેટ એરવેઝ તરફથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ જરૂર ચેક કરે. હાલ યુદ્ધ જેવી સ્થિતિને કારણે પાકિસ્તાનના ઉપરનો હવાઈ માર્ગ વાપરવાની છૂટ આપવામાં નથી આવી. આથી અસંખ્ય ઉડાનો રદ કરવામાં આવી રહી છે, તેમજ અનેક ના રૂટ બદલવામાં આવી રહ્યા છે.

Read More
ભારતીય વાયુસેના બાદ સરહદ પર જવાનો પણ એક્સન મોડમાં. જૈશના વધુ બે આતંકીઓને ફુકી માર્યા,

પુલવામા પરના આતંકવાદી હુમલાના 13 મા દિવસે, ભારતની મુખ્ય કાર્યવાહીથી પાકિસ્તાન વિખરાઈ ગયું છે અને ક્રોસ સરહદ પર સતત ફાયરિંગ થઈ રહી છે. બાલાકોટમાં એરસ્ટ્રાઈકના એક દિવસ બાદ બુધવારે સુરક્ષા દળો અને કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના અત્યાર સુધી બે આતંકવાદીઓને માર્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં રહેણાંક મકાનમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે તે વિશે માહિતી મેળતા સેનાની 23મી પેરામિલેટ્રી ફોર્સ, સીઆરપીએફ અને એસઓજીએ સંયુક્ત અભીયાન શરૂ કર્યું. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના માન્મડરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સતત ફાયરિંગ થઈ રહી છે. 2-3 આતંકવાદીઓએ ક્ષેત્રના મામન્ડરમાં એક ઘરમાં ઘુસી ગયા અને ત્યાંજ છુપાયેલા હતા. સાથે જ ત્યાંજ સતત ફાયરિંગ કરી રહ્યા હતા. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને ક્ષેત્રમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે જમ્મુ-કાશ્મીરના શોપિયાંના મામન્ડરમાં આતંકવાદીઓની સાથે સીઆરપીએફ, સેના અને રાજ્ય પોલીસે આજે સવારે 4.20 વાગે એન્કાઉન્ટર શરૂ કર્યું. સીમા પર વધતા તણાવને જોઈને પુંછ અને રાજૈરીમાં લાઈન ઓફ કંટ્રોલથી 5 કિલોમીટર સુધીના અંતરમાં આવવા વાળા દરેક સ્કૂલ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સીમાપર ફાયરિંગ થઈ રહી છે. મંજકોટ પુંચ, નૌશેરા રાજૌરી, અખનૂર અને સ્યાલકોટ સેક્ટરમાં સરહદથી ફાયરિંગ અને મોર્ટાર બરતરફ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદીનો બદલો ભારતીય હવાઇ દળોએ મંગળવારે લીધો હતો. અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના 13 અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી હતી. વિદેશી પ્રધાન સુષ્મા સ્વરાજનું કહેવું છે કે એલઓસીથી 70 કિલોમીટરની અંદર ઘુસીને એર ફોર્સે આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો. હવાઇ દળના ઓપરેશન પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતના હવાઇ હુમલામાં આતંકવાદીઓની હત્યા દ્વારા પાકિસ્તાન વિખરાઈ ગયું છે. સરહદ પર અંધાધુન ફાટરીંગ ચાલી રહ્યું છે. બુધવારે સવારથી એલઓસીમાં ગોળીબાર ચાલુ થઈ ગયો છે. ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા અંગે યુએસએ ચેતવણી આપી છે. અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો પર તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું છે. યુએસના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પીએ બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરી છે. પાકિસ્તાન સતત સરહદ પર સીજફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. બુધવારે સવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં ગોળીબાર કર્યો અને ભારતે જેને ભારપૂર્વક જવાબ આપ્યો. મંગળવારે સાંજે પાકિસ્તાને ઘણા સ્થળોએ ઘેરાબંધી તોડીને આવવાનો પ્રયાસ કર્યો હતો. અને આ રીતે પાકે અત્યાર સુધીમાં 15 જગ્યાએથી સીજફાયર તોડવાનો પ્રયાસ કર્યો છે.

Read More
ભારતીય વાયુસેનાના તમામ પાયલોટ એલર્ટ પર, ફક્ત બે મિનિટમાં ઉડાન ભરવા તૈયાર રહેવાના આદેશ

ભારતીય વાયુસેનાના તમામ પાયલોટ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફક્ત બે મિનિટમાં ઉડાન ભરવા થાવ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો બંધ કરી દીધી છે. આ પહેલા કેટલાય એરપોર્ટ પર હાઈ એલર્ટો જાહેર કરવામાં આવ્યાં હતા. અને હને મોટી ખબર સામે આવી રહી છે કે પાકિસ્તાને બધી દ ફ્લાઈટો રદ કરી દીધી છે. આ પહેલા અમુક અમુક ફ્લાઈટો રદ થઈ હતી પાકિસ્તાનનાં બે પ્લેન ભારતમાં ઘુસ્યા પછી ભારતનાં ઘણા એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જમ્મુ, શ્રીનગર અને પઠાણકોટનો સમાવેશ થાય છે. અહીથી આવતી જતી બધી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. પાકિસ્તાની વિમાનને ભારતીય વાયુસીમામા ઉલ્લંગન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં સેક્ટરમાં વિમાન ઘુસ્યું હતું પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા વિમાન પાછા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જતા રહ્યા. આ વિમાન F16 હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિમાન આવ્યા બાદ વાયુસેના હવે હાઈ એલર્ટ પર છે. જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયે એક મોટી ખબર આવી રહી છે મોટી જમ્મુ અને કાશ્મીરમાંથી, જ્યાં વાયુ સેનાના ફાઇટર પ્લેનના તૂટી જવાનાં સમાચાર છે. અહેવાલો અનુસાર, ટેકનિકલ તકલીફોને લીધે પ્લેન ક્રેશ થયું છે. વધુ માહિતી હજી સામે આવી નથી. પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગના કારણે સરહદ પાર વ્યવસાય બંધ કરવામાં આવ્યો છે. આ વ્યવસાય સલામાબાદ ટ્રેડ સેન્ટરથી ચાલી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મંગળવારની રાતથી ઘણા વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પુલવામા પરના આતંકવાદી હુમલાના 13 મા દિવસે, ભારતની મુખ્ય કાર્યવાહીથી પાકિસ્તાન વિખરાઈ ગયું છે અને ક્રોસ સરહદ પર સતત ફાયરિંગ થઈ રહી છે. બાલાકોટમાં એરસ્ટ્રાઈકના એક દિવસ બાદ બુધવારે સુરક્ષા દળો અને કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના અત્યાર સુધી બે આતંકવાદીઓને માર્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં રહેણાંક મકાનમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે તે વિશે માહિતી મેળતા સેનાની 23મી પેરામિલેટ્રી ફોર્સ, સીઆરપીએફ અને એસઓજીએ સંયુક્ત અભીયાન શરૂ કર્યું.

Read More
જામનગર મરીન પોલીસ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ માછીમારોના આઈડી કાર્ડ સહિત બોટોમાં સઘન ચેકીંગ

જામનગર : એર સર્જિકલ સ્ટ્રાઈક બાદ દેશમાં આનંદ મનાવવામાં આવી રહ્યો છે . ત્યારે દેશના દુશ્મનો પોતાની નાપાક હરકત ન કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓને ચુસ્ત બંદોબસ્ત રાખવા આદેશ આપવામાં આવ્યો છે . જેને પગલે રાજ્યનો સૌથી મોટો દરિયાકિનારો ગણાતા જામનગરમાં મરીન પોલીસ દ્વારા સતત દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને માછીમારી કરતા માછીમારાના આઈડી કાર્ડ સહિત બોટોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે .

Read More
રાજૌરીમાં LoC નજીક બ્લાસ્ટ, સેનાના મેજર થયા શહીદ

શ્રીનગરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે જ્યારે અનેક જવાન ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જે બ્લાસ્ટમાં સેનાના મેજર શહીદ થયા છે. પેટ્રોલીંગ પાર્ટી નજીક બ્લાસ્ટ થયો હતો. પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. ત્યારે રાજૌરીમાં શનિવાર બપોરના એલઓસી પાસે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સેનાના એક જવાન શહીદ થયા છે. બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. મહત્વનું છે કે, એક તરફ પુલવામામાં શહાદત આપનારા 40 લોકોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનો પાર્થિવ દેહ પોતાના ઘર પહોંચી રહ્યા છે, જ્યાં તેમને અંતિમ વિદાઇ આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.

Read More
રાજકોટને રાજય સરકારની વધુ એક ભેટ

રાજકોટને રાજ્ય સરકારે વધુ એક ભેટ આપી છે રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોકડીએ 60 કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજ બનાવવા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે જાહેરાત કરી છે રાજ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને નાગરિકોના સમયની બચત માટે 9 ફ્લાયઓવર બનાવવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાયઓવર બનાવવામાં આવશે. રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધારવા માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા સમયબદ્ધ આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આગામી સમયમાં.487 કરોડના ખર્ચે નવા 9 ફ્લાયઓવરનું નિર્માણ કરાશે.

Read More
જૂની અદાવતમાં નહેરૂનગરમાં ફાયરિંગ, પોલીસે હાથ ધરી તપાસ

રંગીલા રાજકોટમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. રાજકોટના નહેરૂનગર વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂની અદાવતમાં આ ફાયરિંગ કરાયુ હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટના નહેરૂનગરની છે. જ્યાં વસીમ નામના શખ્સે અલાઉદ્દીન નામના વ્યક્તિના ઘર પર ફાયરિંગ કર્યું છે. જૂની અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે,આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું અને આ બંદુક ક્યાંથી આવી વગેરે જેવી બાબતોની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના મામલે મળતી વિગતો મુજબ, શહેરના નહેરૂનગર વિસ્તારમાં ગતરોજ એક ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. આ ફાયરિંગ જૂની અદાવતમાં થયું હોવાનું ખુલવા પામ્યું હતું. જો કે, આ મામલાની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Read More