ફાઈનલી બાજીરાવ અને મસ્તાની સત્તાવાર રીતે એકબીજાના થઈ ચૂક્યા છે. ઓનસ્ક્રીન વારંવાર લવીડવી તરીકે દેખાયા બાધ હવે રિયલ લાઈફમાં પણ દીપવીર લગ્નના બંધને બંધાઈ ચૂક્યા છે. ગઈકાલે ઈટાલીના લેક કોમોમાં કોંકણી રીતિ-રિવાજથી પરંપરાગત રીતે લગ્ન સમારોહ યોજાયો. દીપવીરના લગ્નને સંપૂર્ણ રીતે અંગત માહોલ બનાવવા ઈચ્છતા હતા. એટલે લગ્ન સમારંભમાં ફોન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રખાયો હતો. તો સુરક્ષાના અનેક પગલા લેવામાં આવ્યા હતા. આખો દેશ દીપવીરના લગ્નના ફોટા જોવા ઈચ્છતો હતો. પરંતુ ચાહકોને પણ ઓનલાઈન દેખાતા ફોટોથી સંતોષ કરવો પડ્યો હતો . જો કે આ નવયુગલ સત્તાવાર રીતે ફોટો જાહેર કરશે જે સિંધી શૈલીથી લગ્ન થયા પછી સાંજે જાહેર થશે. સૂત્રો અનુસાર દીપિકા અને રણવીરે ખાતરી આપી હતી કે તેઓ આ આનંદ તેમના ચાહકો સાથે જરૂર શેર કરશે. વિશાલ પંજાબી સત્તાવાર રીતે વેડિંગ ફિલ્મ ફોટોગ્રાફર છે અને લગ્નના ફોટો લગ્નવિઘિઓ પૂરી થયા પછી જાહેર કરાશે. આ ફોટા સાંજે 6 વાગ્યાની આસપાસ શેર કરી શકે છે. દીપવીરે ઈટાલીના સમય પ્રમાણે લેક કોમોમાં કોંકણી શૈલી પ્રમાણે સવારે લગ્ન કર્યા હતા. એક સ્રોત પ્રમાણે, "મહેમાનોએ સમારંભને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતીય પોશાક પહેર્યાં હતા. દીપિકાએ રેડ એન્ડ ગોલ્ડ રંગની સાડી અને જ્વેલરી પહેરી હતી. રણવીરે સફેદ કુર્તો અને ધોતી પહેરી હતી".