Breaking news

અહેવાલ : સૈયદ રજાકશા ટોડીયા (કચ્છ) મુંબઈના કાંદિવલી સ્ટેશન પાસે રોજ સવારે ૪.૦૦થી ૯.૦૦ વાગ્યા સુધી અશ્વીની શાહ નામની ગુજરાતી યુવતિ તેના પતિ સાથે બટાકા પૌંઆ,ઇડલી,ઉપમા,પરાઠા,વડાપાંઉ જેવી વાનગીઓ વેચવા ઊભી રહે છે ! ૧૦.૩૦ વાગે અશ્વિની શાહ અને તેનો પતિ બન્ને તેમની નોકરી કરવા પહોંચી જાય છે ! બન્ને MBA થયેલા છે અને મોટી રકમના પગારદાર છે ! તોપણ તેઓ રોજ વહેલી સવારે આ બધી વાનગીઓ તૈયાર કરી વેચવા કેમ ઊભા રહેતાં હશે તેવો સવાલ થવો સ્વાભાવિક છે ! અશ્વીની શાહની કામવાળીના પતિનો આ ધંધો છે પરતું તેને લકવો થવાથી તે ધંધો કરવા ઉભો રહી શકે તેમ નહી હોવાથી આ કામ અશ્વિની અને તેના પતિએ ઉપાડી લીધું છે ! તેમની કામવાળી બધી વાનગીઓ તૈયાર કરી રાખે છે તે વેચીને અશ્વિની તેની કામવાળીનું કામ કરી આપે છે ! આજકાલ કોઈને ઘડિકની નવરાશ હોય નહી તોપણ ઘરકામ કરનારી કામવાળીનું કામ કરી આપતી ગુજરાતી યુવતિ અશ્વિની શાહ અને તેના પતિને સલામ ! ધન દાન કરતાં ચડિયાતું શ્રમદાન ! જે કોઈપણ સ્વસ્થ શરીર અને કરુણામય દિલવાળા કરી શકે !

Continue reading...
ધન દાન કરતાં ચડિયાતું શ્રમદાન સૂત્રને સાર્થક કરતી મુંબઈમાં રહેતી ગુજરાતી યુવતી

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ભારતમાં એક નવી સુવિધા ‘ફ્રિક્વેંટલી ફોરવર્ડ મેસેજ’ લોન્ચ કરી છે. આ સુવિધાની મદદથી, વપરાશકર્તાઓને જાણકારી મળી કે કોઈ મેસેજ કેટલી વાર મોકલવામાં આવ્યા છે. જો વપરાશકર્તા પાંચ કરતા વધુ વખત કોઈ સંદેશ પ્રાપ્ત કરે છે, તો પછી તે સંદેશ પર વપરાશકર્તા ફોરવર્ડ કરેલા સંદેશને દેખાશે. આ સુવિધાને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ માટે લોંચ કરવામાં આવી છે.કોઈ પણ સંદેશ પસંદ કર્યા પછી અને તેને તેના ઈનફો પર મોકલવાથી આ જાણકારી મળતી હતી. કે સંદેશ કયાં પહોંચ્યો,અને ક્યારે વાંચ્યો. ત્યારે અપડેટ થયા પછી, માહિતી ઈનફોમાં પણ ઉપલબ્ધ હશે, કેટલી વાર સંદેશ મોકલવામાં આવ્યો છે. વોટ્સએપની આ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે એપ્લિકેશનને અપડેટ કરવી પડશે. ફોરવર્ડ કરેલા સંદેશા હવે ડબલ એરો ચિહ્ન સાથે આવશે.

Continue reading...
WHATSAPPએ લોન્ચ કર્યો નવો ફિચર, જાણી શકાશે કેટલી વખત કરાયો ફોરવર્ડ મેસેજ

વરસાદ બહુ સરસ જામ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર. આવા વાતાવરણમાં ગરમાગરમ ચા સાથે જો ભજીયાં મળી જાય તો ખરેખર બહુ મજા આવી જાય. મેથીનાં, મરચાંનાં, બટાકાંનાં વગેરે ભજીયાં તો તમારા બધાંના ઘરમાં બનતાં જ હશે, આજે અમે લાવ્યા છીએ કુંભણીયાં ભજીયાંની પારંપારિક રેસિપિ. કુંભણ ગામ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલ છે. વર્ષોથી અહીંના લોકો લગ્ન-પ્રસંગોમાં આ ભજીયાં અચૂક બનાવે છે. ધીરે-ધીરે આ ભજીયાંની દુકાનો સુરત, રાજકોટ, જેતપુર અને અમદાવાદમાં પણ જોવા મળવા લાગી. આ ભજીયાંમાં સોડા કે લીંબુનાં ફૂલનો જરા પણ ઉપયોગ થતો નથી, છતાં એકદમ પોચાં અને બહુ ટેસ્ટી લાગશે. તો નોંધી લો રેસિપિ અને તમે પણ ટ્રાય કરો આજે જ… સામગ્રી 500 ગ્રામ ચણાનો ઝીણો લોટ (બેસન) 500 ગ્રામ લાલ મરચાં (સ્વાદ અનુસાર વધ-ઘટ કરી શકાય) 250 ગ્રામ કોથમીર 250 ગ્રામ લીલું લસણ 100 ગ્રામ આદું 1 લીંબુનો રસ મીઠું સ્વાદ અનુસાર રીત સૌપ્રથમ મરચાં અને લસણ એકદમ ઝીણાં-ઝીણાં સમારી લો. કોથમીર પણ ધોઇને ઝીણી-ઝીણી સમારી લો. ત્યારબાદ આદુને એકદમ ઝીણું સમારી લો અથવા છીણીથી ખમણી લો. ચણાના લોટમાં મીઠું નાખી અંદર લીલાં મરચાં, લીલું લસણ, કોથમીર, આદુ અને થોડો લીંબુનો રસ નાખી ભજીયાંનું ખીરું તૈયાર કરો. કુંભણીયાં ભજીયાં પાડવાની કળા ખૂબજ મહત્વની છે. આ ભજીયાં માટે હાથથી અંગૂઠા વડે નહીં નાનાં કે નહીં મોટાં એવાં મિડિયમ સાઇઝનાં ભજીયાં પડવાં જોઇએ. ભજીયાં સામાન્ય ગોલ્ડન થાય એટલે ઝરાથી બહાર કાઢી લો. તૈયાર છે કુંભણીયાં ભજીયાં. ગરમાગરમ ચા-કૉફી, તળેલાં મરચાં અને ચટણી સાથે સર્વ કરો.

Continue reading...
વરસતા વરસાદમાં મજા લૂંટો કુંભણીયાં ભજીયાંની

ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી ડેન્ગ્યુ થવાની ભીતિ વધુ રહે છે. તેથી ડેન્ગ્યુ માટે જાગ્રત થવું અત્યંત જરૂરી છે. કારણ કે, લોકોને મુશ્કેલીમાં ધકેલનાર આ રોગમાં જાણકારી જ બચાવનું કામ કરે છે. ડેન્ગ્યુ માદા મચ્છર કરડવાથી થાય છે. તેનાં લક્ષણોની વાત કરીએ તો... આ રોગમાં ભારે તાવની સાથે શરીર પર લાલ ફોલ્લીઓ દેખાય છે તેમાં 104 ડિગ્રી સે. સુધીનો ભારે તાવ આવે છે અને માથામાં સખત દુખાવો થાય છે શરીરની સાથે સાંધામાં પણ દુખાવો થાય છે તેમજ અપચાની પણ સમસ્યા થાય છે ઊલટી થવી, ભૂખ ન લાગવી તેમજ બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે ચક્કર આવવા, નબળાઈ લાગવી અને શરીરના પ્લેટલેટ્સ ઘટી જવા તેનાં ખાસ લક્ષણ ગણાય છે તપાસ જો ઉલ્લેખ કરેલાં લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ જણાય તો, તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ અને તેમની સલાહ પ્રમાણે લોહીની તપાસ કરાવવી જોઈએ. ડેન્ગ્યુની તપાસ માટે NS1 ટેસ્ટ કરવામાં આવે છે. તેનાથી ડોક્ટર નક્કી કરે છે કે દર્દીને ડેન્ગ્યુ થયો છે કે નહીં. ડેન્ગ્યુ વિશે માહિતી ડેન્ગ્યુના મચ્છર સામાન્ય રીતે દિવસમાં જ કરડતા જ હોય છે ગરમી અને ચોમાસામાં આ બીમારી ઝડપથી થાય છે. ડેન્ગ્યુના મચ્છર હંમેશાં ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. જેમકે ધાબા પર રહેલી પાણીની ટાંકી, ઘડા અને ડોલમાં રહેલું પાણી, કૂલરનું પાણી અને કુંડાંમાં જમા થયેલું પાણી વગેરે. ઉપાય આમ તો ડેન્ગ્યુની સારવાર ડોક્ટરો દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ સાવચેતી માટે તમે પણ કેટલાક ઉપાય કરી શકો છો. દર્દીને વધુમાં વધુ પ્રવાહી આપો, જેથી તેના શરીરમાં પાણીની ઊણપ ન સર્જાય. ડેન્ગ્યુમાં ગિલોય (ગળો) ઘણો ઉપયોગી સાબિત થાય છે. દર્દીને પપૈયાનાં પાન પાણીમાં લસોટીને પીવડાવો. તે શરીરમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. પરંતુ આમ કરતાં પહેલાં એક વાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. દર્દીને ડિસ્પ્રિન અને એસ્પ્રિનની ગોળી ન આપો. તાવ ઓછો કરવા માટે પેરાસિટામોલની ગોળી આપી શકાય છે. બને એટલું નાળિયેર પાણી દર્દીને પીવડાવો.

Continue reading...
ચોમાસાની સિઝનના મુખ્ય વિલન ડેન્ગ્યુને ઓળખી લો

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે. આ પાવન માસમાં શિવ-પૂજનનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, પોતાની મનોકામના અનુસાર, ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો જોઈએ કઈ મનોકામના માટે શું ચઢાવવું જોઈએ ભગવાન શિવને.. દૂધ ચઢાવવાથી શું ફળ મળે છે - ભગવાન શિવને દૂધની ધારાથી અભિષેક કરવાથી મૂર્ખ પણ બુદ્ધિમાન થઈ જાય છે, ઘરમાં કલહ-કંકાસ શાંત થઈ જાય છે. જળ ચઢાવવાથી શું ફળ મળે છે - જળની ધારાથી અભિષેક કરવાથી વિભિન્ન મનોકામનાની પૂર્તિ થાય છે ધૃત એટલે કે ઘીની ધારાથી અભિષેક કરવાથી વંશનો વિસ્તાર, રોગોનો નાશ તથા નપુશંકતા દૂર થાય છે. સંભોગ સુખ જોઈએ તો શું ચઢાવવું - અત્તરની ધારા ચઢાવવાથી કામ સુખ અને ભોગની વૃદ્ધિ થાય છે મધના અભિષેકથી ટીબી રોગનો નાશ થાય છે આનંદ જોઈએ તો, શેરડીના રસનો અભિષેક કરવાથી આનંદની પ્રાપ્તિ થાય છે ગંગાજળથી અભિષેક કરવાથી તમામ પ્રકારના સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે

Continue reading...
ભગવાન શિવને કયા અભિષેકથી કઈ પ્રકારની મનોકામના પૂર્ણ થાય
  • 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
  • NEXT