Breaking news

પંચમદા, આર.ડી.બર્મન, પુરા નામ રાહુલદેવ બર્મન. ફિલ્મી સંગીત ક્ષેત્રે પરંપરાગત વાદ્યો સિવાય સામાન્ય વપરાશમાં આવતી ચીજ વસ્તુઓમાંથી અચંબિત થનારા સુરો નિષ્પન્ન કરનાર સુરના બાજીગર એટલે આર.ડી.બર્મન. કાચના ગ્લાસ હોય કે પછી ખાલી સોડા બોટલ, લાકડાના બાબું પર ખરબચડી સપાટી બનાવી કાંસકા દ્વારા નિષ્પન્ન થતા બિન પરંપરાગત સુરોની લયબદ્ધતા સાંભળી શ્રોતા મંત્રમુગ્ધ થઈ જતો. આવી સર્જનશીલતા ભારતીય સિનેમાના સંગીત ઇતિહાસમાં ફરી ક્યારેય જોવા સાંભળવા મળી નથી. જોકે તાજેતરમાં આવી સર્જનશીલતાનો નમૂનો ફરી એકવાર સાંભળવા મળતા એના વિશે જાણવાની જિજ્ઞાસા, ઉત્કંઠા એક ગુજરાતી સંગીતકારના દ્વાર સુધી ખેંચી ગઈ. વિષયને અનુરૂપ સંગીત પીરસવાની એમની જીદના કારણે આર.ડી વાળો ગોલ્ડન ઍરા તાજો થયો. રસોડામાંથી ખખડતા વાસણો માંથી સાત સુરોની સરગમ તમે કલ્પી શકો ? આવનારી વેબ સિરીઝ “પ્રેમની પુરણપોળી”માં આ કમાલ કરી બતાવ્યો છે સમીર અને માના રાવલે. નાની ચમચીથી લઈને લોઢી, તવેથો, વેલણ, ચિપીયો, બરણી, કાચના ગ્લાસ, વિવિધ સાઈઝની તપેલી તેમજ નાની મોટી ડિશ સહિતના સ્ટીલના વાસણોમાંથી અકલ્પનિય સુર-તાલ વાળું ટાઇટલ સોંગ આ વેબ સિરીઝની હાઇલાઇટ છે. ટાઇટલ સોંગ રાજકોટના એન્જીનિયરિંગના છાત્ર નમન પંડિયાએ લખ્યું છે એને રાહુલ પ્રજાપતિએ સ્વર આપ્યો છે. પાછલા નવ વર્ષથી મુંબઈમાં ફિલ્મી લાઈન સાથે સંકળાયેલા અને આ વેબ સીરિઝ ના ડાયરેકટર પ્રશાંત પટેલને કંઈક નવું કરવાની ચાહમાંથી વાસણો દ્વારા સુરતાલ પ્રયોજવાનો વિચાર સ્ફુર્યો હતો. જે વેબ સિરિઝનું નામ જ “પ્રેમની પૂરણપુરી” હોય ત્યાં વિષયને અનુરૂપ વાસણોનો અદભુત પ્રયોગ સર્જનાત્મકતા સાથે કરવા માટે સમીર-માના રાવલને પોતાનો વિચાર કહેવામાં આવ્યો અને જે એમના માટે પણ એક નવીન પ્રયોગ હતો.જેમને આ વિચારને ખૂબ સારી રીતે સમજીને ડાયરેકટરના વિચારને હકીકતમાં પરિવર્તન કરી બતાવ્યું જે ટૂંક સમયમાં આપ સૌને સાંભળવા મળશે.

Continue reading...
રસોડાના વાસણોમાંથી નિષ્પન્ન કરેલી અદભુત મેલોડી પંચમદાની યાદ અપાવશે

બોલીવુડ એક્ટર જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘રોમિયો કબર વૉલ્ટર’નું ટ્રેલર આખરે રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની રિયલ સ્ટોરી પર આધારિત છે જે પોતાની દેશભક્તિ, બહાદુરી અને બલિદાન સાથે દેશની સેવા કરે છે. આ ફિલ્મ ભારત-પાક યુદ્ધની પૃષ્ઠભુમિ પર આધારિત છે. ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર એક સામાન્ય વ્યક્તિના જાસૂસ બનવાની સફર સાથે શરૂ થાય છે. જેના પરિવારમાં એક મા છે. પરંતુ તેના જીવનનો એક ઉદ્દેશ દેશ છે. તેની ફરજ પૂરી કરવા માટે તેને તૈયાર કરવામાં આવે છે અને એક સીક્રેટ મિશન પર પાકિસ્તાનમાં મોકલવામાં આવે ચે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યુ હતું. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમના અલગ-અલગ 8 લુક્સ છે અને આ લુક્સ ઘણાં આકર્ષક છે. જ્હૉને જણાવ્યું કે ફિલ્મમાં તેણે એક 26 વર્ષના યુવકથી લઇને 85 વર્ષના વૃદ્ધ સુધીનો લુક લીધો છે. ફિલ્મમાં જેકી શ્રૉફે એક ભારતીય અધિકારીની ભુમિકા ભજવી છે જે જ્હૉન અબ્રાહમને જાસૂસી કરવા માટે પાકિસ્તાન મોકલે છે. જણાવી દઇએ કે આ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ સાથે મૌની રૉય પણ જોમા મળશે. ફિલ્મનું ડાયરેક્શન રૉબી ગ્રેવાલે કર્યુ છે અને ફિલ્મ 5 એપ્રિલ 2019ના દિવસે રિલિઝ થશે.

Continue reading...
RAW Trailer: પાકિસ્તાનમાં ભારતના જાસૂસનું ચોંકાવનારું મિશન, દેશભક્તિ અને શૌર્યથી ભરપૂર છે ટ્રેલર

મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલી જીત બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણીઓમાં પણ તેનો લાભ લેવા ઈચ્છા છે, પાર્ટીએ અત્યારથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરોએ ભોપાલ લોકસભા સીટ જીતવાના કેટલાક ફોર્મ્યુલા કાઢ્યા છે. તેમને માગણી કરી છે કે ભોપાલ સંસદિય સીટથી કોઈ નેતાને નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાનને ટિકિટ આપવામાં આવે. કોંગ્રેસ કાઉન્સિલરોનું કહેવું છે કે ભોપાલ સંસદિય સીટ પર કેટલાય વર્ષોથી ભાજપનું એક પક્ષીય રાજ ચાલી રહ્યું છે. ભોપાલ ભાજપનો મજબૂત કિલ્લો બની રહ્યો છે. તેને તોડવા માટે કરીના કપૂર મજબૂત ઉમેદવાર રહેશે. કોંગ્રેસ કાઉન્સિલર ગુડ્ડુ ચૌહાણ અને અનિષ ખાનનું માનવું છે કે યુવાનોમાં કરિના કપૂરની સારી ફેન ફોલોઈંગ છે અને કરિના યુવાનોનો વોટ મેળવી શકશે. અનીષનું કહેવું છે કે કરિના પટોડી ખાનદાનની વહુ છે. કોંગ્રેસની જૂના ભોપાલમાં પણ તેનો ફાયદો મળશે. આ ઉપરાંત મહિલા હોવાને નાતે કરિના મહિલાઓના પણ સારા એવા વોટ મેળવી શકશે. કરીનાના પતિ સૈફ અલી ખાનના પૂર્વજો ભોપાલના હતા. પટૌડી પરિવાર વર્ષોથી ભોપાલમાં રહેતાે હતાે અને સૈફ કરિના શર્મિલા ટાગોર અને સોહા અલીખાન ઘણીવાર ભોપાલ પણ આવી ચૂક્યા છે. આવામાં કોંગ્રેસ પટૌડી પરિવારની લોકપ્રિયતાનો લાભ મેળવવાની વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે નવાબ પટૌડી ભોપાલથી ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

Continue reading...
BJPને હરાવવા માટે કરિના કપૂર ભોપાલથી લોકસભાની ચૂંટણી લડશે?

કરીના કપૂર નું નામ તે બૉલીવુડ અભિનેત્રીમાં શામિલ છે જે એક્ટિંગ ની સાથે સાથે પોતાના જબરદસ્ત ફેશન સેંસ માટે પણ જાણવામાં આવે છે. છોકરીઓ તેને પોતાની સ્ટાઇલ લુક ગુરુ માને છે. તે જે પણ પહેરીને બહાર નીકળે છે તે ફ્રેશન ટ્રેન્ડ બની જાય છે. અમુક દિવસો પહેલા કરીના પતિ સૈફ અલી ખાન ની સાથે મસ્તી કરતી નજરમાં આવી હતી, આ દરમિયાન કરીનાએ પહેરેલા બુટ એ દરેક નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ દરમિયાન સૈફ અલી ખાન હંમેશા ની જેમ કેજ્યુઅલ લુક માં નજરમાં આવ્યા હતા. તેમણે લીલા રંગ ની ટીશર્ટ અને શોર્ટ્સ પહેરી રાખ્યો હતો. તેની સાથે તેમણે કોલ્હાપુરી ચપ્પલ પહેરી રાખી હતી. જયારે કરીના ના બુટ એ બધી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. સોશિયલ મીડિયા પર પણ તેના આ બુટ લોકોને ખુબ પસંદ માં આવી રહ્યા છે. દરેક તરફ કરીના એ પહેરેલા આ બુટ ની ચર્ચા થઇ રહી છે. કરીના એ આ દરમિયાન બ્લેક જેકેટ ની સાથે વ્હાઇટ ટી-શર્ટ અને ટાઈટ જેગિંસ પહેરી રાખી હતી. પોતાના આ લુક ને પૂરું કરવા માટે તેમણે Gucci ના બુટ પહેરી રાખ્યા હતા. પિન્ક, વ્હાઇટ કલર ના બુટ નું કોમ્બિનેશન ખુબ જ સુંદર લાગી રહ્યું હતું.

Continue reading...
આટલા મોંઘા બુટ પહેરીને નીકળી કરીના કપૂર, કિંમત જાણીને આવી જાશે પરસેવો.

પ્રિયંકા ચોપરા સાથે લગ્ન કરવા માટે અમેરિકન સિંગર નિક જોનસ ભારત પહોંચી ગયા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ ૨ ડિસેમ્બરના રોજ લગ્નગ્રંથીથી જોડાશે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન કઈ જગ્યા એ યોજાશે તે વાત પર અત્યાર સુધી રહસ્ય બનેલુ હતું. પરંતુ હવે પ્રિયંકા અને નિકના લગ્ન સ્થળની જાહેરાત થઈ કરી દેવામાં આવી છે. પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં યોજવામાં આવશે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, નિક જોનસ અને પ્રિયંકા ચોપરાના લગ્નના અલગ-અલગ દિવસોની ઉજવણી જોધપુરના ઉમ્મેદ ભવનમાં ૨૯ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી ચાલશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ૨૯ નવેમ્બરના રોજ મહેંદી અને સંગીત સેરેમનીની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ ૩૦ નવેમ્બરના રોજ કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. ૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકાની હલ્દીનું ફંક્શન યોજાશે જેના બીજા દિવસે પ્રિયંકા અને નિકના લગ્ન યોજાશે. ઉલ્લેખનીય છે કે, નિક જોનસ ગુરુવારના રોજ દિલ્હી પહોંચી ગયા છે. પ્રિયંકા ચોપરાએ નિકનું સ્વાગત કરતા એક રોમેન્ટિક ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ પહેલા ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરરાએ બ્રાઈડલ શાવરનો પ્રોગ્રામ રાખ્યો હતો. ત્યારબાદ તેણે બેચલર્સ પાર્ટીમાં પણ ખૂબ મજા કરી હતી.

Continue reading...
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ 2 ડિસેમ્બરના રોજ લગ્ન કરશે

દીપિકા અને રણવીરના લગ્નના ફોટા તો તમે જોયા જ હશે. દીપિકાની એંગેજમેન્ટ રિંગથી લઈને તેના લગ્નના ચણિયા-ચોળી અને તેના પર મેચિંગ જ્વેલરી, આહાહા... તમને પણ એ યાદ જ હશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ જ્વેલરી સુરતમાં જ તૈયાર થઈ છે. વાત જાણે એમ છે કે, દીપિકા અને રણવીરના લગ્ન માટે અપ્રૂવ્ડ જ્વેલરી બનાવવા માટે દેશના વિવિધ જ્વેલર્સ પાસે ક્વોટેશન મંગાવવામાં આવ્યુ હતુ. જેમાં સુરતના જ્વેલરને તે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. દીપિકાના લગ્નની વિવિધ સેરેમનીથી લઈને રિસેપ્શન સુધીના 7 સેટ સુરતના જ એક જ્વેલર્સને ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે. દીપિકાના લગ્નની જ્વેલરી સુરતમાં તૈયાર થઈ રહી છે એ વાત જાહેર ન થઈ જાય તે વાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ અને આ જ કારણોસર તે સેટ તૈયાર કરનારા કારીગરોને પણ જાણ નહોતી કરવામાં આવી કે તેઓ દીપિકા માટે સેટ બનાવી રહ્યા છે. એટલુ જ નહીં પરંતુ એક અલગ જ વર્કિંગ સ્ટેશનમાં ચાર લોકોની ટીમ બનાવવામાં આવી હતી અને એક સુપરવાઈઝ સતત તેની દેખરેખ રાખી રહ્યો હતો, જેથી કોઈપણ પ્રકારની માહિતી લીક ન થાય. મુંબઈથી અપ્રૂવ્ડ થયેલી ડિઝાઈન અનુસાર 7 સેટ માત્ર 45 દિવસમાં તૈયાર કરીને આપવામાં આવ્યા હતા. આ તમામ સેટ મુંબઈ રવાના કર્યા બાદ તે બનાવનારા કારીગરોને તેની માહિતી આપવામાં આવી હતી. દીપિકાના આ ખાસ પ્રસંગ માટે તૈયાર કરાયેલા કુલ 7 સેટ પૈકી એક સેટ વિશે માહિતી આપતા તે જ્વેલરે જણાવ્યુ હતુ કે, તે સેટમાં 780 ગ્રામ વ્હાઈટ ગોલ્ડ, 280 કેરેટના કુલ 3380 નંગ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.

Continue reading...
દીપિકાના લગ્નના સેટ સુરતમાં થયા તૈયાર, કરોડોમાં છે તેની કિંમત

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એના લગ્ન ને લઈ અને ચર્ચા માં છે. 6 વર્ષ સુધી એક બીજા ને ડેટ કર્યા પછી દીપિકા અને રણવીર એ ઇટલી ના એક લેક કોમો માં રોયલ લગ્ન કર્યા. ફક્ત 40 મહેમાનો ની હાજરી માં એમને સાત ફેરા ફર્યા. એના પછી 18 નવેમ્બર એ બંને મુંબઈ પાછા ફર્યા. મુંબઈ એરપોર્ટ પર એમના સ્વાગત માટે લાખો ફેન્સ હાજર હતા. દીપિકા અને રણવીર મુંબઈ એરપોર્ટ પર એક જેવા કપડાં અને જુતા પહેરેલ નજરે ચઢ્યા. એ સમય દરમિયાન દીપિકા એ લાલ ચૂંદડી ઓઢી રાખી હતી. નવી વહુ ના સ્વાગત માટે રણવીર ના આખા ઘર ને લાઈટ થી સજાવી દેવા માં આવ્યું હતું. દીપિકા અને રણવીર એ ઘર ની બહાર થી જ મીડિયા ને સંબોધિત કર્યા. રણવીર ની મા એ દીપિકા નો ગૃહ પ્રવેશ કરાવી અને સ્વાગત કર્યું. એ સાથે જ નવા કપલ માટે એક ખરાબ ખબર આવી. ખબર અનુસાર , લગ્ન માં આંનદ કારજ વિધિ માટે ગુરુ ગ્રંથ સાહેબ ને હોટલ લઈ જવા પર ઇટલી નર્સ શીખ સમુદાય એ એમની નારાઝગી જાહેર કરી છે. આનંદ કારજ માટે કપલ એ ગુરુદ્વારા જવાનું હોય છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ના લગ્ન માટે ગુરુ ગ્રંથ સાહેબ ને ઇટલી ની હોટલ માં લઇ જવા માં આવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની ખબર અનુસાર ઇટલી ના શીખ ઓર્ગેનાઇઝશન એ પ્રેઝીડેન્ટ એ આ મુદ્દો ઉઠાવ્યો અને એ એમને અકાલ તખ્ત ના જત્થેદાર સુધી પણ લઈ ગયા છે. જત્થેદાર નું કહેવું છે કે એક વખત શિકાયત મળ્યા બાદ એ તેને આગળ લઈ જશે. જણાવી દઈએ કે રણવીર અને દીપિકા હવે 21 નવેમ્બર ના પેહલા બેંગલુરુ અને પછી 28 નવેમ્બર ના મુંબઈ માં રીસેપ્શન કરશે. આ પાર્ટી માં બૉલીવુડ ની ઘણી મોટી મોટી હસ્તીઓ શામિલ થશે. દીપવીર એ તેમના લગ્ન પર લગભગ 30 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે

Continue reading...
3 દિવસમાં જ દીપિકા- રણવીર માટે આવ્યા ખરાબ સમાચાર, મુશ્કેલી માં પડી ગયા લગ્ન, જાણો હકીકત

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે ઓફિશિયલી એકબીજાન થઈ ગયા છે. બંનેયે કોકણી અને સિંધી રીતિ રિવાજથી લગ્ન કરી લીધા છે. દીપિકા હવે ભવનાની પરિવારની મેંબર થઈ ગઈ છે નએ લગ્ન પછી રણવીરના પિતા જગજીત સિંહ ભવનાનીએ દિપિકાને ફિલ્મી અંદાજમાં પરિવારમં સ્વાગત કર્યુ. ઉલ્લેખનીય છે કે રણવીરની સ્ટાઈલિસ્ટ નિતાશા ગૌરવે ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યુ, સીનિયર ભવનાનીએ આજે લગ્ન પછી કહ્યુ ... યે દિવાની તો ભવનાની હો ગઈ.. નિતાશાએ આગળ લખ્યુ મોસમ વિભાગની ભવિષ્યવાણી મુજબ વરસાદ થવાનો હતો પણ આસમાન સાફ છે. સૂરજ તેજ પ્રકાશ સાથે નીકળ્યો છે - ફક્ત આ બંન્ને માટે. દીપિકા પાદુકોણની સગાઈની અંગૂઠી છે એકદમ હટકર દીપિકાના સિંધી બ્રાઈડલ લુકમાં તેની એંગેજમેંટ રિંગ પણ દેખાય રહી છે. દીપિકની રિંગ ખૂબ જુદી છે. નોર્મલી સૌથી રિંગ રાઉંડ શેપમાં દેખાય જાય છે. પણ દીપિકાની રિંગ સ્ક્વેયર શેપમાં છે. આ સિંગલ સોલિટેયર સ્કવેયર ડાયમંડ રિંગ ખૂબ જ કિમંતી છે. દીપિકાએ સિંધી રિવાજ દરમિયન થયેલ આનંદ કારજમાં લાલ ચુનરી પહેરી છે. આ ખૂબ સ્પેશ્યલ છે. ચુનરીમાં સંસ્કૃતમાં મંત્ર લખ્યો છે. બોર્ડર પાસે સદા સૌભાગ્યવતી ભવ લખ્યુ છે.

Continue reading...
લગ્ન પછી દીપિકાના સસરાએ સૌની સામે વહુને માર્યો આ ફિલ્મી ડાયલૉગ

દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના લગ્ન બાદ જો કોઈના લગ્નને લઈ વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે પ્રિયંકા અને નિક જોનસની. આ બન્ને આગામી મહિને લગ્નના બંધનમાં બંધાશે. પ્રિયંકા ચોપડાએ પણ લગ્નને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રિયંકા નિક જોધપુરના તાજ ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કરશે. આ લગ્નની તૈયારીઓ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરુ કરવામાં આવશે. પ્રિયંકા અને નિકના લગ્ન ૨ ડિસેમ્બરે યોજાવાના છે. ત્યારે પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં જ લગ્નની તૈયારીઓ માટે જોધપુરની મુલાકાત લેશે. પ્રિયંકા ચોપડા અત્યારે દિલ્હીમાં પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના શુટિંગમાં વ્યસ્ત છે. સુત્રોના જણાવ્યા મુજબ, પ્રિયંકા પોતાના સાસરીયાવાળા સાથે જોધપુર જઈને લગ્નને લઈને ચાલી રહેલ તૈયારીઓનું નિરીક્ષણ કરશે.

Continue reading...
લગ્નનની તૈયારીઓ કરવા જોધપુર ઉપડી પ્રિયંકા ચોપરા

ફાઈનલી બાજીરાવ અને મસ્તાની સત્તાવાર રીતે એકબીજાના થઈ ચૂક્યા છે. ઓનસ્ક્રીન વારંવાર લવીડવી તરીકે દેખાયા બાધ હવે રિયલ લાઈફમાં પણ દીપવીર લગ્નના બંધને બંધાઈ ચૂક્યા છે. ગઈકાલે ઈટાલીના લેક કોમોમાં કોંકણી રીતિ-રિવાજથી પરંપરાગત રીતે લગ્ન સમારોહ યોજાયો. દીપવીરના લગ્નને સંપૂર્ણ રીતે અંગત માહોલ બનાવવા ઈચ્છતા હતા. એટલે લગ્ન સમારંભમાં ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રખાયો હતો. તો સુરક્ષાના અનેક પગલા લેવામાં આવ્યા હતા. આખો દેશ દીપવીરના લગ્નના ફોટા જોવા ઈચ્છતો હતો. પરંતુ ચાહકોને પણ ઓનલાઈન દેખાતા ફોટોથી સંતોષ કરવો પડ્યો હતો . જો કે આ નવયુગલ સત્તાવાર રીતે ફોટો જાહેર કરશે જે સિંધી શૈલીથી લગ્ન થયા પછી સાંજે જાહેર થશે. સૂત્રો અનુસાર દીપિકા અને રણવીરે ખાતરી આપી હતી કે તેઓ આ આનંદ તેમના ચાહકો સાથે જરૂર શેર કરશે. વિશાલ પંજાબી સત્તાવાર રીતે વેડિંગ ફિલ્મ ફોટોગ્રાફર છે અને લગ્નના ફોટો લગ્નવિઘિઓ પૂરી થયા પછી જાહેર કરાશે. આ ફોટા સાંજે 6 વાગ્યાની આસપાસ શેર કરી શકે છે. દીપવીરે ઈટાલીના સમય પ્રમાણે લેક કોમોમાં કોંકણી શૈલી પ્રમાણે સવારે લગ્ન કર્યા હતા. એક સ્રોત પ્રમાણે, "મહેમાનોએ સમારંભને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતીય પોશાક પહેર્યાં હતા. દીપિકાએ રેડ એન્ડ ગોલ્ડ રંગની સાડી અને જ્વેલરી પહેરી હતી. રણવીરે સફેદ કુર્તો અને ધોતી પહેરી હતી".

Continue reading...
દીપિકા-રણવીરના લગ્નનો આ હતો અંદાજ

બોલિવૂડની બ્યુટી ક્વીન અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સવારથી જ એશ પર શુભકામનાનો વરસાદ શરૂ થયો હતો. એશના લાખો ચાહકો રહેલા છે. દુનિયામાં એશના ચાહકો આજે પણ તેની ફિલ્મની રાહ જાતા રહે છે. ૪૫માં જન્મદિવસે એશે ખાસ ઉજવણી કરી હતી. તે પરિવારની સાથે રહી હતી. એશને હજુ પણ મુખ્ય અભિનેત્રીવાળી ભૂમિકા સાથે ફિલ્મો મળી રહી છે. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવની ભૂમિકા હતી. અલબત્ત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ એશની માગ હજુ પણ અકબંધ રહી છે. તે હાલમાં નવી નવી ફિલ્મની પટકથા વાંચી રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચનને વિશ્વની સૌથી ખૂબસુરત મહિલા તરીકે કોઈપણ શંકા વગર ગણવામાં આવે છે. વર્ષ ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીતી ગયા બાદ ઐશ્વર્યા રાયે બોલિવૂડમાં તેની શાનદાર કેરિયર શરૂ કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને તેની પ્રથમ ફિલ્મ ઓર પ્યાર હો ગયા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ અંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી સફળતા મેળવી હતી.બોલિવૂડમાં પણ અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. ઐશ્વર્યાને ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો પણ હાથ લાગ્યા હતા. અમિતાભ બચ્ચનની પુત્રવધુ તરીકે પણ ઐશ્વર્યાને લોકપ્રિયતા મળી હતી. જા કે ઐશ્વર્યા રાય પોતે કબૂલી ચૂકી છે કે તેની પુત્રીના જન્મ બાદ તેની લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પરિવાર હવે તેના માટે પ્રાથમિકતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન ઓનલાઈન પોલમાં એન્જેલિના જાલીની સાથે બેસ્ટ મધરનો તાજ જીતી ગઈ હતી. તે સંયુક્ત રાષ્ટ્રમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહી છે. જન્મ દિવસની ઉજવણી ઐશ્વર્યા રાય પરિવાર સાથે કરી રહી છે. ઐશ્વર્યા રાયની જે ફિલ્મો ભારે ધૂમ મચાવી ચૂકી છે તેમાં હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, ધૂમ-૨, જાધા અકબર, ગુરુ, ગુજારીશનો સમાવેશ થાય છે. એશની છેલ્લી બે ફિલ્મો ફન્ને ખાન અને યે દિલ હે મુશ્કેલમાં તેની ખુબસુરતી નજરે પડી હતી પરંતુ બંને ફિલ્મ સરેરાશ સફળતા હાંસલ કરી શકી હતી.

Continue reading...
ઐશ્વર્યા રાયના જન્મ દિવસે ચાહકોએ આપેલી શુભેચ્છા
  • 1 2
  • NEXT