આજરોજ આ બાબતે ભવનાથ ખાતે પીજીવીસીએલ દ્વારા એક સલામતી સેમિનારનું આયજન કરી, સ્નેહ મિલન રાખવામાં આવેલ, જેમાં જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીને બિરદાવવાના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પીઆઇ કે.કે.ઝાલા, એ ડિવિઝન પોલીસના કામગીરી કરનાર પીએસઆઇ કે.બી.લાલકા તથા સ્ટાફના હે.કો. ભૂપતસિંહ, અનકભાઈ, સહિતના સ્ટાફની ટીમનું સન્માન કરવામા આવેલ હતું. આ સેમિનારમાં ઉપસ્થિત પીજીવીસીએલના સિનિયર એન્જીનિયરો શ્રી અજાગીયા સાહેબ, પાઘડાર સાહેબ, વોરા સાહેબ, ડઢાણીયા સાહેબ, રાખોલિયા સાહેબ, પરમાર સાહેબ, સહિતના અધિકારીઓ દ્વારા જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી, હંમેશા સામાન્ય માણસોને ભવિષ્યમાં મદદરૂપ થતા રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી તેમજ આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ હતો. પોલીસ વિભાગમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ કામગીરી ફરજના ભાગરૂપે કરવામાં આવેલ હોવા છતાં, જૂનાગઢ પોલીસની કદર કરી, કરવામાં આવેલ સન્માન બદલ આભાર વ્યક્ત કરી, આ પ્રકારે કરવામાં આવેલ સન્માન અને કદરના કારણે અન્ય પોલીસ કર્મચારીઓ પણ એની અસર પડશે અને ભવિષ્યમાં પણ આ જ રીતે કામગીરી કરવાની ખાત્રી આપવામાં આવેલ હતી.... આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર મુજબ કરવામાં આવેલ સાહિષ્ણુતા ભરી કામગીરી અંગે રાખવામાં આવેલ સન્માન સમારંભ, સલામતી સેમિનારનો કાર્યક્રમ સફળ રહ્યો હતો.....