રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એન્યુઅલ બેઠકમાં જિયો ફાઈબર પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ લોન્ચિંગ દરમિયાન જિયો ફાઈબર વેલકમ ઓફર રજૂ કરી, જે અંતર્ગત ગ્રાહકોને જિયોના હાલ નંબરથી જ જિયો ગીગ ફાઈબરનું એક્સેસ મળશે. આ સિવાય જિયો ફોર અવર પ્લાનની સાથે ગ્રાહકોને ફ્રીમાં એલઈડી ટીવી અને 4ના સેટટોપ બોક્સ ફ્રીમા મળશે. જોકે જે ગ્રાહકો વાર્ષિક પ્લાન લેશે તેને જ સેટટોપ બોક્સ ફ્રીમાં મળશે. કંપનીએ તેનું નામ જિયો ફાઈબર વેલકમ ઓફર રાખ્યું છે. અંબાણીએ જણાવ્યું કે દર મહિને 1 કરોડ ગ્રાહકો જિયો સાથે જોડાઈ રહ્યાં છે. જિયો ગીગાફાઈબરના પ્લાનની કિંમત જિયો ટેરિફના બેસિક પ્લાનની સ્પીડ 100 એમબીપીએસ હશે, જયારે વધુમાં વધુ સ્પીડ 100 એમબીપીએસ હશે. જિયો ગીગાફાઈબરના પ્લાનની કિંમત 700 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા પ્રતિ મહીને હશે. જિયો ગીગાફાઈબરમાં ગ્રાહકો ડેટા કે વોઈસ બેમાંથી કોઈ એકમાં જ પૈસા ખર્ચ કરશે. એટલે કે એક પર એક ફ્રી છે. આ અંતર્ગત જિયો ગીગાફાઈબરના ગ્રાહકો અમેરિકા અને કેનેડામાં 500 રૂપિયા મહીનાના પ્લાનથી અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જિયો ગીગાફાઈબરની સુવિધા ગ્રાહકોને 5 સપ્ટેમ્બરથી મળશે. જોકે કયાં પ્લાનની સાથે ટીવી ફ્રીમાં મળશે. તેની હાલ કોઈ માહિતી નથી. એજીએમ દરમિયાન અંબાણીએ જણાવ્યું કે કંપની 4જેથી ઝડપથી 4જી પ્લસ પર સ્વિચ કરનારી છે. સાથે જ 5જીના લોન્ચિંગ બાદ જિયોના ઓછી કિંમતના 5જી પર સ્વીચ કરી શકાશે. લોન્ચિંગના દિવસે જ ટીવી પર જોઈ શકાશે નવી ફિલ્મ ઈવેન્ટ દરમિયાન આકાશ અને ઈશા અંબાણીએ મિક્સ રિયલ્ટી રજૂ કર્યું હતું. તેને કંપનીની એમઆર લેબમાં ડિઝાઈન કરવામાં આવી છે. એક તરફથી વીઆર હેડસેટ છે. કંપનીએ તેનું નામ જિયો હોલોબોર્ડ રાખ્યું છે અને તેનું વેચાણ ઝડપથી બજારમાં થશે. ઈવેન્ટ દરમિયાન જણાવવામાં આવ્યું કે જિયો પ્રીમયમના ગ્રાહકો તે જ દિવસે પોતાના ઘરે નવી ફિલ્મ જોઈ શકશે, જે દિવસે ફિલ્મ રિલિઝ થશે. ટેસ્ટિંગ દરમિયાન 5 લાખ ઘરોમાં પહોંચ્યા જિયો ગીગાફાઈબર મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ગીગાફાઈબરમાં 15 મિલિયન એટલે કે 1.5 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જિયો ગીગાફાઈબરનું લક્ષ્ય 2 કરોડ ઘરો અને 1.5 કરોડ બિઝનેસ કંપનીઓ સુધી પહોંચવાનું છે. હાલ 5 લાખ ઘરોમાં તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, જે ભારતનો સૌથી મોટો બીટા પ્રોગ્રામ છે. જિયો ગીગાફાઈબરના ગ્રાહકોને મળશે આ સુવિધાઓ જિયો ગીગા ફાઈબર અંતર્ગત ગ્રાહકોને લેન્ડલાઈન ફોનની સુવિધાની સાથે, અલ્ટ્રા હાઈ ડેફિનેશન એન્ટરટેન્ટમેન્ટ કન્ટેન્ટ, વર્ચ્યુઅલ રિયલિટી કન્ટેન્ટ, વીડિયો કોન્ફોરન્સિંગ, વોઈસ કોલિંગ, ઈન્ટરેક્ટિવ ગેમિંગ, હોમ સિક્યોરિટી અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ મળશે.