CRICKET

no
ન્યુઝીલેન્ડ સામે વનડે સીરીઝમાં ધોની અને વિરાટ કોહલી બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ

ટીમ ઇન્ડિયાનો ન્યુઝીલેન્ડનો પ્રવાસ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આ પ્રવાસ પર પાંચ વનડે અને ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સીરીઝ રમશે. ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે સીરીઝની પ્રથમ વનડે ૨૩ જાન્યુઆરીના નેપિયરમાં રમાશે. એવામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વનડેમાં સૌથી વધુ રનની બાબતમાં ભૂતપૂર્વ વેસ્ટ ઇન્ડીઝ ખેલાડી બ્રાયન લારાને પાછળ છોડી શકે છે. આગામી વનડે સીરીઝમાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સર્વાધિક રનોની બાબતમાં વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાને પાછળ છોડી શકે છે. બ્રાયન લારાના નામે ૧૦૪૦૫ રન છે અને તે યાદીમાં ૧૦ માં સ્થાન પર છે. પરંતુ હવે સવાલ એ ઉઠ્યો છે કે, બનેમાંથી પહેલા બ્રાયન લારાનો રેકોર્ડ કોણ તોડશે. વિરાટ કોહલી અત્યાર સુધી વનડે કારકિર્દીની ૨૧૯ મેચમાં ૫૯.૬૮ ની એવરજથી ૧૦૩૮૫ રન બનાવી ચુક્યા છે જેમાં ૩૯ સદી અને ૪૮ અડધીસદીનો સમાવેશ થાય છે. બ્રાયન લારાને પાછળ છોડવા માટે વિરાટ કોહલીને હવે માત્ર ૨૧ રનની જરૂરત છે. મહેન્દ્ર સિંહ ધોની વધુ પાછળ નથી તેમના નામે ૩૩૫ મેચમાં ૫૦.૮૧ ની એવરજથી ૧૦૩૬૬ રન છે અને બ્રાયન લારાને પાછળ છોડવા માટે તેમને માત્ર ૪૦ રનની જરૂરત છે. આંકડાને જોવામાં આવે તો એ કહેવું ઘણું મુશ્કેલ છે કે, બંનેમાંથી પહેલા કોણ બ્રાયન લારાનો રેકોર્ડ તોડશે. બંને બેટ્સમેન રેકોર્ડના ઘણા નજીક છે અને કદાચ આગામી મેચમાં બંને બ્રાયન લારાથી આગળ નીકળી જશે.

More +
no
રોહિત ના ઘરે આવી નાની પરી પત્ની રિતિકા એ આપ્યો દીકરી ને જન્

ટિમ ઇન્ડિયા ના ઓપનર રોહિત શર્મા ના ઘરે દીકરી નો જન્મ થયો છે. તેની સુંદર પત્ની રિતિકા સાજદેહ એ રવિવાર ના રોજ એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે.રિતિકા ના કઝીન સીમા ખાન એ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે સીમા ખાન અભિનેતા અને નિર્માતા સોહૈલ ખાન ની પત્ની છે. સીમા એ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપતા લખ્યું કે બેબી ગર્લ માસી અગેઇન". જ્યા ક્રિકેટે ખિલાડીઓ ના જીવનની દરેક ક્ષણ મીડિયા માં છવાઈ જાય છે. જયારે રોહિત અને રિતિકા શર્મા એ પ્રેગનેન્સી ની જાણકારી ને દુનિયાથી છુપાવીને રાખી હતી. જો કે અમુક સમય પહેલા રોહિતે એ સંકેત આપ્યો હતો કે તે અમુક જ સમયમાં પિતા બનવાના છે. રોહિત ના પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન માઈકલ ક્લાર્ક ની સાથે એક પ્રમોશનલ વિડીયો માં પોતાની પત્ની ના પ્રેગ્નેન્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. ક્લાર્ક સાથે વાત કરતા રોહિતે કહ્યું કે,"હું પિતા બનવા માટે હવે વધારે રાહ નહિ જોઈ શકું. હું તે સમયની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જયારે મારી પત્ની મને પિતા બનવાની જાણકારી આપશે. તે અમારા જીવનને બદલી દેનારી ક્ષણ હશે". રોહિત શર્મા હાલ ટિમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયામાં છે, જ્યા ભારતના 4 ટેસ્ટ મેચો ની સિરીઝ માં 2-1 થી વધારો કર્યો છે. પિતા બનવાની ખબર મળતા જ રોહિત શર્મા મુંબઈ પાછા આવી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ની વચ્ચે ચોથો અને છેલ્લો ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ માં રમવામાં આવશે. જો ભારત ટેસ્ટ મૈચ જીતી લેશે તો તે તેની ઐતિહાસિક સિરીઝ જીત હશે.

More +
no
ઋષભ પંતે એક હાથે ફટકારી એવી જબરદસ્ત સિક્સર

ટીમ ઇન્ડિયાએ ચેન્નઇમાં રમાયેલી ત્રીજી ટી-20મેચમાં વેસ્ટઇનિડીઝને 6 વિકેટે હરાવીને મહેમાન ટીમના 3 મેચોની સિરિઝમાં 3-0થીસૂપડા સાફ કરી નાંખ્યા છે. ટીમ ઇન્ડિયાની આ જીતમાં ઝળહળી ઉઠેલા બે સિતારા ઋષભ પંત અને શિખર ધવનની પણ વાહવાહી થઇ રહી છે. ટીમ જ્યારે મુશ્લેકીમાં હતી ત્યારે આ બંને ખેલાડીઓએ ટીમને ઉગારી આ દરમિયાન ઋષભ પંત જ્યાપે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે એક એવી સિક્સર ફટકારી જેને જોઇ મેદાન પર હાજર સૌકોઇ દંગ રહી ગયાં. ભારતીય ઇનિંગની 13મી ઓવરના અંતિમ બોલ પર કિરોન પોલાર્ડના બોલ પર ઋષભ પંતે લૉગ ઑનની દિશામાં પોતાના એક હાથથી જ જબરદસ્ત સિક્સર ફટકારી દીધઈ. પંતની આ સિક્સર જોઇને બોલર પોલાર્ડની સાથે સૌકોઇ દંગ રહી ગયાં. ઋષભ પંતે પોતાની ટી-20 કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારીને 38 બોલમાં 58 રન કર્યા. આ ઇનિંગમાં તેણે 5 ફોર અને 3 સિક્સર ફટકારી. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડીઝ ટીમ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ (3rd T20I) ચેન્નઈનાએમ.એ.ચિદ્મબરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાંઉતરનારી વેસ્ટ ઈન્ડીઝ ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતાં અનેભારતને જીતવા માટે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તો પ્રવાસી ટીમનો સ્કોરનોપીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે જવાબમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવીનેજીત પ્રાપ્ત કરી હતી. વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતીય ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ટીમઈન્ડિયાએ 3 મેચોનીટી-20શ્રેણીમાં3-0થીજીત મેળવી હતી.

More +
no
ગુજરાત મહિલા ક્રિકેટ અંડર ૧૯ માં ડીસાની બે મહિલા ખેલાડીની પસંદગી

ગુજરાત ક્રિકેટ એસો. સંચાલિત અન્ડર-૧૯ વિમેન્સ ક્રિકેટની પસંદગી પ્રક્રિયા તા. ર૬ થી ગુજરાત કોલેજના મેદાન ઉપર શરૂ થઈ છે. જેના ડીસાના ન્યુ ટી.સી.ડી. ક્રિકેટ મેદાન ઉપર તૈયાર થઈ રહેલ કુમારી મમતા ધોબી તેમજ કુમારી હીના પરમારની પસંદગી કેમ્પમાં પસંદગી થઈ છે. ઉત્તર ગુજરાતનું ક્રિકેટનું મક્કા ગણાતું ડીસાનું ન્યુ ટી.સી.ડી. ક્રિકેટ મેદાન જ્યાં ગરીબ ખેલાડીઓને તૈયાર કરી ગુજરાત તેમજ નેશનલ લેવલ સુધી પહોંચાડવામાં આવે છે. છેલ્લા સત્તર વર્ષથી ન્યુ ટી.સી.ડી. ક્રિકેટ મેદાન ઉપર ડીસા ક્રિકેટ એકેડેમી દ્વારા મહિલા ક્રિકેટરો તેમજ બાળકો નિઃશુલ્ક ક્રિકેટનું ઈન્ટરનેશનલ પધ્ધતિથી કોચિંગ રાખવામાં આવે છે.

More +

football

Sport

no
વધુ મેડલ જીતવા વધુ મહેનત કરીશ’: વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પ્યિન સિંધુ

વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પિયનનો ખિતાબ જીતીને પીવી સિંઘુ સોમવારે સ્વદેશ પાછી ફરી ત્યારે પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અગાઉ બે વખત સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપની સ્પર્ધા હારી ચૂકી હતી. પરંતુ હિંમત ન હારતાં એણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને સતત પુરુષાર્થ કરીને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ પર મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું કે ભવિષ્યમાં હું દેશ માટે વધુ મેડલ્સ જીતી લાવું એવી મારી પોતાની આશા છે.

More +
no
મેચમાં ફરી વરસાદ પડે તો ભારતને કેટલો મળશે ટાર્ગેટ? જાણો ગણતરી

વર્લ્ડ કપમાં જો આજે (બુધવાર) વરસાદના કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિ-ફાઇનલ મેચ અધુરી રહે તો ભારતને કેટલો ટાર્ગેટ આપવામાં આવશે? આ પ્રકારના સવાલ બધા વિચારી રહ્યાં છે. મંગળવારે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી 46.1 ઓવરમાં 211/5 રન બનાવ્યા હતા. આ સંદર્ભમાં ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, જો ભારતને 46 ઓવર રમાડવામાં આવે તો તેમને 237 રનનો ટાર્ગેટ મળી શકે છે. એવી જ રીતે 40 ઓવરમાં 223 રનનો ટાર્ગેટ આપવામાં આવશે. જો કે, આ રીતે 35, 30, 25 અને 20 ઓવર રમવા મળે તો ભારતને ક્રમશ: 209, 190, 172 અને 148 રનના ટ્રાગેટનો પીછો કરવો પડી શકે છે. જો આજે મેચ ના રમાઇ તો... તેનો સીધો જવાબ છે કે, આ પરિસ્થિતિમાં ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે અને પોઇન્ટ ટેબલમાં પોઇન્ટ આધારે ભારતને ફાઇનલમાં જગ્યા મળી જશે. તેને લઇ ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે, બંને ટીમોનું પ્રદર્શન તે સમયે લીગ રાઉન્ડમાં જોવા મળશે. અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમા ભારત જેટલી મેચ રમ્યું છે, તેના આધારે પાઇન્ટ્સ ટેબલમાં ભારતે 15 પોઇન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો બીજી તરફ ન્યુઝીલેન્ડના 11 જ પાઇન્ટ્સ છે. આ કારણથી કહેવામાં આવી રહ્યું છે કે, વરસાદને લઇ જો મેચ રદ થાય તો આ પરિસ્થિતિમાં ભારતને કોઇ નુકસાન નથી. માત્ર ન્યુઝીલેન્ડને નુકસાન ભોગવવું પડશે. જો વરસાદના કારણે બંને દિવસ મેચ રમાઇ શકે નહીં તો પોઇન્ટ્સના આધાર પર ભારત સરળતાથી ફાઈનલ ટિકિટ મેળવશે. ખરાબ હવામાનની આગાહી આજની મેચને લઇને જો weather.comનું માનીએ તો મેન્ચેસ્ટરના સમય અનુસાર સવારે 5 વાગ્યાથી વાદળો ઘેરાયા છે. જો કે, સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીમાં વાદળો વિખેરાઇ જશે. પરંતુ સાજે 8 વાગે છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. હવે આ મેન્ચેસ્ટરના હવામાન પર આધાર કરશે કે, શું બુધવારે પણ આ મેચ પૂર્ણ થઇ શકેશે કે નહીં. હવામાન વિભાગની આગાહી એટલિ અપેક્ષિત નથી. મેચ પર શું થશે અસર હવામાન વિભાગે મંગળવારને લઇ જે આગાહી કરી હતી, તે સાચી સાબિત થઇ છે. એવામાં જો બુધવારે પણ વરસાદ પડે છે તો ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પરિણામ વગર (No Results) જ સમાપ્ત થઇ શકે છે. રિઝર્વ ડેનો ફંડો આઇસીસી વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં રિઝર્વ ડેની જોગવાઈ છે. આ નિયમ અનુસાર, જે તારીખે મેચ રમાવવાની છે તે દિવેસ જો મેચ પૂર્ણ થઇ શકે નહીં તો બીજા દિવસે મેચ શરૂ કરવામાં આવે. જ્યાંથી પહેલા દિવસે મેચ રોકાઇ હતી ત્યાંથી શરૂ કરવામાં આવે છે. 1999માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડમાં આ પરિસ્થિતિ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં થઇ ચુકી છે.

More +
no
ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલઃ માન્ચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ, ટોસના સમયે વરસાદ પડે તેવી શક્યતા નહીંવત

22 જૂન 2019ના રોજ માન્ચેસ્ટર ખાતે કાર્લોસ બ્રેથવેટ 101 રને આઉટ થતાં ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે 5 રને જીત્યું હતું. તે પછી તેઓ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા નથી. તેમ છતાં તેઓ ટીમ ઇન્ડિયાની જેમ ચેમ્પિયન બનવાથી માત્ર 2 કદમ દૂર છે. વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ-1 એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે ઉત્સાહનો માહોલ દરેક પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે. ટાઇટલ ફેવરિટ ભારત સારી લયમાં છે અને તેમના માટે વિરાટ કોહલીના કહ્યા અનુસાર આ અન્ય એક મુકાબલો જ છે. બીજી તરફ પોતાની છેલ્લી ત્રણેય મેચ હારનાર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે વરસાદી વાતાવરણ, તેનો ફાયદો ઉઠાવવા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલર્સ અને કેન વિલિયમ્સન જેવો લીડર છે. વર્લ્ડ કપમાં સાતમાંથી 6 સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર કિવિઝને હળવાશથી લેવાની ભૂલ વિરાટ કોહલી કરે એમ નથી. જયારે 6 સેમિફાઇનલ રમીને 3 વાર ફાઇનલમાં પહોંચનાર ટીમ ઇન્ડિયાને ચોથી વાર ફાઇનલમાં જતા કેમ રોકવી તે પ્રશ્ન કેન અને કંપનીને સતાવતો હશે. હેડ ટૂ હેડ: વર્લ્ડકપમાં ભારત કિવિઝ સામેની 8માંથી 3 મેચ જીત્યું અને 4 મેચ હાર્યું છે. જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું,.તેમજ ઇંગ્લેન્ડ ખાતે કિવિઝ સામેની ત્રણેય મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો. પરંતુ કહેવાય છે ને મેચ દરમિયાન ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન પ્રદર્શન કામ આવે છે. કોહલીની ટીમનો તાજેતરમાં કિવિઝ સામે દેખાવ સારો રહ્યો છે. ન્યૂઝીલેન્ડને તેમના ઘરઆંગણે 4-1થી હરાવ્યા પછી આ મેચમાં કોહલી અને કંપની એજ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે. વેધર અને પિચ રિપોર્ટ: માન્ચેસ્ટરમાં વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહિયાં ટૂર્નામેન્ટની 5 મેચ રમાઈ છે અને બધી મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 323 છે. ભારત અહિયાં 2 મેચ રમ્યું છે. પાકિસ્તાન સામે ભારતે 336 રન કર્યા હતા, જયારે વેસ્ટ ઇન્ડિઝ સામે 267 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ બંને મેચ સરળતાથી જીતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે આ ગ્રાઉન્ડ ઉપર એક માત્ર મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 291 રન કર્યા હતા અને 5 રનના નજીવા માર્જિનથી જીત્યું હતું. શું ભારતે કેદારને રમાડવો જોઈએ?: જાધવે કિવિઝ વિરુદ્ધ 29ની એવરેજથી 9 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 5 કરતા ઓછાની ઈકોનોમીએ રન આપ્યા છે. કેન વિલિયમ્સન અને ટોમ લેથમ 2-2 વાર તેના શિકાર થયા છે. કિવિઝ સામે તેનો દેખાવ જોતા ટીમ મેનેજમેન્ટ તેને દિનેશ કાર્તિકની જગ્યાએ રમાડવાનું ચોક્કસ વિચારશે. ટીમ ન્યુઝ ભારતીય ટીમની બોલિંગ લાઈન-અપ તેમની પ્લેઈંગ 11 નક્કી કરશે. ટીમ કેદાર જાધવને રમાડવા ઉત્સુક હશે તેમ જણાય છે. તેના આગમનથી ટીમને છઠો બોલિંગ વિકલ્પ મળે છે. તે ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમાર બંને પોતાનું સ્થાન જાળવી રાખે છે કે કેમ? તે જોવાનું રહેશે. ભારતની સંભવિત પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ બીજી તરફ કિવિઝ માટે નિર્ણય લેવો પ્રમાણમાં સરળ રહેશે. તેમની પ્લેઈંગ 11માં લોકી ફર્ગ્યુસનની ટિમ સાઉથીની જગ્યાએ વાપસી થશે. તે સિવાય અન્ય કોઈ ફેરફાર થાય તેમ જણાતું નથી. ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

More +
no
ભારત-ન્યુઝીલેન્ડ સેમિ ફાઇનલને લઇને લોકોમાં ઉત્સાહ

ઇંગ્લેન્ડમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકોએ ટીમ ઇન્ડિયાની ટી-શર્ટની આજે ધૂમ ખરીદી કરી હતી. અને લોકો ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરીને તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને આજની મેચને લઇને પોતે ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું. ટીમ ઇન્ડિયામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ રમતો હોવાથી વડોદરામાં સેમીફાઇનલનો ઉત્સાહ બેવડાઇ ગયો છે.

More +

Popular

PHOTOS