વડતાલ મંદિરના સુવ્રત સ્વામીએ પાર્ષદ સગીરને રૂષિકેશ લઇ જઇ ત્રણ માસ સુધી સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંતવલ્લભસ્વામી સામે મુખ્ય આરોપીને મદદ કરવાનો ચકલાસી પોલીસ મથકે સગીરના પિતાએ ત્રણે સંતો સામે કલમ ૩૭૭, ૫૦૪, ૫૦૬-૨, ૧૧૪ તથા પ્રોટેક્ષન ઓફ ચીલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એકટ ૨૦૧૨ની કલમ-૪, ૫ એલ, ૬ મુજબ ફરીયાદ આપતા ગુનો નોંધાયો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી-ગુરૂભક્તિ સંભવસ્વામીએ થોડા સમય પુર્વે દક્ષિણ ગુજરાતના એક મોટા શહેરમાં વસવાટ કરતા સત્સંગીએ પોતાના પુત્ર ઉ.વ ૧૫ ને સ્વામીને ગુરૂ તરીકે માનીને કેટલાક સમય પહેલા મંદિરમાં પાર્ષદ તરીકે મુકેલ સગીર વડતાલ લક્ષ્મિનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ પણ શરૂ કરેલ અભ્યાસની સાથે સાથે ભગવાનની ભક્તિ અને સુવ્રત સ્વામીની સેવામાં જોડાયેલ ત્યારે સંપ્રાદાયના સિધ્ધાંતને વરેલા પાર્ષદ કિશોરને ગુરૂની સેવા કરવી અને ગુરૂની આજ્ઞા।નું પાલન કરવું તેવું પિતાએ જણાવેલ હોય ત્યારે સુવ્રત સ્વામી સગીર પાસે જુદા જુદા કામો કરાવી પગ દબાવડાવતા હતા. અને થોડા સમય પુર્વે સ્વામી પાર્ષદને કોઇ બહાના હેઠળ રૂષિકેશ ખાતે લઇ ગયા હતા અને તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું....