બોલીવુડ એક્ટર જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘રોમિયો કબર વૉલ્ટર’નું ટ્રેલર આખરે રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની રિયલ સ્ટોરી પર આધારિત છે જે પોતાની દેશભક્તિ, બહાદુરી અને બલિદાન સાથે દેશની સેવા કરે છે. આ ફિલ્મ ભારત-પાક યુદ્ધની પૃષ્ઠભુમિ પર આધારિત છે. ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર એક સામાન્ય વ્યક્તિના જાસૂસ બનવાની સફર સાથે શરૂ થાય છે. જેના પરિવારમાં એક મા છે. પરંતુ તેના જીવનનો એક ઉદ્દેશ દેશ છે. તેની ફરજ પૂરી કરવા માટે તેને તૈયાર કરવામાં આવે છે અને એક સીક્રેટ મિશન પર પાકિસ્તાનમાં મોકલવામાં આવે ચે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર લૉન્ચ કરવામાં આવ્યુ હતું. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમના અલગ-અલગ 8 લુક્સ છે અને આ લુક્સ ઘણાં આકર્ષક છે. જ્હૉને જણાવ્યું કે ફિલ્મમાં તેણે એક 26 વર્ષના યુવકથી લઇને 85 વર્ષના વૃદ્ધ સુધીનો લુક લીધો છે. ફિલ્મમાં જેકી શ્રૉફે એક ભારતીય અધિકારીની ભુમિકા ભજવી છે જે જ્હૉન અબ્રાહમને જાસૂસી કરવા માટે પાકિસ્તાન મોકલે છે. જણાવી દઇએ કે આ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ સાથે મૌની રૉય પણ જોમા મળશે. ફિલ્મનું ડાયરેક્શન રૉબી ગ્રેવાલે કર્યુ છે અને ફિલ્મ 5 એપ્રિલ 2019ના દિવસે રિલિઝ થશે.