ભાવનગર અહેવાલ :કૌશિક વાજા 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. રાષ્ટ્રના અને સમાજ જીવન ઘડતરમાં શિક્ષકનું દાયિત્વ અનેરું છે ત્યારે બાળપણથી જ વિધાર્થીઓમાં શિક્ષકત્વ જાગે તેવા શુભ ભાવ સાથે તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. બાલ ભૂલકાઓ કાલી ઘેલી ભાષામાં શિક્ષણ કાર્ય સાથે નેતૃત્વના ગુણ ખીલે તેવા ઉદેશ્ય સાથે આચાર્ય અને સંચાલક જેવી કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી આ દિવસને યાદગાર બનાવવા યશકલગી બન્યા હતા. શાળા પરિવારના આંગણે કુલ 108 વિધાર્થીઓએ શિક્ષણ કાર્યમાં ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિધાર્થીઓને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ સહ અભિનંદન.