પડધરી અહેવાલ :સતીષ વડગામા શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલી યોગેશ્વર સોસાયટી માં વરસાદ પડતા ઠેરઠેર ઘરમાં પાણી ઘુસતા લોકોમાં રોષ જોવા મડ્યો હતો પડધરી ગ્રામ પંચાયત સરપંચ ને જાણ કરતા મહિલાઓ સાથે ગેરવર્તન કરેલ સ્થાનિક લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી નિમીષ ગણાત્રા નો મોબાઈલ ફોન કરતા ફોન બંધ હોવાથી મામલતદાર સાહેબ શ્રી ફોન કરેલ મામલતદાર સાહેબ શ્રી ઘટના સ્થળે ઉપર જતા સ્થાનીક દ્વારા ઉગ્ર રજુઆત કરતા મામલતદાર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ બોલાવાની ફરજ પડી હતી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી નિમીષ ગણાત્રા ઘટના સ્થળે પહોંચી આગેવાનો ને મળી પાણી ના નિકાલ માટે તાત્કાલિક પગલા લેવાની ખાત્રી આપી હતી