શહેરના સંગ્રામસિંહજી હાઇસ્કુલ મેદાન ખાતે રાવણના મહાકાય પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પરંપરાગત રીતે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો હતો, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ગોપાલભાઈ શીગાળા,નાગરિકબેંક ના ચેરમેન જેન્તીભાઈ ઢોલ,જ્યોતિઆદિત્યસિંહ જાડેજા,પ્રફુલભાઈ ટોળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા સહિત ના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો નો પણ સમાવેશ થયો હતો,ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાવણ દહન યોજવામાં આવ્યું હતું તો સાથે સાથે ડી જે અને આતશબાજી પણ કરવામાં આવી હતી અવનવા ફટાકડા સાથે સાથે આકાશી રંગોળી ને પણ ગોંડલ વાસીઓ માણી હતી