61 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો ગેટઅપ કરીને ન્યૂયોર્ક જવાની કોશિષ કરી રહેલા 32 વર્ષના એક વ્યક્તિને CISFની ટીમે દિલ્હી એરપોર્ટ પરથી જ દબોચી લીધો. તેણે પોતાના વાળ અને દાઢી-મૂંછોને કલર કરી દીધો હતો. ખાસ વાત એ છે કે તેણે ઇમિગ્રેશનની આંખોમાં ધૂળ ફેંકીને ક્લિયરન્સ પણ લઇ લીધુ હતું, પરંતુ CISFની નજરમાં પકડાઇ ગયો. તે અમદાવાદનો રહેવાસી છે. સીઆઇએસએફે તેને પોલીસના હવાલે કરી દીધો છે. CISFએ કહ્યું કે પકડાયેલા આરોપીનું નામ જયેશ પટેલ (30 વર્ષ) છે. તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ 81 વર્ષના વૃદ્ધનો વેશ ધારણ કરીને અમરીક સિંહના નામ પર ન્યૂયોર્ક જઇ રહ્યો હતો. તેણે પોતાને વૃદ્ધ દેખાડવા માટે ઝીરો નંબરના ચશ્મા પણ પહેરી રાખ્યા હતા. તેઓ વ્હીલચેર પર હતા. ટી-3માં ફાઇનલ સુરક્ષા તપાસ માટે જ્યારે સીઆઇએસએફના એસઆઇ રાજવીર સિંહે તેને વ્હિલ ચેર પરથી ઉઠવા માટે કહ્યું તો તેણે ઇન્કાર કરી દીધો. તે આંખ મિલાવીને વાત કરી રહ્યો નહોતો, એવામાં એસઆઇને તેના પર શંકા ગઇ. SIએ તેનો પાસપોર્ટ જોયો તો તેમાં ડેટ ઓફ બર્થ 1 ફેબ્રુઆરી 1938 હતી. આ હિસાબથી તેઓ 81 વર્ષના થઇ ચૂકયા હતા. એસઆઇ એ તેમને ધ્યાનથી જોયા તો તેની સ્કીન તેની વૃદ્ધ હોવાના પુરાવા આપી રહ્યું નહોતું. શંકા જતા તેમની આકરી પૂછપરચ્છ કરતાં સત્ય ઓકાવ્યું. ત્યારબાદ ખબર પડી કે તેઓ 32 વર્ષના છે અને કોઇ બીજા શખ્સના પાસપોર્ટ પર અમેરિકા જવાની ફિરાકમાં હતા. તેમને દિલ્હી પોલીસના હવાલે કરી દેવાયા છે. આ જ રીતે એક બીજા મામલામાં અફઘાનિસ્તાનના રહેવાસી સૈફી નુરજઇ નામના એક યાત્રીને પકડી પડાયો છે. તેની પાસેથી બે પાસપોર્ટ જપ્ત કર્યા. તેઓ ટી-3થી મલેશિયા જવાની કોશિષ કરી રહ્યા હતા. શંકા જવા પર જ્યારે તેના પાસપોર્ટની તપાસ કરી તો ખબર પડી કે આ કેટલીય વખત પાકિસ્તાન પણ જઇ ચૂકયો હતો. પૂછપરચ્છ કરવા પર તેણે કહ્યું કે તે બીજા કોઇના પાસપોર્ટ પર અહીંથી મલેશિયા જવા માંગતો હતો. તેને પણ પોલીસના હવાલે કરી દીધો છે.