બોલિવૂડની બ્યુટી ક્વીન અને અમિતાભ બચ્ચનની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી હતી. સવારથી જ એશ પર શુભકામનાનો વરસાદ શરૂ થયો હતો. એશના લાખો ચાહકો રહેલા છે. દુનિયામાં એશના ચાહકો આજે પણ તેની ફિલ્મની રાહ જાતા રહે છે. ૪૫માં જન્મદિવસે એશે ખાસ ઉજવણી કરી હતી. તે પરિવારની સાથે રહી હતી. એશને હજુ પણ મુખ્ય અભિનેત્રીવાળી ભૂમિકા સાથે ફિલ્મો મળી રહી છે. એશ છેલ્લે ફન્ને ખાન ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં તેની સાથે અનિલ કપુર અને રાજકુમાર રાવની ભૂમિકા હતી. અલબત્ત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ એશની માગ હજુ પણ અકબંધ રહી છે. તે હાલમાં નવી નવી ફિલ્મની પટકથા વાંચી રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચનને વિશ્વની સૌથી ખૂબસુરત મહિલા તરીકે કોઈપણ શંકા વગર ગણવામાં આવે છે. વર્ષ ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીતી ગયા બાદ ઐશ્વર્યા રાયે બોલિવૂડમાં તેની શાનદાર કેરિયર શરૂ કરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને તેની પ્રથમ ફિલ્મ ઓર પ્યાર હો ગયા સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ અંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી સફળતા મેળવી હતી.બોલિવૂડમાં પણ અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. ઐશ્વર્યાને ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો પણ હાથ લાગ્યા હતા. અમિતાભ બચ્ચનની પુત્રવધુ તરીકે પણ ઐશ્વર્યાને લોકપ્રિયતા મળી હતી. જા કે ઐશ્વર્યા રાય પોતે કબૂલી ચૂકી છે કે તેની પુત્રીના જન્મ બાદ તેની લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. પરિવાર હવે તેના માટે પ્રાથમિકતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન ઓનલાઈન પોલમાં એન્જેલિના જાલીની સાથે બેસ્ટ મધરનો તાજ જીતી ગઈ હતી. તે સંયુક્ત રાષ્ટ્રમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી રહી છે. જન્મ દિવસની ઉજવણી ઐશ્વર્યા રાય પરિવાર સાથે કરી રહી છે. ઐશ્વર્યા રાયની જે ફિલ્મો ભારે ધૂમ મચાવી ચૂકી છે તેમાં હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, ધૂમ-૨, જાધા અકબર, ગુરુ, ગુજારીશનો સમાવેશ થાય છે. એશની છેલ્લી બે ફિલ્મો ફન્ને ખાન અને યે દિલ હે મુશ્કેલમાં તેની ખુબસુરતી નજરે પડી હતી પરંતુ બંને ફિલ્મ સરેરાશ સફળતા હાંસલ કરી શકી હતી.