Breaking news

તમને હરવા-ફરવાનાં શોખિન છો તો તમે હવે બહાર જાઓ તો એક વાર ભુજ અવશ્ય જઇ આવો. અહીં ઐતિહાસિક કલાત્મક ઇમારતો, કિલ્લાઓ અને ઓરીજીનલ હેન્ડીક્રાફ્ટ તેમજ બગીચાઓ અને મંદિરોને લઇ ભુજ ખૂબ જ પ્રસિદ્ધ શહેર છે. પરંતુ જો તમે ભૂજ ફરવા જાઓ તો તમે આટલાં સ્થળોની અવશ્ય મુલાકાત લેજો. કચ્છ મ્યુઝિયમઃ મ્યૂઝિયમને લઇ વાત કરીએ તો આપે અનેક એવાં જૂનાં મ્યૂઝીયમો જોયાં હશે પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે ભુજમાં ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ આવેલું છે. કચ્છનાં કોળી સમાજ દ્વારા ઉપયોગમાં લેવાતા સિક્કાઓ તેમજ પૌરાણિક કચ્છની ભાષાનાં અનેક નમૂનાઓ અહીં જોવા મળશે. આ સિવાય ક્ષત્રપા શિલાલેખો પણ અહીં જોવાં મળશે. આઇના મહેલઃ આઈના મહેલ એ ભૂજમાં સૌથી પ્રચલિત અને જોવાલાયક સ્થળ છે. આઇના મહેલ એ 18મી સદીમાં બંધાયેલો મહેલ છે. આ મહેલની દિવાલો સફેદ આરસની બનેલી છે તેમજ આ મહેલમાં ભાગે ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલ છે. આ મહેલમાં તમને અનેક અરીસાઓ, જૂનાં ચલચિત્રો તેમજ ચાઈનીઝ ટાઈલ્સ અને શાહી પરિવારોની કેટલીક વસ્તુઓ પણ જોવા મળશે જેમાં જૂની તલવારો અને મુજરો કરવામાં આવતો તે જગ્યા પણ અહીં જોવા મળશે. રામકુંડ વાવઃ આ એક એવી અદ્દભુત વાવ છે કે જ્યાં તમને રામાયણનાં પાત્રો તેમજ પ્રમુખ હિંદુ દેવી-દેવતાઓનાં સુંદર ચિત્રો જોવા મળશે. આ વાવ મ્યુઝિયમથી નજીક આવેલી છે. સ્વામિનારાયણ મંદિરઃ તમે અનેક સ્વામિનારાયણ ભગવાનનાં મંદિરો જોયાં હશે પણ તમે ક્યારેય ભૂજનું સ્વામિનારાયણ મંદિર જોયું છે. તો એક વાર તમે અચૂકથી ભૂજનાં સ્વામિનારાયણ મંદિરનાં દર્શન કરજો. કેમ કે ત્યાંની ભગવાનની મૂર્તિ અને એ સિવાય અહીંનાં મંદિરની કલા કોતરણી પણ અદ્દભુત જોવા મળશે. પ્રાગમહેલઃ પ્રાગમહેલ એ એક એવો મહેલ છે કે જેને પહેલી નજરે જોતાં જ સૌ કોઇને અચંબામાં મૂકી દે. પ્રાગમહેલ એ પશ્ચિમી દેશોનાં મહેલ જેવો જ લાગે છે. પ્રાગમહેલની રચના ઈટાલીની ગોથિક શૈલીમાં કરવામાં આવી છે. પ્રાગમહેલનાં ઘણાં તત્વો ભારતીય પણ છે તેમજ ઇ.સ. 2001માં ગુજરાતમાં આવેલા ધરતીકંપને લઇ આ મહેલને ઘણું નુકસાન થયું હતું પરંતુ તેનું રિનોવેશન કરાતા હવે આ મહેલનાં અમુક જ ભાગને પ્રદર્શન માટે મુકાયેલ છે. આ મહેલમાં એક એવું ટાવર આવેલ છે કે જ્યાંથી તમે આખું ભૂજ શહેર જોઇ શકો છો.

Continue reading...
ભૂજ ફરવા જાવ તો આ જગ્યાઓની અચૂકથી લો મુલાકાત

ફરવાનો શોખ છે, પરંતુ જો પૈસા અને બજેટમાં ખોટ વર્તાતી હોય તો પછી ચિંતા કરશો નહીં. તમે ઓછા પૈસામાં પણ તમારા શોખને પરિપૂર્ણ કરી શકો છો. આવો, આપને જણાવીએ એવા પાંચ સ્થળો, જ્યાં તમે પાંચ હજાર રૂપિયાના બજેટમાં આરામથી ફરીને આવી શકો છો. જયપુર- જયપુર દિલ્હીથી 300 કિમી દૂર છે. બસમાં 250 રૂપિયાથી શરૂ કરીને ટ્રેનમાં રૂ. 150 થી શરૂ થાય છે. અહીં બજેટ હોટલની શરૂઆત રૂ. 500 પ્રતિ રાત થી શરૂ થાય છે. એક નાની રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિને ખાવવાનો ખર્ચ રૂ. 100-200 સુધી થશે. તમે અહીં ફરવા માટે એક શહેર બસ લઇ શકો છો, જે વ્યક્તિ દીઠ 200 રૂપિયાની કિંમત છે. અહીં ઘણા ઐતિહાસિક સ્થળો છે જ્યાં સમગ્ર દિવસ દરમિયાન ફેરી શકાય છે. કસૌલનું અંતર દિલ્હીથી લગભગ 517 કિ.મી છે. બસ - રૂ 500 થી શરૂ કરીને, ટ્રેન પણ રૂ 500 થી શરૂ થાય છે. અહીં બારથી લઈને રેસ્ટોરન્ટ સુધીની બધું જ ઉપલબ્ધ છે. મનીકરણથી કસોલનું અંતર માત્ર 5 કિ.મી. છે. અહીં તમને વિદેશી પ્રવાસીઓને પણ ફરતા જોશો. અહીં તમે દરરોજ 500 રૂપિયા પ્રતિ નાઈટની હોટલ મળશે. જે તમે ઑનલાઇન પણ બુક કરી શકો છો. અહીં કેટલાક દિવસો છે જ્યાં તમે શાંતિથી આરામ કરી શકો છે. ઋષિકેશ - ઋષિકેશનું અંતર દિલ્હીથી આશરે 254 કિ.મી. છે. બસમાં 200 રૂપિયાથી શરૂ કરી ટ્રેનમાં રૂ. 55 થી શરૂ થાય છે. ઋષિકેશ નદી રીવર રાફ્ટિંગ માટે ઘણું ફેમસ છે. 2-3 હજાર રૂપિયામાં કંપનીઓ પ્રવાસ પેકેજો આપે છે, જેમાં ખાવા-પીવાનું પણ શામેલ હોય છે. જો તમે ટૂર પેકેજો વગર જાઓ છો, તો તમે આ કરતાં ઓછામાં ફરી શકો છો. દિલ્હીથી ઋષિકેશ સુધી બસભાડા રૂ.200 થી શરૂ થાય છે. નદી કિનારે તમે રાત્રિના 500-1000 રૂપિયાની કિંમતે ટેન્ટ હાઉસ શોધી શકો છો. લેન્સડાઉન, ઉત્તરાખંડ- દિલ્હીથી લગભગ 250 કિમી. બસમાં 1000 રૂપિયા કરતાં પણ ઓછા ખર્ચમાં. તમે કોટદ્વાર પહોંચ્યા પછી તમે સ્થાનિક બસમાંથી લેન્સડાઉન જઈ શકો. કોટદ્વારથી લેન્સડાઉનનું અંતર 50 કિલોમીટર છે. દિલ્હીથી કોટદ્વાર રોડ અને રેલ બંનેથી જોડાયેલ છે. દિલ્હીથી લાન્સડાઉન રૂ. 1000થી પણ ઓછામાં પહોંચી જશો. અહીં તમે 700-800 રૂપિયા પ્રતિ રાતના હિસાબે સારી હોટેલ મળી જશે. આ વિસ્તાર સંપૂર્ણપણે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ધર્મશાળા - દિલ્હીથી આશરે 475 કિ.મી.ના અંતરે આવેલું છે. બસમાં માત્ર રૂ 500 થી શરૂ અને 500 રૂપિયામાં પહોંચી શકો છો. અહીં ખૂબ સારી હોટલ પણ પ્રતિ રાત્રિ 1000 રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ રહેશે. આ પર્વતીય પ્રદેશની સુંદર હરિયાળી તમારું મન ખૂશ કરી લેશે. અહીંથી 10 કિલોમીટર આગળ, મેકલોડગંજ પણ ફરવા માટે એક અદ્ભુત સ્થળ છે. અહીં બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામાનું સુંદર મંદિર છે.

Continue reading...
માત્ર 5 હજાર રૂપિયામાં દેશના આ 5 સુંદર પ્રવાસન સ્થળો.. !

મિત્રો આજકાલ લોકોમાં હરવાફરવા ટ્રેન્ડ ખુબ જ વધી રહ્યો છે. ઘણા લોકો પોતાના બજેટ પ્રમાણે પોતાના પસંદની જગ્યાએ ફરવા માટે જતા હોય છે. કોઈક ગુજરાતના જ સારા સ્થળો પર ફરી લેતા હોય છે, તો કોઈક બીજા રાજ્યમાં જ જતા હોય છે, પરંતુ ઘણા લોકો આજે ભારતમાં એટલા બધા સક્ષમ બની ગયા છે કે તેવો વિદેશોમાં પણ ફરવા માટે જઈ રહ્યા છે. તો તેમાં પણ લોકો પોતાના બજેટ પ્રમાણે સ્થળ નક્કી કરતા હોય છે. કોઈક લોકો લંડન પેરીસ જતા હોય, કોઈ અમેરિકા, કોઈ દુબઈ, ઓસ્ટ્રેલિયા વગેરે ઘણા બધા દેશોમાં લોકો આજે ભારતમાંથી ફરવા માટે જાય છે. તો તેમાં આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવશું જ્યાં આજે ભારતમાંથી ખુબ જ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે દર વર્ષે જાય છે. એ દેશમાં ભારતના જ લોકો શા માટે ખુબ જ ફરવા માટે જાય છે તેનું રહસ્ય ખુબ જ અજુગતું છે. પરંતુ તે દેશમાં દર વર્ષે ભારતીય લોકોની ખુબ જ મોટી ભીડ જોવા મળે છે. થાઇલેન્ડની ટુરિસ્ટ વેબસાઈટ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. તેમણે જે ખુલાસો જણાવ્યો તે દરેક લોકો જાણવો ખુબ જ જરૂરી છે. કેમ કે ત્યાં ફરવા જનાર લોકો ક્યાં હેતુથી જાય છે તે જાણીને તમે આશ્વર્ય ચકિત થઇ જશો. તો ચાલો જાણીએ કે શા માટે ભારતીય લોકો થાઇલેન્ડ માં વધારે ફરવા માટે જાય છે. દરેક દેશની એક ટુરિસ્ટ વેબસાઈટ હોય છે. તેવી જ થાઈલેન્ડ દેશની પણ એક ટુરિસ્ટ વેબસાઈટ છે. તો થાઇલેન્ડ ટુરિસ્ટ વેબસાઈટના એક સર્વેના આધારે તેમણે જણાવ્યું હતું કે સૌથી વધારે ભારતીય અહિયાં જાતીય સંબંધો માટે જ આવે છે. જે લોકો વધારે કામુકતા ધરાવતા હોય છે તેવા ભારતીય ખુબ જ થાઈલેન્ડમાં ફરવા માટે જાય છે. પરંતુ આ વેબસાઈટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય પુરુષો અને અરબના પુરુષોની છબી થાઈલેન્ડમાં ખુબ જ ખરાબ છે. થાઈલેન્ડમાં ભારતીયને એવું પણ કહેવાય છે કે ભારત આર્થિક રીતે થોડો ઓછો સક્ષમ છે એટલે ઓછા પૈસા લઈને આવે. ત્યાં ભારતીય પુરુષોની છબી ખુબ જ ખરાબ છે તેવું માનવામાં આવે છે. ઘણા દેશોમાંથી જો થાઈલેન્ડની રાજધાની બેંકોકમાંમાં જવું હોય તો ચારથી પાંચ કલાક જેવો સમય લાગતો હોય છે. બેંકોકમાં ફરવા માટે આજે ફ્લાઈટનું ભાડું પણ ખુબ જ સસ્તું છે. જેના કારણે આજે સામાન્ય પરિવારનો વ્યક્તિ પણ જો ભારતમાંથી થાઈલેન્ડ ફરવા જાય તો આસાનીથી ફરીને આવી શકે છે. કેમ કે ભારતીય માટે થાઈલેન્ડ જવું ખુબ જ આસાન છે. ત્યાં ભારતીય લોકો યૌન સંબંધો માટે વધારે જવા ઈચ્છે છે. ત્યાં જઈને ભારતીય લોકો સ્પા અને સ્ત્રી દેહની ચાહના માટે વધારે જાય છે. ત્યાં જવું પણ ખુબ જ સરળ છે. આમ જોઈએ તો આખા વિશ્વમાં સારા સારા પર્યટક દેશોઅ થાઇલેન્ડનું નામ ખુબ જ પ્રખ્યાત છે. કેમ કે ત્યાંનું કુદરતી સૌંદર્ય ખુબ જ સુંદર છે. ત્યાંનો દરિયા કિનારો છે તેવો લગભગ આખા ભારતમાં ક્યાંય નથી જોવા મળતો. ત્યાં લગભગ ભારતીય લોકો આ દરિયાની મજા લેવા પણ જાય છે. ત્યાંના બીચ ખુબ જ સુંદર હોય છે અને તેની સુંદરતા જોઇને કોઈ પણ વ્યક્તિ ત્યાં ફરવા માટે ઈચ્છે છે. માટે ઘણા દેશના લોકો ત્યાં આ બીચોની મજા લેવા માટે જાય છે. અને ખાસ કરીને જો ભારતીય લોકોની વાત કરીએ તો ભારતના લોકો માટે આજુબાજુમાં થાઈલેન્ડનો બીચ સૌથી સારો બીચ ક્યાંય છે જ નહિ. સૌથી નજીક અને સારો બીચ ભારતીય માટે થાઈલેન્ડમાં જ છે. ભારતીય લોકો માટે થાઈલેન્ડ સૌથી નજીકનો અને સૌથી સારો પર્યટક દેશ છે. જેના કારણે આજે દરેક ભારતીય ત્યાં ઓછા પૈસામાં પણ ફરી શકે છે. થાઇલેન્ડ દેશ પણ ખુબ જ સસ્તો હોવાના કારણે ભારતીય લોકો ત્યાં જવા માટે આકર્ષાય છે. ભારતના સામાન્ય વર્ગના લોકો યુરોપ જેવા મોંઘા દેશોનો ખર્ચ ન ભોગવી શકે. એટલા માટે તેવા સામાન્ય પરિવારો માટે આ સૌથી સારો વિકલ્પ સાબિત થાય છે. આ કારણે પણ ભારતના લોકો ત્યાં વધારે ફરવા માટે જાય છે.

Continue reading...
ભારતના લોકો આ કારણે જાય છે થાઇલેન્ડ ફરવા માટે

કોઇપણ દેશમાં ફરવા જવા માટે ટુરીસ્ટ વિઝા જરૂરી હોય છે. પરંતુ કેટલાક દેશો તેવા પણ છે, જે ઘણા દેશના નાગરિકોને વિઝા ઓન અરાઈવલની એટલે કે ઈ-વિઝાની સુવિધા આપે છે. તેને મેળવવા માટે ફક્ત તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને કેટલીક ફી ભરવી પડશે. ચાલો આ વાત પર તમને જણાવીએ છીએ, જે ભારતીય નાગરિકોને ઈ વિઝાની સુવિધા આપે છે. ૧. સિંગાપુર દુનિયાના સૌથી મોંઘા શહેરોમાંથી એક છે સિંગાપુર. અહિયાં ભારતીયોને ત્વરિત વિઝા ઓન અરાઇવલની સુવિધા આપવામાં આવે છે. ૨. વિયતનામ દુનિયાના સૌથી ખુબસુરત દેશોમાં વિયતનામનું નામ પણ છે. ત્યાં જવા માટે વિઝાની ફીઝ ઘણી ઓછી છે. ઇન્ડિયન્સ માટે ઈ-વિઝાનું ઓપ્શન પણ ખુલ્લું છે. ૩. તુર્કી તુર્કીમાં તેવા ઘણા ઐતિહાસિક સ્મારકો છે. તે જોવા માટે તમારે ફક્ત ઈ વિઝા માટે એપ્લાય કરવાનું છે અને પહોંચી જવાનું છે તુર્કી. ૪. શ્રીલંકા પડોશી દેશ શ્રીલંકામાં જવા માટે પણ ભારતીય લોકોને વિઝાની માથાકૂટમાં પડવાની જરૂર નથી. અહિયાંની વિઝા એપ્લાઇન્ગ પ્રક્રિયા ઘણી ઝડપી છે. ૨૦ ડોલરમાં અહિયાંના વિઝા મળી જશે. ૫. કમ્બોડિયા ઈતિહાસ, મંદિર અને અન્ય દેશની સંસ્કૃતિમાં રસ છે, તો તમારે કમ્બોડિયા જરૂરથી જવું જોઈએ. તમે માત્ર ૩૦ ડોલર આપીને અહિયાંના વિઝા મેળવી શકો છો. ૬. ઓમાન જુના અને સુંદર સમુદ્રી તટ, શાનદાર પહાડ, અનેક માઈલો લાંબા રણ જેવા આકર્ષક પર્યટન સ્થળોથી ભરાયેલો છે આ દેશ. જો તમે ભારતીય નાગરિક હોવાનો પુરાવો આપો તો અહિયાંના ઈ-વિઝા સરળતાથી મેળવી શકો છો. ૭. મ્યાનમાર એક પહાડ પર આવેલી ગોલ્ડન બુદ્ધના દર્શન કરવા છે તો તમારે મ્યાનમાર જવું પડશે. ત્યાં પણ ભારતીયોને ઈ વિઝાની સુવિધા આપવામાં આવે છે. ૮. મલેશિયા ઉંચી ઉંચી ઇમારતોવાળું મલેશિયા પ્રાકૃતિક ખુબસુરતીથી ભરપુર છે. અહિયાં ફરવા માટે તમે ઈ વિઝા માટે અપ્લાય કરી શકો છો. ૯. જ્યોર્જિયા યુરોપીય દેશ જોર્જિયા તે ગણતરીના દેશોમાંથી એક છે જે ઈ-વિઝાની સુવિધા આપે છે. ત્યાં તમે રાફટીંગ, સ્કીઈંગ જેવા ઘણા એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકો છો. ૧૦. અર્મેનીયા શાનદાર પહાડો અને ઉત્કૃષ્ટ સંસ્કૃતિ ધરાવતો દેશ છે આ. જ્યાં ૧૦૦ વર્ષ જુના અનેક સ્મારકો છે. ત્યાં તાજેતરમાં જ ઈ-વિઝાની શરુઆત કરવામાં આવી છે. ૧૧. બહરીન ફારસની ખાડીમાં આવેલો આ દેશ ભારતીય નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપે છે. દુબઈ સિવાય જો અરબી દેશોમાં તેનો નજારો જોવો હોય, તો તમારે ત્યાં જરૂરથી જવું જોઈએ.

Continue reading...
વગર વિઝાએ જઈ શકે છે ટુરિસ્ટ, મળે છે આ સુવિધા

ભગવાન શ્રી કૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ…… શું ખરેખર ભગવાને તેની સાથે લગ્ન કર્યા હતા…? જાણો આ લેખમાં તેનું સાચું સત્ય….. મિત્રો આપણા ધર્મમાં ઘણી બધી લોકવાયકાઓ છે જેના વિશે લોકો જાણતા નથી હોતા અને તેના અર્થનું ઘટન ફેરવી નાખે છે. તો આજે અમે એવી જ એક લોકવાયકા વિશે તમને જણાવશું. જેની પાછળનું સત્ય ખુબ જ રોચક છે અને તે વાત પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. મિત્રો તમે સાંભળ્યું જ હશે કે ભગવાનને 16000 રાણીઓ હતી. તો ચાલો જાણીએ શું છે રહસ્ય અને તેની પાછળનું સાચું સત્ય પણ. ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે ભગવાન શ્રી કૃષ્ણે 16000 લગ્ન કર્યા હતા. આપણા પુરાણોમાં અને મહાભારતમાં પણ એવું દર્શાવવામાં આવ્યું છે કે ભગવાને 16008 રાણીઓ હતી. પરંતુ વાસ્તવમાં જો વાત કરવામાં આવે તો એ સમયે આ એક પ્રકારની ક્રાંતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે દ્વારિકાના નાથ હતા. તે સમયે એક નરકાસુર નામનો રાજ હતો. જે સ્ત્રીઓનું અપહરણ કરીને લઇ જતો હતો. આવા પાપી રાજાનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો ત્યારે ત્યાં 16000 અપહૃત સ્ત્રીઓને નરકાસુરના ત્રાસ માંથી મુક્ત કરી હતી. બધી સ્ત્રીઓ ખુશીથી ઘરે પોતપોતાના ઘરે ગઈ પરંતુ એ તેના ઘરના સભ્યોએ અને તેના પતિઓએ બધી જ સ્ત્રીઓને સ્વીકારવાની ના કહી દીધી. કેમ કે એ સમયની સામાજિક પરિસ્થિતિના હિસાબથી કોઈ પણ પર પુરુષ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તે અપવિત્ર અને અસામાજિક માનવામાં આવતું હતું. મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓને જ્યારે પોતાના ઘરમાં સ્થાન ન મળ્યું ત્યારે તેની પાસે બે જ રસ્તા હતા. એક તો આત્મહત્યા કરી લે નહિ તો વ્યભિચાર કરવાનો. પરંતુ ત્યાં એક જ એવી જગ્યા હતી જ્યાં તેનો સ્વીકાર થાય. ત્યાર બાદ મુક્ત થયેલી બધી જ સ્ત્રીઓ પોતાની ફરિયાદ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે આ બધી સ્ત્રીઓને ન્યાય અને સામાજિક પ્રતિષ્ઠા મળે તેવું ખુબ જ મુશ્કેલ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કરવું પડ્યું હતું. પરંતુ જો આ બધી જ સ્ત્રીઓને પોતાના હાલ પર છોડી દેવામાં આવે તો સમાજમાં આત્મહત્યા અને વેશ્યાવૃત્તિનું પ્રમાણ વધવા લાગે અને મુક્ત થયેલી સ્ત્રીઓને પોતાનું જ જીવન બોજ લાગવા લાગે. પરંતુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી સામાજિક પરંપરાની વિરુદ્ધ જઈને બધી જ સ્ત્રીઓને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે, “તમે નિર્ભયતા પૂર્વક સમાજમાં રહી શકો છો, જો તમારા પર કોઈ પ્રશ્ન ઉઠાવે તો તમારે માત્ર એટલો જ ઉત્તર આપવાનો છે કે તમે ભગવાન શ્રી કૃષ્ણની પત્ની છો. કેમ કે એક રાજાની પત્ની હોવાને કારણે તમારા પર ક્યારેય કોઈ પ્રશ્ન નહિ ઉઠાવે. આ એક સામાજિક ક્રાંતિકારી નિર્ણય એ સમયમાં લેવાયો હતો જેની મિસાલ આજે પણ છે. એક રાજાએ કોઈ પણ રીતે સમાજમાં આવતા કલંક અને અધઃપતનને અટકાવવું જોઈએ. આજના સમાજવાદી લોકોએ આ બાબતને સમજવી જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનું મહત્વ પણ જાણવું જોઈએ. કેમ કે અત્યારે સમાજવાદના નામ સમાજિક ભેદોને દુર કરવા જોઈ અને એક રાજનું અને નેતાનું આ કર્તવ્ય હોય છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો નરકાસુરનું સ્થાન આજના સમયમાં આસામ પ્રદેશની પાસે આવે છે. ગુજરાતથી લઈને આસામ સુધી કોઈ પણ એવો રાજા એ સમયમાં ન હતો કે જે નરકાસુર જેવા પાપી રાજાની સામે લડવાની હિંમત કરે. કેમ કે નરકાસુરને રોકવાની કે તેની ચેષ્ઠા કરવાનું કોઈ વિચારી પણ શકતા ન હતા. તો એ સમયે એક વ્યક્તિ નરકાસુરને પહોંચી વળે એવું હતું, ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ક્રાંતિકારી કામ કર્યું. કેમ કે જો ધાર્મિક ઈચ્છાપૂર્તિથી 16000 સ્ત્રીઓ સાથે વિવાહ કરવામાં આવ્યા હોત તો ભગવાન શ્રી કૃષ્ણના લગભગ 30 વર્ષ એમાં જ નીકળી જાય. કેમ કે મહાભારત અને ભાગવત પુરાણનો અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ભગવાને ક્યારેય પણ આવા મોજશોખ અને લગ્નના સંબંધમાં સમય વ્યતીત નથી કર્યો. કેમ જે આ 16000 પત્નીઓ માંથી ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ સંતાન હતું તેવો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. કેમ કે આ વિવાહ એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એટલા માટે કરવમાં આવ્યો હતો કે તર છોડેલી સ્ત્રીઓને તે સમાજ માં સમ્માન આપી શકે. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લેવાયેલું આ સામાજિક પગલા સમયે કોઈ પણ બોલી શકતું ન હતું. એટલા માટે ભગવાને તે સમયમાં પોતાની પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને 16000 સ્ત્રીઓને એક સમાજિક સ્થાન આપ્યું હતું. પરંતુ લોકો દ્વારા આજે તેનો અર્થનો અનર્થ કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ વિચાર પર આપણે ગર્વ કરવો જોઈએ, કેમ કે સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે પોતાની પ્રતિષ્ઠાને પણ છોડવા માટે તૈયાર હતા. અને એટલા માટે જ તો રણછોડરાય પણ કહેવાય છે. આ ધાર્મિક લેખને આગળ શેર અવશ્ય કરજો.

Continue reading...
ભગવાન શ્રી કૃષ્ણને શા માટે હતી 16000 રાણીઓ……

વરસાદી ઋતુ બધાને પસંદ હોય છે આ ઋતુને યાદગાર બનવા તેમજ ફેમિલી સાથે સમય પસાર કરવાનું બધાને પસંદ હોય છે.ભીડથી દૂર કોઇ સુંદર જગ્યાએ ફરવા જવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે તમને એવી જ્ગ્યા વિષે જણાવીશું જે વરસાદી ઋતુ માટે ફરવા જવાની શ્રેષ્ઠ જ્ગ્યા છે…કેરલના કોચી શહેરથી ૮૦કિમી દૂર આ એક નાનકડું શહેર છે અલ્લેપી… જે દેશના કિનારા વાળા શહેરોમાં ખાસ ગણાય છે અને વરસાદી ઋતુમાં તેની સુંદરતા બમણી થઈ જય છે. અલ્લેપી તેની સુંદરતા તેમજ હાઉસબોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યાં ટ્રોફી બોટ ની રેસ પ્રતિયોગિતા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યાંનું દ્રશ્ય કોઈ ફિલ્મના સીન થી કામ નથી લાગતું દૂર દૂર સુધી ફેલાયેલા ખેતરો , પાણીઑની વચ્ચે ઉગેલા નાળિયેરીના ઝાડ બધુ આપણને પ્રક્રુતિ સાથે આપણને કઈક અલગ જ અનુભૂતિ કરાવે છે અલ્લેપીને અલ્લેપૂજહા પણ કહેવાય છે જેનો અર્થ થાય છે કે તે જ્ગ્યા સમુદ્ર અને નદીનો સંગમ કરાવે છે. ત્યાં ના લક્ઝરી હાઉસબોટ તેનો આનંદ માણવા માટે દૂર દૂર થી લોકો આવે છે એ હાઉસબોટ માં નીચે બે – ત્રણ રૂમ સુવિધા સાથે છે બોટ માં પાર્ટી કરવા માટે પણ પૂરી વ્યવસ્થા આપેલ છે જ્યાં ખાવા પીવાની પણ પૂરી વ્યવસ્થા આપેલ છે. હર એક હાઉસબોટ માં પોતાનું જનરેટર આપેલ હોય છે હાઉસબોટમાં એ.સી ની પણ વ્યવસ્થા આપવામાં આવેલ છે અલ્લેપી બીચ પણ ત્યાં જોવાલાયક બીજો નજારો છે ત્યાંથી આરબસાગરનો સૌથી સુંદર દ્રશ્ય જોવા મળે છે ગોલ્ડન રેતી અને વાદળી સમુદ્રનું પાણી ખૂબ જ આકર્ષક જોવા મળે છે.ત્યાંનો સૂર્યાસ્ત પણ જોવા લાયક હોય છે વરસાદી ઋતુમાં ત્યાં ફરવા જવાંનું તે શ્રેષ્ઠ સ્થળ ગણાય છે.

Continue reading...
વરસાદની ઋતુમાં ફરવા માટેની છે આ શ્રેષ્ઠ જ્ગ્યા….