વિશાખાપટ્ટનમમાં ઓફશોર સપ્લાઈ વેસલ કોસ્ટલ જગુઆર જહાજમાં સોમવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે અચાનક જ જહાજમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. ત્યારબાદ જહાજમાં સવાર 29 લોકો જીવ બચાવવા માટે પાણીમાં કુદી ગયા હતા. ઘટના અંગે જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચી ભારતીય તટરક્ષક બળની ટીમે 28 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ગુમ થયો છે. જેની શોધખોળ ચાલુ છે.