Breaking news

એક જમાનામાં આતંકવાદનો પર્યાય ગણાતા અલ કાયદાનો નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાના અહેવાલ છે. અમેરિકી મીડિયામાં ગુપ્તચર એજન્સીઓના હવાલે આ વાત જણાવવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. આ અંગે જ્યારે અમેરિકી સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનને પૂછવામાં આવ્યું તો તેણે કઈ પણ જણાવવાનો ઈન્કાર કરી દીધો. અમેરિકાની ધ એનબીસી ન્યૂઝે ત્રણ અધિકારીઓના હવાલે લખ્યું છે કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને હમઝા બિન લાદેન માર્યો ગયો હોવાની સૂચના મળી છે. જો કે અધિકારીઓએ હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે તેનું મોત ક્યાં અને કેવી રીતે થયું. શું તેના મોતમાં અમેરિકાની કોઈ પ્રકારની ભૂમિકા રહી છે? આ સાથે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે શું અમેરિકા તેના મોત અંગે કોઈ અધિકૃત પુષ્ટિ કરશે કે નહીં? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું તો કે શું અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને હમઝા માર્યો ગયો હોવાની સૂચના છે તો તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. કહેવાય છે કે હમઝા બિન લાદેન ગત વર્ષ 2018માં છેલ્લા જાહેરમાં જોવા મળ્યો હતો. તેના અંગે કહેવાય છે કે તે આતંકી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ ઝવાહિરીનો સંભવિત વારસદાર હતો. ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ અલ કાયદાની કમાન ઝવાહિરી પાસે હોવાનું કહેવાય છે. 10 લાખ ડોલરનું ઈનામ હતું આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ હમઝા બિન લાદેનની સૂચના આપનારને 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ અમેરિકાએ જાન્યુઆરી 2017માં તેને ખાસ રીતે વૈશ્વિક આતંકી તરીકે જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2 મે 2011ના રોજ પાકિસ્તાનના એબટાબાદ વિસ્તારમાં અમેરિકી નેવી સીલના ઓપરેશનમાં અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો. અમેરિકા પર 9/11 આતંકી હુમલાનો તે માસ્ટરમાઈન્ડ હતો. આતંકી હુમલા બાદ અમેરિકા તેને શોધતું રહ્યું અને 10 વર્ષ બાદ 2011માં ઓસામા માર્યો ગયો.

Continue reading...
ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા માર્યો ગયો,તેને શોધવા માટેનું ઈનામ જાણીને તમે પણ ચોકી જશો

વૈશ્વિક આંતકી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. પંજાબની કાઉન્ટર ટેરેરિઝ્મ ડિપાર્ટમેન્ટના હાફિઝ સઈદને લાહોરમાંથી ઝડપી પડવામાં આવ્યો છે. તે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો. ધરપકડ કર્યા બાદ હાફિસ સઈદને ન્યાયિક રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. તે દરમિયાન હાફિદ સઈદે કહ્યું કે હું મારી ધરપકડ સામે કોર્ટમાં જઇશ. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેરર ફન્ડિંગ મામલે હાફિઝની ધરપકડ કરવામાં આવી છે. લાહોરથી ગુજરાંવાલ જઇ રહેલા હાફિઝ સઈદની પાકિસ્તાનની પંજાબ પોલીસના આંતકવાદ વિરોધી વિભાગ સીટીડીએ ધરપકડ કરી છે. પાકિસ્તાનમાં સીટીડીએ હાફિઝ સહિત જમાત-ઉદ-દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા હતા. ત્યારે પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માગે છે અને આંતરરાષ્ટ્રીય સતર પર દબાણ હોવાથી ઇમરાન ખાનની સરકારે આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Continue reading...
લાહોરમાંથી આતંકી હાફિઝ સઈદની ધરપકડ

બેન્કોના 9 હજાર કરોડના કૌભાંડમાં ફરાર બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી આજરોજ બ્રિટનની હાઈકોર્ટમાં થશે. વિજય માલ્યાએ પ્રત્યાર્પણના આદેશની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી જેને ફગાવી દીધી હતી તેને પડકાર આપ્યો છે. આજે થનાર સુનાવણીમાં જો વિજય માલ્યાની અપીલ ફગવાવામાં આવે તો 28 દિવસમાં તેનું ભારતમાં પ્રત્યાર્પણ થઈ શકે છે.આ ખુબ જ મહત્વપૂર્ણ છે કેમ કે એજન્સીઓ સંકેત આપી રહી છે કે તેનું ખુબ ઝડપથી પ્રત્યાર્પણ કરવામાં આવશે. જો અરજી ફગાવવામાં આવે તો ઈન્ટરનેશનલ કોર્ટ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પાસે જવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. આ પહેલા લંડનના એક કોર્ટે વિજય માલ્યાના ભારત પ્રત્યર્પિત થવાની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી. માલ્યાએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેને ભારતમાં પ્રત્યર્પિત કરવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બંધ થઇ ચુકેલી ઉડ્ડયન કંપની કિંગફિશર એરલાઈનના પ્રમુખ માલ્યાએ હાઇકોર્ટમાં અપીલ માટે પહેલા લેખિત પ્રયાસમાં પરવાનગી મેળવવામાં નિષ્ફ્ળ રહ્યા બાદ એક નવી અરજી દાખલ કરી હતી. નવા નિવેદનમાં ન્યાયાલયના જજ સમક્ષ મૌખિક સુનાવણી થાય છે. માલ્યાનો વકીલ આ સુનાવણીમાં નવી પૂર્ણ અપીલ દાખલ કરવાની પરવાનગી મેળવવા માટે પ્રયાસ કરશે જેની સુનાવણી આજે યોજાનાર છે.

Continue reading...
ભાગેડુ વિજય માલ્યાના ભાવિનો આજે ફેંસલો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ છેલ્લા કેટલાક સમયથી પેરિસમાં હતા. પ્રિયંકા પોતાના જેઠ જો જોનના બીજા લગ્નમાં સામેલ થવા માટે ત્યં પહોંચી હતી. પેરિસમાં આ કપલના ઘણા ફોટો સામે આવ્યા છે. પ્રિયંકા દરરોજ અલગ અલગ લુકમાં જોવા મળી, ફેન્સે એના એ લુકને ખૂબ પસંદ કર્યો. થોડાક દિવસો પહેલા પ્રિયંકા અને નિક બોટ પર એન્જોય કરતા જોવા મળ્યા. એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળ્યું કે પ્રિયંકા બોટમાંથી પાણીમાં પડવાની હતી, ત્યારે નિકે એને બચાવી લીધી. પ્રિયંકાના હાથમાં ડ્રિંકનો ગ્લાસ હતો જે પાણીમાં પડી ગયો. ત્યારબાદ પ્રિયંકા અને નિક હસવા લાગ્યા. જણાવી દઇએ કે પ્રિયંકાનો બોટનો જે ફોટો સામે આવ્યો હતો એમાં એ પતિ નિકની સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. જણાવી દઇએ કે આ પહેલા પણ પ્રિયંકાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એ સીડીમાંથી પડતા પડતા બચી ગઇ અને નિકે સંભાળી લીધી હતા. આ વીડિયોમાં પ્રિયંકા પતિ નિકની સાથે કોઇ મ્યૂઝિક કૉન્સર્ટથી બહાર આવી રહી હતી. ત્યારે જ એ પડવાની હતી કે નિહે એને પકડી લીધી. આ દરમિયાન પ્રિયંકાએ પ્રિન્ટેડ રફેલ હાઇ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે નિક કેઝ્યુલ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. એ દરમિયાન પણ બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. ગત મહિને સોફી અને જો જોનસે લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. આ એક પ્રાઇવેટ સેરેમની હતી. એમાં બંનેના નજીકના સંબંધીઓ અને પરિવારના લોકો સામેલ થયા હતા. હવે પેરિસમાં થઇ રહેલા આ લગ્ન ધૂમધામથી થશે.

Continue reading...
પાણીમાં પડતાં-પડતાં બચી પ્રિયંકા, નિકે આવા અંદાજમાં સંભાળી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં મોદીએ ભારત સાથે અમેરિકાની વેપારમાં ખોટ ઘટાડવા અને અફઘાનિસ્તાનમાં બંને દેશોનો સહયોગ વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકા દ્વારા અધિકૃત માહિતી આપતાં જણાવાયું છે કે મોદી અને ટ્રમ્પે બંને દેશો વચ્ચે રણનૈતિક ભાગીદારી વધારવા પર સહમતી દર્શાવી હતી. સુરક્ષા વધારવા અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સમૃદ્ધિ માટે પ્રયાસો કરવા પર પણ ચર્ચા થઈ હતી. અમે‌િરકાએ તેના વેપારની ખોટ ઘટાડવા માટે ગયા વર્ષે ભારતમાંથી એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પર કર વધાર્યો હતો. ભારતે પણ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી, પરંતુ અમેરિકન વસ્તુઓની આયાત પર ટેરિફ વધારવાનો નિર્ણય લાગુ પાડવામાં આવ્યો ન હતો. અફઘાનિસ્તાનમાં અમેરિકા પોતાના સૈનિકોની હાલની સંખ્યા ૧૪ હજારથી ઘટાડીને નવ હજાર કરવા ઈચ્છે છે. અમેરિકાના અધિકારીઓએ ગયા મહિને આ જાણકારી આપી હતી. અમેરિકાએ ઘણા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અન્ય આતંકી સંગઠનો સામે જોરદાર અભિયાન ચલાવ્યું છે.

Continue reading...
મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી: વેપારમાં સહયોગ વધારવા પર ચર્ચા

મુંબઈમાં આતંકવાદી હુમલામાં સંડોવાયેલા ડેવિડ કૌલમેન હેડલી અને તહવ્વુર રાણા ભારતમાં આવી શકે છે. 13 થી 15 ડિસેમ્બર વચ્ચે રાષ્ટ્રીય તપાસ એજંસી (એનઆઈએ)ની એક ટીમ હેડલીના પ્રત્યાર્પણને લઈને ચર્ચા માટે અમેરિકા ગઈ હતી. ડેવિડ હેડલી પર મુંબઈમાં 26 નવેમ્બર, 2008 ના રોજ થયેલા હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતાં. મૃતકોમાં 10 દેશોના 26 નાગરિકો પણ શામેલ હતા. આ બંને આતંકવાદીઓ જલદી ભારતમાં આવે તેવી સંભાવના છે. ભારત માટે આ સૌથી મોટી સફળતા છે. મોદી સરકાર જે પ્રકારે ડેવીડ હેડલી, માલ્યા સુધીના પ્રત્યાર્પણ કરી રહી છે તે જોતાં ભારતનો વિશ્વમાં દબદબો વધ્યો હોવાનું આ સાબિત કરે છે. મોદી સરકાર માટે આ સૌથી મોટી સફળતા છે. અમેરિકા કરશે ભારતને મદદ હુમલામાં સામેલ હોવાના ગુનામાં હેડલીને અમેરિકાની કોર્ટે 35 વર્ષની જેલની સજા ફટકારી છે. હેડલીને આ કેસમાં સક્ષી બનાવવામાં આવ્યો છે. સિંહે ઉમેર્યું હતું કે, અમેરિકાએ પોતાના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને દોષિતોની ઓળખ કરવા અને તેમને સજા અપાવવા પ્રતિબદ્ધતા દાખવી છે. સિંહે કહ્યું હતું કે, ભારત-અમેરિકા 2+2 ડાયલોગ દરમિયાન બંને દેશોએ પાકિસ્તાનને મુંબઈ, પઠાણકોટ અને ઉરી પરના આતંકી હુમલાના દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું. હેડલી ઘણીવાર વીડિયો કોન્ફરન્સીંગથી મુંબઇની કોર્ટમાં હાજર થયો આ હુમલામાં શામેલ અનેક પાકિસ્તાની આતંકીઓ વિરૂદ્ધ પાકિસ્તાનમાં ટ્રાયલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી આ આતંકવાદીઓ વિરૂદ્ધ સત્વરે નિર્ણય સંભળાવવાની માંગણી કરવામાં આવતી રહી છે. જોકે પાકિસ્તાનનું વલણ આ મામલે ટાળવાનું જ રહ્યું છે. ડેવિડ હેડલી ઘણીવાર વીડિયો કોન્ફરન્સીંગથી મુંબઇની કોર્ટમાં હાજર થયો છે. હેડલી મૂળ પાકિસ્તાની મૂળનો અમેરિકન નાગરિક છે. જે લશ્કરે તૈયબાનો આતંકવાદી છે. તહવ્વુર રાણા એ હેડલીનો સહયોગી છે. હેડલી સપ્ટેમ્બર 2006થી જુલાઈ 2008ની વચ્ચે પાંચ વાર ભારત આવ્યો હતો. જેને આતંકવાદીઓએ કરેલા હુમલાના સ્થળોની તસવીરો લીધી હતી. 24 જાન્યુઆરી 2013માં અમેરિકાની કોર્ટે હેડલીને 35 વર્ષની જેલની સજા ફટકારી છે.

Continue reading...
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હેડલીને અમેરિકાથી ભારત ઢસડી લાવશે, મોદીને મળી મોટી સફળતા

પાકિસ્તાન અને ચીન વચ્ચે દ્વિપક્ષી શસ્ત્ર સોદાના ભાગ રૂપે ચીન તેના મિત્ર પાકિસ્તાન માટે અત્યાધૂનિક યુદ્ધજહાજ બાંધશે. હિંદ મહાસાગરમાં શક્તિના સમતોલન માટે ચીન દ્વારા અપાનારા ચાર યુદ્ધજહાજો પૈકીનું આ પહેલું યુદ્ધજહાજ હશે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ આ જહાજ હાલમાં ચીનમાં બની રહ્યું છે, જે ચીનના નૌકાદળના સૌથી અત્યાધુનિક ગાઇડેડ મિસાઇલ ફ્રીગેટની આવૃત્તિ છે. જે ટાઇપ 054એપી ક્લાસનું છે, જે પીપલ્સ લિબરેશન આર્મી નેવીના ટાઇપ 054 એ પ્રકારનું છે, એવું અહેવાલમાં વધુ જણાવાયું છે. સરકારી માલિકીના ડિફેન્સ કોન્ટ્રાક્ટ ચાઇના સ્ટેટ શિપબિલ્ડીંગ કોર્પોરેશને જણાવ્યું હતું કે, નૌકા દળનું યુધ્ધજહાજ આધુનિક ડિટેક્શન અને વેપન્સ સિસ્ટમથી સજ્જ હશે. તે એન્ટી શિપ, એન્ટી સબમરીન અને એર ડિફેન્સ ઓપરેશન્સ માટે સક્ષમ હશે એમ ચાઇના ડેઇલીએ જણાવ્યું હતું. મિલિટરી સૂત્રોએ જણાવ્યું હતું કે આ જહાજ આધુનિક રડાર અને મિસાઇલથી સજ્જ હશે અને તે પીએલએ નૌકાદળે કાઢી નાખેલી એક શ્રેષ્ઠ બ્રિગેડમાંની એક છે. પીએલએ નૌકાદળ હાલમાં 30 ટાઇપ 054એ કાઢી નાખવા માટે તૈયારી કરી રહ્યું છે. ચાઇના ડેઇલીના અહેવાલ મુજબ આ જહાજ સૌથી મોટું છે અને તે ખૂબ જ શક્તિશાળી છે. ચીનના શિપબિલ્ડિંગ સેક્ટરમાંના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્ટરનેટ પર તેના જે ચિત્રો વાઇરલ થયેલા છે, તેના પરથી આ જહાજમાં ર્વિટકલ લોન્ચ સેલ્સ છે, જે ચીનના એચક્યુ-16 એર ડિફેન્સ મિસાઇલ અને અન્ય પ્રકારના મિસાઇલને છોડી શકે છે. અબજ ડોલરના સોદા હેઠળના ચીન- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સોદા હેઠળ ચીન પાકિસ્તાનના વ્યૂહાત્મક ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ ચીન અત્યાધુનિક ફાઇટર બનાવવાની યોજના ઘડી રહ્યાના વિદેશી મીડિયાના અહેવાલોને સરકારી મીડિયાએ હાલમાં જ નકારી કાઢયા છે. હિંદ મહાસાગરમાં સત્તાનું સમતોલન, સ્થિરતા અને શાંતિ જાળવશે ! અહેવાલમાં જણાવાયું છે કે આ યુદ્ધજહાજ પાકિસ્તાની નૌકાદળ માટે એક મોટું અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ યુદ્ધ જહાજોમાંનું એક છે અને તેનાથી ભાવી પડકારોને જવાબ આપવા અને હિંદ મહાસાગરમાં સત્તાનું સમતોલન જાળવવા તેમજ સ્થિરતા અને શાંતિ જાળવવા માટે સક્ષમ છે.

Continue reading...
ચીન પાકિસ્તાન સાથે નિભાવશે મિત્રતા, ભારતની માટે ચિંતાના સમાચાર

વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતાં મહિને દાવોસમાં થનારી વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હાજરી આપશે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન પણ રાષ્ટ્રપતિ સાથે જશે. આ વર્લ્ડ ઇકોનોમી ફોરમ દર વર્ષે યોજાઈ છે. આવતાં મહિને 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી 2019 સુધી આ વર્લ્ડ ઇકોનોમી ફોરમની વાર્ષિક મીટીંગ સ્વીત્ઝરલૅન્ડમાં દાવોસ - ક્લોસ્ટર્સમાં યોજાવાની છે. સ્વિસ સ્કી રીઝોર્ટમાં થનારી ચર્ચામાં યુએસ અગ્રણી નેતાઓની યાદીમાં ટ્રમ્પની દીકરી ઇવાન્કા પણ શામેલ છે. આ યાદીમાં ટ્રમ્પનાં એડવાઇઝર અને જમાઈ પણ શામેલ છે. આ સિવાય સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક, સેક્રેટરી ઓફ કોમર્સ રોઝ પણ શામેલ છે. આ દરેક યુએસ અગ્રણી નેતાઓ ટ્રમ્પ સાથે વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં ભાગ લેશે. આ બીજી વખત હશે જયારે રીપબ્લીકન પ્રેસિડેન્ટ દાવોસમાં મીટીંગમાં હાજરી આપશે.

Continue reading...
ડોનાલ્ડ ટ્રમ્પ ભાગ લેશે વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં : વ્હાઈટ હાઉસ

થાઇલેન્ડ - નોર્થ થાઇલેન્ડની જે ગુફામાં ફૂટબોલ ટીમ 17 દિવસ સુધી ફસાયેલી રહી , હવે તેને પર્યટન સ્થળમાં ફેરવી દેવામાં આવી છે . 16 નવેમ્બરના અહીંનો પાર્ક લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે . હવે અહીં લોકો હરવા - ફરવા માટે પહોંચી રહ્યા છે . જો કે , હજુ સુધી થેમ લુઆંગ ગુફામાં પ્રવાસીઓને અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવી . ફૂટબોલ ટીમની તસવીરોવાળી ટીશર્ટ - ચિયાંગ રાય પ્રાંચ સ્થિત ગુફાના પાર્કમાં 100 થી વધુ દુકાનો લગાવવામાં આવી છે જ્યાં ફૂટબોલ ટીમના મોમેન્ટો અને અન્ય સામાન વેચાઇ રહ્યો છે . - આ વર્ષે જૂનમાં જૂનિયર થાઇ ફૂટબોલ ટીમના 12 સભ્યો અને કોચ ગુફામાં ફસાઇ ગયા હતા , જેઓને થાઇલેન્ડ અને વિશ્વના અંદાજિત 60 ડાઇવર્સે બચાવ્યા હતા . - ટીમના બચાવકાર્યમાં જોડાયેલા એક ડાઇવરનું મોત પણ થયું હતું . ડાઇવરની યાદમાં બની રહ્યું છે મ્યુઝિયમ - ફૂટબોલ ટીમને બચાવવાના મિશનમાં જીવ ગુમાવનાર ડાઇવર સામન ગુઆનની યાદમાં એક મ્યુઝિયમ પણ બની રહ્યું છે . - ગુફા નિહાળવા આવનાર ટૂરિસ્ટ્સ અહીં રોકાઇ શકે તે માટે પાર્કમાં ટેન્ટ રિસોર્ટ્સ પણ બનાવવામાં આવશે . વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ થામ લુઆંગ ગુફા - પાર્કમાં સ્ટોલ લગાવનાર વીપા જણાવે છે કે , ગુફાને જોવા માટે પહેલાં પણ અહીં લોકો આવતા હતા . પરંતુ બાળકોને ગુફામાંથી બચાવ્યા બાદ અહીં દુનિયાના દરેક ખૂણેથી લોકો અહીં પહોંચી રહ્યા છે . - ગુફા વિશ્વમાં પ્રસિદ્ધ થઇ ગઇ છે . અમારાં માટે ગર્વની બાબત છે કે , હવે લોકો પાર્કને જોવા આવી રહ્યા છે

Continue reading...
જે ગુફામાં ફૂટબોલની ટીમ ફસાઇ હતી, ત્યાં પર્યટન સ્થળ બન્યું

દરેકનું સ્વપ્ન એ છે કે તેઓનું પોતાનું એક ઘર હોય. તે માટે, લોકો દર વર્ષે એક એક ભેગી કરતાં હોય છે. કેટલાક લોકો લોન લઈને પણ ઘર ખરીદે છે. પરંતુ આજે અમે તમને જણાવીએ છીએ કે તમે માત્ર 900 રૂપિયામાં વૈભવી બંગલો મેળવી શકો છો, તો શું તમે તેને માનશો? તમે આ વાત પર વિશ્વાસ નહી જ કરો, પણ આ સત્ય છે. ઇંગ્લેન્ડમાં એક વયોવૃદ્ધ યુગલ તેમનો એક જૂનો બંગલા વેચી રહ્યો છે. આ બંગલાની વાસ્તવિક કિંમત આશરે 440 કરોડ છે, પરંતુ તે માત્ર 900 રૂપિયામાં વેચાઈ રહયો છે. આ સુંદર વિક્ટોરિયન મિલકતમાં, ચાર બેડરૂમ, એક ઓપન સ્વિમિંગ પૂલથી લઈને તમામ વૈભવી સુખ સુવિધા છે. 1875 માં ખરીદેલ આ પ્રાચીનકાળનો વૈભવી બંગલાને વૃદ્ધ દંપતી, રોબર્ટ અને એવરિલ હવે વેચવા જઈ રહ્યા છે. આ ઘર દરિયાકિનારાથી માત્ર 10 મિનિટ જ દૂર છે. આ કપલ તેમની આ મિલકત વેચવા માટે કોઈ સ્ટેટ એજન્ટનો ઉપયોગ કરવા નહોતું માંગતુ. એટ્લે તેમણે એક વેબસાઇટના મધ્યમથી લોટરી ટિકિટ સિસ્ટમ દ્વારા તેને વેચવાનો નિર્ણય કર્યો. તેથી આ બંગલો લોટરી ટિકિટ સિસ્ટમ દ્વારા વેચવામાં આવશે. કોઈપણ વ્યક્તિની ટિકિટ પસંદ કરવામાં આવશે, તેને આ વૈભવી બંગલા સાથે રોકડ પુરસ્કાર પણ મળશે. માટે વિજેતાને લોટરી ટિકિટ લેવાના પૈસા સિવાય બીજું કોઈ જ ખર્ચ નહી થાય. એક વ્યક્તિ એકથી વધુ ટિકિટ ખરીદી શકે છે, પરંતુ વ્યક્તિ દ્વારા ટિકિટ ખરીદવાની મહત્તમ મર્યાદા 10,000 છે. ઉપરાંત, જે વ્યક્તિને ઘરના માલિક બનવાની તક મળે છે તે ટિકિટના પૈસા સિવાય બીજું કંઈ ચૂકવશે નહીં. વૃદ્ધ યુગલો દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને કાનૂની કાર્યવાહી ખર્ચ પણ લેવામાં આવશે. આ લોટરી ટિકિટ સિસ્ટમનો વિજેતા કમ્પ્યુટર એલ્ગોરિધમ દ્વારા પસંદ કરવામાં આવશે. વિજેતાની જાહેરાત 3 જાન્યુઆરી, 2019 ના રોજ કરવામાં આવશે. તે જ સમયે, વિજેતા સાથે બીજા અને ત્રીજા સ્થાને ટિકિટ ધારકને રોકડ પુરસ્કાર પણ મળશે. જૂના દંપતિને ઘર વેચવા માટે 60 હજાર ટિકિટો વેચવાનો નિર્ણય કરવો જોઈએ. જે વ્યક્તિ આ લોટરી ટિકિટ સિસ્ટમના વિજેતા બનશે તે આ નવા ઘરનો માલિક તો બનશે જ સાથે આ ટિકિટ દ્વારા મળેલ રકમના 40 % પણ આપવામાં આવશે. બીજા અને ત્રીજા સ્થાન પર જે આવશે તેને 20 ટકા અને 10 ટકા મળશે. આ ઉપરાંત 10 ટકા કેન્સર ચેરિટીનું દાન કરવામાં આવશે. સમજાવો કે ફક્ત ઇંગ્લેંડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં રહેતા લોકો આ લોટરી ટિકિટ સિસ્ટમમાં ભાગ લઈ શકે છે. તમને આ લિંકથી સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે. : https://www.wayh.co.uk/

Continue reading...
માત્ર 900 રૂપિયામાં જ વેચાઈ રહ્યો છે સાડા 4 કરોડનો બંગલો, આ આલીશાન બંગલો ખરીદનારને ઈનામ પણ મળશે

આફ્રિકી દેશ યુગાન્ડામાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે કોઈ બાબતે ઘર્ષણ થતાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યા હતાં. આ તોફાનોને કારણે યુગાન્ડામાં વસવાટ કરતાં 200 ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. બપોરના સમયે નોર્ધન યુગાન્ડામાં સ્થાનિક પોલીસ અને ત્યાંના લોકો વચ્ચે કોઈ મામલે ઘર્ષણ થયું હતું અને જોતજોતામાં ભયંકર તોફાન ફાટી નીકળ્યું હતું અને લોકોએ પોલીસ ઉપર બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે વિસ્તારમાં તોફાન ફાટી નીકળ્યું ત્યાં ગુજરાતી વેપારીઆેની મોટાભાગે દુકાન હોય લોકોએ તેને નિશાન બનાવી પથ્થરો ફેંકતાં ટપોટપ શટર પાડી દેવાયા હતાં. ઉલ્લેખનીય છે કે અહી 200 જેટલા ગુજરાતી પરિવારો વસવાટ કરે છે અને તોફાનોને કારણે ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું હતું.

Continue reading...
યુગાન્ડામાં ભયંકર તોફાનો ફાટી નીકળ્યાઃ 200 ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ
  • 1 2 3
  • NEXT