આપણને બધાને પોતાના વાળ પ્રત્યે પ્રેમ હોઈ છે. એમાં પણ બહેનો ને વધારે હોઈ છે. આજ જોવા જઈએ તો માર્કેટમાં આવતા નવા નવા કેમીકલોને કારણે વાળ ખરતા જાય છે અથવા તો ધોળા થતા હોઈ છે. આપડે વાળ ને લગતી સમસ્યાઓ જોઈએ તો વાળ ખરી જવા, સફેદ થઈ જવા, ટાલ પડી જવી જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. સફેદ વાળ થી છુટકારા માટે લોકો વાળ માં કાળા રંગની કે અલગ અલગ રંગની ડાઈ કરે છે. ડાઈ કરવી એ સૌથી સરળ ઉપાય છે પણ, ડાઈ કરવાથી પરમેનેન્ટ સોલ્યુશન નથી આવતું માટે સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે અમુક ઘરેલું નુસખા અપનાવા જોઈએ. આ ઘરેલું નુસખા વાળ માટે ખુબ ફાયદાકારક હોય છે. સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે રોજ વ્યાયામ અને પોષ્ટિક આહાર ની જરૂર પડે છે. આવું કરવાથી શરીર પણ સ્વસ્થ રહેશે અને નાની ઉમરમાં સફેદ વાળ ની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. તો ચાલો જાણીએ સફેદ વાળ થી છુટકારો મેળવવાના ઘરેલું ઉપચાર. આજે આપણે જે નુસખાની ચર્ચા કરવાની છે એમના માટે ત્રણ વસ્તુની જરૂર પડશે. એ ત્રણ વસ્તુ ભેગી કરી ને બનશે. એ ત્રણ વસ્તુ માં મરી, મીઠો લીમડો ને પાણી છે. તમને જણાવીએ કે મરી માં પીપેરી, પીપેરીડીયન, ચૈવીસીન નામના તત્વો અને સ્ટાર્ચ મળી આવે છે, જે મીઠા લીમડાના પાન સાથે મળીને પાવરફુલ ઔષધી બની જાય છે. બનાવની રીત : આ નુસખા માટે મરી ને બારીક પીસીને 100 ગ્રામ પાણીમાં ૧૦ મીઠા લીમડાના પાન અને પીસેલી મરી નાખી અને જ્યાં સુધી પાણી અડધું ના બળી જાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ એને ઠંડુ પડવા દો. પછી નહાવા ના ત્રીસ મિનીટ પહેલા વાળ માં લગાડી દો. પછી નહાવા સમયે માથું ધોઈ નાખો. આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાથી સફેદ વાળ ની સમસ્યા દુર થશે અને વાળ કાળા થઈ જશે.