જામનગરમાં એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન એક બાળકીનું મૃત્યું નીપજતાં ચકચાર મચી જવા પામી છે. પગના ભાગે આવેલા સળિયા કાઢવાનાં ઓપરેશન વખતે આ ઘટના ઘટી હતી. આ બનાવમાં તબીબોની બેદરકારીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને પોલીસ ફરિયાદ પણ થઈ છે. માસુમ બાળકીનાં મૃત્યુનાં પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જામનગરમાં ગઈ કાલે એક ખાનગી હોસ્પીટલમાં કરુણ બનાવ બન્યો હતો. તબીબોની બેદરકારીના આક્ષેપ રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે આસુતોષ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ મિશ્રી નામની સાડા ચાર વર્ષની બાળકીને ઓપરેશનમાં લઈ જવામાં આવી હતી. સાથળના ભાગે આવેલા સળિયાને કાઢવા માટે ગઈ કાલે ખાનગી હોસ્પિટલનાં તબીબોએે ઓપરેશન વિધિ હાથ ધરી હતી. બાળકી ભાન જ ન આવી એકાદ કલાક સુધી ઓપરેશન ચાલ્યા બાદ બાળકી ભાનમાં આવી ન હતી અને બેભાનઅવસ્થામાં જ મૃત્યું પામી હતી. આ બનાવને પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. રણજીત સાગર રોડ પર મયુર ટાઉનશીપમાં રહેતા મિતેશભાઈ છગનભાઈ ભંડેરીની પુત્રીનું આપેરશેન વખતે જ મૃત્યું થતાં તબીબોની બદેરકારીના કારણે મૃત્યું થયાનો આક્ષપે લગાવી આ મામલે જવાબદાર હોસ્પિટલનાં તબીબો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાતા તબીબી આલમ અને શહેરભરમાં ચકચાર જાગી છે