કેન્દ્રીય મેડિકલ બિલના વિરોધમાં આજે દેશભરના ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. ત્યારેસૌરાષ્ટ્રમાં પણ ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. રાજકોટમાં ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક ડોક્ટરો હડતાળ પર રહેશે. ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સેવા ખોરવાતા અનેક દર્દીઓ રઝળશે.