દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના લગ્ન બાદ જો કોઈના લગ્નને લઈ વધુ ચર્ચા થઈ રહી હોય તો તે છે પ્રિયંકા અને નિક જોનસની. આ બન્ને આગામી મહિને લગ્નના બંધનમાં બંધાશે. પ્રિયંકા ચોપડાએ પણ લગ્નને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે. પ્રિયંકા નિક જોધપુરના તાજ ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કરશે. આ લગ્નની તૈયારીઓ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શરુ કરવામાં આવશે. પ્રિયંકા અને નિકના લગ્ન ૨ ડિસેમ્બરે યોજાવાના છે. ત્યારે પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં જ લગ્નની તૈયારીઓ માટે જોધપુરની મુલાકાત લેશે. પ્રિયંકા ચોપડા અત્યારે દિલ્હીમાં પોતાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના શુટિંગમાં વ્યસ્ત છે. સુત્રોના જણાવ્યા મુજબ, પ્રિયંકા પોતાના સાસરીયાવાળા સાથે જોધપુર જઈને લગ્નને લઈને ચાલી રહેલ તૈયારીઓનું નિરીક્ષણ કરશે.